Cultivation of emotion books and stories free download online pdf in Gujarati

લાગણીનુ વાવેતર

વ્યક્તિ એકમેક સાથે કોઈને કોઈ ઉદ્દેશ સાથે જોડાયેલો હોય છે, તે પછી વ્યવહારિક હોય કે સામાજીક હોય, કુટુંબીક હોય કે વ્યક્તિગત હોય. આ બધાં જ ક્ષેત્રોમાં વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અથવા બીજી કોઇ સંસ્થા સાથે એ "હેતરૂપી લાગણીના તાંતણે જોડાયેલો હોય છે".

લાગણી એ એવી વસ્તુ છે કે, જેના તરફ આપણને દિલનું એ અતૂટ અને લાગણીસભર પ્રેમ નો નાતો હોય, તેની સંવેદના અને એક હળવો સ્પર્શ એ પોતાની આત્માને નવી જ ઉર્જા અને રોમાંચક સફર નો અદભુત લાહ્વો આપતો હોય છે.

લાગણી નો સંચાર ભગવાને સમગ્રજીવમાત્રમાં કર્યો છે પરંતુ સર્વેની લાગણીની અભિવ્યક્તિની અલગ અલગ દ્રષ્ટિ હોય છે. જેમ કે કોઈ મૌન રહીને પણ પોતાના અંતરાત્માની લાગણી સહેજે દર્શાવી દેતા હોય છે, તથા ક્યારેક તો સામેવાળી વ્યક્તિ કંઈ પણ ન બોલે તો પણ તેની દિલ ની લાગણી જાણવાવાળા પણ આ દુનિયામાં કેટલાય વિરલા હોય છે, અને અમુક તો પોતાના દિલની વાત તથા પોતાની સર્વે લાગણી દર્શાવી દે તોપણ સામેવાળી વ્યક્તિને તેની લાગણી સાથે કંઈપણ લેવાદેવા હોતા નથી તેવા પણ કેટલાય છે.

એ લાગણીરૂપી અહેસાસ જતાવાનો કે દેખાડવાનો વિષય નથી. પરંતુ એ મહેસૂસ કરવાનો વિષય છે જ્યારે કોઈ માં પોતાના બાળકને કાલીઘેલી ભાષામાં પ્રેમ અને વાત્સલ્યનો એ વરસાદ વરસાવે છે, એ લાગણી થી ભરપૂર અહેસાસ બાળક સહેજે અનુભવતું હોય છે. તેથી જ બાળક જ્યારે રડતું હોય છે ત્યારે માં ના એ લાગણીસભર વ્હાલ ની છત્રછાયાથી શાંતવના અનુભવે છે અને ક્ષણભરમાં શાંત થઈ જાય છે, યુવાની કાળમાં પણ મધુર પ્રેમની લાગણી સહેજે યુવક કે યુવતીએ અનુભવેલી હોય છે. જ્યારે કોઈ યુવક કે યુવતી એકબીજાના કોઈ હેતુસર સંપર્ક માં આવે છે ક્યારે કોઈને કોઈ લાગણી નો સંચાર થતો હોય છે તે પછી મિત્ર ભાવની લાગણી હોય કે પછી પ્રેમરૂપી તરબોળ કરતીએ લાગણીની વર્ષા હોય. જ્યારે કોઈ મિત્ર બીજા મિત્રને કોઈપણ કારણસહ તેની જરૂરિયાત જણાય, ત્યારે તે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર તેની મદદ એ ચાલ્યો જતો હોય છે, તે ભાવના પાછળ મિત્રતારૂપી લાગણી નું કવચ કામ કરતું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ થી નારાજ થઈ જાય ત્યારે તો બંને મનોમન એકબીજાના સંગાથરૂપી એ લાગણીના ભૂખ્યા હોય છે, પરંતુ કોઈ પહેલ કરવા માગતું નથી અને અંદરો-અંદર એ લાગણીને કંઈક દબાવીને મૂકવા માંગે છે, પરંતુએ લાગણી પણ ન્યુટનના ત્રીજા નિયમ પ્રમાણે કામ કરે છે એટલે તેને જેટલું દબાવવા નું કાર્ય કરો તેટલું જ તે બમણા વેગથી તેની યાદ અનેે તેની સંગાથ ની માંગણી પૂરજોશમાં કરવા લાગે છે.


"અમુક અપવાદ બાદ કરતા કોઈપણ વ્યક્તિ લાગણીશૂન્ય હોતો નથી!" એ લાગણીનો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તથા એક વસ્તુથી બીજી વસ્તુ એમ એ લાગણીનું સ્થળાંતર થતું હોય છે એ લાગણી મૃત્યુ નથી પામતી પરંતુ થોડા વત્તા પ્રમાણમાં વધે છે યા ઘટે છે એ વાતનો અહેસાસ ખુદ વ્યક્તિ ક્યારેક સ્વીકારે છે અથવા નથી સ્વીકારતો અને હા "એ લાગણીનો ઓછાવત્તા પ્રમાણમાં થવું સ્વાભાવિક વાત છે". કેમકે જ્યારે મા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે વ્હાલ દરિયો એ પોતાના પતિદેવ તરફ થી થોડા પ્રમાણમાં અમુક જગ્યાએ પુરા પ્રમાણમાં એ પ્રેમનો સાગર પોતાના બાળક તરફ વાળી દેતી હોય છે અને એમાં પતિએ કંઈ નિરાશ કર્યા હતાશ થવાની જરૂર હોતી નથી કેમકે એ સ્વાભાવિક પ્રક્રિયા છે લાગણીનું વત્તા ઓછા પ્રમાણમાં થવું. તેવી જ રીતે મિત્ર અને પત્ની પણ ક્યારેક એવી દલીલો કરતા હોય છે કે મારા પ્રત્યેનો તારો અહેસાસ અથવા લાગણી એ હવે પહેલા જેવી રહી નથી પરંતુ વ્યક્તિ તેનો જવાબ તો ખુદ જ જાણતો હોય છે કે શું સાચું છે અને શું ખોટું છે? અને એ વાત તો સાચી જ છે કે લાગણી દબાયે દબાતી નથી ત્યારે માનવી તેની પૂર્તિ માટે અલગ અલગ રસ્તા અપનાવતો હોય છે ક્યારેક તો એ સોશિયલ મીડિયાનો સહારો લે છે, ક્યારેક એ વ્યસન નો સહારો લે છે, ક્યારેક પોતાના મિત્ર અથવા એવા કોઈ પાસે શાંતવના શીતળતા મળી રહે એનો સહારો લે છે.

ક્યારેક લાગણીનો ઓવરડોઝ પણ વ્યક્તિને હતાશામાં મૂકી દેતો હોય છે, તેથી જ લાગણી વધારે અથવા ઓછી ડિપ્રેશન નું કારણ બની શકે છે. તેથી જ લાગણી સપ્રમાણસર આપવી જોઈએ, તો જીવન લાગણીરૂપી બગીચામાં હર્યુભર્યું રહી શકે તેમાં કોઈ સંદેહ નથી.

"લાગણીશૂન્ય માનવી મૃત સમાન છે, અને લાગણીનુ વાવેતર સપ્રમાણસર કરવું જોઈએ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED