રહસ્ય એક ચાવીના જુડાનું - 5 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય એક ચાવીના જુડાનું - 5

રહસ્ય એક ચાવીના જુડાનું

પ્રકરણ-5

પ્રિયાએ ચાવીના જુડાને લઇને ચોતરફ ફેરવીને જોયુ. ચાવીના એ જુડાને જોઇને પ્રિયા હતપ્રભ બની ગઇ. એક પછી એક ચાવીઓ વડે પ્રિયા તાળુ ખોલવાનો પ્રયત્ન કરવા લાગી. આટલા વર્ષો પહેલાનુ તાળુ અને ચાવીઓ હતી છતા તેમા જરા પણ કાટ લાગ્યો ન હતો. બહુ મહેનતથી એક ચાવીથી દરવાજો ખુલી ગયો અને મેઘના અને પ્રિયાએ મહેનત કરીને દરવાજાને ધક્કો માર્યો પણ ઘણા વર્ષોથી દરવાજો બંધ હોવાથી દરવાજો ખુલતો જ ન હતો.

“મમા મને પ્રયત્ન કરવા દે.” પ્રિયા ત્યાં દરવાજા પાસે આવી. “ઓ.કે. બેટા પણ પ્લીઝ બી કેરફુલ. ઘણા સમયથી બંધ આ દરવાજો ખોલતા તને કાંઇ નુકશાન ન થઇ જાય.” “મમ્મી, મને કાંઇ નહી થાય. તુ નાહક ચિંતા કરે છે.” બોલતા પ્રિયા દરવાજા સામે આવી અને બારીકાઇથી દરવાજાનુ નિરીક્ષણ કરવા લાગી.

“મમ્મી, આપણે ખોટા રસ્તે મહેનત કરતા હતા. આ જો, આ એક જ લાદી જ ખસતી નથી, તેની બાજુની લાદી પણ ખસે તેમ જ ફીટ કરેલી છે.” કહેતા પ્રિયાએ બાજુની લાદી ખસેડી અને દરવાજાને ધક્કો માર્યો ત્યાં દરવાજો ખુલી ગયો અને વિચિત્ર અવાજ સાથે દરવાજો ખુલ્યો. “વાહ બેટા, તુ બહુ તૈયાર છે હો. કેટલી બારીકાઇથી તુ બધી વસ્તુઓનો અભ્યાસ કરે છે. વાહ મારી દીકરી વાહ.” મેઘનાએ પ્રિયાને સાબાશી આપતા તેની પીઠ થાબડી. “થેન્ક્સ મોમ,પણ મારા કરતા નાનાની બુધ્ધીને સલામ છે, તેમણે બહુ આગવી સુઝથી સ્લાઇડર દરવાજો એ જમાનામાં અહી બેસાડ્યો. ચલો હવે આપણે અંદર જઇએ. તે ટોર્ચ મીણબત્તી માચીસ બધુ સાથે લઇ લીધુ છે ને?”

“હા બેટા, બધી વસ્તુઓ લઇ લીધી છે અને પાણીની બે બોટલ પણ લીધી છે.” “ઓ.કે.” કહેતા પ્રિયાએ પોતાના ચહેરા અને વાળને દુપટ્ટાની મદદથી કવર કરી લીધા. દરવાજો ખોલતા જ લાગતુ હતુ કે વર્ષોથી અવાવરૂ પડેલા આ દરવાજામાં કોઇએ પ્રવેશ કર્યો જ નથી. કરોળીયાના જાળાથી આચ્છાદીત આવરણ પ્રિયાએ સાવરણીથી સાફ કરી નાખ્યુ. મેઘના અને પ્રિયા બન્ને એકબીજાનો હાથ પકડી ધીમે ધીમે નીચે ઉતરવાનુ શરૂ કર્યુ. આગળ પ્રિયા ટોર્ચ લઇને ચાલતી હતી અને પાછળ મેઘના હતી. નીચે ઉતરવા માટે પગથીયા એટલા સાંકડા બનાવ્યા હતા કે એક જ વ્યક્તિ અંદર જઇ શકે, બે વ્યક્તિ હોય તો આગળ-પાછળ જ ચાલવુ પડે. પગથીયામાં પણ ધુળના થર જામી ગયા હતા. “મમ્મી તે માર્ક કર્યુ, આપણે જેમ જેમ નીચે જઇ રહ્યા છીએ તેમ પ્રકાશ વધી રહ્યો છે.” પ્રિયા ઝીણી ઝીણી વસ્તુઓનું બહુ બારીકાઇથી નિરીક્ષણ કરી રહી હતી. “હા બેટા, પણ આ પ્રકાશ શેનો હશે? અને તે બીજી વસ્તુ માર્ક કરી કે ગરમી થોડી વધારે લાગે છે અહી.” મેઘનાએ કહ્યુ. “હા મમ્મી ગરમી તો મને પણ અનુભવાય છે.” બન્ને વાતો કરતી નીચે પગથીયા ઉતરતી હતી ત્યાં અચાનક મેઘનાનો પગ લપસ્યો. મેઘનાની આગળ પ્રિયા હતી એટલે મેઘના તેનુ સમતુલન જાળવી ન શકી અને તે પ્રિયા ઉપર પડી અને બન્ને નીચે ગબડી પડી અને બન્ને લસરતા લસરતા નીચે ગબડી પડી. “ઓયયયયય.......... વોયયયય..........” લગભગ વીસ પચીસ ફુટ નીચે બન્ને ગબડી પડી. સાંકડી જગ્યાને કારણે બન્નેને ખુબ જ વાગ્યુ. મેઘનાને મુઢ માર પણ વાગ્યો હતો. જેમતેમ કરીને પ્રિયા ઊભી તો થઇ અને તેણે મેઘનાને ટેકો આપયો. “મમ્મી બહુ વાગ્યુ તને તો. જો તો લોહી નીકળવા લાગ્યુ કપાળ પરથી. ચલ આપણે ઉપર જઇએ. સર્ચ કરવાનુ હશે એ પછી કરી લેશું. હું તને ડ્રેસીંગ કરી દઉ.” પ્રિયા મેઘનાની હાલત જોઇ એકદમ ગભરાઇ ગઇ અને ચિંતીત સ્વરે બોલી ઊઠી.

“બેટા, આઇ એમ ઑલરાઇટ. જરા લોહીનો ટ્શ્યો ફુટ્યો છે. બહુ ઉપાદી જેવુ નથી. તુ નાહક ચિંતા કરે છે મારી.” મેઘના દુખાવો થવા છતા માંડ માંડ ઊભી થતા બોલી. “પ્રિયા તને પણ લાગ્યુ જ હશે? મારા જેવડી તારા ઉપર ગબડી પડી આમ અચાનક.” “હા, મમા બહુ જ દુ:ખે છે શરીર. આમ અચાનક પડવાથી અને આવી સાંકડી જગ્યામાં ગબડવાથી લાગ્યુ બહુ મને પણ.” “મમ્મી પણ મને એ સમજાતુ નહી કે એમ અચાનક કેમ તારુ બેલેન્સ જતુ રહ્યુ?” “ખબર નહિ બોલતા બોલતા અચાનક જ પગ લપસી ગયો. સોરી મારા હિસાબે તને પણ વાગ્યુ.” “ઇટસ ઓ.કે મોમ, બટ વોચ ઇટ અહી કેટલી રોશની છે!!” અત્યાર સુધી મા દીકરીને દુ:ખાવાના કારણે આજુબાજુ કાંઇ જોયુ ન હતુ. પરંતુ અચાનક પ્રિયાનુ ધ્યાન જતા તેણે આ બાબતે તેની મમ્મી મેઘનાનુ ધ્યાન દોર્યુ. “હા પ્રિયા, અહી તો બહુ પ્રકાશ છે. આપણે ગબડ્યા એટલે આ બાબતે મારુ ધ્યાન જ ન ગયુ. જમીનથી આટલે નીચે આટલો પ્રકાશ અને એ પણ કોઇપણ પ્રકારની લાઇટ વિના!!! આઇ એમ સરપ્રાઇઝડ પ્રિયા. “મમ્મી આ અંજવાળુ રેડિયમનું છે. રેડિયમ અંધારામાં પ્રકાસ આપે છે અને અહી જમીનથી નીચે અંધારુ હોવાના કારણે કોઇપણ લાઇટ ચાલુ નથી છતા અહી કુદરતી પ્રકાશ પથરાઇ રહ્યો છે. “હા બેટા, ઉપર તો જો આ જગ્યા જમીનમાં કેટલી બધી ઉંડાણમાં છે.” મેઘનાની વાત સાંભળીને મા દીકરીએ ઉપર જોયુ ત્યારે અહેસાસ થયો કે બંન્ને કેટલા ગબડીને નીચે આવી ગયા હતા. “મોમ ખુબ જ દુ:ખાવો થાય છે શરીરમાં. થોડીવાર અહીં બેસીએ તો.” જમીન ઉપર નીચે બેસતા પ્રિયાએ કહ્યુ. ત્યાં જ તેની નજર સામે પડી. “મોમ લુક એટ ધીસ. ત્યાં ખૂણામાં કાંઇક છે.” પ્રિયાએ સામેના ખૂણા તરફ આંગળી ચીંધતા કહ્યુ અને બન્નેની નજર સામે ખૂણામાં કાંઇક પડ્યુ હતુ ત્યાં ચોટી જ ગઇ. ********** “રૂબી, પ્રિયાને શુ કામ છે કેટલી વાર લાગશે તે અંદાજો નથી પરંતુ આપણે આપણી રીતે તપાસ શરૂ કરી જ દેવી જોઇએ.” “વિન્યા મેં તો મારી રીતે આ ડ્રો પણ કર્યુ છે. નકશામાં જોઇને મારી રીતે આ હાફ ચિત્ર બનાવ્યુ પણ છે.” પરેશે એક કાગળ પણ પેંસિલથી દોરેલો સ્કેચ બતાવતા કહ્યુ. “વાહ તારો એફર્ટ તો ખુબ જ સરસ છે પરંતુ આ હાફ ચિત્ર છે કે કેટલામો ભાગ છે તે કયા ખબર છે?” રુબીએ ચિત્ર હાથમાં લઇને જોતા કહ્યુ. “હા પણ જયાં સુધીની પ્રિયાની હેલ્પ ન મળે ત્યાં સુધી આપણે આ ટુકડા પરથી જ આગળ વધવાનુ છે.” વિનયે સ્કેચ હાથમાં લઇને નીરિક્ષણ કરતા કહ્યુ. “તમે બંન્ને આ ચિત્રનુ ધ્યાનપુર્વક નીરિક્ષણ કરો હુ આ સ્કેચ પરથી નેટ પર સર્ચ કરી લઉ.”

******* “કયાર નો ફોન લગાવુ છુ આ મા દીકરી કયા ગઇ હશે? અને આ મોબાઇલ પણ સાથે લઇને ગઇ નથી. મને લાગે છે જરૂર કાંઇક ગરબડ હશે.” પ્રિતેશે પાંચમી વાર ફોન ડાયલ કરતા કહ્યુ. “હવે મારે ત્યાં જવુ જ જોઇશે. આજે એમ પણ રજા છે. જઇને જ આવુ. દેબુ ગાડી કાઢ.” પ્રિતેશે ઊંચાટભર્યા અવાજે આદેશ કરતા કહ્યુ. ****** “મોમ, ત્યાં ખુણામાં જો.” પ્રિયાએ ઉભા થતા કહ્યુ. મેઘના પણ માંડ માંડ ઉભી થઇ અને પ્રિયાએ બતાવેલ જગ્યા પર જોવા લાગી અને પ્રિયા પણ મેઘના નો હાથ પકડીને તેની સાથે જવા લાગી. તેને ચાલવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. તે મેઘનાનો હાથ પકડીને લંગડાતા લંગડાતા ચાલવા લાગી. રૂમ ખુબ જ મોટો હતો અને ત્યાં રેડીયમ લાઇટોનુ અજવાળુ હતુ અને ખાસ કોઇ ફર્નિચર ન હતુ એક માત્ર જુનવાણી ટેબલ હતુ અને ખુણામાં કાંઇક વસ્તુ પડેલી હતી. નજીક જઇને જોયુ તો ત્યાં એક ડાયરી પડેલી હતી. “મોમ આ ડાયરી લઇને પહેલા ઉપર જઇએ ખુબ જ દર્દ થાય છે.” “હા, મને પણ દુ:ખાવો વધી રહ્યો છે. ચાલો ઉપર.”

“હા, ચાલ ઉપર.”

********* “મમા, પપ્પાના ઘણા બધા મિસ્ડ કોલ.” ઉપર આવીને પોતાનો મોબાઇલ ચેક કરતા પ્રિયાએ કહ્યુ

“ઓહ માય ગોડ જલ્દી ફોન લગાવ તે ચિંતા કરતા હશે અને મને તો લાગે છે એ અહી આવવા નીકળી પણ ગયા હશે.” “હા, કયાંક ચિંતા કરતા અહી ન આવી જાય?” પ્રિયાએ ફોન કરતા કહ્યુ. “હેલો પાપા.” “કયાં છો તમે બંન્ને કાંઇ ખબર પડે? કયારનો ફોન લગાવુ છુ કોઇ ઉપાડતી જ નથી. તમને કાંઇ ભાન છે કે નહી, અહી બેઠા બેઠા મારો જીવ અધ્ધર થઇ ગયો હતો.” “પપ્પા, વોક પર ગયા હતા અને ત્યાં થોડીવાર બગીચામાં જ બેસી ગયા.” “વેલ, પણ એક તો ફોન સાથે લઇ જવાય. મને ખુબ જ ચિંતા થતી હતી અને હું ત્યા આવતો જ હતો.” “પપ્પા તમે અહી આવો છો?” પ્રિયાએ એકાએક પ્રશ્ન કરી દીધો. “આવતો જ હતો. ત્યાં રસ્તામાં શર્મા સાહેબનો ફોન આવી ગયો તેઓ ઘરે આવ્યા છે આથી મારે પરત જવુ પડ્યુ છે. તમે બંન્ને ઠીક છો ને?” “હા, પપ્પા ડોન્ટ વરી. વી આર ઓ.કે એન્ડ એન્જોઇગ હીઅર.” “ઓ.કે. સોરી માય ડોટર હું ત્યા આવી શકતો નથી. બટ આઇ પ્રોમિસ હુ જલ્દી ફ્રી થઇને ત્યાં આવી જઇશ.” “પપ્પા તમે ન આવો તો જ સારું.” ફોન મુકતા પ્રિયાએ કહ્યુ. “હા, તેઓ ન આવે તે જ સારું. આજે તો બચી જ ગયા.” “હા પપા આવી ગયા હોત તો આવા અખતરા કયારેય કરવા ન દેત. પોલીસને બોલાવો અને લીગલ પ્રોસીજર કરીએ કાંઇક ભાષણ આપત.” “બહુ લપરા છે નહિ તારા પપ્પા” મેઘનાએ મજાક કરી એટલે બંન્ને હસી પડયા. “મોમ ચાલો પહેલા આપણે બંન્ને એક બીજાને ઓન્ટમેન્ટ લગાવી લઇએ અને ત્યાર બાદ ડાયરીમાં શુ છે તે જાણીએ.” ********* પીડાનાશક બામ લગાવ્યા બાદ હવે બંન્ને ખુબ જ સારુ લાગી રહ્યુ હતુ. પ્રિયાને થોડો વધારે દુ:ખાવો હતો આથી તે સોફામાં લાંબી થઇને આડી પડી અને મેઘનાએ બાજુમાં ચેર પર તકિયાનો ટેકો લઇને ડાયરી વાંચવાની શરૂઆત કરી.

“મારી પ્રિય દીકરી મેઘના, તને આ બધુ જોઇને ખુબ જ આશ્ચર્ય થઇ રહ્યુ હશે. પરંતુ તને જે વસ્તુથી આટલા વર્ષ દુર રાખી તેમાં એક દિવસ તુ તેની પાસે જરૂર આવી જ જઇશ એ મને ખબર જ હતી એટલે આ તારા નામ પર સંદેશો લખ્યો છે. આ આખી ડાયરી વાંચી લીધા બાદ તુ તારી જીજ્ઞાશા અને તારા સવાલના જવાબ શોધવા માટે આગળ વધજે.

TO BE CONTINUED……………….

WRITTEN BY – RUPESH GOKANI

શું હ્શે એ ડાયરીમાં લખાયેલુ રહસ્ય? બન્ને કોઇ ખજાનાની નજીક છે કે પછી કાંઇ એવુ જે રહસ્ય દુનિયા સામે રજૂ કરી શકાય તેમ ન હોય??? મેઘના અને પ્રિયા ડાયરી વાંચ્યા બાદ શું નિર્ણય લેશે? જાણવા માટે આપલોકોએ આગળનો ભાગ વાંચવો જ રહ્યો........ આવતીકાલે નક્કી થયેલા સમયે વાંચવાનુ ચુકતા નહી અને પ્રતિભાવ આપના જરૂર અને જરૂરથી આપજો.

*******