દિવ્યાંગ સિંગલ મધર... Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવ્યાંગ સિંગલ મધર...

દિવ્યાંગ સીંગલ મધર

આજ ના યુગમાં આ શબ્દ નવો નથી. આ વાત ૩૦ વર્ષ પહેલા ની છે. જ્યારે સ્ત્રી નો સમાજ માં કોઇ દરજ્જો જ ન્હોતો. સ્ત્રી નો કોઇ અવાજ અને સમાજ માં સ્થાન ન્હોતું.

આવા સમાજ માં સીંગલ મધર ની ફરજ અદા કરવી અને સમાજ માં માનભેર અને ગૌરવ ભર્યુ સ્થાન મેળવવું એ નાની સૂની વાત ન્હોતી.  ગુજરાત ના જાણીતા શહેર સુરત જ્યાં ટેક્ષટાઇલ નું મોટું માર્કેટ. સુરત પહેલેથી જ ટેક્ષટાઇલ અને હીરા માટે જાણીતું.

લોકો પણ મન મોજીલા અને ખાવા પીવાના શોખીન અને સુખી. શાંતિપ્રિય પ્રજા. કોઇની સાથે બહુ માથાજીક જ નહી. બસ દરેક પોતપોતાના ધંધા રોજગાર માં મશગૂલ. 

સુરત નું જમણ ખૂબ જ વખણાય. અહી જોવાલાયક સ્થળો ઘણાં. આથી પ્રવાસીઓ માટે જાણીતું અને માનીતું શહેર. 

એ સુરત ની આ વાત ત્યાં અંજનાબેન રહે. સારા કુટુંબ માં જન્મ થયો. પિતા ક્લાર્ક ની નોકરી કરતા હતાં અને માતા ઘરમાં લોકો ના કપડાં સીવતા. એક નું એક સંતાન હોવાથી માતા-પિતા એ ઉછેર માં કોઇ ખામી ન્હોતી રાખેલ. ઉચ્ચ શિક્ષણ આપ્યું.

દેખાવ માં પણ ગૌરવર્ણ હતાં, પણ કુદરત એ એક ખામી આપી કમર થી નીચેનું અંગ પોલીયોગ્રસ્ત. આથી ચાલવા માં ઘણી તકલીફ પડતી. ઉમર વધતા ચાલવામાં તકલીફ પડવા લાગી આથી લગ્ન નો વિચાર માંડી વાળ્યો. અભ્યાસ ની સાથે સાથે અંજનાબેને સીવણ ની કલા શીખી હતી તથા સારું ગાતા આવડતું . સ્કૂલ માં  થતા પ્રોગ્રામમાં ગીતો ગાતા. આમ જીવન સારી રીતે પસાર થતું. માતા-પિતા એ કોઇ વાતમાં ઓછું આવવા દીધું ન્હોતું. અંજનાબેન પણ સમજુ હતાં અંજનાબેને નોકરી કરવા માંડી ત્યાં તેમની કોઠાસૂઝ અને હળીમળીને સાથે રહેવું એ સ્વભાવ ને કારણે ઓફિસ મામ તેમને બધાં જ મદદરૂપ થતાં. દિવસો ઘોડાની માફક દોડતા આ બાજુ સાથી બહેનપણીઓ ના લગ્ન થવા લાગ્યાં. અને માતા-પિતાને અંજનાબેન ના લગ્ન ની ચિંતા કોરી ખાવા લાગી પરંતુ અંજનાબેન તો લગ્ન નહી કરવાનો નિર્ણય લઇ ચૂક્યાં હતાં. જીવન સરળતા થી ચાલતું હોવાથી તેમને લગ્ન જરૂરી લાગતાં જ ન્હોતાં આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યાં. 

   માતા-પિતા ઘરડાં થતાં ઘર નો ભાર અંજનાબેન પર આવ્યો પરંતુ તેઓ એક પળ માટે પણ  ગભરાયા વગર ઘરની જવાબદારી ઊપાડી લીધી. ઘરના નાના મોટા કામ સાથે ઓફિસ નું કામ પણ ખૂબ રહેતું છ્તાં પણ થાક્યાં વગર તેઓ હસતાં મોઢે જીન્દગી જીવતાં હતાં. આ દરમ્યાન સહેલીઓ નું હળવા મળવાનું ઓછું થઇ ગયું અને તેમને જીવન થોડું નિરસ લાગવા માંડયું. જીવન સહેલું તો ન્હોતું જ પરંતુ સરળ બનાવી દીધું હતું. કારણ કે શારિરીક તકલીફ નાનપણ થી હોવાથી દરેક પડકારો હસતા મુખે સહન કરતાં.

     આમ ને આમ વર્ષો વીતવા લાગ્યાં માતા-પિતા ની છત્રછાયા પણ ગુમાવી. એકલતા વધારે કોરી ખાવા લાગી. સ્વભાવે મળતાવળા હોવાથી ઘણી સહેલીઓ છ્તાં પણ એકાંત લાગતું તેણીઓ તેમના ઘરસંસાર માં વ્યસ્ત હતી. સંધ્યા, સુનીતા, મમતા, રાજવી, મધુ, કીર્તિ બધા ના ખબરઅંતર પુછી લેતી. કોક વાર મળવાનું થઇ જતું. તેમાં સંધ્યા અને મધુ તેમની ખાસ સહેલીઓ. સંધ્યા સાથે જીવન ના ઘણાં વર્ષો આનંદ પ્રમોદ માં પસાર કરેલા અને સંધ્યાનો સ્વભાવ ઘણો મળતાવળો, સમજુ ,મધુ એ તો અમદાવાદ લગ્ન કરેલ તેથી પાંચ – છ વર્ષે જ મળતી પણ સંધ્યા તો સુરત ના વેપારી જોડે લગ્ન કરેલ તેથી અવાર - નવાર મળવા આવતી. છેલ્લા બે વર્ષથી અંજનાબેન પાસે તેણીના કોઇ સમાચાર ન્હોતાં  તેણી લગ્ન ના બીજા વર્ષે વિધવા બનેલ અને કોક નાની નોકરી કરતી હતી તેની જાણ હતી.                                   

                   એક દિવસ અચાનક તેની સહેલી સંધ્યા ની ગંભીર માદગી ના સમાચાર મળ્યાં. તેને એક બાબો હતો છ વર્ષનો. અંજનાબેન તાબડતોડ તેણી ના ખબર અંતર પૂછવા હોસ્પિટલ ગયાં. સંધ્યાનું દુનિયામાં કોઇ બીજું સગુ વ્હાલું પણ ન્હોતું. હોસ્પિટ્લ પહોચતા જ અંજનાબેન ને પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો. ત્યાં તેમની નજર અચાનક સંધ્યાના બાબા પર પડી. પહેલી નજરે જોતા જ વ્હાલ ઉભરાઇ ગયું અને પોતાની સોડમાં લઇ લીધો. અને નામ પૂછ્યું . સંધ્યાએ ખુબ જ દર્દ સાથે તેનું નામ અજય કહ્યું અને અચાનક અંજનાબેન થી અંજનાનો અજ્ય બોલાઇ ગયું તરત જ સંધ્યાએ કહ્યું હવે બાબો તારો જ છે હું તો લાંબી સફરે જઇ રહી છું. એમ બોલી સંધ્યાએ આંખો કાયમ માટે મીચીં દીધી. અંજનાબેન મૂક થઇ ફાટી આંખે સંધ્યાને જોઇ રહ્યાં. ના રડી શક્યાં ન કંઇ બોલી શક્યાં. હોસ્પિટ્લ ની વિધિ પતાવી અને સંધ્યાના અંતિમ સંસ્કાર ની જવાબદારી પૂરી કરી. ચલાતુ તો ખૂબ જ ઓછું હતું છતાં વ્હીલચેર અને આજુબાજુ ના પડોશીઓને સહારે તેણી એ સમગ્ર કાર્ય કર્યાં હોસ્પિટલ થી ઘરે બાબા સાથે આવ્યા હોવાથી બાબા ને સાચવાની સમગ્ર જવાબદારી તેણી ના એકલાના ખભે હતી. જરાક પણ ગભરાયા વગર તેણીએ પોતાની

દિનચર્યા સાથે બાબા ની દિનચર્યા ગોઠવી દીધી. પૈસાની તકલીફ તો હતી હવે બાબા ના જીવન માં આવતા તેમાં ઊમેરો થયો. કોઇ પણ જાતની ચિતાં કર્યા વગર તેણીએ અજય નો ઊછેર કરવા માંડ્યો. તેણી ને ભગવાન પર ખૂબ જ ભરોસો હતો. તેણી એમ જ કહેતી ભગવાન ને ખબર છે આપણ ને ક્યારે શું આપવું અને અજય તો મને ભગવાન ખુદ પોતે આપેલ પ્રસાદ છે અને મારે તેનું લાલન પાલન અજય ને છાતીએ વણગાળી ખૂબ જતન થી કરવાનું છે અને ભગવાન પોતે મને આ કાર્ય પાર પાડવામાં મદદ કરશે.

     અજય ના ભણતર પાછળ વધારે ને વધારે સમય આપવા લાગ્યાં. અજય ના મગજ માં પહેલે દિવસ થી જ તેણીએ ઠસાવી દીધું હતું કે અંજનાબેન નો અજય શહેર નો મોટામાં મોટો ડોકટર બનશે અને તે માટે અંજનાબેન પોતે પણ કામે લાગી ગયાં. પોતાની જરૂરિયાતો નામ પૂરતી જ રાખી, દિવસો ના દિવસો ઊપવાસ રાખતા અને પૈસા બચાવતાં ચાર જોડી કપડાં જ હતાં છતાં હસતે મોઢે પોતાની જવાબદારી પૂરી કરતાં. અજય ને કોઇ પણ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખતાં, તેની દરેક ઇચ્છા ઇશ્વર ઇચ્છા માની ને પૂરી કરતાં. અજય પણ ખૂબ સમજુ હતો. તેની માતાની દરેક વાત માનતો. આધુનિક જમાના ની તેને હવા લાગી ન્હોતી. તેને માતા ની તકલીફો અને કુરબાની જાણ હતી તે પોતે પણ માતા ને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતો. પરંતુ અંજનાબેન તેને અભ્યાસ માં ધ્યાન આપવા જોર કરતાં. અજય દસમા અને બારમા ધોરણ માં પ્રથમ નંબરે પાસ થયો. આથી મેડીકલ માં વિના તકલીફે પ્રવેશ મળી ગયો પરંતુ અજયે, અંજનાબેન ને જણાવ્યું કે મેડીક્લ માં અભ્યાસ માટે ખૂબ જ પૈસાની જરૂર પડશે, જે તેણી માટે અશક્ય છે પરંતુ અંજનાબેન જેમનું નામ તેણી માટે અશક્ય શબ્દ તેમના જીવન ના શબ્દકોશ માં જ ન્હોતો. પોતાની દિવ્યાંગતા ને લીધે નાનપણ થી દરેક કામ અશક્ય હતાં તે શક્ય કરેલાં. તેમણે ભગવાન પર ભરોસો રાખવા અજય ને જણાવ્યું અને તેનો પ્રવેશ મેડીક્લ મા લઇ લીધો. રાત-્દિવસ એક જ ધૂન મારો અજય મોટો ડોકટર બને. સારામાં સારા સંસ્કાર આપેલા હોવાથી,

અજયે તનતોડ મહેનત કરવા માંડી. પૈસા માટે અંજ્નાબેન આખો દિવસ પોતાની નાજુક તબિય્ત ને ગણકાર્યા વગર કામ કરવા લાગ્યાં , કુટુંબીજનો, સગા સંબંધીઓ અને સોસાયટીના લોકો મોઢામાં આંગણા નાખી દીધા કે આ અંજનાબેન આ પરિસ્થિતિ માં અજય નો જે રીતે ઉછેર કર્યો. 

         મેડીક્લ માં પ્રવેશ મેળવવો પૂરતો ન્હોતો. આ માટે અંજનાબેન અને અજય પોતાની બધી તાકાત લગાવવાની હતી. કારણકે અજય ની કોલેજ સવારે ૯ વાગ્યા થી બપોરે ૪ વાગ્યા સુધીની હતી. આ માટે અંજનાબેન સવારે અજય નું ટીફીન બનાવવા ૬ વાગે ઉઠી જતાં અને રાત પણ તેમની મોડી પડતી. કામ આખો દિવસ રહેતું પણ કોઇ આળસ કે થાક વગર તેઓ કામે લાગી પડ્યાં હતાં. અજયે દિવસ રાત મહેનત કરતો.                                                    

      અજય અભ્યાસ ના ચાર વર્ષ પૂરા કર્યા અને અંજબાબેન ને જણાવ્યું કે તે હવે નોકરી કરશે, તેણીએ તરત જ ના પાડી દીધી અને ઊચ્ચ અભ્યાસ માં અજય નો પ્રવેશ કરાવી દીધો. આમ સળંગ દસ વર્ષ અજયે સખત મહેનત કરી અને સૂરત નો મોટો ડોકટર બની ગયો. તેને બધી જ હોસ્પિટલ માંથી ઊચા પગારો ની નોકરી ની વાતો આવવા લાગી પરંતુ અંજનાબેન ના સ્મ્સ્કાર તેને સરકારી દવાખાનામાં નોકરી શરૂ કરી અને ગરીબ દર્દીઓની સેવા કરવા માંડી. મેડીકલ નો અભ્યાસ પણ પ્રથમ નંબરે પાસ કર્યો હોવાથી મેડીક્લ એસોશિયેસ્ન દ્વારા તેના સન્માન કરવાનો કાગળ તેને એક દિવસ મળ્યો. નસીબ સંજોગે આ કાગળ અંજનાબેન ના હાથમાં જ આવ્યો. તેણી તો ચોધાર આંસુએ ભગવાન નો ઉપકાર માગવા માંડી. 

            સન્માન સમારોહ શહેર ના મોટા હોલમાં ગોઠવવામાં આવ્યું હતું. હોલ મા બે હજાર થી પણ વધારે લોકો આવેલાં. અજય, અંજનાબેન ને વ્હીલચેર માં બેસાડીને હોલમાં લઇ જવા સમજાવતો હતો, પરંતુ અંજનાબેન ના પાડતાં હતાં. લાખ વાર સમજાવા છ્તાં તેણી એ સન્માન સમારોહ માં જવા તૈયાર થતાં ન્હોતાં, આખરે અજય તેણીને ભગવાન ની કસમ આપી પોતાની સાથે લઇ જાય છે. હોલ માં પ્રવેશતા જ તેણી ની આંખો આંસુ થી છલકાઇ જાય છે, અને ભગવાન નો આભાર માને છે કે તેને આ દિવસ જોવડાવ્યો. 

          મંચ પર બધાં ગોઠવાઇ જતાં કાર્યક્રમ ચાલુ થાય છે, અજય નું સન્માન થવાનું હોવાથી અજય અને અંજ્નાબેન ને હોલની પહેલી હરોળ મામ બેસાડ્વામાં આવેલ. અંજનાબેન નું દિલ જોર જોર થી ધડકે છે. ત્યાં જ માઇફ માં અંજ્ય નું નામ બોલાય છે,

જાણે અંજનાબેન નું દિલ ધબકારો ચૂકી ગયું એવું અંજનાબેન ને લાગે છે, અજય મંચ  પર જાય છે, અને માઇક માં તેના વિષે ખૂબ જ વખાણ થતાં સાંભળી અંજનાબેન ની આંખો સંધ્યાને યાદ કરી વરસી પડે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ના હસ્તે અજયનું સન્માન થવાનું હોવાથી હોલમાં ખૂબ જ શાંતિ અને સન્નાટો હોય છે. અંજનાબેન ની વર્ષો ની તપસ્યાનું આજે ફળ મળવાનું હતું. 

      અજય નું સન્માન કરવા અને તેને પુષ્પહાર પહેરાવા મંત્રી હાથ ઊ્ચો કરે છે અને અને અજય બે ડગલાં પાછો હટી જાય છે અને હાર પહેરવાની ના પાડે છે, અને હાથ જોડી અને હાથ માં માઇક લઇને મંત્રીજી ને વિનંતી કરે છે કે જો સન્માન કરવું જ હોય તો મારી માતા અંજનાબેન નું કરે, કારણકે સન્માન ની હકદાર તેની માતા છે અને અજય તેની માતાના  મૄત્યુ થી શરૂ કરી આજ્ના દિવસ સુધીનો અંજનાબેન નો સંઘર્ષ બધાને જણાવે છે, 

આ સાંભળી હોલ તાળીઓના ગળગળાટ થી ગૂંજી ઉઠે છે અને અંજનાબેન ની આંખો વરસી પડે છે. મંત્રીજી સંચાલકોને અંજનાબેન ને મંચ પર બોલાવા જણાવે છે ત્યારે અજય તેમને જણાવે છે કે મારી માતા –દિવ્યાંગ છે અને વ્હીલચેર માં આવેલ છે તેણી ની વ્હીલચેર હું તેનો બાહુબલી દિકરો –તેણીને ઉચકી ને મંચ ઊપર લાવીશ ત્યારે હોલના સમગ્ર લોકો ઊભા થઇ ને મા-દિકરાને જુએ છે અને મંત્રીજી પોતે અજય ની માતા ને મંચ પર લાવવામાં અજય ને ટેકો કરે છે અને અંજનાબેન અને અજય નું સન્માન પુષ્પહાર, ટ્રોફી, પ્રમાણપત્ર અને પાંચ લાખ રૂપિયાથી કરે છે.  

       અંજનાબેન ના સંસ્કાર ને લીધે અજયે આ પાંચ લાખ રૂપિયા મેડીક્લ કોલેજ ના  ગરીબ વિધાર્થીઓના ઉ્ચ્ચ અભ્યાસ માટે દાનમાં આપી દે છે અને મા-દિકરો હોલમાં નીચે આવી પોતાના સ્થાને બેસી જાય છે.  મંત્રીજી નું ભાષણ શરૂ થાય છે અને અંજનાબેન નો ખૂબ આભાર માને છે અને વખાણ કરે છે અને હોલ માં ઊપસ્થિત લોકો ને ઊભા થઇ માન આપવાનું કહે છે. 

“દિવ્યાંગ સીંગલ મધર ” નું બિરુદ આપી રાજ્ય તરફથી તેણી ને દસ લાખ રૂપિયા અને  સાલ ઓઢાડી ફરી થી સન્માન કરે છે અને તેણી ને સલામી આપે છે. અંજનાબેન મનોમન સંધ્યાનો ઉપકાર માની સૌને વંદન કરે છે

****