ekalta aashoirvadrup ke abhishaap roop? books and stories free download online pdf in Gujarati

એકલતા આશીર્વાદરૂપ કે અભિશાપ રૂપ?

જીવનના એ મોડ ઉપર ક્યારેક એ આશીર્વાદરૂપ તો ક્યારેક અભિશાપરૂપ આપણા જીવનમાં કદમથી કદમ મિલાવીને ચાલતું હોય છે તો તે છે, "એકલતાપણું".

વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈ તો એવો પ્રસંગ જરૂર આવતો હોય છે, જેમાં તેને એકલતાની પળોમાં ના ઇચ્છવા છતાં પણ જવું પડે છે. જ્યાં તે અત્યંત મનની તથા અંતરાત્માની કષ્ટદાયક યાતનાઓ સહન કરે છે. જે તે ના ઇચ્છવા છતાં પણ પોતાના મન પર હાવી થવા દે છે અને છેવટે તે પોતાની અનંત સીમાઓને વધારી તેને ડીપ્રેશનમાં ધકેલી દે છે. જેમા આ તબક્કો વ્યક્તિના અંતરઆત્મા માટે કષ્ટદાયક સાબિત થાય છે, ત્યારે એક બીજો તબક્કો એવો પણ છે જ્યાં વ્યક્તિ પોતાના અંતરઆત્માની ખોજ રૂપ એ એવી શક્તિ સાથે ભેટો કરે છે કે જેના આશીર્વાદરૂપ દિવ્ય ચૈતન્યરૂપ મનની અદ્ભુત શાંતિનો લાહ્વો માણે છે, તથા એ સંતુષ્ટિરૂપ સુખ ના તોલે આ દુનિયાનો કોઈ પણ સુખ આપી શકતું નથી તેવી અનુભૂતિ કેટલાક સમર્થ યોગીઓને પણ થયેલી છે.

અત્યારે વ્યક્તિના જીવનમાં કોઈપણ દુઃખ એ કોઈપણ પ્રકારના નિર્દેશ આપ્યા વગર જ અચાનક જ આવતું હોય છે. તેના આગમન સાથે જ કાળા ડમર વાદળો રૂપી નિરાશાઓ પણ સાથે લાવતું હોય છે અને મુશળધાર વરસાદ રૂપે એવી વરસાદની હેલી વરસાવે છે કે, તેનાથી બચવા માટેના કોઈ પણ ઉપાય સુધ્ધા વિચારી શકતો નથી અને અમુક તારલા જ એવા હોય છે કે "ઈમ્પોર્ટેડ છત્રી રૂપે પોતાના મનનું અભેદ રક્ષણ કરે છે અને એ નિરાશાવાદી માનસિકતામાં સરકવાથી કરવાથી બચી જાય છે". એક આયુષ નામનો છોકરો હતો. જેનો એક મધ્યમ વર્ગ કુટુંબમાં જન્મ થયો હતો. કુટુંબમાં કુલ પાંચ વ્યક્તિઓ હતા. માતા-પિતા એક નાનો ભાઈ અને એક મોટી બહેન. તેમના પિતા એક ટેકસટાઈલ ફેકટરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. કુટુંબના ભરણપોષણની પૂર્ણ જવાબદારી એ તેમના પિતાના જ હાથો પર હતી. એ જવાબદારી તેઓ બખૂબી નિભાવતા હતા. જેમાં તેઓ ત્રણેય છોકરાઓ નું ભણતર નો ખર્ચો જીવન નિર્વાહ માટે ના ખર્ચો તેઓ પૂરો પાડતા હતા. હવે એક દિવસ તેના માતા-પિતા કોઈ લગ્ન પ્રસંગે બહારગામ જતા હતા જ્યાં તેમનું માર્ગ અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ થઇ જાય છે. આ સમાચાર મળતા જ તેમના પરીવારજનોમાં અત્યંત દુઃખની લાગણી પ્રસરી જાય છે અને સર્વે વિચારે છે કે ભગવાને આ છોકરાઓ માથે આટલી ઉંમરે આવડી મોટી ઉપાધી નાખી. પરંતુ આયુષ આ નિરાશારૂપી વાદળોને પોતાનામાં ઉપર જરા પણ હાવિ થવા દેતો નથી. તે આ દુર્ઘટનામાંથી પોતાના કુટુંબને કઈ રીતે સુરક્ષિત બહાર કાઢવું તેનો રસ્તો શોધી કાઢે છે. તેમના પિતાને સારી સાખ ને કારણે તેમની જ કંપનીમાં બપોર પછી પાર્ટટાઇમ જોબ કરવા લાગે છે, અને તેની બહેન ઘરે ટ્યુશન ક્લાસ ચલાવવા લાગે છે આ રીતે તેઓ ઘરનો ખર્ચો પણ કાઢી નાખતા અને થોડી ઘણી બચત પણ કરી લેતા. હવે આયુષ કોલેજમાં આવી ગયો હતો તેણે કોલેજ એક્સટર્નલ કરી પોતાનો પૂર્ણ સમય હવે કંપનીમાં જ આપવા લાગ્યો હતો.કંપનીના શેઠે તેની પ્રામાણિકતા અને કાબિલિયત ને પારખી પોતાની નવી ટેક્સટાઈલ કંપની નું પૂર્ણ સંચાલન તેને સોંપી દે છે અને આયુષ પણ પૂર્ણ ખત થી એ જવાબદારીને બખૂબી નિભાવે છે અને સાથે સાથે પોતાની મોટી બહેનના ધામધૂમથી લગ્ન કરાવે છે તથા પોતાના નાના ભાઈને ભણી ગણીને ડોક્ટર બનાવે છે. આમ આયુષ એ નાની ઉંમરમાં થયેલી ઘટનાથી જરા પણ નાસીપાસ થયા વગર પોતાની જવાબદારીને માથે ચડાવી બખૂબી સામનો કર્યો અને એક આદર્શ તરીકે પોતાના સમાજમાં નામ સ્થાપીયું.અને જો આયુષે સમસ્યાઓને પોતાના મન પર હાવી થવા દીધું હોત તો તેનું જીવન અંધકારમય સિવાય બીજું કશું કલ્પના પણ ન કરી શકાય.

જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે તે તેના મન પર પૂર્ણ કબજો જમાવે છે શરૂઆતમાં તો આ અન્યાય મારી સાથે જ કેમ કર્યો ભગવાને? તે વિચારતો મોટા ભાગના વ્યક્તિઓ ને આવતો હોય છે. પછી ધીરે ધીરે ધૃણા ગુસ્સામાં પ્રવર્તે છે પછી એ ગુસ્સો બીજા વ્યક્તિ પર ઉતરે છે અને એમ કરતા કરતા પોતાના જીવનને છિન્ન ભિન્ન કરવાની શરૂઆત વ્યક્તિ પોતે જ કરે છે અને છેવટે વ્યક્તિ આ બધી સમસ્યાઓથી એટલો ત્રાસી રહી જાય છે કે બધી સમસ્યાઓથી ભાગી એ એકલતા માં સરી જાય છે ત્યાં તે વધારે ને વધારે સરકતા સરકતા ડિપ્રેશનમાં ગરકાવ થઈ જાય છે. અને અંતે એ ડિપ્રેશન પૂર્ણ સીમાઓને પામી લે ત્યારે તે ડિપ્રેશન વ્યક્તિને આત્મહત્યાની દોરવણી પણ આપી દે છે અને મૂર્ખ વ્યક્તિ કંઈ પણ સમજ્યા જાણ્યા વગર પોતાના સ્નેહી નો વિચાર કર્યા વગર એને અપનાવી પણ લે છે. જે એક ખૂબ જ મૂર્ખામી પૂર્ણ રસ્તો છે. કેમ કે ભગવાન જ્યારે કોઈ સમસ્યા વ્યક્તિના જીવનમાં આપે છે ત્યારે તેનાથી બચવા માટેના રસ્તા પણ અચૂક આપતા હોય છે પરંતુ એ પામર જીવ એને જોઈ શકતો નથી અને એ જ તેની મોટી ખામી છે.

આવી રીતે વ્યક્તિના જીવનમાં એક નહીં તો બીજી રીતે કોઈક ને કોઈક મુશ્કેલીરૂપ સુનામી આવતી હોય છે, જેમાં તેણે ગભરાયા વગર નીડર બનીને એક નાવિકરૂપ એ જવાબદારીનું સફળ સંચાલન કરવાનું હોય છે.


હવે જ્યાં અષ્ટાંગ યોગી, મહાન વિચારકો, મહાન સંશોધકો, મહાન તપસ્વી, મહાન કવિવરો, આત્મચિંતકો, મનોવૈજ્ઞાનિકો, વગેરે... સર્વે આ એકલતાનો પોતાની કાર્યક્ષમતાને વિકસાવવા તથા આત્મસાધના માટે તેનો ઉપયોગ એક પારસમણી રૂપ કરતા હોય છે.જ્યાં વ્યક્તિ પોતાના અચેતન મનને સ્વજાગ્રત કરી, એના અમૃતતુલ્ય ફળોનો સ્વાદ માણી શકે છે.

વ્યક્તિ પોતાના એકલતા નો સદુપયોગ તેણે પોતાની છુપેલી આંતરિક શક્તિઓ ને શોધવા માટે કરવો જોઈએ તથા વહેલી સવારે આત્મસાધનારૂપે પ્રાણાયામ થી પોતાની દિવ્ય ચેતન્ય એ આંતરિક ચેતનાનો અનુભવ કરવો જોઈએ તેથી તે દિવ્યઆનંદની અનુભૂતિ કરી શકે. જેની અનુભૂતિ અષ્ટાંગ યોગીઓને સહજ સાધનાથી પ્રાપ્ત થઈ જતી હોય છે અને તે પોતાના જીવનમાંથી દુઃખરૂપ માયાથી દૂર થઈ સદાય આનંદમાં રહેતા હોય છે. તથા વિચારકો, કવિઓ, વૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો, સર્વે પોતાની વિચક્ષણ નવું નવું વિચારવાની એ શક્તિનો પૂર્ણતઃ ઉપયોગ આ એકલતા ના સમયમાં કરતા હોય છે. તો આ સર્વે માટે આ એકલતા એક દિવ્ય આશીર્વાદરૂપ છે.


એ એકલતા કઈ વિચાર્યા વગર બેસી રહી અવળી દ્રષ્ટિ એ વિચારે તો તેના માટે તે અભિશાપરૂપ છે, તથા તેને આત્મસાદ્ય કે તરકીના એ માર્ગ રૂપે તેને જોવે તો તેના માટે તે આશીર્વાદરૂપ છે.

વ્યંગ:-
આ ૨૧ મી સદીમાં એકલતા અભિશાપ જ લાગી શકે એમા કોઈ શંકા નેસ્થાન નહિ..આંકડાની બાદબાકીમાં અંતે શૂન્ય આવ્યે જ છૂટકો..!! બસ, જીવનમાં પણ આવુ જ કંઇક..’ધર્મ,જાતિ,રંગ,ભાષાની બાદબાકી થાય.. ‘કહી જીવન હી બીત ના જાયે જીને કી તૈયારી મે’..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED