Aatmmanthan - 7 books and stories free download online pdf in Gujarati

આત્મમંથન - 7 - સ્માર્ટ ગામડા

આત્મમંથન

સ્માર્ટ ગામડા

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે. તે સંજોગો માં મનુષ્ય એ ચેતી જવાના દિવસો આવી ગયા છે. સમગ્ર વિશ્વ જે મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે અખબારોમાં અને ટીવી પર સમાચારોમાં જ્યારે જોઇએ છીએ ત્યારે કાળજુ કાંપી ઊઠે છે. આવનારા દિવસો કેટલા બધાં કઠિન હશે, તેનો વિચાર આવતા શરીર પર ના રૂવાડાં ઊભા થઇ જાય છે. આજ ની તારીખ ૧૬-૫-૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્વમાં કુલ ૪૪,૪૪,૬૭૦ કેસો કોરોના રોગ ના નોધાયા છે, તેમાંથી કુલ ૩,૦૨,૪૯૩ મૌત નીપજ્યા છે,

અને ૧૫,૮૮,૮૫૮ દર્દીઓ સાજા થયાં છે. આ રોગ ને લીધે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.

ભારત દેશમાં આ રોગ થી પ્રથમ મૌત માર્ચના ચૌથા અઠવાડિયામાં થયું.

ભારત માં ૨૦ માર્ચ ના રોજ એક દિવસનું પ્રથમ લોકડાઉન આપવામાં આવ્યું બસ, રેલ્વે સેવા, મેટ્રો, હવાઇ સેવા, મોલ, થિયેટર, હોટલ, રેસ્ટોરન્ટ, સ્કુલો, કોલેજો, દુકાનો, ઓફિસો, બેકોં, વગેરે….. . આ રોગ માં સૌથી મોટુ દુઃખ તે માણસ થી ફેલાતો રોગ છે. એટ્લે એક માણસે બીજા માણસથી ૧ મીટર નું અંતર રાખવાનું, ઘર ની બહાર માસ્ક પહેરવાનું, હાથ વારંવાર ધોવાના, ઘર માં જ રહેવાનું, કામ વગર ઘરની બહાર પગ નહી મૂકવાનો. સાથે સાથે ઘર ની બહાર ગયા હોવ તો ઘરે આવી કપડાં ધોવા નાખી દેવાના, હાથ, પગ, મોઢું ધોઇ નાખવાના, હાથ સેનીટાઇસ કરવાના…. તકલીફો માં વધારો દરરોજ થવા માંડ્યો. ત્યાર પછી તો લોકડાઉન ૧,૨,૩ આપવામાં આવ્યાં.

દેશ માં અફડાતફડી નું વાતાવરણ થઇ ગયું. ખાસ કરીને ભારત જેવા વિકસિત દેશમાં છેલ્લાં ૧૦ વર્ષ થી ગામડા ના લોકો એ દેશના મોટા શહેરો તરફથી દોટ મૂકી હતી. આતંર રાજ્ય સ્થળાંતર નું પ્રમાણ વધી ગયું હતું. ભારત જે ખેતી પ્રધાન દેશ કહેવાતો, છેલ્લાં કેટલાક વર્ષો થી મોટા શહેરો તરફ ની દોટ એ ખેતી જાણે વિસરાઇ ગઇ હતી, ગામડાઓ ની વસ્તી શહેરોમાં જઇ ધંધા, રોજગાર,નોકરી કરવા લાગ્યાં. એકબાજુ ગામડા ખાલી થતાં ગયા અને શહેરો માણસો થી ઊભરાઇ ગયાં, અને શહેરોમાં પ્રદુષણ અને ગંદકી નું પ્રમાણ પુષ્કળ વધી ગયું.

શહેર ની ગીચ વસ્તી માં ગામડા ના લોકો નો ઊમેરો થયો તથા આતંર રાજ્ય પણ સ્થળાંતર થયું. લોકોખાસ કરીને નાની નાની નોકરી કરવા લાગ્યાં ટુંકા પગાર માં ભાડૅ જગ્યા માં રહેવાનું, ચા, પાણી, દવા, ભોજન, વગેરે..

કેવી રીતે આવક- જાવક સરખી થાય, વળી લોકો નું જીવન દેખાદેખી વાળું થઇ ગયું, દરેક વ્યક્તિ ની ખાધા-ખોરાકી, વાહન, મોબાઇલ, હરવા-ફરવાનું વગેરે સરખું થઇ ગયું, એટલે જાવક નું પ્રમાણ વધી ગયું સામે આવક માં એટલો વધારો ના થયો, વળી દેશમાં હજુ પણ સાક્ષરતા માટે જાગૃતિ નથી આવી, વળી લોકો માં પાન, તમાકુ, બીડી, સીગારેટ, દારૂ, વગેરે… વ્યસનો ભરપૂર છે, મહિલાઓ પણ વ્યસન કરતી થઇ ગઇ છે, વસ્તી વધારા એ માઝા મૂકી છે,

હાલ ભારત ની વસ્તી લગભગ ૧૩૦ કરોડ છે, પ્રજા અભણ, રૂઢિચુસ્ત, જાતપાત, વગેરે… માં અટવાઇ છે. ત્યાં આવી મહામારી એ જે માઝા મૂકી છે. લોકો માં ડર ઘૂસી ગયો છે. આ મહામારી માં દરેક ને પોતાનું ઘર યાદ આયું છે. જે લોકો પરપ્રાંત માં જઇ વસ્યાં હતાં તે પોતાના વતન ભેગા થવા માંડ્યાં છે. નોકરી, ધંધા, રોજગાર બંધ થવાથી ખાવા-પીવાના સાંસા પડયામ ત્યારે દરેક ને પોત-પોતાના ઘર યાદ આયા અને ઘર તરફ દોટ મૂકી છે, જે ને તે રીતે ઘર તરફ જવા લાગ્યાં છે, ૨૦૦૦ કિલોમીટર પગપાળા પણ જવાનું ચાલું કર્યુ છે.

દેશમાં કોઇપણ આપત્તિ આવે જેવી કે પૂર, ધરતીકંપ, રોગચાળો, મહામારી, તોફાનો, યુધ્ધ, વગેરે આવે ને, માણસો ને પોતાનું ઘર યાદ આવે ત્યાં સુધી ગમે તે સંજોગો માં શહેર માં લહેર કરવા, નાની નાની રૂમો માં રહી શહેરો ને પ્રદૂષિત કરે. પણ આખરે તો વતન જ ભેગા થવું પડે. વર્તમાન સમય ની મહામારી માં લોકો જે પોત-પોતાના વતને ગયા છે તેમાંથી ૭૫% પોતાના ઘરે જ રહેવાના, એમને સમજાઇ ગયું છે, પોતાનું ઘર અને વતન ના છોડવું જોઇએ.

આ મહામારી દ્વારા ભગવાન ની નારાજગી દેખાઇ રહી છે, તેણે આપણને પૃથ્વી, પાણી. હવા, ખોરાક, અગ્નિ .. વાપરવા આપ્યાં હતાં . આપણે તેના માલિક બની બેઠા, અને આ અમૂલ્ય ચીજવસ્તુઓ ને પ્રદુષિત કરી નાખી. બેફામ વર્તન દ્વારા ભગવાન ને દુઃખી કરી નાખ્યાં ભગવાને દરેક ને સજા કરી કે તને આ બધી વસ્તુ વાપરવા મફત ભાડે આપી હતી અને તે દુષિત કરી અને વિશ્વ ને નરક બનાવી દીધું એટલે એણે આપણને પીંજરામાં- ઘર માં કેદ રહેવાનું કહ્યું.

ભારત ના લોકડાઉન ના ૫૪ માં દિવસે જોતા સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કે આપણે ભગવાન ની આટલી બધી કૄપા ના હકદાર નથી, ગંગા નદી ને ભયંકર પ્રદુષિત કરી હતી તે કોઇપણ ખર્ચ વગર આટલા દિવસોમાં ૮૦% સ્વચ્છ થઇ ગઇ, હવામાં પ્રદુષણ નું પ્રમાણ ૭૦% ઘટયું, જે પ્રાણી-પક્ષીઓ દેખાતા બંધ થઇ ગયાં હતાં તે ખૂલ્લે આમ દેખાવા લાગ્યાં, બિહાર, પંજાબ અને હરિયાણા થી હિમાલય ની પર્વતમાળાઓ દેખાવા માંડી છે. આ જ બતાવે છે કે મનુષ્યો ઘરની બહાર નીકળવા લાયક જ નથી.

હજુ પણ મનુષ્યો એ ચેતી જવું જોઇએ. દરેકે વ્યક્તિ નો જ્યાં જન્મ થયો છે ત્યાં જ રહી પોતાનું જીવન વ્યતિત કરવું જોઇએ. ગામડા જે લુપ્ત થતાં જાય છે તેને ફરી જીવંત કરી, સ્માર્ટ ગામડા બનાવા જોઇએ. ગામ ની દરેક નાની-મોટી વ્યક્તિઓ એ ગામ ના વિકાસ માં ફાળો આપવો જોઇએ. કરેક વ્યક્તિ એ સ્વમાનભેર અને આત્મનિર્ભર બનવું જોઇએ. સ્માર્ટ શહેરો માં રહી હાડમારી ભોગવી એના કરતાં, સ્માર્ટ ગામ અને પોતાનો વિકાસ કરી સ્વમાનભેર જીવન પૂરું કરવું તેમાં જ શાણપણ છે.

સ્માર્ટ ગામડા માટે ભારત ના દરેક નાના-મોટા ગામ નો વિકાસ થવો જોઇએ. જે યુવા ધન શહેરો તરફ દોટ મૂકી પોતાની જીદગી નરક જેવી બનાવે છે અને શહેરો માં ગંદકી માં વધારો થાય છે, પોષણ વગર નો ખોરાક ખાઇ બીમારી ને નોતરું આપે છે, તથા તેમના બાળકો પણ કુપોષિત નો શિકાર બને છે. પોતાના ગામમાં રહી અને પોતાનો અને ગામ નો વિકાસ કરે તો ભારત એક સમૃધ્ધ દેશ બની જાય. આ માટે દેશ ના નેતાઓ, ઊધોગપતિઓ, ગામ ના આગેવાનો, વડીલો વગેરે.. સક્રિય રસ લઇ ગામના વિકાસ માં મહત્વપૂર્ણ યોગદાન આપશે, તો જ શ્માર્ટ ગામ નું સ્વપ્ન પૂરું કરી શકાશે.

આપણા બાપ-દાદા ના જમાનામાં શહેરીકરણ ન્હોતું. વ્યક્તિ નો જન્મ જ્યામ થતો ત્યામ જ તેનું મરણ થતું, કહેવાનો ભાવાર્થ લોકો સંતોષી અને સુખી હતાં, જે મળ્યું અને જેટલું મળ્યું તેમાં સંતોષ માનતા. સ્વમાનભેર જીવતા અને આત્મનિર્ભર હતાં, હાલ ના કોરોના મહામારી માં દરેક વ્યક્તિ એ પોતાના વતન-ઘર તરફ પાછો વળ્યો છે ત્યારે સ્માર્ટ ગામ બે-પાંચ વર્ષ પછી દેખાવા માંડશે.

સ્માર્ટ ગામ નું સ્વપ્ન સાકાર કરવા માટે પહેલાં તો દરેક નાગરિકે શિક્ષણ નું મહત્વ સમજવું પડશે. શિક્ષિત ઘર અને સમાજ હશે તો દેશ નો વિકાસ થશે. સાથે સાથે લોકો ની નજર સામે તેમને જે કરવાનું છે અને જે સ્વચ્છ અને સુંદર સમાજ નું ચિત્ર ઉભું કરવું પડશે, આધુનિક ટેકનોલોજી ના જમાનામાં આ કામ ખૂબ સરળ થઇ ગયું છે. ગણતરી મિનિટોમાં કોઇપણ સમાચાર દુનિયાના એકખૂણે થી બીજા ખૂણે પહોચી જાય છે.

સ્માર્ટ ગામ માટે સૌ પ્રથમ શાળાઓ ને પ્રાધન્ય આપવું જોઇએ. શાળાઓને વ્યવસ્થિત કરી--ગામ ના બાળકો ને શિક્ષણ માટે ફરજીયાત પ્રવેશ કરાવવો જોઇએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને સરકારે ચલાવવા માટે જોર મૂકવું જોઇએ—ત્યાં ડોકટર, નર્સ, દવાઓ ની વ્યવસ્થા કરાવવી જોઇએ, ગામ માં પીવાના ચોખ્ખા પાણી, દરેક ઘર માં બાથરૂમ-જાજરૂ ની વ્યવસ્થા, પાકા અને ચોખ્ખા રસ્તાઓ, ઢોર, પશુઓ વગેરે જે પાળેલા હોય તેની માવજત અને સંભાળ ની જવાબદારી શીખવવી, ગામ ના સરપંચો ને દુનિયામાં જે બધું ચાલી રહ્યુ હોય તે અંગે જાણકાર હોવા જોઇએ. ખાસ કરીને ભારત એક ખેતીપ્રધાન દેશ છે તો ખેતી ની નવી નવી પધ્ધતિઓ અને શોધો નો દરેક ગામ સુધી વિસ્તાર અને જાહેરાત થવી જોઇએ, દૂધ ઉત્પાદન પણ આત્મનિર્ભર થવાનો સારો માર્ગ છે, વળી જીવન જરૂરિયાતો ની વસ્તુ નું ઉત્પાદન ગામ માં થઇ શકે તેવું હોય તો ગામ ના લોકો ને તે અંગે જાગૃતતા આપવી અને તેમને પ્રોત્સાહિત કરવા.

આ માટે નીચે બે ગામો ના ઉદાહરણ આપેલાં છે.

1 -

વર્તમાન સમયમાં ગુજરાત રાજ્ય ભલે વાઇબ્રન્ટ સ્ટેટ તરીકે જાણીતું બન્યું છે, પણ રાજ્યના ગામડાઓનો જોઇએ એવો વિકાસ થયો નથી. આની ખાતરી કરવી હોય તો ગામડાઓમાં એક આંટો દઇ જુઓ દસ માંથી નવ ગામ એવા હશે જ્યાં કચરાના નિકાલની, પાણીની વ્યવસ્થાની, વિજળીની સમસ્યાઓ હશે જ. અને એ દસમું ગામ પણ સાવ દૂધે ધોયેલું તો નહી જ હોય.

આ બધા પાછળનું મુખ્ય કારણ છે ગામના સરપંચને થયેલો ગંભીર રોગ કે જેમાં તેને સતત ભૂખ લાગતી રહે છે. કદી તેનું હોજરું ભરાતું નથી. પહેલા એક-બે વર્ષ તો ચુંટણીમાં વાપરેલા નાણા વ્યાજ સાથે ભેગા કરે છે, અને પછી મિલકતો વસાવે છે. ગામમાં એકાદો હવાડો કરી દે જેમાં પહેલાં પંદર દિવસ પાણી આવે પછી છોકરાઓ કબડ્ડી રમે. જેના છોકરા ચડ્ડીઓ વિનાના રખડતાં બાવળોમાં જાજરુ જતાં હોય, સ્ત્રીઓ જેવી-તેવી બિમારીમાં બહાર શહેરમાં જતી હોય, પાણી ભરવા ગાઉએકનો પલ્લો કાપવો પડતો હોય, ને ખેતરમાં વાવેલું ઉગતું ન હોય એ પણ ડંફાસો મારતો હોય- “ભલે ભેગા કરે, ગમે તેમ તોયે આપણી નાતનો છે ને.”

મિત્રો આ દુર્દશા આજે પણ ઘણા બધાં ગામડાની છે. ઘણા ગામ એવા છે જ્યાં લોકોની જરૂરીયાતોની પૂર્તિ થતી નથી. જાતિવાદનું ઝેર અને અશિક્ષણ જ્યાં સુધી નહી હટે ત્યાં સુધી આવું રેવાનું અને સરપંચ નામે સર્પો ગામને અંધકારના ઝેરમાં રાખીને પોતાની નાગરાણીઓના અને નાગકુંવરોના પેટ ભરતા રહેવાના. અને ત્યાં સુધી આવા ગામો ગોકુળીયા મટી, ’ગંધારા’જ રહેવાના. પણ આવા ખાઉધરા, કાળા અક્ષર કુહાડે મારેલા સરપંચોમાં અમુક અપવાદ પણ હોય છે, જે ખરેખર ગામને ગોકુળીયું બનાવી દે છે.

આખા ભારતના સાતેક લાખ ગામોમાં એક જોરદાર ઉદાહરણ બેસાડ્યું છે, સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામે. જેના થનગનતા યુવાન સરપંચ હિમાંશુ પટેલે બારેક વર્ષમાં ગામની સૂરત જ ફેરવી દીધી છે. એ પણ એવી કે સ્માર્ટ સીટી પણ શરમાઇ જાય.

ગુજરાતનું પુંસરી ગામ ૨૦૦૬ માં તો એવી તસ્વીર ધરાવતું હતું કે આ ગામને બદલે ઢોરની ગમાણો ચોખ્ખી હોય! લગભગ ૯૮% લોકો અશિક્ષિત અને એમાંયે પાછી ૨૩ જેટલી જુદી-જુદી જાતિઓ એટલે અંદરોઅંદર વેર-ઝેરનો પાર નહી. જો કે,આજે ભણેલા ગણેલા યુવાનો પણ ઘેટાં જેવા બની ચુક્યા છે અને પોતપોતાની જાતિઓના રોફ મારતા થયા છે, ત્યારે ભારત હજુ પચાસેક વર્ષ સુધી તો બહુ આગળ વધી શકે એમ છે જ નહી. પુંસરી ગામમાં રસ્તા, વીજળી, પાણી જેવી સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હતો. પંચાયતના માથે દોઢેક લાખનું દેવું હતું. શહેરીકરણ વધવા માંડ્યું, તો શું કરવું? સાવજોની વચ્ચે કદાચ જીવી શકાય પણ દિપડાઓની વચ્ચે કેમ જીવવું?

હિમાંશુ નરેન્દ્રભાઇ પટેલ નામનો આ બાવીસ વર્ષનો યુવાન ૨૦૦૬ માં ગામનો સરપંચ બન્યો. એ જયારે ભણતો હતો ત્યારે શહેરમાંથી તે ગામડે આવતો ત્યારે એના મુખ પર ગામની દુર્દશાની દુ:ખ છાયા જોવા મળતી. સરપંચ બન્યા બાદ તેણે વિવિધ ગ્રામ્યલક્ષી સરકારી યોજનાઓ સાથે સંકળાવાનો નિશ્વય કર્યો. શરૂઆતના ત્રણેક વર્ષ તેણે મુળભુત સુવિધાઓની ઉપલબ્ધિઓ લગાવવા પાછળ મહેનત કરી. બે વર્ષમાં તેણે દરેક ઘરમાં પાકું મકાન અને શૌચાલયની વ્યવસ્થા કરી આપી. પંચાયત માથેનું કરજ દુર કર્યુ. દરેક ઘરમાં વિજળી પહોચાડી દીધી.

સૌ સૌનું કામ કરતા હતાં!હિમાંશુભાઇએ ગામની ખરા અર્થમાં કાયા બદલી નાખી. ક્લોઝ સર્કીટ કેમેરા, વોટર પ્યૂરીફાઇંગ પ્લાન્ટ, એર કન્ડિશન્ડ સ્કુલ, વાઇ-ફાઇ અને બાયો મેટ્રીક મશીનો જેવી અદ્યતન સુવિધાઓ તેમણે ગામમાં ઉભી કરી.

ગામમાં ભેગા થતાં કચરાને લઇ જવા માટે વાનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ એ કચરો વિજ ઉત્પાદનમાં વાપરવામાં આવતો. એમણે ત્રણ યુવાનોની સાથે મળી પબ્લિક પ્રાઇવેટ આર.ઓ વોટર પ્લાન્ટ બનાવ્યો. તે ૨૦૧૦થી લઇને આજ સુધી ૫ રૂપિયામાં વીસ લિટર મિનરલ વોટર આપવામાં આવે છે. ગામમાં હાઇ-સ્પીડ વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ છે અને પચાસ રૂપિયા આપીને મહિના માટે ૩૦ એમબીપીએસની ઝડપે ઇન્ટરનેટ વાપરી શકાય છે.

આ ઉપરાંત ગામની સ્કુલ અને સરકારી ઓફિસોમાં લગાવેલા કમેરાથી કોઇપણ સ્થળેથી જે-તે સ્થળનું લાઇવ નિરિક્ષણ શક્ય બન્યું છે. ૨૦૦૯ માં ગ્રામ-પંચાયતમાં વોટરપ્રુફ એવા ૧૪ લાઉડ સ્પીકર મુકવામાં આવેલા છે. આ સ્પીકર દ્વારા સરકારી કે સામાજિક કાર્યક્રમોની જાહેરાત થાય છે. અને હિમાંશુ પટેલ ગમે ત્યાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા લાઉડસ્પીકરમાં જાહેરાત કરી શકે છે.

આ યુવા સરપંચ હિમાંશુ પટેલની મહેનતને બિરદાવતા ૨૦૧૧ માં પુંસરી ગામને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદી દ્વારા “બેસ્ટ ગ્રામ પંચાયત”નો પુરસ્કાર મળેલો છે. દિલ્હીમાં પણ “બેસ્ટ ગ્રામ સભાનો” પુરસ્કાર આ ગામને મળ્યો છે. ઉપરાંત અનેક દેશોના નેતાઓ પણ પુંસરીની મુલાકાત લઇ ચુક્યા છે. દેશ-વિદેશના લોકો આ ગામના અધ્યયન માટે આવે છે.

૨.

આજકાલ સ્માર્ટ જમાનો આવ્યો છે. વ્યક્તિ સ્માર્ટ, મોબાઈલ સ્માર્ટ, સિટી પણ સ્માર્ટ. તો પછી ગામડા કેમ પાછળ રહી જાય. ગામડાઓ પણ સ્માર્ટ થવા લાગ્યા છે. ગુજરાતના અનેક ગામો આજે જુદી જુદી રીતે આદર્શ અને મોડેલ વિલેજ બન્યા છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આદર્શ ગામ યોજના બાદ પણ ગામના વિકાસમાં થોડા અંશે સુધારો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે બારડોલીનું ‘બાબેન’ ગામ આ તમામ વિકાસથી અલગ સાબિત થયું છે, એટલે કે જ્યારે ગુજરાતના અનેક ગામોમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હતો તેવા સમયે આ ગામ આદર્શ બની ગયું હતું.

અને આ વિકાસ પાછળ 2007માં ગામના સરપંચ બનેલા ભાવેશ પટેલ અને હાલમાં સરપંચ પદ સંભાળી રહેલા તેમના પત્ની ફાલ્ગુનીબેન પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યોનો મોટો ફાળો રહ્યો છે. ગામના પૂર્વ સરપંચ ભાવેશ પટેલે ગામના વિકાસ અંગે વાત કરી હતી. એ દરમ્યાન તેમણે જણાવ્યું કે, ગામલોકોની જાગૃતિના કારણે આ સંભવ બન્યુ છે.

બાબેન ગામમાં આવેલો લેક, કોઈ સ્માર્ટ સિટીથી ઓછુ નથી આ ગામ.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતથી 35 કિલોમીટર અને બારડોલીથી બે કિલોમીટરની અંતરે આવેલા બાબેન ગામના વિકાસની ગાથા આજે અજાણી નથી. આશરે 15000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મેટ્રો શહેરોની જેમ પહોંળા આરસીસી રસ્તા, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ, બેંક, પોસ્ટ ઓફિસ, સીસીટીવી, ડીગ્રી એન્જીનિયરિંગ કોલેજ સહિતની સુવિધાઓ છે. 2011 માં બાબેન ગ્રામ પંચાયતને રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જાહેર કરાતા આ ગામ લાઈમલાઈટમાં આવ્યું હતું. જો કે આ પહેલા પણ એને તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કાર મળી ચૂક્યાં હતા.

લગભગ 15 વર્ષ પહેલા જંગલ જેવી સ્થિતિમાં રહેલા આ ગામનો વિકાસ આજે કોઈને પણ ચકિત કરી દે તેવો છે. શહેર જેવી સુવિધાઓનો વિકાસ કરી ચૂકેલા આ ગામમાં હાલ ફાલ્ગુનીબેન પટેલ સરપંચ તરીકે કાર્યરત છે. અને હવે તેઓ ગામને કેસલેશ બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે.

આ ગામમાં ગટર, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ જેવી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે.

(૧)15000થી વધારેની વસ્તી ધરાવતા ગામના તમામ 8500 જેટલા મકાનો પાકા છે. (૨.) ગટર, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ જેવી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અહી ઉપલબ્ધ છે. (૩.) આ ગામમાં સુવિધાયુક્ત પંચાયત ઘર, આંગણવાડી તેમજ સીસીટીવી કેમેરા અને વાઈફાઈની સુવિધા છે. (૪.) ગામમાં જ બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક શાળા, હાઉસ્કૂલ માટે આધુનિક સુવિધા સાથેના બિલ્ડીંગ છે. (૫.) ડીગ્રી એન્ડ ડીપ્લોમા, એન્જીનિયરિંગ કોલેજ અને રેસ્ટોરન્ટની પણ સુવિધા ગામમાં જ છે. (૬.) આ ગામના અલગ-અલગ વિસ્તારમાં છ પાણીની ટાંકી અને ત્રણ આર ઓ પ્લાન્ટ દ્વારા મળે ફ્રી પાણી. (૭.) ગામની સ્વચ્છતા માટે ગામમાં સવાર-સાંજ પંચાયત દ્વારા કચરો લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. (૮.) બાબેન ગ્રામ પંચાયતની પોતાની એમ્બુલન્સ છે અને ગામમાં જ સ્વાસ્થ્ય કેન્દ્ર પણ છે. (૯.) ગામમાં બ્લોક પેવિંગ ધરાવતી ફૂટપાથ, ફૂલોથી સુશોભિત ડિવાઈડર્સ સાથે ગામના અંદર રસ્તા બાર ફુટ પહોળા. ૧૦.) ગામના દરેક રોડ પર બન્ને તરફ સ્ટ્રીટ લાઈટો, ક્લબ હાઉસ અને સ્વિમિંગ પુલની પણ સુવિધા છે. (૧૧.) આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને દરેક ઘરમાં શૌચાલય ઉપરાંત ગામમાં થોડા થોડા અંતરે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે.

(૧૨.) લોકભાગીદારીથી 1.25 કરોડના ખર્ચે ગામમાં અધ્યતન સ્વર્ણિમ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું. (૧૩.) રાત્રિની લાઈટિંગથી ઝગમગી ઉઠતુ આ તળાવ વિદેશી શહેરનો નજારો આપે છે. (૧૩.) 1.25 કરોડના ખર્ચે ગામમાં અધ્યતન સ્વર્ણિમ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું.

આભારઃ

ગુગલ

https://gujaratilekh.com/gujarat-smart-village-01/

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED