gatha - bhookhni baras books and stories free download online pdf in Gujarati

ગાથા - ભૂખની બારસ

એવું કહેવાય છે કે દિલનો એ સંવેદનશીલ નાજુક માર્ગ દિલને સલામી આપીને નીકળતો હોય છે તેથી કહી શકાય કે પેટની તંદુરસ્ત ચટાકેદાર તથા મસાલેદાર તૃપ્તિ થશે તેના પરિણામ રૂપ આપોઆપ એ ધબકતા દિલને એક નવી જ ઉર્જા રૂપે શક્તિનો સંચાર મળી રહેશે તો એ સાક્ષાત અન્નપૂર્ણા પત્નીઓએ હંમેશા ભરપૂર માત્રામાં તમામ રસો થી સંપન્ન ભાતભાતની અવનવી વાનગીઓ પોતાના પતિદેવને ભાવથી જમાડી તેમની એ રસની ઇન્દ્રિયોને મોક્ષની પ્રાપ્તિ કરાવી જોઈએ.

વ્યક્તિ પોતાનું અડધું જીવન ભોજનને પસંદ કરવામાં તેને આરોગવામાં તથા અંતે તેને પચાવવામાં અલગ જ શકુન રૂપે આનંદની દિવ્ય અનુભૂતિ કરતો હોય છે!!! .

વ્યક્તિને સૂર્યોદય થતાં ચા અને ચાહના ના મળે અથવા રાહ જોવડાવે તો તે કંઈક અલગ જ બેબાકળો થઇ ને સામેવાળી વ્યક્તિ પર પોતાનો બધો જ ગુસ્સો ઉતારી દે છે. કેમ કે વ્યક્તિને ઉઠતા ની સાથે જ ચા, કોફી, અથવા તેને મન ચાહું સવારનું પીણું પીવા જોઈએ એટલે જોઈએ જ અને જો એ ન મળે તો તો ભાઈ સાહેબ આખું ઘર પોતાના માથે લે છે અને સવારમાં સવારમાં આ કરેલા ખૂબ જ પરિશ્રમને કારણે પોતાનો આખો દિવસ ખુનસમાં ને ખુનસમાં પૂરેપૂરો વ્યર્થ કરી નાખે છે. અને જો સુગંધીદાર ચટાકે મસાલેદાર ચા અથવા કોફી તેને મળી જાય તો તો ભઈલો વિશેષ સ્ફૂર્તિ અને કંઈક અલગ જ મિજાજમાં મોજ મસ્તી કરતો કરતો દિવસ ની પુર્ણાહુતી કરી દે છે.

કોઈ મહાજનો માટે તો એ સૂત્ર તો અચૂક સાર્થકતા પૂરે છે કે એ જીવવા માટે ખાતો નથી પરંતુ ખાવા માટે જીવે છે. કેમ કે થોડો ટાઈમ થયો નથી અને પેટનું એલાર્મ વાગ્યું નથી! અને ભાઈ તેની સંતુષ્ટિ તથા પૂર્તિ માટે પોતાના બાહુબળને પ્રયત્નશીલ કરી દે છે, અને જ્યાં સુધી એ પેટની સંતુષ્ટિ ન થાય ત્યાં સુધી તેને એક પણ કામમાં ચેન પડતું નથી. એટલે ખુબજ તીવ્રભૂખ લાગે ત્યારે કોઈ કચરા રૂપિ આહાર પણ પોતાના પેટના ઉદરમાં નાખવા માટે જરા પણ અચકાતો નથી. પછી તો જેમ કચરાપેટીમાં જેમ બધો કચરો ભેગો થાય અને જે મગજના બે ફાંટા કરી નાખે તેવી તીવ્ર દુર્ગંધ આવે છે એ રોગોના મૂળ રૂપે જે ખોરાક ગ્રહણ કરેલો હોય અને પછી એ પોતાનું દેવત્વ બતાવવા માટે જરા પણ અચકાતો નથી. જેમ સમુદ્રમંથનમાં સમુદ્રમંથન વખતે જે અલગ-અલગ ઉપહાર પ્રગટ થયેલા, તેવી જ રીતે અપચ્ય અને દૂષિત ખોરાક માંથી નતનવા રોગોનો ઉત્સર્જન થાય છે. પછી તો એને એ કચરા રૂપે ખાવા માટે જે ખર્ચો કર્યો નહિ હોય તેનાથી ડબલ તે રોગોના નાબૂદ કરવા ખર્ચી નાખે છે. તો મારા વાલા પહેલા ધ્યાન રાખતા શું બળ પડતું હતું? હવે પસ્તાવાથી શું! જબ ચીડિયા ચુગ ગઈ ખેત!!!.


સત્પુરુષો, અષ્ટાંગ અને સાંખ્ય યોગી, વૈરાગી, જેવો અન્નગ્રહણ પોતાની જીભને જોઈને નહીં પેટ ને જોઈને જમતા હોય છે. ખરેખર તો તેમનું ભોજન નિઃસ્વાદી જ હોય છે. તેમના ભોજનની શુદ્ધતા ને કારણે તેમના વાણી વિવેક અને વિચારમાં પણ શુદ્ધતા નજરે પડતી હોય છે. તેથી જ કહેવાય છે ને "જેનું અન્ન શુદ્ધ, તેનું મન પણ શુદ્ધ" તે મનરૂપી ઉદ્દભવતા વિચારો પણ એટલા જ શુભ અને શુદ્ધ હોય છે. જ્યારે આપણે કોઈ પોતાના મિત્રો પાસેથી આપણે સાંભળતા હોઈએ છીએ કે મારા મનમાં ખરાબ વિચારોનો વંટોળ સતત ઘૂમરાતો રહેતો હોય છે તેનું એક જ કારણ છે,અસાત્વિક ભોજનનુ ગ્રહણ કરવું!.


હવે જો પોતાનું વૃદ્ધત્વ ખરાબ સ્વાસ્થ્ય રૂપે કષ્ટો અને પીડામાં સહન ન કરવું હોય તો અત્યારે જ ચેતજો! તથા જેને આ જુવાની કાળમાં સ્વાદ રસ ના એ બધા જ રસોનો અતિરેક લઇ લેવો છે, કેમકે વૃદ્ધત્વના એ સમયમાં આ રસોરૂપી એ રસોનું રસપાન ભવિષ્યના એ દુર્લભ સમય મળે કે ના મળે તેવું વિચારવા વાળા ને કોઈ જ અટકાવી શકતું નથી. અત્યારે સમય પણ એવો છે કે ભુખ એવી બલા છે કે
જેને સંતોષવા માટે માણસ ગંભીર કદમો ઉઠાવવા તથા ગુનો કરવા માટે જરા પણ અચકાતો નથી!

"" सो गए बच्चे गरीब के ये सुनकर …। ख्वाब में फरिस्ते आते है रोटिया लेकर ……!!""

ક્યારેક એ પોતાની સુતેલી માનવતાને જગાડી પોતાના ધન - ધાન્ય માંથી એ અબોલા પશુ પક્ષી અને નિઃસહાય ગરીબો પ્રત્યે દયાવાન બનવું, "એ આપણે માનવતાની ફરજ બનતી હોય છે".

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED