રે જિંદગી ... - 6 Patel Mansi મેહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રે જિંદગી ... - 6


મિશાલીનીની બહેન મિરા નું મૃત્યું થઈ જાય છે પણ એ પાછળનું સાચું કારણ હજીય કોઈ શોધી શક્યું નોહતું. મિશા ને થોડા દિવસ એના ઘરે રહેવું હોય છે.એટલે વિહાન અને એની ફેમિલી પણ એની સાથે રહેવાનુ નક્કી કરે છે. હવે આગળ.....

વિહાન માટે આ એક નવો અનુભવ થવાનો હતો , કેમ કે એ મિશાની સાથે મિશાના જ ઘરે પહેલી વાર રોકવાનો હોય છે. બહુ સમય નોહતો થયો મીરાના મૃત્યું ને એટલે ઘરનું વાતાવરણ હજીય ગમગીન અને શાંત હતું. આવાજ અને વધારે પડતો ઘોંઘાટ તો રાતે મોહિત ને લીધે જ થતો હતો. મોહિત રાતે મોડા સુધી રખડીને દારૂ પી ને અડધી બેભાન અવસ્થામાં જ્યારે ઘરે આવે ત્યારે આખા ઘરને ખબર પડી જતી કે રાતના ત્રણ-ચાર તો વાગ્યા જ હશે. મોહિતની ખરાબ આદતો વધતી જતી હતી પણ કોઈ એને રોકનાર કે ટોકનાર નોહતું. એના સંગે મૃગેશ પણ બગડી ગયો હતો અને ડ્રગ્સ ની માયાજાળમાં ભરાઈ ગયો હતો.
વિહાને ત્રીજા માળ પર આવેલા મિશાના રૂમ નો દરવાજો ખોલ્યો. એને એમ હતું એ રૂમમાં સાફ-સફાઈ નહીં હોય પણ વિરીમાં એની બેવ દીકરીઓના આ રૂમ ને રોજ સાફ સુથરો રાખતાં. દરવાજો ખોલતાં જ સામે આવેલી મોટી ગેલેરી કોઈનું પણ ધ્યાન ખેચે એવી હતી. આખીય હવેલી આમ તો સાગના લાકડાં ની બનાવટની હતી.ગેલેરીની આખીય ધાર પર અલગ અલગ રંબેરંગી ફૂલોના છોડ રોપેલાં હતાં. ડાબી તરફ પંખીઓ ને પીવા માટેનું પાણી અને દાણા મુકેલાં હતાં. દીકરીઓ ના ગયાં પછી પણ વિરીમા બેને એમની દિકરીઓનાં શોખ ને એમની યાદમાં સાચવી રાખ્યાં હતાં.

એક '' મા '' માટે એની દીકરી ની વિદાય અસહ્ય હોય છે. પિતા નો તો દીકરી કાળજા નો ટુકડો હોય જ છે પણ આજે એક માન્યતા હજીય જીવે છે કે દીકરીને એના પિતા જ વધુ પ્રેમ કરી શકે અને દીકરાને એની માતા. આ સત્ય જરૂર છે પણ સંપૂર્ણ સત્ય નથી. માતા એના દરેક સંતાન ને સરખો જ પ્રેમ કરતી હોય છે, જેણે એણે નવ મહિના પોતાના ગર્ભમાં સાચવીને જન્મ આપ્યો હોય, બે વર્ષ સુધી પોતાના બાળકને ધાવ્યું હોય, એ સમજણું ના થાય ત્યાં સુધી એનું જતન કર્યું હોય, એક માને એનાં બાળક થી વધુ પ્રેમ નથી..એમ કેવી રીતે કહી શકાય ??? એક માતા એક દીકરી માટે એની સૌથી નજીક ની દોસ્ત હોય છે. દીકરી ના જીવનમાં આવતાં પરિવર્તનો એક મા જ એને નજીક થી સમજાવી શકતી હોય છે. પિતા ને દીકરી પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, દીકરી ને લક્ષ્મી માને છે, દીકરી જેના ઘરે હોય એનાં ઘર ને સૌથી સુખી માનવામાં આવે છે.તેમ એક માતા ને એનાં દીકરા માં એનાં વંશનો દિપક દેખાય છે. વિરીમાં એ મિરા ને પોતાની દીકરીની જેમ જ મોટી કરી. અને એનાં પછી મિશાલીની ને ...એટલે એ એની દિકરીઓને પણ એટલો જ પ્રેમ કરતી હતા જેટલો દિકરાઓને......


ગેલેરીમાં આવેલો હિંચકો જે બેવ બહેનોની અઢળક વાતો નો સાક્ષી હતો. ગેલેરીમાથી અંદર આવતાં જમણી તરફ લાકડાંનો પલંગ હતો. એની બાજુમાં નાનકડો કઠેરો હતો. અને બીજી બાજુમાં મોટો અરીસો અને કબાટ. અરીસાની આસપાસ હજીય કેટલીક શૃંગારની ચીજ-વસ્તુઓ હતી.પરફ્યુમ કરતાં અત્તર વધારે હતાં. ત્યારે વિહાનને ખ્યાલ આવ્યો કે એનાં રૂમ આવી જ સુગંધ કેમ આવતી હતી !! થોડાંક ઝૂમખાં હતાં, પાયલ , અને હાથે પહેરવાના પાટલા હતાં. ડાબી તરફ તો પુસ્તકો નો ઠગલો હતો.

" મિશા અને મીરા બેવ ને વાચવાનો શોખ હતો. એટલે આ બધાં પુસ્તકો અહિયાં છે. જુનાં ધાર્મિક ગ્રંથો, બાળ કથાઓ , નવલકથાઓ , એમાય કાજલ ઓઝા વૈધની નવલકથાઓ પાછળ બેવ ગાંડી હતી... " અમર પાછળથી રૂમ માં પ્રવેશતાં બોલ્યો.

" સાચું કહું તો આજ સુધી મને મિશાલીની ની પસંદ નાપસંદ વિશે ખબર જ નોહતી. " વિહાન થોડું ત્રાંસુ જોઈ ગયો.

"વાંધો નહીં હવે સમય મળ્યો છે તો જાણવાની કોશિશ કરજો. ચાલો જમવા બોલાવે છે નીચે... " અમર એ પોતાના સંસ્કારોમાં રહીને વિહાનને સૂચવ્યું.

નિશિતે જોયું તો મિશા એની મમ્મીના રૂમમાં બારી પાસે ઉદાસ ચહેરે બેઠી હતી. એને જોર જોર થી રડવું હતું પણ એનાં આંસુ પણ શુકાય ગયા હતાં. મીરાની યાદ માં એ હજીય તડપતી હતી. એને અંદર કશુક હજીય બળતું હતું. એ એની સૌથી નજીક ની વ્યક્તિ એવી મીરાના મૌતને પચાવી શકી નોહતી. મીરા ના મૃત્યુનું કારણ સુધ્ધાં એને નોહતું મળ્યું. નિશિત એની પાસે આવીને બેઠો. મિશાલીની એ એને જોયો અને એ તરત ઊભી થઈ ગઈ.

" મારી સાથે આમ ના બેસો દિયરજી મારા ઘરે કોઈ જોઈ જશે. " મિશા ચિંતિત થઈને વાત બદલતાં બોલી.

"દુનિયાઓ નો નિયમ છે મિશા. જે જન્મે છે એને એક દિવસ આ દુનિયામાંથી વિદાય લેવાની જ હોય એ હવે મારે તને સમજાવવું પડે એટલી પણ નાની નથી તું "

" તો મે તમને એવું ક્યાં કીધું છે ??? પરંતુ દરેક વ્યક્તિના મૃત્યું પાછળ કારણ તો હોય જ છે ને. કોઈ ને બીમારી હોય તો કોઈ ને અચાનક જ સુખી મૌત અને કોઈ નું જાણી જોઈને કરવાં માં આવે છે. અને મને એમ જરાય નથી લાગતું કે મીરાં દી નું મૃત્યું કોઈ બીમારીને લીધે થયું હોય કે બીજી કોઈ બાબતથી.કઈક તો છે જે દેખાતું નથી પણ છે ખરું.સત્ય ભલે ઘનઘોર વાદળાં ની પાછળ છુપાય ગયું હોય સુરજ હમેશાં ઢંકાયેલો નથી રહેતો. સત્ય ની ખોજ હોય કે મારી પ્રિય રમત ખજાના ખોજ , કઈક શોધુવું મને ગમે છે અને કઈક છુપાયેલું એ જાણ્યા પછી તો હું પાછી નથી પડતી.ચાલો જમી આવીને નિરાંતે વાતો કરીએ. " નિશિત ને મિશાલીની ની આંખોમાં એક અનેરું તેજ જણાયું. એ તેજ એ વાતની સાબિતી હતી કે એ હવે કોઈ અન્યાય સહન કરશે પણ નહીં ને કરવાં દેશે પણ નહીં.

બધાં નીચે જમવા ગયાં. ત્યાં જ મિશાલીની એ જોયું મીરાં દી ના સાસરિયાં આવ્યાં હતાં. સાસુ-સસરા , એમનાં પતિ દેવેશ અને એ ત્રણેય જોડે બે વર્ષની નાનકડી ઠીંગલી હતી.

" અરે આપ સૌ અચાનક...!!! બેસો ને શું લેશો... અમે જમવા જ બેસતાં હતાં તમેય સાથે બેસી જાવ પછી નિરાંતે વાતો કરીએ. " વિરીમાબેને ઔપચારિકતા સાથે કહ્યુ.

"ના... માફ કરજો જમવું નથી અમે તો તમને તમારી મીરા નો સમાન અને અમાનત સોપવાં આવ્યાં છીએ. આ સમાન અને આ એની દીકરી ... " દેવેશે મોઢું બગાડતાં કહ્યુ.

" તમારી ભૂલ થાય છે જીજાજી . પણ તમારે અને મીરા દી ને તો સંતાન માં હજી સુધી કઈ જ નોહતું ને . તો આ બે વર્ષની દીકરી ક્યાથી ???" મિશાએ આશ્ચર્યથી પૂછ્યું.

" હા મારી જ ભૂલનું આ પરિણામ છે આ. જે હવે હું કોઈ કાળે ભોગવવા નથી માંગતો."દેવેશ બરાંડયો.

" અમને કેમ ખબર પડે કે આ દીકરી કોની છે ..!! " મિશા એ દલીલ કરી .

ત્યાં જ મોહિત મિશાલીની ને લાફો મારવા જતો હતો. ત્યાં જ વિહાને એનો હાથ પકડી લીધો. બધાં હતા એટલે મોહિત ચૂપચાપ ઊભો રહ્યો .

વિરીમાબેન એ નાનકડી દીકરીની નજીક આવ્યાં અને એને જોઈ જ રહ્યાં... પછી ધીમેથી બોલ્યાં " મીશુ, આ આબેહૂબ મારી મીરા જેવી જ છે. મીરા જેવી જ ભૂખરી આંખો , રાતા પાતળા હોઠ , એવો જ બાંધો " સહેજ અટકી ને બોલ્યાં, " મીરા ની જેમ જ હોઠની ઉપર ડાબી બાજુ તલ... જન્મ નોહતો આપ્યો પણ માં તો હું જ હતી ને એની..."
મિશાલીની નજીક આવીને એ દીકરીને તેડી લીધી... એ બાળકી મિશાના ગાલ પર, ગળા પર, આંખો પર, હોઠ પર બધે જ એના હાથો થી અડકી ને રમવા લાગી. નાના હાથમાં એને મિશાનું મંગળસૂત્ર પકડીને મોં માં નાખી ચાવવા લાગી...

દેવેશ એના મમ્મી પપ્પા ને લઈને નીકળી ગયો.જતાં જતાં મીરના સાસુ બોલી પડ્યાં," હાં તે તારી દીકરી જેવી જ દેખાય ને એમાં મારા દેવેશના જરાય લક્ષણો નથી.સમજો છો ને શું કહું છું એટલે અમારે નથી જોઈતી એની દીકરી. એનું નામ એણે કેયા પાડ્યું છે. રાખજો હવે એને... "

વિરીમાબેન ની આંખો ભીંજાય ગઈ. મિશાને પણ ઝળઝળીયાં આવી ગયાં. અમર ને થઈ ગયું કે દેવેશને બોચીથી પકડીને બરાબર નો ધોઈ જ નાખે પણ એના સંસ્કારો એ એને રોકી લીધો..

મોહિતે આ વાત ચગાવવામાં કોઈ કસર નોહતી છોડી. બધો દોષનો ટોપલો મીરા ના શુધ્ધ ચરિત્ર પર આવી ગયો. મોહિતના શબ્દોએ એના પર કાળા ધબ્બા લગાવી દીધાં.

