રહસ્ય એક ચાવીના જુડાનું
પ્રકરણ: 2
મેઘનાએ જોયુ તો તેના પતિ પ્રિતેશનો કોલ હતો. “મેઘુ, સોરી યાર મારે આજે ખુબ જ ઇમ્પોર્ટન મિટિગ છે એટલે આજે હું આવી નહિ શકુ. પ્રિયા બપોર બાદ આવી જશે અને સફાઇ કામદારો પણ દસ વાગ્યા બાદ પહોંચી જશે. કાલે હું શ્યોર વહેલી સવારે આવી જઇશ.”
“ઓ.કે. નો પ્રોબ્લેમ.” “સોરી અગેઇન” “અરે બાબા તમારી મિટિંગ નિરાંતે પતાવી લો. આઇ એમ ઓકે હિયર.” “થેન્ક્યુ ડિઅર એંડ ટેક કેર” ફોન મુકી દીધા બાદ તે જલ્દીથી ફ્રેશ થઇ તૈયાર થવા લાગી. સવારે ચાની તો ટેવ ન હતી. બસ ગરમ પાણી પીધા બાદ વોક જવાની ડેઇલીની ટેવ હતી. આજે ઘણુ મોડુ ઉઠાયુ હતુ છતાંય વોક કર્યા વિના તેને ફ્રેશનશ ફીલ જ થતી ન હતી. તે પાસેના પાર્કમાં વોકિગ માટે ગઇ પાર્ક ઘણો સુંદર બની ગયો હતો. વોકિંગ માટે પાથ પણ બની ગયો હતો. ઘણા લોકો હતા તેમાં ઘણા જાણીતા ચહેરા પણ હતા. સવારના સ્ફુર્તિદાયક વાતાવરણમાં કોઇક વોકિંગ માટે આવ્યા હતા તો કોઇક કસરત કરવા માટે આવ્યા હતા વળી કેટલાક બેંચ પર બેસી ખાલી તાજી હવા લેવા માટે આવ્યા હતા. ખુશનુમા વાતાવરણ તે બધુ ભુલી ગઇ. અડધા કલાક વોક બાદ સિકનેશ લાગવા લાગી અને ખુબ જ ભુખ લાગી ગઇ. ગઇકાલે ઉપવાસમાં તેને લિકવિડ સિવાય કાંઇ પણ લીધુ નહોતુ. ઘરે તો સફાઇ સિવાય કાંઇ બની શકે તેમ ન હોતુ. બપોરે રમામાસીના ઘરે જમવાનુ હતુ. પરંતુ ત્યાં સુધી શુ કરવુ? આજુબાજુ નજર કરી તો દીપા કાકાની રેંકડી દેખાઇ. તે વર્ષોથી પોતાની પ્રિય પાણીપુરી જે પાર્કની બાજુમાં જ દીપા કાકાની રેંકડીમાં ખાવા ગઇ. સવાર સવારમાં તેના જેવા થોડા પાણીપુરી ચાહક ત્યાં પહોંચી ગયા હતા. વર્ષો બાદ પણ કાકાની પાણીપુરીનો સ્વાદ બદલાયો ન હતો. પિયરનુ કુતરુ પણ પ્યારુ લાગે એમ અહીંની હવામાં તેને અનેરી તાજગી લાગી રહી હતી. તેને પેટ ભરીને પાણી પુરીનો સ્વાદ માણ્યો.******* “મમ્મી, રિઅલી આવુ બન્યુ હતુ? આઇ કાન્ટ બીલીવ ધેટ.” બપોર બાદ પ્રિયા આવી ત્યારે તેને મેઘનાએ બધુ કહ્યુ ત્યારે આશ્ચર્યથી પુછ્યુ. તેની અઢાર વર્ષંની પુત્રી પ્રિયાને સાહસ અને પુરાતન શોધખોળમાં ખુબ જ રસ હતો. અદલ તે તેના નાના પર ગઇ. મેઘનાના પિતાને પણ આવો બધો બહુ શોખ હતો. ઉંમરલાયક પુત્રી પ્રિયા મેઘનાની સખી બની ચુકી હતી. તે આવતા જ મેઘનાએ તેને ગઇ રાતની બધી ઘટનાઓ તેને કહી. કેમ કે હજુ તેના મનમાંથી વિચારો ખસતા ન હતા. “હા, પિયુ પણ મને લાગે છે કે આવા અવાવરા ઘરમાં એકલા એકલા રહેવાથી મને આવા વિચિત્ર સપના અને વિચારો આવ્યા હશે બાકી મને લાગતુ નથી કે આ ઘટના પાછળ કાંઇ ભેદ હશે.” “મમ્મી, તારી ભમ્રણા હોય કે જે હોય તે પણ મારે બધુ જાણવુ છે. તુ મને તારા ભુતકાળ વિશે જાણાવીશ? અને આ ચાવીના જુડા વિશે?” હાથમાં ચાવીનો જુડો લેતા પ્રિયાએ કહ્યુ. “હા, કેમ નહિ? એ બહાને હું પણ તે બધી યાદ તાજી કરી લઇશ અને મારા માતા પિતાને યાદ કરી લઇશ.” “મારો જન્મ પચાસ વર્ષ પહેલા આજ ઘરમાં થયો. ઘણી બાધા માનતા અને દવાના ફળ સ્વરૂપ મારો જન્મ થયો હતો. મારા બાદ મારા માતા પિતાએ બીજા કોઇ સંતાન વિશે વિચાર્યુ પણ ન હ્તુ. હુ મારા માતા પિતાની ખુબ જ લાડકી હતી. તે બંન્ને મને ખુબ જ ચાહતા હતા. મારી માતા રુપાલી બહેન હાઉસ વાઇફ હતા. પરંતુ તેને ખુબ જ બોલવાની ટેવ હતી આથી તેના સામાજિક સંબંધો ખુબ જ વધારે હતા અને તેને સામાજિક કાર્ય કરવાનો પણ ખુબ જ શોખ હતો. મારા પિતા મનસુખલાલને આમ તો નાનકડી દુકાન હતી પરંતુ તેને વાંચનનો ખુબ જ શોખ હતો અને તારી જેમ તેને પણ ઇતિહાસમાં ખુબ જ રસ હતો. આથી અમારા ઘરમાં અનેકવિધ વિષયો પર જ્ઞાનથી સભર પુસ્તકો પડયા જ રહેતા. તને ખબર છે પ્રિયા કયારેક તો આખો કબાટ પુસ્તકોથી છલી જતો અને મમ્મી કચ કચ કરીને પપ્પાને પુસ્તકોનો નિકાલ કરવા કહેતા અને પપ્પા બિચારા કમને પુસ્તકો ગિફટમાં આપતા. તેને ક્યારેય પુસ્તકો વેંચવાનુ મન થતુ ન હતુ.
આટલા બધા પુસ્તકો વચ્ચે રહીને મને પણ બાળપણથી વાંચનનો શોખ લાગી ગયો હતો. બસ માતા પિતાના લાડ પ્રેમ સાથે હું મોટી થઇ અને તેઓએ મને ખુબ જ ભણાવી તેના કારણે આજે હું પ્રોફેસર બની શકી અને તારા પપ્પા જેવા હાઇલિકવોલીફાઇડ સી. એ. સાથે મારા લગ્ન કરાવ્યા. આજ મારી નાનકડી વાર્તા છે.” “મમ્મી આવુ નહિ. આ બધુ તો મને ખબર જ છે. પરંતુ કાંઇક રહસ્યમય.” “વોટ?” “આ ચાવીનો જુડો શેના માટે છે? શા માટે આટલા વર્ષો સુધી સાચવી રાખ્યો? અથવા બીજુ કાંઇ રહસ્યમય” “અરે તુ પણ શું આવી વસ્તુ લઇને બેસી ગઇ છે? એવુ કાંઇ પણ નથી અને આ બધા ભેદ ભરમ ઉકેલવાનું છોડી દે, આ બધુ માત્ર સમયની બરબાદી છે, બીજુ કાંઇ નહી.” “મમા, યાદ કરવાની કોશિષ કર. હું જયારથી આ ઘરમાં આવી છુ ત્યારથી મને કાંઇક અલગ જ ફીલ થાય છે. મને લાગે છે આ ઘરમાં જરુર કાંઇક રહસ્યમય બન્યુ હશે.” “અરે દીકરા એવુ કાંઇ નથી. પચ્ચીસ વર્ષ હુ આ ઘરમાં રહી છુ. મને કાંઇ એવુ યાદ જ નથી કે આવુ કાંઇ રહસ્યમય બન્યુ હોય જેનાથી હું અજાણ હોઉ. હવે બધુ છોડ તારા પપ્પા કાલે આવશે તો તેના માટે નાસ્તો પણ બનાવી લઇએ અને સાંજે કાંઇક મસ્ત બનાવીને આપણે આનંદ લઇએ.” “મમા, પપ્પા આવવાના નથી તેને જરુરી કામ આવી ગયુ છે. તેમણે આ સોરી લેટર મોકલ્યો છે.” “તારા