Rahashy ek chavina judanu - 4 books and stories free download online pdf in Gujarati

રહસ્ય એક ચાવીના જુડાનું - 4

રહસ્ય એક ચાવીના જુડાનું

પ્રકરણ-૪

“પ્રિયા, જલ્દીથી તુ અહીં આવી શકીશ? બહુ જરૂરી કામ છે તારુ.” “શુ થયુ મમ્મી? એનીથીંગ સીરીયસ? તુ ચિંતામાં હોય એમ કેમ બોલે છે?” “તુ પહેલા અહી આવી જા. પાછળના રૂમમાંથી મને સુરાગ મળ્યા છે. મને એકલીને તો તપાસ કરવામાં બીક લાગે છે. તુ અહી આવે તો સાથે મળીને કાંઇક થાય.”“વાઉ મમ્મી. યુ આર ગ્રેટ. શું ક્લુ મળ્યા છે એ તો મને કહે?” “પાછળના રૂમમાંથી જ મને એક અંડરગ્રાઉન્ડ દરવાજો મળી આવ્યો છે. તે દિવસે સફાઇકામદારો સાચુ કહેતા હતા. રૂમમાં જડેલી એક લાદી નીચે એક લોખંડનો દરવાજો છે જેના દ્રારા ભોંયરામાં જઇ શકાય છે.” “વાહ, તને કેમ ખબર પડી? તે અંદર જોઇને તપાસ કરી?” “ફઇ જતા રહ્યા એટલે તુરંત હું કલાકમાં અહીં આવી ગઇ. મને આટલા દિવસ ચેન જ નહોતુ. તારા પપ્પા કામ માટે દિલ્લી ગયા છે. તે તો આવી ન શક્યા પરંતુ મેં આવીને એક એક લાદીને ટોચીને તપાસ કરી ત્યારે એક લાદીની પાછળથી આ લોખંડનો દરવાજો મળ્યો અને મેં સીધો તને કોલ જ કર્યો છે. હજુ સુધી હું અંદર ગઇ નથી. તે દરવાજા પર મસમોટુ તાળુ લગાવેલુ છે, તેની ચાવી પેલા જુડામાંથી જ એક હોવી જોઇએ. આમ તો આ મારા મમ્મી પપ્પાનુ ઘર છે પરંતુ એમ વગર વિચાર્યે આવી રીતે ભોંયરામાં ઉતરવુ મને યોગ્ય લાગતુ નથી.” “હા, મમ્મી તે સારું કર્યુ તારી વાત સાવ સાચી છે. મારે હવે અહીં થોડુ જ કામ બાકી છે. હું આવુ પછી આપણે સાથે જ બધી તપાસ કરીશુ.” “ઓ.કે. એમ પણ મારે અહીં જુના મિત્રો અને પાડોશીનુ ગેટ ટુ ગેધર રાખવાનુ છે અને બધાને મળવા પણ જવાનુ છે એટલે મને તો સમય નહી મળે અને આમ પણ એકલુ અંદર ભોંયરામાં જતા મને તો બીક લાગે એટલે તુ આવે પછી સાથે જ ભોંયરામાં અંદર તપાસ કરીશુ.” “હા, મમ્મી બાય એન્ડ ટેક કેર.” “યુ ઓલ્સો ટેક કેર. બાય.” ******* “વિનય, આ કોઇ નકશો નથી.” બે દિવસ બાદ બપોરે લંચ લેતા સમયે પ્રિયાએ કહ્યુ.

“તો શુ છે?” “આ કોઇ વસ્તુનુ ચિત્ર છે.” “ચિત્ર!! શેનુ ચિત્ર? આ બધી રેખાઓ પરથી તો નકશા જેવુ જ લાગે છે.” “તે ભ્રમિત કરવા માટે કુશળ કારીગર દ્રારા બનાવવામાં આવેલુ ચિત્ર છે.” “હેલો પ્રિયા એંડ વિનય. લંચ બાદ આપણા બધાની હોલમાં મિટિંગ છે તો ડાયરેકટ ત્યાં આવી જજો.” તેઓ વાત કરતા હતા ત્યાં વચ્ચે પ્રોફેસર મહેતા સાહેબે આવીને કહ્યુ. “હા, સર શ્યોર.” બંન્ને સાથે કહ્યુ. ******** “તમને બધાને અહીં અરજન્ટ બોલાવવાનુ કારણ એ છે કે આપણે આપણુ રિસર્ચ કાર્ય અહીં સ્થિગત કરવુ પડશે.” “કેમ સર શુ થયુ?” લગભગ બે ત્રણ વિદ્યાર્થીઓ સાથે જ પુછ્યુ. “બહુ ખેદ સાથે કહેવુ પડે છે કે સરકાર પાસે આપણે જે મંજુરી માંગી હતી તે હજુ આવી નથી અને અત્યારે ચુંટણીની જાહેરાત પછી મંજુરી આવતા હજુ વાર લાગશે. મંજુરી વિના ખોદકામ અને આગળનુ કામ આપણે કરી શકીશુ નહિ.” “તો સર હવે આપણે આગળ શુ કરીશુ?” પરેશે પુછ્યુ. “કાલે જ આપણે અહીંથી નીકળી જઇશુ અને સરકાર મંજુરી મળ્યે હુ તમને ઇંન્ફોર્મ કરીશ અને આપણી ટીમે ફરીથી કામ શરૂ કરીશુ અને હા, હુ તમારા બધાના કામથી ખુબ જ પ્રભાવિત થયો છુ. એટલે બીજા કોઇ પણ પ્રોજેકટ માટે હુ તમને બોલાવીશ.” “થેન્ક્યુ સો મચ સર.” મિટિંગ પુરી થયા બાદ બધા ભારે હૈયે અધુરુ કામ આટોપવા ઉભા થયા. સાંજે પ્રોફેસરે બધા માટે નાનકડી પાર્ટી રાખી હતી અને સવારે બધાને નીકળવાનુ હતુ. *******

“હાય પ્રિયા, ત્યારે આપણી વાત અધુરી રહી ગઇ હતી. તને કેમ એમ લાગે છે કે આ નકશો નહિ એક ચિત્ર છે? આ તારો અંદાજ માત્ર છે કે પછી તુ વિચારી સમજીને કહેતી હતી.” વિનયે પાર્ટીમાં પ્રિયાને કહ્યુ. “હાસ્તો વિનય, મે એ ચિત્રનો બહુ ગહન અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે મે તારણ કાઢ્યુ છે કે આ કાંઇ નક્શો નથી પણ કોઇ ચિત્ર છે અને મને એવુ લાગે છે કે તે વસ્તુ કિંમતી હોવી જોઇએ.” “આર યુ શ્યોર? આ નક્શો નહી ચિત્ર છે?” “હા, મને મારી વાત પર 100% ખાતરી છે કે આ કોઇ અદભુત અને કિમતી વસ્તુનુ ચિત્ર છે માટે નક્શો સમજીને કોઇ ચોક્કસ રસ્તો શોધવા પાછળ ટાઇમને બરબાદ કરવો એ મને તો યોગ્ય લાગતુ નથી.” “કાલે તો આપણે વિખુટા પડી જઇશુ. પછી તુ આગળ અમારી સાથે તપાસમાં સાથ આપીશ? મને જોઇ આઇડિયા જ નથી આવતો કે અડધા ચિત્ર પરથી આપણે શેની અને કયા અને કેવી રીતે તપાસ કરવી જોઇએ? અને તપાસ કરવી તો તેની સરૂઆત ક્યાંથી કરવી?” “તારી જેમ મને પણ કાંઇ ખબર નથી પડતી પરંતુ આપણે તેની પાછળ પડી જઇશુ તો આગળ રસ્તો મળતો જ રહેશે. થીન્ક પોઝીટીવ યાર.”

“ઓ.કે. ડન. તો કાલે તુ મારા ઘરે આવીશ ને? કાલે હું બીજા બધાને પણ કહી દઉ છું મારા ઘરે આવવાનું પછી ત્યાં સાથે બેસી આ બાબતે ચર્ચા-વિચારણા કરીએ.” “સોરી યાર હું કાલે ને કાલે તો નહિ જ આવી શકુ. મમ્મીને થોડુ કામ છે અને થાકના કારણે આપણે કાંઇ ચોક્ક્સ દિશામાં વિચારી પણ નહી શકીએ.”

“હા તારી વાત તો સાચી છે. પ્લીઝ યાર જલ્દી સમય કાઢજે અમારા માટે. તારી હેલ્પ વગર અમે કાંઇ નહિ કરી શકીએ.” “અરે ડોંટ વરી. મારે મારી મમ્મીની થોડી હેલ્પ કરવાની છે પછી શ્યોર તને કોલ કરુ અને આ ચિત્ર પર આપણે આગળ વિચારીએ. મેં આનો ફોટો પાડી લીધો છે. હુ તેને તપાસતી રહીશ અને તમને પણ કાંઇ ક્લુ મળે તો મને કહેજો.” “હા ચોક્કસ એન્ડ થેન્ક્યુ સો મચ ફોર યોર હેલ્પ.” “અરે યાર એમાં થેન્ક્યુ ન હોય. આ તો મારો પ્રિય વિષય છે અને આવી રહસ્યાત્મક ટોપીક પર કામ કરવુ તો મને બહુ જ ગમે. કાળના ગર્ભમાંથી સત્યને બહાર કાઢવાનો.”

******** “હાય મમ્મી, આઇ એમ બેક.” કચ્છથી આવતા જ પ્રિયા તેની મમ્મી મેઘનાને વળગી પડતા કહ્યુ. “ઓહ, આટલી જલ્દી તુ આવી ગઇ? આઇ એમ સરપ્રાઇઝડ. આટલી ઝડપથી તારુ બધુ કામ પુરુ થઇ ગયુ?” “અરે નહી મમ્મી.” કહેતા પ્રિયાએ તેને બધી આખી વાત કહી. “ઓ.કે. સારુ થયુ. આજે સાંજે અહીં મારા જુના મિત્રો, પાડોશીઓ અને મમ્મી પપ્પાના સંબંધીઓની ગેટ ટુ ગેધર પાર્ટી રાખી છે. સારુ થયુ તુ આવી ગઇ આપણે ખુબ જ મજા કરીશુ. અત્યારે પાર્ટીની તૈયારી કરવાની છે. તુ રેસ્ટ કરી લે હુ પાર્ટીની તૈયારી કરવા લાગી જાંઉ છું.” “મોમ તુ ક્યાં એકલા હાથે બધુ મેનેજ કરીશ? આઇ એમ ફાઇન, ચલ હું જરા ફ્રેશ થઇ જાંઉ પછી તને મદદ કરાવુ છું.” “ઓહ, સોના માય સ્વીટ ડોલ” લાગણીવશ થઇ મેઘનાએ તેની દીકરીને ગળે લગાડી લીધી. સાંજે મેઘનાના વર્ષો જુના મિત્રો અને સંબંધીઓને મળી તે ખુબ જ ખુશ થઇ ગઇ અને બધાએ ખુબ જ એન્જોય કર્યુ. પ્રિયાએ પણ તેના મમ્મીના જુના સંબંધી સાથે નવી ઓળખાણ કરી. રાત્રે થાકીને ચુર થઇ મા દીકરી આરામથી સુઇ ગયા. ******** ટ્રીન........ ટ્રીન......... ટ્રીન ........... વહેલી સવારે પ્રિયાના મોબાઇલની રીંગે બંનેની ઉંઘ ઉડાડી દીધી. “હેલો, કોણ?” ઉંઘરેટા અવાજે સ્ક્રીનમાં જોયા વિના ફોન ઉપાડી પ્રિયાએ પુછ્યુ. “વિનય, પ્રિયા સોરી અત્યારે વહેલી સવારે તને ડિસ્ટર્બ કરી આઇ. એમ રીઅલી સોરી.” “ઇટસ ઓ.કે. કાંઇ કામ હતુ?” “હા, તુ તારા કામમાં બિઝી છો પરંતુ મને ખુબ જ ઉત્સાહ છે અને અમે લોકો અહીં ફ્રી જ છીએ તો તું અમને ગાઇડ લાઇન આપી શકીશ કે અમારે હવે આગળ શુ કરવુ જોઇએ?” “શેની વાત કરે છે? ઓહ હા હા યાદ આવ્યુ. પહેલા ચિત્ર વિશે તું પુછે છે ને. મને અત્યારે તો કોઇ આઇડિયા નથી. હજુ સુધી તેના વિશે વિચારવાનો જરાય ટાઇમ પણ મળ્યો નથી. બટ આઇ થીક તમારે તેને ઝીણવટપુર્વક તેનુ નિરીક્ષણ અને માપન કરવુ જોઇએ. એંડ નેટ પર પુરાતન વસ્તુઓના ચિત્રને તેની સાથે સરખાવવા જોઇએ. બાકી હું તને પછી વિચારીને કહુ.” “ઓ.કે. થેન્ક્યુ. અગેઇન સોરી યાર.”

“નો સોરી એન્ડ થેન્ક્યુ વી આર ફ્રેન્ડસ. સારુ તે યાદ કરાવ્યુ. હું અહી આવી સાવ ભુલી ગઇ હતી. હું મારા કામ સાથે તે કામ પણ કરીશ અને જેવો કોઇ રસ્તો મળે હું કોલ કરીશ.” “થેન્ક્યુ સો મચ. બાય” “બાય.” પ્રિયાએ વાત કરી ત્યાં મેઘના ફ્રેશ થઇ ગઇ અને ગ્રીન ટી પણ બનાવી લીધી. “પ્રિયા જલ્દી ફ્રેશ થઇને ગ્રીન ટી લઇ લે પછી આપણે વોક પર જઇએ.” “મોમ, વોક!! આઇ મીન મને બહુ એકસાઇમેન્ટ થાય છે. આપણે જલ્દી તે ગુપ્ત દરવાજામાં અંદર તપાસ કરીએ.” “એકસાઇમેન્ટ તો મને પણ છે. પરંતુ વહેલી સવારે તાજી હવામાં વોક કરવાથી માઇન્ડ ફ્રેશ થઇ જશે અને ન જાણે આગળ શુ હશે? કોઇ ખતરો? મારે તારી સાથે ચર્ચા પણ કરવી છે. તો વોક સાથે વાત પણ કરી લઇએ ત્યાર બાદ જ આપણે તે કામ આગળ વધારીશુ.” “ઓ.કે મોમ” ******* “હા, મોમ તારે કાંઇ ચર્ચા કરવી હતી?” ઘરની બહાર લોક મારીને વોક માટે નીકળતા જ પ્રિયાએ પુછ્યુ. “હા, બેટા. આપણે જે કામ માટે જઇ રહ્યા છે. તે સાવ અશ્ચિત છે. અને કદાચ તેમાં ખુબ જ મોટો ખતરો પણ હોય શકે છે. મારા મનમાં અનેક પ્રશ્નો પણ સતાવી રહ્યા છે કે આટલા વર્ષોથી મારા માતા પિતાએ આવડી મોટી વાત કેમ છુપાવી? અને તેમાં એવુ શુ હોય શકે? આપણે ખુબ જ સાવધાનીપુર્વક વર્તન કરવુ પડશે અને આપણે જ્યા સુધી કાંઇ આગળ રસ્તો ન મળે અને આપણુ મિશન સકસેસફુલ થાય ત્યાં સુધી કોઇ ને કાંઇ પણ કહેવાનુ નથી. કોઇને પણ એટલે તારા પપ્પાને પણ નહિ.” “કેમ પપ્પાને પણ નહિ?” “તારા પપ્પાને ખુબ જ કામ રહે છે તેને કહીને નાહક ટેન્શન આપવુ વળી આપણે પણ એકલા જવાનુ કહીશુ તો તે દોડીને આવી જશે. આપણે એમ જવા પણ નહિ દે.” “હા, સાવ સાચી વાત છે. એ મે વિચાર્યુ જ નહિ. હું કોઇને પણ નહિ કહુ પપ્પાને પણ નહિ.” “આપણે બંન્ને એકલા આ કામ કરવાનુ છે એટલે થોડી સાવધાની અને કો ઓર્ડિનેશન સાથે કામ કરવુ પડ્શે. આપણે ધીરે ધીરે આગળ વધીશુ.” “હા, મોમ તારી વાત સાથે હુ સહમત છુ. લાદી નીચે ભોંયરુ હશે એટલે કાં તો ત્યાં ગુપ્ત દરવાજો હશે અથવા તો ત્યાં કોઇ ભોયરુ કે ગુપ્ત રૂમ હશે. જે હશે તે ખુબ જ અંધારુ અને અવાવરૂ હશે. તેના માટે પુરતા પ્રકાશ અને બચાવ પ્રયુક્તિની વ્યવસ્થા પહેલા કરી લેવી જોઇશે.” “તેના માટે તુ ચિંતા ન કરજે તે માટે બધી તૈયારી કરી લીધી છે.” “મોમ યુ આર ટુ ગુડ, તો ચાલો આપણે ઘરે જઇને કામ પર વળગી જઇએ.”

“ચાલો” ********* “મમા, કયાં દરવાજો છે?” “અહીં જો.” મેઘનાએ એક લાદી ઉંચી કરીને લોખંડનો દરવાજો બતાવતા કહ્યુ. ત્યાં એક તાળુ લગાવેલુ હતુ. “મોમ એ ચાવીનો જુડો આ તાળા માટે છે.” “હા, હુ લાવી જ છુ.” કહેતા મેઘનાએ પોતાની કમરે ખોંસેલો ચાવીનો જુડો કાઢ્યો અને પ્રિયાને આપ્યો.

વધુ આવતા અંકે.................

WRITTEN BY – BHAVISHA GOKANI

શું તે અન્ડરગ્રાઉન્ડ દરવાજે લાગેલા તાળાની ચાવી મેઘનાને મળેલા ચાવીના જુડામાં હશે??? ભોંયરામાં કાંઇ ખતરો હશે કે પછી કાંઇ ગુપ્ત રહસ્ય કે જેની મેઘનાને પણ આજ દિન સુધી જાણ ન હતી??? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચો આગળનો ભાગ.

******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED