Love Story @ Ventilator Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Story @ Ventilator

Love story @ Ventilator
Monologue

‘હેલ્લો, હા બોલ.’ (ગુસ્સામાં)
‘કેમ ગુસ્સો ના કરું, યાર તું મને રોજ ના ૨૫-૨૫ ફોન કરે છે અને વિડીઓ કોલ અલગ’
‘હા, મને ખબર છે, તને મારી યાદ આવે છે, બટ તું પણ સમજ અત્યારે હું ક્યાં છું મારી સીચ્યુંએસન કેવી છે, અને તને પણ ખબર છે કે હું કોઈ એવી ઓકવર્ડ જગ્યાએ હોવ તોજ તને વાત કરવાની ના કહું છું ને..!’
‘હા, મને પણ ખબર છે કે તારો સમય નથી જઈ રહ્યો, પણ તું મારી પરિસ્થિતિ નું પણ વિચાર’
‘કેમ ? કેમ આપણું જ વિચારવાનું, બીજા નું નહિ વિચારવાનું?, એ પણ લોકો છે, અને જીવતા લોકો છે, એમને પણ ફીલિંગ્સ જેવું હોય, એમને પણ કોઈની યાદ આવતી હોય, અને આપણી વાતો થી એને કદાય એમના પરિવાર ની યાદ આવી જાય તો.’
‘અરે, શું ભલે આવી જાય. એવું ન થાય આતો હું તારી સાથે વાત કરી શકું છું બધા નહિ, બધાના દિલ મારા જેટલા મજબુત નથી હોતા’
‘હા તને નથી ખબર મારું દિલ કેમ આટલું મજબુત છે?, કેમકે એમાં તું છે.’
‘ના..ના.. હું ખોટું નથી બોલતો’
‘ગુસ્સો, અરે એ તો તું મને ફોન કરી કરીને પરેશાન કરી નાખે છે એટલે, બાકી તને ખબર છેને હું શ્વાસ લઇ લઇ ને થાકું પણ તારી વાતો થી નહિ.’
‘કેમ હસી? કેમ તને મારી વાતો પર ભરોષો નથી? અરે, મજાક નથી કરતો, હું સીરીયસ છું’
અરે, હા હું સીરીયસ છું. સાચેજ.’ (થાડા ગંભીર અવાજે)
‘કેમ તને ટેન્સન શેનું છે, તારે તો બસ ઘરે રેહવાનું છે અને અંકલ આંટી અને મોન્ટુ નો ખ્યાલ રાખવાનો છે’
‘ના..ના...મેં તને પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું ને કે તારે અહીંયા આવવાનું નથી એટલે નથી.’
‘હા, ભાઈ આવે છે ક્યારે ક્યારેક અને એને પણ મેં ના પાડી છે, અરે આ લોકો છે અહીંયા મારી કેર કરવા માટે, અરે, આ સ્ટાફ બહુ જોરદાર છે’
‘નથી આવું. બસ મેં કહ્યુંને તને એકેય વાર તારે મને મળવા પણ નથી આવવું બસ. અરે, વિડીઓ કોલ કરું છું ને તને, મમ્મીને નથી કરતો એટલા વિડીઓકોલ તને કરું છું, તોય તું મને કંજુસ કહે છે’
‘હા, હવે આમ મુડ ના બગાડ. જોને મારી બાજુના બેડ પર આ નાનો ભોલુ ક્યાર નો આપણી વાતો સાંભળે છે એટલેજ કહું છું મુક હવે ફોન’
‘હા, એજ તે જે પેપર માં વાંચ્યું હસે એ નાનો ભોલુ આ રહ્યો મારી બાજુ માં જ છે,’
‘ના..ના.. હવે એ બરાબર છે કોઈ ટેન્સન નથી એને., બસ એના ઘરે થી કોઈ આવતું નથી એને મળવા એટલે જરા ગભરાઈ જાય છે, પણ હું છું ને એની બાજુ માં કોઈ ટેન્સન નહિ થવા દઉં, જ્યાં સુધી છું ત્યાં સુધી’
‘અરે...જ્યાં સુધી છું..! મતલબ હજુ હું જીવીશ મને કંઈ નહિ થાય આપણે મળીશું. ઓકે હું બહાર આવું એટલે આપણે જઈશું લોંગ ડ્રાઈવ પર, રીવર ફ્રન્ટ પર કલાકોને કલાકો બેસી ને વાતો કરીશું’
‘ના..ના..હું ખોટું નથી બોલતો. સાચેજ હું બચી જઈશ’
‘અરે, ડોન્ટ વરી આતો હું મજાક માં કહું છું હું બચી જઈશ એમ. કેમ કે જે લોકો પોઝીટીવ આવ્યા છે એમાંથી અમુક ટકા જ બચી સકે છે એટલે આ તો મેં..’
‘અરે, વળી પાછી રડી તું મેં તને રડવા ની ના પાડી છે ને..! તું મજબુત નહિ થાય તો..!’
‘ના હવે રડતો નથી. હું તો બસ, આ ઈયર પ્લગ સરખું કરતો હતો, એટલે..’
‘અરે, હોય વળી, તું કહે અને હું ના માનું. તે જયારે થી મને કહ્યું છે ને ત્યાર થી હું મજબુત નહિ પણ બહુજ સખત મજબુત થઇ ગયો છું, એકદમ ચટ્ટાન.’
‘હા..હા.. ચટ્ટાન, એકદમ હિમાલય ની ચટ્ટાન. આઈ સ્વેર’
‘હવે તો તું રડવા નું બંધ કર, મને ખબર છે તું રૂમાલ આડો રાખીને રડી રહી છે’
‘કેમ કોને કહ્યું તને કે મારી પાસે હવે બહુ સમય નથી. અરે હું તો ખરેખર સાજો થઇ રહ્યો છું’
‘અરે, એતો ન્યુઝ માં આવે કંઈ ને કંઈ, તું મારી ફિકર ના કરતી, બસ તું એટલા બધા કોલ ના કર મારો મોબાઈલ ડીશચાર્જ થઇ જાય છે, અને ચાર્જીંગ કરવા મારે ઘડી ઘડી પેલી નર્સ ને કહેવું પડે છે’
‘અરે, ના એ નર્સ અને બધો સ્ટાફ જોરદાર છે અને પરિવાર ની જેમ જ રાખે છે પણ, મને બીક લાગે છે કે એ નર્સ ને મારી પાસે આમ ઘડી ઘડી બોલાવીશ તો હું એને ગમી જઈશ તો..?’
‘કેમ હું કોઈને ગમું પણ નહિ એટલો ખરાબ છું..?’
‘તો..પછી એવું નથી તો બીજું શું છે?, અહો...તો તને એ નર્સ ની જેલસ થાય છે એમને..!’
‘એય..એય. એ આવે છે એને બોલવું તારી વાત કરાવું..?’
‘હા, હવે તો ઓળખાણ થઇ જાય ને ૧ મહિના થી છું ‘રૂપા’ સાથે,’
‘હા, રૂપા નામ છે એનું, ના હજુ એન્ગેજ થયા છે મેરીડ નથી, એટલે તો હું ટ્રાય કરું છું ચાન્સ લાગી જાય, છેલ્લા શ્વાસો લેતા લેતા હું કદાચ એને પટાવી લઉં’
‘સોરી સોરી..નહિ બોલુ. હવે ભૂલ થી પણ આવું નહિ બોલું બસ, તું રડતી નહિ’
‘અરે, ગમે એટલું પોઝીટીવ વિચારું તોય સાલું આ વેન્ટીલેટર બી...પ, બી...પ, કરીને પાછું મને એ યાદ કરાવે છે કે હું મોત ના મુખ માં સુતો છું.’
‘સોરી ડાર્લિંગ, તને હવે આ બધું એક ભાષણ જેવું લાગશે પણ, સાલું બીજું કંઈ સુજતુ પણ નથી, હવે એટલે તને એ સંભાળવું પડે છે’
‘અરે, છે આજુ બાજુ ગણા લોકો છે અને એ લોકો પણ નહિ બચી સકે’
‘શું ઘંટો..! ડોકટરો બચાવી લેશે. ડોકટરો તો બિચારા પુરેપુરો પ્રયાસ કરે છે, પણ લોકો જ સમજતા નથી ને, આ મારા જ વોર્ડ માં રોજ કોઈને કોઈ આવે છે એમના સગાં વહાલા ને મળવા, બુમ બરડા પાડી ને બહાર થીજ જતાં રહે છે’
‘અરે, પણ એ લોકો એજ નથી સમજતા કે ઘર ની બહાર જ શું કામ નીકળવાનું, એક મેમ્બર તો ગયો એનો મોત ના મુખ માં હવે બીજા ને પણ..!’
‘છોડ ને તું આ બધું, બસ મેં તને કહ્યું ને તારે નથી આવવાનું અને હવે મને જયારે યાદ આવશે ત્યારે સામે થી કોલ કરીશ. તારે ફોન પણ કરવા નો નથી’
‘નો...નો. કોઈ બહાનું નહિ કોઈ સોગંધ નહિ, મને ખબર છેકે તું મારી માટે પાગલ છે પણ, પગલી તારું આ પાગલપન તારા જીવન મરણ નું કારણ બની સકે છે, બસ નથી આવું તારે મળવા મને’
‘ના...ના...ના.’
‘અરે, એક વાર ના કહ્યું ને નથી સમજાતું તને, એક વાર પણ નહિ, અને કદાચ’ (ગુસ્સામાં)
‘કદાચ, છેલ્લી વાર પણ નહિ, હા હું જે વોર્ડ માં છું એ લગભગ ડેન્જર માં ડેન્જર વોર્ડ છે એટલે કદાચ હું ફાઈનલ સ્ટેજમાં છું’
‘રડતી નહિ રડતી નહિ, હવે તારે આ સ્વીકારવું જ પડશે અને મજબુત થવું પડશે, આંટી ને- અંકલને અને મોન્ટુ ને પણ કહી દેજે, અને હા, બધું સેટલ થઇ જાય એકદમ સેટલ થઇ જાય એટલે મારા ઘરે જઈને મમ્મી ને એક હગ આપી આવજે મારા વતી’
‘હા, પણ રડાવતી નહિ એને’ (રડતા રડતા)
‘ના..! હું ક્યાં રડું છું બિલકુલ નહિ, આ તો રૂપા જરા નજીક આવી હતી એટલે, ગણી વાર થી ફોન ચાલુ છેને એટલે જોવા, બસ બાય હું તને સામે થી ફોન કરીશ ઓકે’
‘ના..ના.. હવે એ લોકો મને મોબાઈલ મારી પાસે રાખવા નથી દેતા, એટલે’
‘આઈ મિસ યુ ટુ. એન્ડ લવ યુ શો મચ. લવ યુ ફોર એવર એન્ડ એવર’
‘બાય, મને ખબર છે તારે ફોન કટ નથી કરવો પણ મારે કરવો પડશે, થોડી તકલીફ થાય છે શ્વાસ લેવામાં, છેને ઓક્સીઝન છે, પણ હવે આમેય મારા શ્વાસ સાથ નથી આપતાં’ (ખાંસી ખાતા ખાતા)
‘હા રૂપા, બસ મુકું જ છું’
‘જો હવે મને ફોન મુકવો જ પડશે રૂપા મને યાદ કરે છે’
‘ના, હવે તારા થી બ્યુટીફૂલ તો કોઈ હોઈ સકે આ વર્લ્ડ માં. મેં એનો ચહેરો તો નથી જોયો આખો દિવસ માસ્ક માંજ હોયને. પણ હા, આંખો બિલકુલ તારા જેવીજ છે બ્રાઉન, ડાર્ક બ્રાઉન, એ જયારે આવે ને એટલે હું એની આંખો માંજ ડૂબી જાઉં છું મને એમ લાગે કે તું આવી ગઈ છે મારી પાસે’
‘ઓ...હા...સોરી સોરી...!!’
‘ચલ બાય બાય ડોક્ટર આવે છે હવે, ફોન મુક્વોજ પડશે.’
‘લવ યુ લવ યુ, પણ યાદ રાખજે હવે હું જ સામે થી કોલ કરીશ. કદાચ...!’

===== The End =====