સ્ત્રી : સમજણ કે સમર્પણ !! ronak maheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી : સમજણ કે સમર્પણ !!

સ્ત્રી માટે લખાતું હોય ત્યારે સ્ત્રી ને સુસંગત હોય તેવી વાત થી જ ચાલુ કરીએ -
રસોઈ બનાવતી વખતે ક્યારેક રેસિપી નું પુસ્તક ખોલ્યું છે ? જેમાં વસ્તુ ઓ નું માપ લખેલું હોય છે અને છેલ્લે એક વાક્ય લખે છે - મીઠું સ્વાદ અનુસાર !!! ખરું ને ?
કારણકે રેસિપી લખનાર જાણે છે કે દરેક ની જીભ નો સ્વાદ અલગ અલગ હોય છે. જો સ્વાદ અલગ હોય તો કોઈ ના મન ના વિચાર અલગ ના હોઈ શકે ??

પરંતુ આપણે કોઈ ના વિચાર સહજપણે સ્વીકારી નથી લેતા અને બસ ત્યાં થી જ તકલીફ શરુ થાય છે..આમ તો દરેક સબંધ ની વ્યાખ્યા માં જો સ્ત્રી નું પાત્ર ના ઉમેરું તો વ્યાખ્યા અધૂરી જ રહે કારણ કે સ્ત્રી વગર દરેક સબંધમાં અધૂરપ જણાય છે !!
આમ તો સ્ત્રી વિષે દરેક સબંધ માં લખીએ તેટલું ઓછું છે પણ અહીં વાત કરવી છે લગ્ન પછી ના સબંધો ની !!
દરેક સ્ત્રી નો લગ્ન પછી પુનઃજન્મ થતો હોય છે કારણ કે દરેક સ્ત્રી ની અભિલાષા હોય છે કંઈક કરવાની તો કંઈક બનવાની પણ લગ્ન પછી જવાબદારી ના એવા તો મોજા આવે છે કે લગભગ 90% સ્ત્રી ના જીવન ના કિનારા અસ્તવ્યસ્ત થઇ જતા હોય છે !! પિયર માં હોય છે ત્યારે કેટકેટલા સપના જોયા હોય છે પણ સપના તૂટવાના કારણો તો અનેક હોય છે.

ક્યારેક જવાબદારી નો બોજ વધતો જાય છે તો ક્યારેક પરિવાર સાથે ઉભો નથી રહેતો તો વળી કેટલીક સ્ત્રી ના સપના પુરા પણ થતા હોય છે. જ્યાં સમજણ અને સમર્પણ હોય ત્યાં કોઈ જ સમસ્યા થતી નથી.
અને આમ પણ એક સ્ત્રી લગ્ન કરે છે ત્યારથી જ સમર્પિત તો થઇ જાય છે બસ આવશ્યકતા છે તો માત્ર સમજણ ની !!!

દરેક ના મન માં એક પૂર્વધારણા બંધાયેલી હોય છે જે એક દેશ ના બંધારણ જેવી હોય છે. જો કોઈ વ્યક્તિ આપણી પૂર્વધારણા ને ચેન્જ કરવાનો પ્રયત્ન કરે અથવા તો સ્વીકારે નહિ તો આપણે સજા આપી દેતા હોઈએ છે જાણે તેને કોઈ ગંભીર ગુનો કર્યો હોય !!
જેમ કે દરેક સાસુ ના મગજ માં પોતાની વહુ વિષે પૂર્વધારણા ઓ હોય છે જે સારી પણ હોઈ શકે અને ખરાબ પણ ! જેમ કે મારી વહુ આવશે પછી મારા કામ સંભાળી લેશે એટલે મારે શાંતિ !! આ થઇ સારી ધારણા જેમ કે વહુ સારી જ આવશે અને કામ સંભાળી લેશે….
જો તમે બીજા કોઈ સાથે ચર્ચા કરી હોય અને સાંભળ્યું હોય કે કહેવાય વહુ અને દીકરી એક સમાન પણ તોય ફરક તો ખરો !! બસ પછી જો તમારી વહુ સારી હશે તો પણ તમને નાની વાત માં ફરક દેખાવવાનો જ !!! ખરું કે નહિ ? કારણ કે એ તમારી પૂર્વધારણા છે અને જ્યાં પૂર્વધારણા બાંધેલી હોય ત્યાં સમજણ શક્તિ સમાપ્ત થઇ જાય છે !!!

એક સુવિચાર હતો કે એક દીકરો ત્યાં સુધી પોતાનો છે જ્યાં સુધી લગ્ન ના થાય પણ એક દીકરી ત્યાં સુધી પોતાની છે જ્યાં સુધી મૃતયુ ના પામે !! હવે આમાં પૂર્વધારણા જ છે ને ?? કારણ કે એક દીકરો માં બાપ પ્રત્યે પોતાની ફરજ નિભાવતો આવ્યો છે પણ સ્વાભાવિક છે કે પત્ની ના આવ્યા પછી એના સમય માં ફેર આવવાનો !! તો કદાચ પત્ની ને સમય આપતો હોય એટલે માબાપ ને ઓછો સમય આપી શકે !! જયારે દીકરી માટે તમે ધારી લીધું છે કે સાસરે જાય એટલે સમય નહિ મળે અને માબાપ બોલાવશે ત્યારે પિયર માં આવી જશે પણ ત્યારે એક દીકરી નો સંપૂર્ણ સમય માં બાપ માટે હોય છે !!!
સબંધો પોતાના ભાવ બદલે ત્યારે પરિવર્તન આવવાનું જ છે જે સ્વીકારવું જ પડે. કારણ કે સંપૂર્ણ પરિવર્તન ગેરવ્યાજબી ભલે હોય પણ થોડું પરિવર્તન તો વ્યાજબી જ છે !! (અપવાદ તો દરેક માં રહેવાના ખરું ને ??)

એક સ્ત્રી સાસરે તો એનો પરિવાર છોડી ને સમર્પણ કરી ને જ આવતી હોય છે પણ જો સાસરે આવ્યા પછી એને જોયેલા સપનાઓ નું પણ સમર્પણ કરવું પડે તો તેની જિંદગી ભારે થઇ જાય છે. જીવન માં થી ઉત્સાહ ગાયબ થઇ ગયો હોય તેવું લાગે છે. એક સ્ત્રી ને જ્યાં સુધી એના છોકરા નથી આવ્યા ત્યા સુધી સપના પુરા કરવા ની તક મળે તો એને જીવન માં કંઈક કર્યા હોવાનો આનંદ મળે છે અને એ જોવાની ફરજ એના પતિ અને કુટુંબીજનો ની હોય છે.
જો એક પુરુષ લગ્ન પછી પોતાના ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકતો હોય તો એક સ્ત્રી ને પણ લગ્ન પછી તેટલો જ હક છે પોતે જોયેલા સ્વપ્ન પુરા કરવાનો પણ જવાબદારી નિભાવી ને !!! પણ જવાબદારી એ કોઈ terms and conditions ના હોવી જોઈએ એ તો એક પત્ની અને એક વહુ ના પ્રેમ નું પ્રતિબિંબ હોવું જોઈએ !!

અને અંતે,
જો કોઈ સંબંધ માં બે માંથી કોઈ એક પક્ષે પણ સમજણ ના હોય તો સમર્પણ નો કોઈ મતલબ નથી અને જો બંને પક્ષે સમજણ હોય તો સમર્પણ ની આવશ્યકતા પણ નથી !!