પપ્પા અને તેનુ કામ, આખી જીંદગી જતી રહી પણ તેનુ કામ ખુટ્યુ નહી.” છણકો કરતા મેઘનાએ ચિઠ્ઠી ખોલી અને ઉદાસ આંખોએ વાંચવાનુ શરૂ કર્યુ. “ડિઅર મેઘુ, આઇ એમ સો સોરી. હું મારા વચન મુજબ તારી સાથે ત્યાં આવી ન શક્યો. તને તો મારા કામની ખબર જ છે ને ટાઇમ કાઢવો ખુબ જ મુશ્કેલ છે. શક્ય હશે તો હું જરૂર વહેલા આવી જઇશ અને સમય નહિ મળે તો બધુ કામ અને મિટિંગ છોડીને બે દિવસમાં ત્યાં આવી જ જઇશ. આઇ હોપ યુ કેન અંડરસ્ટેન્ડ. એઝ યુ ઓલ્વેઝ, કેન યુ? સો સ્વીટ ઓફ યુ માય લવ. અગેઇન સોરી. યોર લવલી હસબન્ડ પ્રિતેશ.” પ્રિતેશને હમેંશા ખુબ જ કામ રહેતુ હતુ. આવા ઘણા વચનો તેણે તોડ્યા હતા અને ઘણા પ્રસંગો પર તે પહોંચી શક્યો ન હતો. પરંતુ મેઘના તેનુ કામ સમજતી હતી અને કયારેય તેના પર ગુસ્સે થતી ન હતી. બંન્ને નો સંબંધ નિરાલો હતો. “પપ્પા ન આવવાના હોય તો કાંઇ નહિ આપણે તો બધી તૈયારી કરવી પડ્શે ને તુ બધી ખુટતી વસ્તુઓ લઇ આવ. બાજુવાળા દિવ્યાબહેન તેના સ્કુટીની ચાવી આપી ગયા છે. તું લઇને જા.” “હા મોમ, શ્યોર હુ ચેંજ કરીને આવુ છુ. તુ લિસ્ટ બનાવી રાખ.” ********
“પપ્પા પપ્પા” બુમો પાડતી મેઘના ઉઠી ગઇ.
“મોમ શુ થયુ?” પ્રિયાએ નાઇટ લેમ્પ ચાલુ કરતા પુછ્યુ. “કાંઇ નહી, ખરાબ સ્વપ્ન આવ્યુ મને. તુ સુઇ જા.” હાંફતા સ્વરે મેઘના માંડ બોલી શકી. “મમા કહી દે ને શુ સપનુ આવ્યુ હતુ? તુ આટલી બધી વ્યથિત શા માટે દેખાય છે?” ચહેરા પરનો પરસેવો લુછતા પ્રિયા બોલી. “મારા પપ્પા મને કાંઇક બતાવતા હતા. એક મોટી જાડી બુક જેવુ કાંઇક હતુ. તે મને કાંઇક વાત કરવા માંગતા હતા પરંતુ હું કાંઇ સમજતી જ ન હતી. તે પોતે કાંઇ બોલી શકતા ન હતા બસ ઇશારા કરતા હતા. જરા વારમાં જ કેટલાક બુકાની બાંધેલા લોકો આવ્યા અને પપ્પાને ઢસડીને લઇ જવા લાગ્યા. હું ઇચ્છવા છતાંય તેની કાંઇ મદદ ન કરી શકી. લાચાર બની હું પપ્પા પપ્પા બૂમો પાડતી રહી.” “મોમ મને પણ વિચિત્ર સપનુ આવ્યુ હતુ. કોઇ એક ઘુમ્મટ ઓઢેલી સ્ત્રી મારો હાથ પકડી બળજબરીથી મને ક્યાંક લઇ જતી હતી એક દરવાજા પાસે અમે આવ્યા. તેના હાથમાં ચાવીનો જુડો હતો. તે દરવાજો ખોલે તે પહેલા તારી બુમો સાંભળીને હું ઉઠી ગઇ.” “સ્ટ્રેન્જ છે આ તો. મને આવા સપના કયારેય આવતા નથી.” “મને પણ મમ્મી. મને લાગે છે જરૂર કાંઇ રહ્સ્ય છે ચાવીના જુડાનુ.” “અરે યાર તુ કેવી વાત કરે છે. સપનાઓ એ આપણી મનઃસ્થિતિના બદલાવને કારણે થતો માત્ર આભાસ છે. તેને ક્યાં તુ ચાવીના જુડા સાથે જોડે છે? હવે તું સુઇ જા રાત્રિનો થાક દિવસે પણ હેરાન કરશે.”
આટલુ કહીને મેઘના આડે પડખે થતી સુવાનો પ્રયત્ન કરવા લાગી પણ પ્રિયાની ઊંઘ ઊડી ગઇ હતી. તે મનોમન ચાવીના જુડા અને આ સ્વપ્ન પાછળના રહસ્ય વિષેના વિચારે ચડી ગઇ. *****
“પ્રિયા, મને પણ લાગે છે. જરૂર કાંઇક એવુ છે જે આપણે જાણતા નથી અને તે સત્ય આપણી સામે આવવા માંગે છે.” વોકિંગ કર્યા બાદ બગીચાના બાંકડા પર બેસતા મેઘનાએ કહ્યુ. “મમા, હુ કાલની તને એ જ સમજાવા માંગુ છુ. મારા પુરાતન શોધનનો અભ્યાસ પણ આવુ જ કહે છે. કાંઇક જરુર છુપાયેલુ છે. જે આપણે જોઇ શકતા નથી.” “હા, હું તારી વાત માનતી ન હતી. પરંતુ મને સવારે અચાનક યાદ આવ્યુ કે કાલે સફાઇ કામદારો આવ્યા હતા. તેઓ પાછળના બગીચામાં સફાઇ કરતા હતા ત્યારે બગીચામાં બનેલા નાના રૂમમાં લાદીમાં લોખંડ જેવુ તેને લાગે છે એમ કાંઇક કહેતા હતા ત્યારે તો મે એ બધી વાતને હાસ્યમાં ખપાવી દીધી હતી પણ અત્યારે મને એમ થાય છે કે આપણે ત્યાં તપાસ કરવી જોઇએ. જરૂર કાંઇક આઇડિયા આવશે આપણને.” “ઓ.કે. મોમ. ચાલ જલ્દી ઘરે જઇએ અને તપાસ શરૂ કરી દઇએ “મિશન ચાવીનો જુડો””
“પણ મને ડર લાગે છે કે કાંઇક એવુ હશે તો જેનાથી તને કે મને નુકશાન થાય.” “કાંઇ ન થાય મમ્મી. હું છું ને તારી સાથે.” “ઠીક છે. ચલો લેટસ ગો.”
“મોમ અહીં તો કાંઇ હોય તેવુ લાગતુ નથી.” ઘરે જઇને સીધા પાછળના રૂમમાં જઇ પ્રિયાએ આખા રૂમની લાદીને ઝીણવટપુર્વક તપાસતા કહ્યુ. “તો સફાઇકામદારોને એવુ કેમ લાગ્યુ હશે?”
મેઘના અને પ્રિયા બંન્ને “મિશન ચાવીના જુડા” માટે તૈયાર થઇ ગયા. શું તેમા કાંઇ રહસ્ય હશે કે કોથળામાંથી બિલાડુ જ નીકળશે? કયાંક મેઘના અને પ્રિયા કોઇ મોટી મુશીબતમાં તો નહિ ફસાઇ જાય ને? જાણવા માટે આગળનો ભાગ વાંચવો જ રહ્યો.
લેખકનું નામ: ભાવિષા ગોકાણી
******