કારણ કે મીરા એક સ્ત્રી હતી. જે સહનશક્તિ ની મુરત હતી. સાસરીમા કંઈ પણ થાય, એનો પતિ એને મારે તોય એણે એ સહી લેવાનું. કેમ...!!? કારણ કે એને એનો સંસાર બચાવવો પડે.
એવો સંસાર જેમાં એનું મુલ્ય શુન્ય પણ નથી. સંતાન ના થાય તોય ખામી તો સ્ત્રીમાં જ હોય ને... કારણ કે પુરુષો તો દેવ નું ડુંન્ડું લઈને જન્મેલ છે ને એટલે એમનામા તો કોઇ ખામી હોય જ નહિ ને..!!! સંતાન માં સંસ્કાર નો છાંટો ના હોય એ ભૂલ પણ એક સ્ત્રીની. કેમ કે એણે એના સંતાન ને સંસ્કારો થી વંચિત રાખ્યાં. તો શું ઍ ઠેકો પણ સ્ત્રીઓ ઍ લઈ રાખ્યો છે... આ જવાબદારી પતિ અને પત્ની બેવ ની હોય છે. તો કેમ આ સમાજ માત્ર સ્ત્રી ને દોષિત ગણે છે..!?

સૌ જમવા તો બેઠાં પરંતુ હદયથી જમી ના શકયા. સાચા સંતોષ નો અભાવ રહી ગયો.

" મમ્મી મીરા દી ની શું ભૂલ છે આમાં??? બિચારાં આખી જિંદગી આવા અહેસાનફરામોશ લોકો માટે તકલીફો વેઠી એ...??? એના પતિ એ એણે બસ એક કામવાળી સમજી એને કોશતા રહ્યાં, દી વેઠતાં રહ્યાં, અને તોય ફળરૂપે બદનામી , નફરત અને ચારિત્ર્ય પર શંકા મળી..!! રે ... જિંદગી.. કેવી છે તું..કેમ આટલી બધી અટપટી છું . ?!" મિશાલીની એ એની મમ્મી વિરીમાંબેનની સામે દિલનો બળાપો કાઢયો.


મિશાલીની કેયાને લઈને પોતાના રૂમમાં જતી રહી. કેયા રમતાં રમતાં સૂઈ ગઈ. ત્યાં જ પાછળથી વિહાન આવ્યો.

" થોડાં સમય પછી મારે પણ આવી દીકરી અને એક દીકરો હશે હેને... તને શું લાગે છે??" મિશાને પાછળથી કમરમાથી પકડતાં વિહાને મલકતા કહ્યું.

મિશાએ વિહાનના હાથ પર હાથ મૂકીને કહ્યું," હશેને.. સમયે એ સુખ પણ મળશે તમને." એક ક્યૂટ સ્માઇલ આપીને એ ફરીને પોતાનાં બેવ હાથ વિહાનના ગળે મૂકી બોલી,"આ કેયાને જોઈ મને મારું બાળપણ , મીરા દી સાથેની વાતો, મસ્તી ,કાંડ , અમર ભાઈ એ અમને મુશ્કેલીમાથી બચાવેલા એ બધુ જ યાદ આવવા લાગ્યું."

વિહાનના પહોળા ખભા વચ્ચે પોતાને પૂરેપુરી સમાવી લઈને એ વિહાનને વળગી પડી."તમે સાંભળશો મારી કાંડ કથાઓ... ???"

" તારાં અવાજના પ્રેમમાં ના પાડ તું. નહીં તો તારી આદત પડી જશે મને... " મિશાના ચહેરાંને ચિબુકથી પકડી ઊંચો કર્યો અને એના અધર રસને એણે હળવેકથી પી લીધો.....

એમની આ એકાંતની પળોમાં કેયાનું મીઠું રુદન રૂમમાં ગુંજી ઉઠ્યું અને મિશાલીનીથી હસી પડાયું.

ત્યાં જ નિશિત, મીલી અને અમર રૂમમાં પ્રવેશ્યા.

" ભાભીજી અમને પણ તમારી કાંડ-કથાઓ સાંભળવા મળશે કે એ ખાલી વિહાન ભાઈ માટે જ છે, " અમરએ મિશા સામે આંખ મારી અને મીલી ને હાથતાળી આપતાં કહ્યું.



જલ્દીથી મળીએ મિશાલીનીની કાંડ-કથાઓ સાથે.....

મને મારી નવલકથાના અભિપ્રાય જરૂરથી આપજો .........