MODERN FAMILY books and stories free download online pdf in Gujarati

આધુનિક પરિવાર

જ્યાં ઉંમરરૂપી આંકડાઓનું કોઈ જ મૂલ્ય હોતું નથી, કેવળ હોય છે તો, એકબીજા પ્રત્યેની આત્મીયતા, આદરભાવ અને પ્રેમરૂપી કરુણા ની લાગણી, તથા એ સંગમરૂપી દરિયો એટલે પરિવાર!

વડવાઓનો એ સોનેરી વૈવિધ્યપૂર્ણ પરિવાર નું માળખું અને અત્યાર નું આધુનિક પરિવાર નું માળખું ફક્ત ફરક છે, નજરીયાનો તથા વિચારશ્રેણીનો. આપણા વડવાઓ એવા સમાજની વિચારસરણીને અનુસરતા કે જ્યાં પ્રતિષ્ઠા અને આદરભાવને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવતું હતું. એ સમયમાં પરિવારમાં કેટલાય રીતરિવાજો હતા. જે આપણને હજી પણ ગામડાના કેટલાક કુટુંબોમાં સહેજે દેખાય જતા હોય છે. જેમ કે સ્ત્રીઓ પોતાની મોટી ઉંમરના વડીલો ની લાજ કાઢતી હોય છે આ રિવાજ પાછળ વડીલોનું સન્માન અને આદરભાવ જળવાયેલો હોય છે. આ રિવાજ અત્યારે પણ ગામડા ની કેટલીક ગલીઓમાં જીવંત રહ્યો છે, એ પેઢીમાં સ્ત્રીઓ માટે એક સંકુચિત વિચારસરણી પ્રવર્તીલી હતી કે સ્ત્રીઓ એટલે ઘરની સારસંભાળ તથા રસોડામાં જ પોતાનો જીવન નિર્વાહ કરી દેવું, જે બાબતથી સ્ત્રીઓને પોતાની ઘર પ્રત્યેની જવાબદારી બખૂબી જ્ઞાન તો મળી રહેતું પરંતુ એમની અમુક ઈચ્છાઓ જેમકે પ્રાથમિક તથા ઉચ્ચ અભ્યાસ ની પૂર્તિ કરવી તથા પોતાના મનગમતા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી પોતાના જીવનનું ઘડતર કરી સ્વનિર્ભર થવું, પોતાને કોઈ વાતનું દુઃખ સતાવતું હોય તો પોતાના માતા-પિતા,ભાઈ-બહેન ને કહેવામાં સંકોચ અનુભવો, ટૂંકમાં પોતાના હકની વાત ન કહી શકતી જે વાતનો તેને વસવસો તો રહેતો પરંતુ એ પોતાની બધી જ ઇચ્છાઓ ને પોતાની અંદર દબાવી ને જીવનમાં આગળ નીકળી જતી હતી, સ્ત્રી અથવા પુરુષ નાની ઉંમરમાં જ લગ્ન કરાવી દેવા જે ઉંમરે તેઓ બુદ્ધિરૂપે પરિપક્વ બન્યા ન હોય પરંતુ તે વાત પર અચૂક દ્રષ્ટિગોચર કરવાની જરૂર છે કે ત્યારના સમયમાં પોતાની જવાબદારી અને સંઘર્ષથી તેની ઉંમર કરતાં પહેલા જ પરિપક્વ બની જાય છે, સ્ત્રીઓ પોતાના જીવનના કોઈપણ ક્ષેત્રના નિર્ણય પોતાના વડીલોની મરજી વિના લઇ શકતા ન હતા, તે વખતના સમયમાં લગ્ન માટે પુરુષને સ્ત્રીનો અથવા સ્ત્રીને પુરુષનો ચહેરાનો જરા પણ દીદાર થતો ન હતો અને કેવળ વડીલોની મરજીથી સગપણ પણ ગોઠવાય જતું હતું ત્યારે વડીલો છોકરીના ગુણ - અવગુણ તથા તેના સૌંદર્ય કરતા તેમના કુટુંબની આબરુ પ્રતિષ્ઠા અને મોભા પર વધારે ધ્યાન આપતા હતા,,,,. તથા સ્ત્રી ને કંઈ પણ એકલા પ્રવાસ ન કરવા દેવા, સ્ત્રીશસ્ત્રીકરણ નો અભાવ, વડીલોનો નિર્ણય એટલે અંતિમ નિર્ણય, ઘરમાં તથા ઘરના નિર્ણયોમાં પુરુષ પ્રભુત્વની બોલબાલા હતી, ઘરની વહુ સસરા તથા ઘરના પુરુષ વડીલો સાથે મધ્યસ્થી વિના સરળપણે નિખાલસતાથી વાત કરવાની છૂટ ન હતી, તથા કોઈ પણ ત્રાસ - અત્યાચાર કોઈપણ સભ્ય તરફથી થાય તો તેને સહેજ હસતાં મોઢે સહી લેવાનો સમય આવતો હતો. આવા તો અનેકવિધ પ્રશ્નો ની માયાજાળ હતી પરંતુ તે પ્રશ્નોના સુલભ સમાધાન પોતાના વડીલો તરફથી ત્વરિત મળી રહેતા હતા અને ઘરના તે ઝગડાઓ નું સુખદ સમાધાન લાવી શકતા હતા પછી એ કોઈના પક્ષમાં હોય કે ના હોય પરંતુ પરિવારની પ્રતિષ્ઠાને જરાપણ આંચ ન આવતી હતી, વ્યક્તિગત સ્વાર્થ કરતા પરિવારની આબરૂ ને વધારે મૂલ્ય અપાતુ હતું. એટલે ત્યારના સમયના અલગ જ માપદંડોથી ખરાબ અને અમુક સારા પરિણામો હતા.


પરંતુ હવે સમય છે
"સોચ બદલો દુનિયા બદલો"
દુનિયા બદલ છે- દેશ બદલ છે, દેશથી રાજ્ય, રાજ્ય થી શહેર, શહેરથી વિસ્તાર, વિસ્તાર થી વ્યક્તિ, અને અંતે વ્યક્તીથી કુટુંબ!.

ખરેખર આજે વ્યક્તિની વિચારસરણીમાં ઉલ્લેખનીય અને પ્રશંસાપાત્ર બદલાવ આવ્યો છે જેના આપણે સૌ સાક્ષી છીએ.અત્યારની દુનિયાનો સૌથી મોટો બદલાવ એ છે કે માણસ અત્યારે સ્વનિર્ભર થતા શીખી ગયો છે તથા તેને પોતાના ભવિષ્ય લક્ષી નિર્ણય અને પોતાના તમામ ક્ષેત્રલક્ષી નિર્ણયો માં પોતાના આત્મલક્ષી આત્મબળતા નું પ્રતિબિંબ ઝળકે છે.

વ્યક્તિ વિશેષની વિચારસરણીના બદલાવથી પરિવારના એ વાતાવરણમાં એ સુખદ બદલાવ આંખે ઊડીને નજરે પડે છે. જેમાં નો મુખ્ય બદલાવ અત્યારે ઉંમરરૂપિ એ ગેપ સદાય માટે ખતમ થઈ ગયો છે, જે પરિવારની અખંડતા, આત્મીયતા, સંપ, સુહૃદભાવ, અને એકતા માટે બાધારૂપ હતો. જેથી હવે પણ જનરેશનની કોઈપણ જનરેશન વાળા વ્યક્તિ સાથે નિખાલસતાથી પોતાના મન અને દિલની વાત બેઝિઝક કરી શકે છે. જેથી કોઈ વ્યક્તિ વિશેષના એકલા નિર્ણયથી ભવિષ્યમાં જે સુનામી નો ખતરો મંડરાવાનો હોય છે તે સદાય માટે વિરામ પામી જાય છે, તથા સ્ત્રીઓએ જગતરૂપી વિચારસરણીના બંધનમાંથી મુક્ત થઈને પોતાના માટે અલગ જ પહેચાન ઉભી કરી છે જેનું આજે સમાજ અલગ જ ગૌરવવંતી લાગણી અનુભવે છે.

આજે જેમ જગત ટેક્નોલોજીની દુનિયામાં એકથી એક ચડિયાતા અધ્યાયો સર કરી માનવીને અલગ જ રોમાંચ અને આનંદની અનુભૂતિ કરાવે છે, જેમની પાછળ કોઈ વ્યક્તિ વિશેષની ખંતપૂર્વકની રાત-દિવસની મહેનત કામે લાગેલી હોય છે. જે આવું બખૂબી પરિણામ આપી શકે છે, તેવી જ રીતે વ્યક્તિએ પણ પોતાના પરિવારમાં સંપ, સુહદ ભાવ અને એકતા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ


સંપ ની એ ભાવનાની યથાર્થતા ખરેખર સચવાતી હશે તો જ, આધુનિક પરિવાર રૂપી દ્રષ્ટાંત દુનિયા સમક્ષ બેસાડી શકશે!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED