Om Namah Shivay - Apekshao Swa thi Swarg Sudhi Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Om Namah Shivay - Apekshao Swa thi Swarg Sudhi

ૐ નમઃ શિવાય

અપેક્ષાઓ

સ્વ થી સ્વર્ગ સુધી

દર્શિતા શાહ

db_shah2001@yahoo.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અપેક્ષાઓ સ્વ થી સ્વર્ગ સુધી

સ્વ :

સ્વ એટલે શું ? સ્વને કેવી રીતે જાણવી. સ્વની નજીક જઇને કેવી રીતે જીવી શકાય ? સ્વથી દૂર થઇને કેવી રીતે જીવી શકાય ? સ્વને જાણવું ખૂબ જરૂરી છે. સ્વ માટે જીવવું અને સ્વ સાથે જીવવું. આ બન્નેમાં દેખીતો ફરક ભલેના દેખાતો હોય પરંતુ તેનો ગૂઢ અર્થ જાણવો હોય પરંતુ તેના દૂઢ અર્થ જાણવો જરૂરી છે. સ્વ માટે જીવવું એટલે સ્વાર્થી થઇને જીવવું મારું શું ? મારે શું જોઇએ છે ? એનાથી આગળ કશો વિચાર જ ન આવે. સંપૂર્ણ સ્વાર્થ, માણસ સ્વાર્થી બનીને તે ઇચ્છે તે પામી શકે છે. પરંતુ મનની શાંતિ, આંતરિક સુખ પામી શકતો નથી. બાહ્ય રીતે ભલે ખૂબ સુખી દેખાતો હોય પરંતુ અંદરથી એકલો અને સંપૂર્ણ ખાલી હોય છે. કારણ કે સ્વાર્થી બનીને બીજાનો વિચાર ના કર્યો હોય તેવા માણસ સાથે કોઇ ઉભૂં રહેતું નથી. સાહ્યબી, જહોજળાવી, સમૃધ્ધિમાં તરબોળ ડુબેલો માણસ છેવટે થાકી હારીને હતાશામાં ગરકાવ થઇ જાય છે અને જ્યારે જીંદગીની વાસ્તવિક્તા તેને સમજાય ત્યારે ખૂબ જ મોડું થઇ ગયું હોય છે.

સ્વ સાથે જીવવું એટલે બીજા માટે જીવવું. બીજાનો સુખનો પ્રથમ વિચાર કરવો. સમગ્ર જીવ સૃષ્ટિને સાથે લઇને જીવનાર માણસ પરમાનંદ પામે છે અને ભલે તે બાહ્ય રીતે જહોજલાલ ન દેખાતો હોય પરંતુ આંતિરક સમિૃધ્ધમાં રાચતો હોય છે. સ્વ સાથે જીવન માણવું જોઇએ. સંપૂર્ણ આનંદ પામવા માટે સ્વ સાથે જીવવું જરૂરી છે. સ્વ સાથે જીવનાર માણસ દુનિયા જીતી જાય છે.

સ્વ માટે જીવનાર દુનિયાથી દૂર દૂર ભાગે છે. જ્યારે સ્વ સાથે જીવનાર દુનિયાને સાથે લઇને જીવે છે. ત્યારે જ થાય છે. સાચી પ્રગતી સ્વ ની. જો માણસ સ્વ પ્રગતિશીલ હશે તો જે સમાજ, રાજ્ય દેશ દુનિયાને સમૃધ્ધિ કરી શકશે.

સ્વ ને જાણવી જરૂરી છે. સ્વને જાણનાર વ્યક્તિ જ સુખી થઇ શકે છે. ખરેખર દુનિયામાં એવી કેટલી વ્યક્તિઓ છે જેને ખરેખર જાણ હોય ચે. તેને સ્વંય પાસે શું અપેક્ષઆઓ છે. સ્વ ને ન જાણનાર માણસ પોતે તો દુઃખી થાય છે અને સાથોસાથ બીજાને દુઃખી કરે છે.

દરેક સ્વ ની ઓળખાણ માટે રોજ દિવસનો અમૂક સમય ધ્યાન સમાધી, ચિંતનમાં ગાળવો જોઇએ. રોજ સ્વયંને એક જ. પ્રશ્ન પૂછવો જોઇએ મારે શું જોઇએ છે ? મારે ક્યાં જવાનું છે ? મારું શું ભુલીને મારે દુનિયામાં શું કરીને જવાનું છે. દુનિયા પાસેથી લીધું ઘણું છે. તો મારે દુનિયાને શું આપીને જવું છે ? આ પ્રશ્નોના જવાબ શોધવા રોજ મનન કરવું જરૂરી છે. ત્યારે જ દરેક માણસ પ્રગતિશીલ બની શકે છે.

સ્વ સાથે જીવવું એટલે સતત વિચારશીલ રહેવું. આ માટે વાંચન કરવું જરૂરી છે. વાંચનથી જીવન જીવવા તો સાચો માર્ગ મળી જાય છે.

આ માટે એકાંત ખુબ જરૂરી છે. ભીડમાં માણસ ખોવાઇ જાય છે. સ્વ ને જાણવા અને માણવા માટે એકાંતમાં થોડો સમય રાખવોે જોઇએ. એકાંતમાં માણસ સ્વ સાથે વાતો કરે છે. કારણ કે આજુબાજુ કોઇ હોય ભારે તે સ્વ સાથે નથી હોતો. સ્વ સાથે રહેવા એકાંત હોવું જોઇએ. એકાંત જ સ્વ ની ઓળખાણ કરાવે છે. ત્યારે જ ખબર પડે છે તેને સ્વંયને શું જોઇએ છે. દરેક માણસને સ્વ ને જાણી તેનો માર્ગ, દિશા અને ધ્યેય નક્કી કરવા જોઇએ. ઇતિહાસ વાંચો તો એ જ સમજશો કે ગાંધીજી, જે રાષ્ટ્રપિતા કહેવાય તે એકાંતમાં સ્વને જાણી પોતાનોે નવો માર્ગ બનાવ્યો અને નવી દિશા દેખાડી એક ઇતિહાસ રચ્યો.

કોઇ પણ ઇતિહાસ બનાવવો હોય તો સ્વ ને જાણો.

સ્વ સાથે વર્તાલાય શરૂ થવો જોઇએ તો સમજી શકાય છે. સ્વ તો શું જોઇએ સ્વ સાથે અનુસંધાન થયા બાદ જ સ્વ સાથે વાર્તાલાપ શરૂ થઇ જાય છે.

સ્વ સાથે વાર્તાલાપ કરતાં કરતાં જાણી શકાય છે કે સ્વ સાથે જીવવું ખૂબ જરૂરી છે. સ્વ ની ઓળખાણ થયા બાદ જ જીવન શરૂ થાય છે.

સ્વ સાથે વાતચીત :

સ્વ ને જાણવા માટે સ્વ ની સાથે વાતચીત કરવી. આ વાતચીત ત્યારે જ શકય બને જ્યારે તેના વિચારોને અંકુશ કરે. વિચારો ને રોકવાના નહીં પરંતુ વિચારોને અમુક જગ્યાએ રોક લગાવાના. એક વાર વિચારો પર અંકુશ આવી જાય છે ત્યારે સ્વ ની સાથે વાતચીતનો સીલસીલો ચાલુ થઇ જાય છે. બહાર દુનિયા સાથે વાતચીત કરવી સહેલી છે. પરંતુ સ્વ સાથે વાતચીત કરવી ઘણી અઘરી છે. સ્વ નું અભિમાન પોતાની જાતની ઓળકાણ કરતાં રોકે છે. સ્વ તો પોતાનો સ્વભાવ જરૂરીયાત અપેક્ષાઓ જાણે છે તેના અંદરનો આપના એ તેને સ્વની ઓળખાણ કરાવી દીધી હોય છે. પરંતુ તેનું સ્વભિમાન એને એ સ્વીકારવા નથી દેતું.

આ સ્વીકાર સતત ધ્યાન, યોગ સ્વ સાથેની વાતચીતથી જ આવી શકે. માણસનો બાહ્ય વ્યવહાર તેના અંદરના વ્યવહારની પ્રતિક્રિયા છે જો કોઇ વ્યક્તિનો તેનો મનથી સ્વીકાર નહી કર્યો હોય તો તે વ્યક્તિને બહારની સ્વીકારી નહી શકે.

આ માટે પ્રથમને સ્વનો સ્વીકાર કરવાનો છે. પોતાની ખુદની ઇચ્છાઓ, અપેક્ષાઓ અને મર્યાદાઓને જાણી સ્વનો સ્વીકાર કરશે તો તે બાહ્ય જગત સાથે સહોલાઇથી તાલમેલ મેળવી શકાશે.

સ્વની ઓળખ થયા બાદ વ્યક્તિ સંપૂર્ણ બને છે. કારણ કે સ્વ ની ઓળખ એટલે પોતાના સુખ કરે છે કઇ બાબત તેને દુઃખી કરે છે. એ જાણી લીધા પછી તેનો સંતોષ માર્ગ નિશ્ચિત બની જાય છે.

સ્વની ઇચ્છાઓ અને અપેક્ષાઓ પર અંકુશ આવવાથી ઘણી બધી બાધાઓથી દૂર થઇ જાય છે.

સ્વ ની ઓખળનું પ્રથમ પગથિયું એ સ્વ ની વાતચીત છે.

સ્વ ની ઓળખ :

સ્વ ની સાથે વાતચીત ધ્યાન અને યોગ દ્વારા થવા માંડે એટલે સમાધીનીઅવસ્યા આવે છે. ઘણા ધ્યાન કેરો હવે તો ખુલ્યાં છે જ્યાં જઇ તમે દુનિયાી વિમુખ થઇ ખુદની સમીપ જઇ શકો છો. ખુદની સમીપ જ્યા સાટે એકાંત જરૂરી છે. આ એકાંતમાં સ્થ સાથે ઓળખ થઇ શકે છે.

અત્યારના આધુનિક ટેકાનો યુગમાં ટીવી, સિનેમાં, મોબાઇલ, ટેબ, આઇ પેડ, લેપ ટોપ, કમ્પ્યુટર વગેરેને લીધે માણસ ઓવીસ કલાક ઘેરાયેલો હોય છે અનેર્ ંહઙ્મૈહી હોય છે. ત્યારે આ એકાંત શણ જ નથી. હાલમાં હ્લટ્ઠષ્ઠીર્હ્વર, ઉરટ્ઠંજટ્ઠ, ઉીષ્ઠરટ્ઠં, ુંૈંીંિ સોશિયલ એપ્લીકેશનથી એટલો વ્યસની બની ગોય છે. કે તે સ્વ સાથે રહી નથી શકતો.

એક કુટુંબમાં રહેતા ચાર વ્યક્તિઓ પોતાના મોબાઇલ અને ટેબમાં વ્યસ્ત રહે છે તે પોતા કુંટુબોથી પર દૂર થઇ ગયો છે તો સ્વ પાસે કેવી રીતે હોય.

આમ, સ્વ ની ઓળખ માટે ટેકનોલોજીથી દૂર ધ્યાન અને એકાંતમો જઇ સ્વ સાથે વાતચીતનો સીલસીલો શરૂ થાય ત્યારે જ તે સ્વ ની સાચી ઓળખ થઇ શકે છે. આ ઓળખ માટે ગર્વ, અભિયાન, ઇચ્છાઓ અને અપેક્ષાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો ખૂબ જ જરૂરી છે. એકાંતમાં સ્વ ની ઓળખાણ થવા લાગે ત્યારે સ્વ ને સાચી સમજ આવે છે કે તેને કઇ દિશામાં જવું છે અને તેનો વિકાસ અને પ્રગતિની દીશા કઇ છે. દુનિયાની ભીડમાં તે વિચારી શકતો નથી.

દરેક નવી શોધ પાછળનું રહસ્ય સ્વ ની સાથે વાતચીત, ઓળખ, ધ્યાન, એકાંત છે. દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે તેને કંઇ દીશાએ જવું છું.

સ્વ ની ઓળખ નવી દીશા બતાવે છે. પછી જ વ્યક્તિ જાણી સખે છે તેનું ધ્યેય શું છે. ધ્યેય નક્કી કરવા માટે સ્વ ની ઓળખ ખૂબ જ જરૂરી છે.

સ્વ નું ધ્યેય :

સ્વ સાથે એકાંત એ ધ્યેય નક્કી કરવાનું પ્રથમ પગથિયું છે. ધ્યેય નક્કી થયા બાદ તે ધ્યેય પ્રાપ્ત કરવાના રસ્તાઓ શોધવા, પરંતુ ધ્યેય નિશ્ચિત હોવું જોઇએ.

ધ્યેય તરફ જવાનો રસ્તો લાંબો કે ટુંકો હોઇ શકે પરંતુ એક વાર ધ્યેય નિશ્ચિત થઇ ગયા બાદ કોઇ વિચાર કરવાની જરૂર નથી, ધ્યેય તરફ આગળ હિંમત સાથે આગળ વધવાનું છે. હકારાત્મક અભિગમ સાથે. આ હકારાત્મક અભિગમ તેનો માર્ગ સરળ બનાવે છે. ઘણીવાર પ્રતિકૂળ સંજોગો અને પરિસ્થિતિઓ આવે છે પરંતુ મન અડગ હશે તે ધ્યેય તરફ આગળ વધવું ખૂબ જ સરળ બની જશે.

માર્ગ નક્કી કરવો ખૂબ જ જરૂરી છે. ઘણી વાર રૂકા માર્ગ સામે હોય છે પરંતુ કોઇક વાર લાંબા માર્ગે આગળ પછી નિશ્ચિત ધ્યેય સુધી પહોંચી શકાય ચે. લાબા માર્ગ સુધી પહોંચવાના વર્ષો નીકળી જાય પરંતુ અંતે જે પરિણામ સાથે આવે છે તે ખૂબ જ સંતોષકારક હોય છે.

કારણ કે આ બધી મહેનત પાછળનો હેતુ સ્વ ના પરમાનંદ માટે છે. સ્વ ની ઓળખ જ વ્યક્તિને પોતાનું દર્પણ બતાવે છે. જ્યારે તમે દર્પણમાં તમારો ચહેરો જોતા હોય તો જેવા છો તેવા જ દર્પણમાં દેખાશો તે બાહ્ય દેખાય છે. પરંતુ જ્યારે ધ્યાન સમાધિમાં સ્વ ની ઓેળખાણ કરશો ત્યારે તમારું આંતિરક સાચું પ્રતિબિબ જોય મળશે અને તમને ખ્યાલ આવશે. તમે શું છો ? અને તમારે શું જોઇએ છે. આ રસ્તો પ્રગતિ તરફનો હકારાત્મક રસ્તો છે. જેમાં તમારે એકલા જ ચાલવાનું છે તમારે જાતે જ તમારા ગાઇડ, માર્ગદર્શક બનવાનું છે.

સ્વ નો સ્વીકાર :

સ્વ ની ઓળખ થયા બાદ આંચકો લાગે છે. આંતરિક દર્પણમાં જોતાં તમને તમારું સાચુ રૂપ નજરમાં આવે છે. જે સ્વીકારવું સહેલું નથી. આ રૂપમાં તમે તમારી જાત ને અલગ જ જોઇ શકો છો ત્યારે તમને ખ્યાલ આવે છે. તમે કયાં છો ? તમારી અપેક્ષાઓ કઇ છે ? અત્યાર સુધી જે દિશામાં ચાલ્યાં તેમાં કંઇ ફેરફારની જરૂર હતી. વગેરે વગેરે સવાલો માનસ પટલ પર છવાયી જાય છે. ત્યારે મગજ સૂન થઇ જાય છે. આ સમય ધીરજ, હિંમત આત્મવિશ્વાસ અને પોતે જે છે અને જે સામે આવ્યું છે તેનો સ્વીકાર કરવો જરૂરી છે. જો એક વાર સ્વીકાર મનથી કબૂલ થશે તો માણસ સ્વ ની પ્રગતિ તરપથી આગેકૂચ કરી શકશે. આ માટે સતત મનોમંથન, સ્વ સાથે વાર્તાલાપ, ધ્યાન, સમાધિ વગેરેનો સીલસીલો ચાલુ રહે તો જ આગળ વધી શકાય.

સ્વીકાર એટલે શું ? જે આમે આવ્યું તે સ્વીકારી લેવું ? ના એમ નહી જેવા છો અને જે સામે આવ્યું છે તેનો મનથી સ્વીકાર. તો જ સ્વ નો સંપૂર્ણ વિકાસ શકયા બનશે.

માણસના મનને તો કબર જ છે શું સાચું છે ? તે શું ખોટું છે ? પરંતુ તેનું અભિમાન, ગર્વ, સ્વ તેનો સ્વીકાર કરવા નથી દેતો. આ સ્વીકાર માટે સમય આપવો જોઇએ. રાતોરાત સ્વીકાર શકય જ નથી.

સ્વીકારની પરિભાષા એટલે કે જે સામે આવ્યું છે તે ઇમાનદારીથી પ્રમાણિકતાથી, પૂરી નિષ્ઠાથી સ્વીકાર કરવો. મનતો વાંદરાની જેમ કુદાકુદ કરે છે. ઘણી છટકબારી પણ બતાવે છે. પરંતુ અડગ મનના થઇને સ્વનો સ્વીકાર કરવો જરૂરી છે.

સ્વ ના પરમ સુખ માટે જેવા છો તેવા પોતાની જાતને સ્વીકારી લો.

સ્વ નો આગેકૂચ :

સ્વ ની ઓળખ અને સ્વીકાર કર્યા બાદ જે સાચો રસ્તો સુંઝ તે તરફ આગેકૂચ કરવામાં મર્દાનગી રહેલી છે. વાસ્તવિકતાનો સ્વીકાર કાયમ પ્રગતિ તરફ લઇ જાય છે. ક્યાં સુધી અવઠવ અને બે મન સાથે જીવીશું. એક વાર જો સ્વ ને સ્વીકારી આગેકૂચ કરવામાં આવશે તો ચોક્કસ ક્યાંક તો પહોંચી શકો આ આગેકૂચ કરવામાં કોઇનો સહારો લેવો પડે, કોઇને ગુરુ બનાવવા પડે તો અભિમાન છોડીને તેમને હાથ પકડો.

રસ્તો આપોઆપ મંઝીલ સુધીનો ટૂકો થઇ જશે. જાણે એક પછી એક વિધ્નના પડદા હટવા માંડશે અને નવી સુંદર સવાર પડશે અને સાચી દિશા તરફ કદમ આગળ વધશે. આ માટે પહંલુ પગથીયું જો જાતે પોતે કે સ્વ એ જ ભરવું પડશે કોઇ મારા પગરના ચલાવી શકે. એ તે માટે ઉપાડીને આગળ મૂકવા પડે. પગ ઉપાડવા માટે મનથી નક્કી કરવું પડે.

જેમ જેમ પગલાં આગળ વધતાં જશે તો રસ્તો નવો ખૂલતો જશે અને પ્રગતિ તરફનું જીવનની કેડી સ્પષ્ટ રીતે દેખાશે. આગેકૂચ કરવાની હિંમત અંદરથી ભેગી કરવી પડે છે. એમાં ઉતાવળ કરવાની જરૂર નથી. સતત યોગ ધ્યાન, સાધનાથી મનને તે દિશા તરફવાળી શકાય છે. આગેકૂંચ કરવામાં જ જીવનનું સાચું પગલું છે માટે મનને સખત મજબૂત એટલે ફોલાદી મજબૂત બનાવવું પડે છે. ક્યાંય આઘુંપાછુંના થઇ શકે.

મક્કમ મનોબળ ધ્વારા જ આગેકૂચ શક્ય બને છે.

સ્વ અપેક્ષાઓ :

આગેકૂચનો સ્વીકાર એટલે તેની અપેક્ષાઓનો સ્વીકાર. તેને પોતાને ખ્યાલ આવી જાય છે

મારી મારે જાત પાસે શું અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓનું માપદંડ જાતે જ નક્કી કરવું જોઇએ. દરેક વ્યક્તિની બધી અપેક્ષાઓ પૂરી થતી નથી. પરંતુ મર્યાદામાં રહીને જો અપેક્ષાઓ સ્વીકાર રીને આગળ વધે તો ચોક્કસ એક દિશા મળશે અને તે દિશા તરફ આગળ વધી મંઝિલ સુધી પહોંચી શકાશે. આ અપેક્ષાઓની જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. જાણકારી વગર દિશાશૂન્ય ભાસે છે. જીંદગી બસ પૂરી થાય છે.

નાના બાળકને રમકડું જોઇએ છે તો તેને ખબર છે કે તેને શું જોઇએ અને તે માટે જીદ કરી પોતાની અપેક્ષા પૂરી કરે છે. તો સ્વ નો સ્વીકાર કરી પોતાની ઇચ્છાઓ અને અપેક્ષાઓની જાણકારી મેળવી તેને આગળ વધવું જોઇએ. સાચી દિશાએ ચોક્કસ મંઝીલ સુધી જીવનની ગાડીને પહોંચાડે છે.

અપેક્ષાઓનું માપદંડ પણ અનુભવથી જ આવે છે. જેમ જેમ સ્વ ની સ્વીકાર કરી આગળ વધશે તેમ તેમ ઇચ્છાઓ અને અપેક્ષાઓની સીમાં બંધાતી જશે અને એક ચોક્કસ રસ્તા તરફ આગળ વધી મંઝીલ સુધી પહોંચી શકાશે.

અપેક્ષાઓની ઉપેક્ષા કરતાં શીખો. અપેક્ષા બીજા પાસે નહી પણ પોતાની પાસે રાખો. જીંદગી તો આ નવો દિ્‌ષ્ટકોણ જીવનનો સાચી દિશા તરફ લઇ જશે અને જીવનને સુખ અને સમૃધ્ધિથી ભરી દેશે. ત્યારે પરમાનંદ મળશે.

સ્વર્ગ :

સ્વર્ગ એટલે શું ? કોઇએ જોયું છે ? ક્યાં છે ? લાલ છે ? પીળું છે ? શું છે ? ત્યાં જવાનો રસ્તો ક્યો છે ? કેવી રીતે જવાય છે ? સ્વર્ગનું નામ પડતાં ઘણા બધા પ્રશ્નો મનમાં ઉઠે છે. પણ કોઇની પાસે એનો જવાબ નથી દરેક વ્યક્તિના મનમાં ઓછા ચિત્રો સ્વર્ગના છે.

સ્વર્ગ એટલે સંતોષ, પરમાનંદ, સુખ, સમૃધ્ધિ. જો માણસ પોતાની બધી પરિસ્થિતિઓ સ્વીકારી પોતે નક્કી કરવા ધ્યેય તરફ આગળ વધે તો ચોક્કસ તેને મંઝીલ મળવાની જ છે.

એટલે કે સ્વર્ગનો અર્થ મંઝીલ.

દરેક માણસ પોતાની મંઝીલ પોતાનું સ્વર્ગ જાતે નક્કી કરવાનુંએ અને એ તરફ એકલા હિંમતપૂર્વક આગળ વધવાનું છે. સ્વર્ગને જોવાનો દિ્‌ષ્ટકોણ કેળવવો પડે છે. તેનો અનુભવ કરવો પડે છે. અનુભતિ માટે ધ્યાન યોગથી માણસ પોતાનું ત્રીજી આંખ ખોલવી પડે છે. આ ત્રીજી આંખએ પરિસ્થિતિઓને સ્વીકારી, મનને મજબૂત કરી નિશ્ચિત ધ્યેય તરફ આગેકૂચ કરી મંઝીલ મેળવી.

આ મંઝીલ પ્રાપ્ત થતાં એપેક્ષાઓનો અંત આવી જાય છે. પરમાનંદ અને સુખની લાગણીને અનુભવ થાય છે.

સ્વર્ગ ક્યાંય નથી દરેક મનુષ્યની અંદર જ સ્વર્ગ છે. આ સ્વર્ગને જોવા માટેની આંખ ઉઘાડવીએ કઠિન કામ છે. પરંતુ ધ્યાન, યોગ સમાધીથી કરી શકાય છે. ગાંધીજી, આઇનસ્ટાઇન, મધર ટેરેસા વગેરે સ્વર્ગ પ્રાપ્ત થયું કારણ કે તેમણે પોતાનું ધ્યેય નક્કી કર્યું અને જીવનના અંત સુધી એ ધ્યેયને વળગી રહ્યો.

સ્વ થી સ્વર્ગ :

સ્વ થી સ્વર્ગનો માર્ગ ભલે કપરો હશે. પરંતુ મક્કમ મનોબળ હશે તો કશું જ અશક્ય નથી આ માર્ગ પર ચાલી નીક્ળયો ત્યાં ખ્યાલ આવશે કે પરમ સુખ નો માર્ગ છે અને એ જ જીવનનું ધ્યેય છે. દરેકને આ ધ્યેય મળતું નથી. ઇશ્વર કૃપા હોય તો જ આ માર્ગ પર ચાલી શકાય છે.

માણસે ઇશ્વર પર અને ખુદ પર વિશ્વાસ મુકી જો જીવનની સફર શરૂ કરશે તો ચોક્કસ સ્વર્ગ સુધી પહોંચી શકશે.