આત્મમંથન - 1 - પિંજર Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મમંથન - 1 - પિંજર

પિંજર

સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. હા એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દેશ ની પરિસ્થિતિ છે, તેમાં કાંઇક અંશે મનુષ્યોના કર્મનું ફળ છે. આધુનિક ટેકનોલોજી નો યુગ, વાહનોની ઘેલછા, કંઇક કરી નાખું એશણા, ઘણું બધુ પામી લઉં તેવી મહેચ્છાઓ, ને તેની પાછળ ની દોટ મૂકી છે. માનવી ક્યાંક ખોવાઇ ગયો છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે. શ્વાસ લેવા માટે પણ યાદ કરવું પડે છે. પોતાના માણસો થી વિખૂટો પડી ગયો છે. અને એકલો એકલતામાં ડૂબી ગયો. દેશ- દેશાવર ફર્યો એટલૅ ખાણી-પીણી બદલાઇ, માંસાહારી બની ગયો. એકલતા દૂર કરવા પશુ, પક્ષીઓ અને પંખીઓને પાળવા માંડયો. તેમની સ્વતંત્રતા છીનવી લીધી. બંધ કરી દીધા પિંજર માં કેદી બનાવી. ખુલ્લાં મેદાનમાં, ઊચે આકાશે જીવવા ટેવાયેલા, ચોખ્ખા સ્વચ્છ અને શુધ્ધ વાતાવરણ માં જીવેલા ભોળા પંખીઓને બંદી-કેદી બનાવી દીધા. દેખાદેખી અને અનુકરણ કરી તેમનો વધ કરી ખાવા માંડ્યા. માણસ વેહશી બની ગયો. એટલો સ્વાર્થી બન્યો કે પોતાના સિવાય બીજા કોઇનું વિચારવાનું જ છોડી દીધું. મુંગા જીવોની કનડગત કરવા લાગ્યો. તેના પરિણામો આજે ભોગવી રહ્યાં છે. જુઓ આજ ની તારીખની પરિસ્થિતિ તેઓ મુક્ત રીતે વિહરી રહ્યાં છે, અને આપણે આપણાં જ ધર માં પુરાઇ કેદી બની ગયાં છે, જીવ બચાવવા માટે. પિંજર તો તે જ રહ્યું છે. આવનારા- જનારા બદલાયા છે. તે જ આજ ની તારીખ નું કડવું અને નગ્ન સત્ય છે.

******