Dill Prem no dariyo che - 24 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 24

આખી રાત અને બીજો દિવસ પુરો થયો ત્યાં સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત ના થઈ. કોમ્પિટિશનના મંચ પર પરી તેના પપ્પા સાથે આવી ને મહેર જજની ખુરશી પર બેઠો. નજર મળીને ફરી જુકી જતી હતી. પણ,અહીં કંઈ બોલી શકાય તેમ ના હતું. આજે બધા જ કોન્ટેસ્ટેડ ને જોડીમાં ગીત ગાવાનું હતું. બધાએ પહેલાંથી જ જોડી બનાવી તૈયાર રાખી હતી પણ પરીની જોડી કોઈ ના હતું. એક તો તે પહેલાથી જ ખામોશ હતી ને તેની કોઈ જોડી ના બનતા તે વધારે ખામોશ થઈ ગઈ. બધાનો નંબર પુરો થતા પરીનો નંબર આવ્યો તે એકલી જ જ્ઇ મંચ પર ઊભી રહી.

"પરી, આપકી જોડી...ક્યા આપ અકેલે હી ગાયેગે... " રીયાએ મંચ પર પરીને એકલી જ જોઈ એટલે બોલી.

"જી...." તેના શબ્દો બોલતા પણ ખામોશ લાગતા હતા. તેની નજર મહેરની સામે ગ્ઈ. તેની આંખો મહેરને જોતા ફરી ભાવ વિહિન બની ગઈ. પરીએ આખો બંધ કરી તેની સામે તે બધા જ ચિત્રો ફરી વળ્યાં. વિચારો તેને ખામોશ કરે તે પહેલાં જ તેને એક ઊડો શ્વાસ લીધો ને તેને આખો ખોલી તેની નજર સીધી જ મહેર સામે ગ્ઈ ને તેને ગીત શરૂ કર્યું. મ્યુઝિકની સાથે જ તેના શબ્દો જોડાઈ ગયા.

"કસમ કી કસમ હે કસમસે
હમકો પ્યાર હૈ સિર્ફ તુમસે
અબ એ પ્યાર ના હોગા ફિર હમસે"

પરીના શબ્દો સાથે મહેરનો તાલ મળ્યો ને આખા મંચને ગુજવી ગયો. બે દિલ આજે દિલથી ગાતા હતા. કોણ શું વિચારશે ને કોણ શું કહશે તે બધું જ ભુલી મહેર પરીનો સાથ આપી રહયો હતો. તેનુ ગીત પુરુ થતા જ આખો મંચ તાળીઓના ગડગડાટથી ગુજી ઉઠ્યો હતો. ખુશી બંનેના ચહેરા પર હતી પણ જુબાન ખામોશ હતી.

" બહોતહી ખુબ પરી, પર ઉસસેભી બહેતર મહેરકી સાથ તુમ્હારી જુગલબંધી. વેસે મહેરગુરુ આપ તો અચાનકસે હી બદલ ગયે. વાહ, કયા ગાના થા. ઔર ઉસકી આવાજમે ઈતના જાદું. સચમે આપ દોનોકી જુગલબંધી હો જાયે તો પુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આપકી દિવાની બન જાયે. "

"રહેનો દો રીયા, મહેરને આજ પહેલીબાર કીસીકા સાથ દીયા હૈ, તુમ ઈતની તારીફ કરોગી તો વો બિચારા ફીર ઈતના આસા નહીં ગા પાયેગા. "

"એસા કુછ નહીં હૈ, તુમ દોનો ખીચાઈ કરના બંધ કર દો. મે પહેલેભી ગાતા થા, ઔર આગેભી ગાતા રહુગા."

"મહેર તુમે પતા હૈ, એ લડકીઆ જલતી બહોત જાદા હૈ. આજ તુમને પરીકે સાથ ગાના ગાયા ઈસલીયે ઉસે અચ્છા નહીં લગા."

"મૌલિક સર હમને આપકો તો કુછ નહીં કહાથા ને..." આખા મંચ પર મસ્તીનો મહોલ જામી ગયો. બધા જ જજ મંચ પર એક સાથે ઊભા થયા ને પરીની સાથે મળી બધાએ એક ગીત શરૂ કર્યું. આ રોમાંચક વાતાવરણમાં પરી અને મહેર જુબાનથી નહીં પણ દિલથી ધણી વાતો કરી લેતા હતા. આ કેવો પ્રેમ હતો જે એકસાથે હોવા છતાં પણ એકસાથે નહોતા રહી શકતા.

પરીની ખામોશી મહેરના સાથની સાથે જ ખતમ થઈ ગઈ હતી. કોમ્પિટિશન પુરુ થયા પછી પરી તેના પપ્પા સાથે સ્ટેશન પર તેને મુકવા ગઇ. આખો રસ્તો દિપકભાઈ પરીને શિખામણ આપતા રહયા ને તેને હવે ત્યાં જ ધર્મેશભાઈ ને રહેવા સુચવતા ગયા. પણ, પરી તેના ઘરે ના જતા મહેરના ઘરે ગઈ. રાત થઈ ગઈ હતી એટલે અંકલ આન્ટી સાથે વાત ના થઈ તે સીધી જ તેના રૂમમાં ગઈ. મહેર હજુ આવ્યો ના હતો.

થોડીવાર થતા મહેર પણ આવી ગયો તેને પરીના રુમની લાઈટ શરૂ જોઈ તો તે સીધો ત્યાં જ આવ્યો. " તું અહીં... આ્ઈ મીન ..તારે અંકલની સાથે રહેવું જોઈએ ને... "

"પપ્પાને કોઈ અરજન્ટ કામ આવી ગયું, એટલે તે નિકળી ગયા. હવે ફાઈનલ રાઉન્ડમાં આવશે.. "

"ચલો, ત્યાં સુધી તો આપણે સાથે રહી શકીશું"

"મહેર એક વાત કરવી હતી.. "

"હા બોલને... "

"સોરી, કાલે મારે તારી સાથે આવું બીહેવ્ય ના કરવું જોઈતું હતું. પણ, હું ત્યારે થોડી ડરી ગઈ હતી. મને એમ થયું કે.... "

"જાણું છું.....તારા માટે તારી ફેમિલીથી વધારે ઈન્પોટન બીજી કોઈ નથી. એ પણ જાણું છું કે તું કયારે પણ કોઈને તકલીફ ના આપી શકે.....પરી, આજ કારણે હું તને પ્રેમ કરુ છું. મારે તને કયારે પણ મેળવવી નથી. ના તારી સાથે જબરદસ્તી કરી કોઈ સંબંધ બનાવવો છે. આપણે એક સારા ફેન્ડ છીએ ને હંમેશા રહેશું......... "

"ને....... પ્રેમ......!!!! મહેર, " પરીના આ શબ્દો વચ્ચે ફરી એકવાર ખામોશી છવાઈ ગઈ. પરીએ મહેરનો હાથ પકડી તેને બેડ પર બેસાડવો ને તે પણ તેની પાસે જ્ઈ બેસી ગઈ. " દિલ મળ્યાં છે તો કિસ્મત સાથ તુટવા નહીં દેઈ આટલો ખાલી વિશ્વાસ રાખજે. બાકી પ્રેમ તો હવે જન્મોનું બંધન છે." મહેરના શબ્દો પરી ધ્યાનથી સાંભળી રહી હતી.

અહેસાસથી થનગનાટ કરતા દિલ રોમાન્સક ચાંદની જેવી શિતળ રાત સાથે પ્રેમ ભરી વાતોમાં ખોવાઈ ગયાં. એકબીજાને પ્રોમિસ કરવા માટે તેની પાસે જિંદગીનો સાથ ના હતો. પણ, આ પળ તો તેની હતીને. ભવિષ્યના કોઈ પણ સપના સજાવયા વગર જ બે પ્રેમી આજમાં જિવવાની કોશિશ કરતા હતા.

"મહેર, જિંદગી કેટલી અજીબ હોય છે ને... જે પળ કયારે વિચારી પણ નથી હોતી તે પળ એમ જ મળી જાય છે. આજ સુધી હું હંમેશા હસ્તી અને બિંદાસ જીવતી હતી ને અચાનક જ મારા મનમાં સપનાનું ભુત ચડયું. જે ફેમિલીને મારે મારાથી કયારે પણ અલગ નહોતી થવા દેવી તે ફેમિલીથી હું ખુદ અલગ થઈ અહીં આવી ને તું મને મળ્યો. જે પ્રેમની દુનિયા મને કમજોર લાગતી હતી તે જ પ્રેમ મારા સપનાની દુનિયામાં મને લ્ઈ ગયો. હજુ તો મે તે પ્રેમની દુનિયામાં કદમ મુકયો ને મારી સામે એક નવું રહસ્ય ખુલી ગયું. જેને હું પસંદ ના કરવા છતાં પણ મારે તેને મારુ માનવાનું છે. એકસાથે બધુ જ બદલાતું રહયું ને હું તેમાં ઠળતી રહી. ખરેખર આ જુવાન જિંદગીની સફર થોડી મુશ્કેલ છે. "

"મુશકેલ તો છે પણ, જો તે પળ હસ્તા હસ્તા જીવી લેવાય તો તે પળ સૌથી ખૂબસુરત છે. જિંદગી દાવ રમે ને આપણે રમતા જ્ઇ્એ. જેમાં જો જીત પર ખુશી મળતી હોય તો હાર પર પણ ખુશ રહેતા શીખવું પડે."

"મહેર, તું થોડો વધારે જ સમજદાર થઈ ગયો હોય તેવું નથી લાગતું.....!!"

"તારા જેવી છોકરી સાથે દોસ્તી કર્યો પછી પણ હું સમજદાર ના બનું તો પછી આપણી દોસ્તીની બરાબરી કેવી રીતે થાય."

"મતલબ, તું મારી બરાબરી કરે છે..!!!"

"હહહમ...."પ્રેમભરી વાતો છોડી ફરી મહેર અને પરી મસ્તીમાં ખોવાઈ ગયા.

"પરી, તારા ત્યાં લગ્ન થઈ જશે પછી તું મારી સાથે આમ વાતો નહીં કરે ને.....પછી તો તારે તેની સાથે સમય વિતાવવો પડશે...!!!!" મહેરની આ વાતો પરીને વિચારવા મજબુર કરી ગઈ. તે શાંત બની મહેર સામે જોતી રહી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરી અને મહેરની ચાલતી લવ સ્ટોરી વચ્ચે પરીના નવા સંબધનોની વાતો શું બંનેને અલગ કરી દેશે...??? આજે જેવી રીતે મહેરે પરીનો સાથ આપ્યો તેવી રીતે શું તે આખી જિંદગીનો સાથ આપી શકશે...??? શું પરીના પપ્પા પરીના મનને સમજી શકશે...?? શું થશે પરી અને મહેરની આવનારા સમયનું....? શું બંને એક થઈ શકશે..તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.... (ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED