આત્મમંથન - 6 - વોટસઅપ રાખડી Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મમંથન - 6 - વોટસઅપ રાખડી

વોટસઅપ રાખડી

અનેરી, નામ પ્રમાણે અનેરી- વિચારોમાં અને આચારોમાં. તેનું બધું કામ અનેરું એની વાત જ ન્યારી. હસતી-રમતી, કૂદતી-નાચતી જીવન જીવે. અલ્લડ પોતાનું મનનું કરે. વળી તેના શોખ પણ અનેરા. જીદ્દી પણ એટ્લી. કરે પણ શું ? કુદરતે તેની સાથે અનેરો ખેલ રમેલો, સરસ મઝાનું જીવન જીવવા મોક્લી હતી કે આખી જીદંગી તેને આપેલો રોગ સાથે ઝઝુમવા ? કોને ખબર નસીબ ના ખેલ, કર્મ ના હિસાબ કે પછી કોઇ ચમત્કાર.

વાત એમ છે કે જન્મ ના છ માસ બાદ ૯૦% પોલિયો થઇ ગયેલો. સહેજ પણ હલીચાલી ના શકે. દેખાવે તો રૂપ રૂપનો અંબાર. કોઇની જાણે નજર જ લાગી ગઇ. ધીમે ધીમે મોટી થતી ગઇ. તેનું વાણી- વર્તન મનમોહાવનું , જે મળે એને પોતાના બનાવી લે. અવાજ મધુર, વિચારો માં શુધ્ધતાં, પવિત્ર જીવન અને તે ઊપરાંત સતત ભગવાન ના સાનિધ્યમાં રહે. બાળપણ થી જ મા-બાપ ના સંસ્કાર કે કોઇ આછકલાઇ નહિ કે ના તોછડાપણું. જે એક વાર તેને મળે ક્યારેય પણ ભૂલી ના શકે.

નામ અનેરી, એવા ગુણ. ધીમે ધીમે મોટી થતી ગઇ. સારા ખોટા ની સમજ આવવા માંડી.

બાળપણ થી તેને અનેરો શોખ, તે રાખડીઓ ભેગી કરે. રાખડી તેની પાસે સ્ટોક માં હોય, ભાત-ભાત ની અને જાત-જાત ની, લગભગ તેના કબાટમાંથી ૫૪ રાખડી માંગો ત્યારે મળી રહે, પાકીટ માં પણ ૧૦-૧૨ સાથે હોય. ઘર-બહાર બધાં સાથે હળી-મળીને રહે. વાદ-વિવાદ માં ક્યારેય ના ઉતરે-તેને લડવું-ઝગડવું ગમે જ નહી. મિત્રો પણ સારા એવાં. તેનાથી નાની ઉંમરના, સરખી ઉંમરના અને મોટી ઉંમરના. બધાં સાથે ફાવે. કાયમ શીખવા ની ટૅવ, કોઇની પણ પાસે શીખી લે.

ગમતી વ્યક્તિઓ ને તે પોતાના બંધન માં બાંધી લે. એક વાર એને ખૂબ સારી વ્યક્તિ-પ્રિન્સ નામ એનું, મળી ગઇ. એને પોતાની સગી બહેન ન્હોતી, એટ્લે અનેરી એ તેને રાખડી બાંધી, પાછી શરત કરી કે જો દર વર્ષે રક્ષાબંધન ના દિવસે સૌથી પહેલી રાખડી મારી પાસે બંધાવે તો જ રાખડી બાંધું, પણ પ્રિન્સ જીદ્દી હતો તમારી શરત મંજૂર છે મને, તે અનેરી જેવી પ્રેમાળ અને પ્રિન્સ માયાળુ બહેન ગુમાવવા ન્હોતો માંગતો. આમ ને આમ બે વર્ષ ચાલ્યું. ત્રીજા રક્ષાબંધન ના એક મહિના પહેલાં પ્રિન્સ અનેરી ને પોતાની ગાડીમાં ઓફિસ મૂકીને જતાં જતાં કહેતો ગયો હું તમને ૫.૩૦ વાગે લેવાં આવીશ. ઘરે જઇ અને જમ્યો ને થયું લાવ જરા મીઠું પાન ખાતો આવું. બપોરે ૩.૩૦ વાગ્યાં હતાં અને તે પોતાના બુલેટ પર નીકળ્યો, સોસાયટી ના ચાર રસ્તા પર બીજા બાઇકવાળો એને ટક્ક્રર મારી જતો રહ્યો. અને પ્રિન્સ તેના બાઇક સાથે નીચે પડ્યો, તેના જ બાઇક નો સળિયો જોરદાર વાગ્યો અને તેને સખત દુખાવો થયો, મદદ ની બૂમો મારી, આજુબાજુ ભીડ જમા થઇ ગઇ, એમાંથી એક જણે પ્રિન્સ ના ફોનમાંથી તેના મિત્ર ને બોલાવ્યો, તેને મિત્ર દોડીને આવ્યો અને રીક્ષામાં પ્રિન્સ ને બેસાડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં લઇ ગયો. ડોક્ટર ના જણાવ્યાં મુજબ પ્રિન્સને પગમાં સખત વાગ્યું હતું – પાચ ફ્રેકચર હતાં, સખત દુખાવા છતાં તેણે હોસ્પિટ્લ એ થી અનેરી ને ફોન કર્યો, અને ફોનમાં કહ્યું « હું મારા પપ્પા સાથે કામે બહાર આયો છું, તમે રીક્ષામાં સાચવી ને ઘરે જતાં રહેજો, હું તમને રાત્રે આઠ વાગે ફોન કરું છું.« તેનો અવાજ એટ્લો નોર્મલ હતો કે અનેરી ને તેના અકસ્માત ની જાણ ના પડી.

રાત્રે ૮ વાગ્યાં હતાં, અનેરી પ્રિન્સ ના ફોન ની રાહ જોતી હતી, ૮.૦૫ થઇ ને અનેરી એ સાનેથી પ્રિન્સને ફોન જોડ્યો, દસ રીંગ પછી સામે છેડે ફોન પર પ્રિન્સ નો અવાજ સાંભળી અનેરી ની જાનમાં જાન આવી, તે એટલું જ બોલ્યો, મને અકસ્માત થયો છે અને હું હોસ્પિટલમાં છું, આટ્લું બોલી તેણે તેના પપ્પા ને ફોન આપી દીધો. બાકી ની વાત અનેરી જાણી અને રડ્વા માંડી. પ્રિન્સે તરત ફોન પોતે લઇને અનેરી ને કહ્યું « મને કશું થયું નથી, તમે ટેન્શન ના કરો, દસ દિવસ પછી તમને મળવા આવીશ «

પણ અનેરી જીદગી આખી ફીઝીયોથેરેપી સેન્ટરમાં વિતાવેલી એટલે તેને જાણ હતી પ્રિન્સ ને પગે સારું થતાં ૧ વર્ષ લાગશે, ત્રણ દિવસ પછી અનેરી તેને મળવા હોસ્પિટલ પહોચી ગઇ, પ્રિન્સ ને ગુસ્સો આવી ગયો, છતાં તેને અંદરથી ખૂબ સારું લાગ્યું કે મારી બેન જે ચાલી શકતી નથી, વ્હીલચેરમાં બેસી મને મળવા આવી.

પ્રિન્સનું ઓપરેશન થયું, કુદરતની બલિહારી તો જુઓ, પ્રિન્સ નું ઘર ત્રીજા માળે હતું અને તેની બહેન ચાલી શકતી ન્હોતી. એટલામાં તો ઓગષ્ટ મહિનો આવી ગયો, અને આવ્યો રક્ષાબંધન નો તહેવાર. અનેરીએ પ્રિન્સને મોબાઇલ ઉપર ફોન કર્યો- (આધુનિક ટેકનોલોજીનો આ યુગ – અનેરી માટે આર્શીવાદ સમાન હતો, તે અવાર નવાર ફોન કરતી અને વિડિયો કોલ કરી પ્રિન્સ ને જોઇ લેતી) ભાઇ પાંચ ઓગષ્ટે રક્ષાબંધન છે,

શું કરીશું ? ને અનેરી ફોન પર જ રડવા માંડી. પ્રિન્સ પણ ઢીલો પડી ગયો,

તેને કહ્યું કે તમે રાખડી બાંધી શકશો. અનેરી તરત જ ખુશ થઇ ગઇ, રડવાનું ભૂલી ગઇ અને પ્રિન્સ શું કહેશે તે જાણવા તે ઉત્સુક હતી, પ્રિન્સે કહ્યું તમે રાખડી અને મીઠાઇ મારા માટે લઇ આવો. પછી ની વાત રક્ષાબંધન ના દિવસ પર છોડો..

દિવસો જતાં ક્યાં વાર લાગે છે. અનેરી પ્રિન્સ માટે સરસ મઝાની રાખડી અને તેને ખૂબ જ ભાવતી મીઠાઇ કાજુ કતરી લઇ આવી. રક્ષાબંધન ને આગલે દિવસે પ્રિન્સ સાથે મોબાઇલ પર વાત થઇ અને અનેરી એ કહ્યું « હૂં કાલે સવારે ૧૦.૩૦ વાગે રાખડી બાંધવા આવું છું«. પ્રિન્સે હા પાડી.

અનેરી એ ૧ અઠવાડિયા પહેલાં જ ડ્રાઇવર ભાઇ ને રક્ષાબંધને રાખડી બાંધવા જ્વાનું છે તેમ કહી, તેમને એડ્વાન્સ માં જણાવી દીધું હતું.

રક્ષાબંધન નો દિવસ અનેરી ૬ વાગે ઊઠી ગઇ, નવા કપડાં પહેર્યા હતાં અને સમયસર ઉપડી પ્રિન્સ ને રાખડી બાંધવા. જાણે ભાઇ ને પણ ખબર પડી ગઇ કે મારી બેન આવી રહી છે. અને તેણે અનેરીને વિડિયો કોલ કરી કહ્યું « હું તૈયાર છું રાખડી બાંધવા આવો«, ત્યારે અનેરી પ્રિન્સ ના ઘર ની નીચે ગાડી માં બેઠી હતી. પ્રિન્સે તેની પત્ની ને જણાવ્યું « મારી બેન નીચે રાખડી અને મીઠાઇ લઇ આવી છે, તું તેમની પાસે થી લઇ આવ.«. તેની પત્ની અનેરી પાસે થી રાખડી અને મીઠાઇ લઇને પ્રિન્સને આપે છે, વિડિયો કોલ ચાલુ છે, પ્રિન્સ એની મમ્મીને બોલાવે છે,

« મમ્મી અહી આવ, મારી બહેને રાખડી મોકલી છે, તું મારા હાથ પર બાંધી આપ, આ ર્દશ્ય નીચે બેઠેલી અનેરી જુએ છે, ત્યારે પ્રિન્સ ના ઘરના અને ખુદ પ્રિન્સ અને અનેરી પણ રડવા માંડે છે. રાખડી બંધાઇ જાય છે, અને પ્રિન્સ ને આર્શીવાદ આપી અનેરી મંદિર જવા નીકળી જાય છે.«

અનેરી મંદિર જઇ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે તથા આધુનિક ટેકનોલોજી વિકસાવનાર નો પણ આભાર માને છે, ભગવાન ને એક જ પ્રાર્થના કરે છે, કે આવી વિક્ટ દશામાં ક્યારેય કોઇ ભાઇ-બહેન ને ના મૂકે.

****