Rahashy ek chavina judanu - 6 books and stories free download online pdf in Gujarati

રહસ્ય એક ચાવીના જુડાનું - 6

રહસ્ય એક ચાવીના જુડાનું

પ્રકરણ: 6

તારા જન્મ પહેલા આ ઘર બંધાવ્યુ હતુ ત્યારે કોણ જાણે મને શુ થયુ કે મે આ ભોયરુ બનાવ્યુ અને તેમાં એક તિજોરી પણ બંધાવી. પણ દરેક ઘટના તેના બીજ આપોઆપ રોપી જ દેતી હોય છે અને આપણે સમજમાં આવે ત્યારે તે વટવૃક્ષ બની ગયુ હોય છે.

ભોંયરુ બનાવી દીધા બાદ તેનો ખાસ ઉપયોગ ન હતો. અમે ફાલતુ જ તેનો ઉપયોગ કરતા હતા. ઇતિહાસના પુસ્તકો વાંચતા વાંચતા મારા હાથમાં એક રહસ્ય આવી ગયુ. ખુબ જ અદભુત અને મહાન વસ્તુ મારા હાથમાં લાગી ગઇ. એ મને મળી તો ગઇ પરંતુ મને ખુબ જ ડર લાગ્યો કે આવી કિમતી વસ્તુ કોઇ અયોગ્ય લોકોના હાથમાં લાગી જશે તો ?? મેં તેને સાચવીને ભોયરામાં રહેલી તિજોરીમાં તેને સાચવીને રાખી દીધુ. જયાં સુધી સલામતીની ખાતરી ન થાય ત્યાં સુધી તને આ બધી બાબતથી દુર રાખવાનુ નક્કી કર્યુ એટલે તને દુર હોસ્ટેલમાં ભણવા માટે મુકી દીધી અને જીવનના અંત પહેલા તો ગમે તે થાય તને આ રહસ્ય કહેતા જઇશુ અને તું ભોંયરામાં ઉતરીને આ ડાયરી અને તે કિમતી વસ્તુ મેળવી લે” આટલુ વાંચતા જ મેઘનાની આંખમાં આંસુ આવી ગયા, “જીવન અંત સુધીમાં તેઓને મોકો જ ન મળ્યો કાંઇ કહેવાનો તો મૃત્યુ બાદ પણ ગુઢ રીતે તમે મને અહીં લાવ્યા.” “મોમ વોટ!!!!!!” પ્રિયાએ આશ્ચર્યથી પુછ્યુ.

“હા મને એવુ લાગે છે કે કાંઇક દૈવી શક્તિએ મને અહીં ખેંચી લાવી. આ મકાન વર્ષોથી બંધ પડ્યુ હતુ એટલે તારા પપ્પાએ તે વેંચવાનુ નક્કી કર્યુ અને તેમાંથી પૈસા મળે તે બધા ડોનેટ કરી દેવાના હતા. પરંતુ મારુ મન માનતુ ન હતુ. આ મકાનને વેંચતા પહેલા હું અહી રહેવા માંગતી હતી. આથી હું અહી આવી ગઇ અને આવતાની સાથે ચાવીનો જુડો પડી ગયો. અને ચિત્ર વિચિત્ર સપના અને સફાઇ કામદારને લોખંડના દરવાજાની ફીંલિગ બધુ ધીરે ધીરે મને આ ડાયરી સુધી લઇ આવ્યુ.” “મમા, આવી વસ્તુમાં હુ માનતી નથી. પરંતુ જે રીતે આ બધુ ચિત્ર વિચિત્ર રીતે બન્યુ તે પરથી લાગે છે કે અજીબ રીતે આપણે સત્ય સુધી પહોંચી જ ગયા. હવે આગળ તો વાંચ શુ છે?” “બેટા આ વસ્તુ મેળવ્યા બાદ મેં તેના પર ખુબ જ રિસર્ચ કર્યુ અને તેના વિશે અનેક પુસ્તકો વાંચ્યા બાદ હું મંત્ર મુગ્ધ બની ગયો. અને તેના વિશે જેમ જાણતો ગયો તેમ મને ખબર પડી કે આપણા પુર્વજો કેટલા મહાન અને જ્ઞાની હતા. તેઓએ આવી અદ્ભુત વસ્તુઓ બનાવી હતી. તેનુ મહત્તવ તે વસ્તુ સાથે ભોંયરામાં તિજોરીમાં રાખી છે.

આ વસ્તુ મેળવવા માટે મેં આખી જીંદગી ખર્ચી નાખી છે. તેનો ઉપયોગ કઇ રીતે થઇ શકે તેના માટે ટ્રીક ચિત્ર છે. તેના અલગ અલગ ત્રણ ટુકડા છે. એક જ ટુકડો મારી પાસે છે. બીજો ટુકડો બેરમજી લોટવાલા પાસે છે તે એટલા કંજુશ અને સ્વાર્થી છે તે કોઇને ટુકડો સુઘવા પણ ન દે. આખી જીંદગી દરમ્યાન મેં ઘણા પ્રયાસ કર્યા પરંતુ ન તો ત્રીજો ટુકડા મળ્યો અને ન તો બેરમજી પાસેથી મેળવી શક્યો. તુ તારી રીતે શકય બને તો તે શોધજે નહિ તો સરકારને તે વસ્તુ આપી દે જે.” ડાયરીમાં લખાણ પુરુ થયા બાદ એક ચિત્ર જોડેલુ હતુ. તે વસ્તુનુ ત્રીજા ભાગનુ ચિત્ર. “ખુબ જ અજીબ ચિત્ર છે આ તો બિલકુલ નકશા જેવુ લાગે છે.” મેઘનાએ તેને નીરખતા કહ્યુ. “મમ્મી મને જોવા દે તો.” પ્રિયાએ મેઘનાના હાથમાંથી ડાયરી લેતા કહ્યુ. “મમ્મી આનો ત્રીજો ટુકડો તો વિનય પાસે છે.” ડાયરી નીચે મુકીને સીધો તેને વિનયને ફોન જોડીને તેને ચિત્રનો ટુકડો લઇને અહીં આવવા કહ્યુ. “વિનય પાસે?” “હા મમ્મી મારી સાથે હાઇસ્કુલમાં અભ્યાસ કરતો વિનય મને કચ્છમાં મળ્યો હતો ત્યાં તેને મને તે ટુકડો બતાવ્યો હતો. તે હમણાં જ ટુકડો લઇને આવે છે.” “ધેટસ ગ્રેટ. બટ જયાં સુધી બેરમજી વાળો ટુકડો નહિ મળે ત્યાં સુધી શુ થશે?”

“બે ટુકડા મળ્યા એમ ત્રીજાની વ્યવસ્થા થઇ જશે.” ફોનની રીંગ વાગી એટલે પ્રિયાએ ફોન પીક અપ કર્યો. “પ્રિયા અમે નીકળી ગયા છે. તારુ એડ્રેસ આપજે પ્લીઝ.” “હા, લખી લે.” “વર્સોવા વરલી નાકા પાસે જુનુ મુબંઇ” “ઓ.કે અમે અડધો કલાકમાં આવીએ છીએ પરંતુ અચાનક શુ થયુ કાંઇ ક્લુ મળ્યુ?” “હા બહુ મોટુ ક્લુ મળ્યુ છે. તમે જલ્દી રૂબરુ આવો પછી વાત કરીએ.”

“હા, ઓ.કે. અમે આવી જ છીએ.” “મમા તેઓ આવે જ છે ત્યાં સુધી આપણે થોડો આરામ કરી લઇએ. ફરીથી તિજોરી માટે ભોંયરામાં ઉતરવુ પડશે.” “ઓ.કે. બેટા. વધારે દુ:ખાવો થતો હોય તો દવાખાને જઇ આવીએ.” “ના એવુ ખાસ નથી. ઘણુ સારુ ફિલ થાય છે. થોડો આરામ કરી લઇશ એટલે બધુ ઠીક થઇ જશે.”

******** “પ્રિયા શુ થયુ બોલ?” આવતા સાથે જ વિનયે પુછ્યુ. પ્રિયા સોફા પરથી ઉભી થઇ. મેઘના પણ બેડરૂમમાંથી બહાર આવી. તેને ત્રણેયને બેસવા માટે ચેર આપી. પ્રિયાએ તેને ડાયરી બતાવી અને બધી વાત કરી. છેલ્લે તેને એ ટુકડો પણ બતાવ્યો. “પ્રિયા, આ તો મારી પાસે છે તેનો અડધો ટુકડો છે.” તેને ખિસ્સામાંથી પોતાનો ટુકડો પણ કાઢ્યો. “અડધો નહિ ત્રીજો ભાગ” પ્રિયાએ કહ્યુ “હજુ પણ આનો એક ટુકડો બાકી છે?” પરેશે પુછ્યુ. “હા ડાયરી મુજબ તેનો એક ટુકડો બેરમજી લોટવાલા પાસે છે.” “બેરમજી લોટવાલા!!” રુબીએ આશ્ચર્યથી પુછ્યુ. “હા ડાયરીમાં એમ જ લખ્યુ છે.” “તેનુ કોઇ એડ્રેસ કે પહેચાન આપેલ છે?” રુબીએ પુછ્યુ “ના એડ્રેસ કે કાંઇ લખ્યુ નથી. બસ નામ જ લખ્યુ છે.” “રુબી, તુ કોઇ બેરમજી લોટવાલાને ઓળખે છે? આઇ મીન તુ પારસી છે એટલે પુછુ છુ.” વિનયે રુબીને પુછ્યુ. “હા, એટલે તો કયારની પુછુ છુ. બેરમજી લોટવાલા તો મારા અંકલ છે.” “હે!!!!!!!! વાહ.” મેઘનાએ આશ્ચર્યથી પુછ્યુ. “હા પણ તે એ જ છે તે ખબર નથી.” રુબીએ કહ્યુ. “હા પણ તેને પુછી લઇએ તો ખબર પડશે.” “પણ તેઓ એમ આસાનીથી જવાબ નહિ તેઓ બહુ મુડી અને ખડુસ છે.” રુબીએ કહ્યુ. “પપ્પા પણ ખુબ જ પ્રયાસ કર્યો હતો.” મેઘનાએ કહ્યુ. “હુ મારી રીતે પુરી ટ્રાય કરીશ.” રુબીએ કહ્યુ. “પણ તે પહેલા પ્રિયા આ બે ટુકડાને જોડીને આપણે આપણી રીતે ટ્રાય કરીએ કદાચ ત્રીજા ટુકડાની જરૂરિયાત પણ ન પડે.” “હા પણ એ પહેલા આપણે ડિનર લઇ લઇએ. સાંજ ઢળવા લાગી છે પછી આપણે બધા ભોંયરામાં જઇશુ.” મેઘનાએ કહ્યુ. મેઘના, પ્રિયા અને રુબીએ મળીને શાનદાર ડિનર લીધા બાદ બધા ભોંયરામાં ઉતર્યા. આ વખતે આટલા બધા જણા આસાનીથી ભોંયરામાં ઉતરી ગયા. સામે છેક ખુણામાં કોઇને ન દેખાય તે રીતે તિજોરી રાખેલી હતી. તેમાં એક તાળુ મારેલુ હતુ. મેઘનાએ બધી ચાવીથી વારાફરતી તાળુ ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તાળુ ખુલતુ જ ન હતુ. “પ્રિયા તુ ટ્રાય કરી જો.” પ્રિયા, વિનય, રુબી, પરેશે બધાએ વારાફરતી ચાવી ટ્રાય કરી જોઇ. કોઇથી તિજોરી ખુલતી ન હતી. “આ તિજોરીની બીજી કોઇ ચાવી તો નહિ હોય ને?” પરેશે પુછ્યુ. “ના આ સિવાય બીજી કોઇ ચાવી નથી. હોય તો મને આઇડિયા નથી.” મેઘનાએ કહ્યુ. “મોમ આની બીજી જ ચાવી છે તે અહીં જ કયાંક હશે. વેઇટ કહી તે આસપાસ બધે તપાસ કરવા લાગી. તેને જોઇને બધા પણ પોતાની રીતે તપાસ કરવા લાગ્યા. “પ્રિયા એન્ડ એવરીબડી પ્લીઝ કમ હીઅર.” અચાનક વિનયે બુમ પાડી એટલે બધા તેની બાજુમા ગયા. સીડીની નીચે ખુણામાં એક નાનકડો દરવાજો હતો. તેના પર તાળુ મારેલુ હતુ.

“ગ્રેટ વિનય. કદાચ આ જ તિજોરી હશે.” પ્રિયાએ કહ્યુ “ચાવીનો જુડો લાવ.” વિનયે ચાવી માંગી એટલે મેઘનાએ ચાવી આપી. એક ચાવીથી તે તાળુ ખુલી ગયુ. તે ઢાંકણુ ખોલતા અંદર સરસ ખોખા જેવુ હતુ. તે ખોખામાં પણ એક તાળુ હતુ. તે પણ ચાવીના જુડાથી ખુલી ગયુ. તેની અંદર એક પોટલી હતી. તે પોટલી ખોલતા અંદરથી એક ચમકતી ચાવી નીકળી. “ઓહ આ તિજોરીની ચાવી છે.” રુબીએ કહ્યુ. તે ચાવી લઇને તિજોરી ખોલવાની ટ્રાય કરી તો આસાનીથી તિજોરી ખુલી ગઇ. તે ખાલી તિજોરી ન હતી. અંદર એક નાનકડો રૂમ હતો. બધા વાંકા વળીને અંદર ગયા. અંદર એક નાનકડો સુંદર રુમ હતો. તેમાં એક જુના જમાનાની ખુરશી પડેલી હતી. તેની નીચે વેઇટ ચેકિંગ મશીન જેવુ એક ચોરસ મશીન જેવુ પડેલુ હતુ.

“આ મશીન જ તે અદ્ભુત મશીન લાગે છે.” એટલુ બોલીને વિનય ખુરશી નીચે વાંકો વળીને તે મશીનને લેવા ગયો તો તેને જોરદારનો કરંટ લાગ્યો.

“ઓય મા, અહીં કરંટ લાગે છે.”

“પ્લીઝ ટેક કેર યાર.” પરેશે કહ્યુ ત્યાં રુબીની નજર ખુણામાં પડી. “ત્યાં જુઓ કાંઇક પડેલુ છે.” મેઘના તે જોઇ ચોકી ગઇ. એક મોટી બધી પુસ્તક હતી. આ તે જ પુસ્તક હતી જે તેના સપનામાં આવી હતી. તે જઇને પુસ્તક લઇને આવી. “આ પુસ્તકનો અભ્યાસ કરી લઇએ અને ત્યાર બાદ જરુર લાગે તો બેરમજી લોટવાલા પાસેથી ત્રીજો ટુકડો લાવીને જ અહીં બધુ અડીશુ.” મેઘનાએ કહ્યુ. “હા આંટી તમારી વાત સાચી છે.” બધુ પહેલાની જેમ બરોબર ગોઠવીને બધા ઉપર આવ્યા ત્યારે રાતના બે વાગી ચુક્યા હતા.

“બધા અત્યારે આરામ કરી લો પછી સવારે આ પુસ્તકનો અભ્યાસ કરીશુ.” “મોમ એકસાઇટમેન્ટ અને સસ્પેન્શ એટલુ બધુ છે કે રાતના ઉંઘ આવવી મુશ્કેલ છે. અત્યારે જ આ પુસ્તક ખોલીને જોઇએ આમાં શુ છે?”

“હા, હું આ પુસ્તક વાંચુ છું.” મેઘનાએ પુસ્તક ખુબ જ મોટુ અને વિશાળ હતુ એ પુસ્તક. “મેઘના બેટા, આજે ડાયરી વાંચ્યા બાદ તુ અહીં જ પહોંચી. મેઘના સિવાય આ પુસ્તક જેના હાથમાં આવે તેને પણ તેના નસીબ અહીં લાવ્યુ છે. તે અજીબ વસ્તુ વિશે જાણ્યા બાદ તે અનાયાશે મને મળી ગયુ. એક વખત હું મુબંઇ સેન્ટ્રલમાં પ્રાચીન વસ્તુના એકઝીબિશનમાં ગયો હતો. ત્યાંથી હુ આ વસ્તુ ખરીદી લાવ્યો હતો ત્યારે તેની મહત્તા વિશે કાંઇ ખબર જ ન હતી. તે ટુકડો પણ તેમાંથી નીકળ્યો હતો. આ વસ્તુ તો લાવ્યો પરંતુ તેના ઉપયોગ વિશે મને કાંઇ આઇડિયા જ ન હતો. મને હવે લાગે છે કે મારી પહેલા પણ આ વસ્તુના ઉપ્યોગ વિશે કોઇને ખબર નહિ હોય નહિતર આવી અદ્ભુત વસ્તુ પામી તે ધન્ય થઇ ગયા હોત. મેં આ વસ્તુ મેળવ્યા બાદ તેના વિશે બધી શોધ કરી અનેક પુસ્તકો વાંચ્યા બાદ અને અનેક જગ્યા અને અનેક લોકોની મુલાકાત અરે આત્માઓ સાથે પણ મુલાકાત કરીને આ પુસ્તકમાં તેની વિશેષતા વિશે લખ્યુ છે. જેમ જેમ તુ આગળ વાંચતી જઇશ તેમ તુ પણ મંત્ર મુગ્ધ બની જઇશ.

******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED