દિલ કા રિશ્તા - 14 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દિલ કા રિશ્તા - 14


( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કા પોતાનાં લગ્નજીવનની શરૂઆત ખૂબ સારી રીતે કરે છે. અને એ બંને તેમજ કાવેરીબેન એકબીજા સાથેખૂબ જ હળી મળી ગયાં છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

વિરાજ અને આશ્કા એકબીજા સાથે અનુસંધાન સાધતા પોતાનાં લગ્નજીવનને ખૂબ સારી રીતે નિભાવતા હોય છે. વિરાજ પણ આશ્કા સાથે એક દોસ્તની જેમ હસી મજાક કરી લે છે. હવે તો આશ્કા પણ આ ઘરને પોતાનું ઘર સમજી ને એને અપનાવી લે છે. આમ તો વિરાજે ઘરમાં બીજાં કામકાજ માટે એક દંપતિ રાખેલ હોય છે પણ રસોઈ વિરાજને એની મમ્મીના હાથની જ ભાવતી. એટલે કાવેરીબેન જ રસોઈ બનાવતા. પણ હવે એ જીમેદારી પણ આશ્કાએ લઈ લીધી હોય છે. રાજુભાઈ અને દમયંતિબેન બંને પતિ પત્ની ઘરનું બધું કામકાજ સંભાળે છે. સાથે સાથે રાજુભાઈ બગીચાનું કામકાજ જેમ કે છોડને પાણી પાવાનુ, એમાં સમયે સમયે ખાતર નાંખવાનું, એવા બધાં નાના મોટા કામ તેઓ કરી લે છે. તેઓ અહીં જ સર્વન્ટ ક્વાટર્સમા જ રહેતા હોય છે. એમની એક નાનકડી દીકરી હોય છે. જે પહેલાં ધોરણમાં ભણતી હોય છે.

આશ્કા માટે વધારે કંઈ કામ રહેતુ ના હોવાથી તેમજ એને ફૂલો ખૂબ જ ગમતા હોવાથી એ વિરાજના હોસ્પિટલ ગયા પછી ફૂલછોડને જાતે જ પાણી પાય છે અને એની માવજત કરે છે. એક બે વાર વિરાજે એને કહ્યુ પણ હતું કે તારે એ બધું કરવાની જરૂર નથી. તુ અત્યારે ખાલી તારી પરિક્ષા તરફ ધ્યાન આપ. પણ ત્યારે આશ્કાએ કહ્યું હતું કે, મને આ ખિલેલા ફૂલો જોઈને ખૂબ આનંદ થાય છે. અને એનાથી મારો આખો દિવસ સારો જાય છે અને વાંચવામા પણ મજા આવે છે. ત્યારથી વિરાજ અને એ બાબતમાં ટોકતો નોહતો.

આજે બપોરે ખાસ કંઈ કામ નહોતુ એટલે વિરાજ હોસ્પિટલથી જલ્દી ઘરે આવી ગયો હતો. એટલે કાવેરીબેન એને આશ્કાને ક્યાંક બહાર ફરવા લઈ જવાનું કહે છે. તેથી વિરાજ આશ્કાને તૈયાર થવાનું કહે છે.

કાવેરીબેન : આશ્કા સાડી પહેરવાની કોઈ જરૂર નથી. તુ તારે ડ્રેસ જ પહેરજે. અને આશ્કા તૈયાર થવા જાય છે. અને વિરાજ પણ ફ્રેસ થઈ જાય છે.

આશ્કાએ આમ તો બહું ભારીભરકમ કપડાં નહોતા લીધાં હતાં. અને એને એની જરૂર પણ નોહતી. એ જે પણ કપડાં પહેરતી એ એની ઉપર ઓપી ઉઠતાં. આજે પણ એ સિમ્પલ લાઈટ એમબ્રોઈડરી વાળી કૂરતી અને લેગીંસ પહેરે છે. વાળને ઉપરથી હાફ પીનઅપ કરીને નીચેથી છૂટા મૂકે છે. આંખોમાં હળવું કાજલ અને કાવ્યાએ લીપબામ આપ્યું હોય છે એ લગાવે છે. હાથમાં હજી લગ્નના ચૂડા પહેર્યા હોય છે.

કાવેરીબેન અને વિરાજ બંને એક ક્ષણ માટે એને જોયાં જ કહે છે. કાવેરીબેન એની પાસે જઈને એના માથા પર હાથ ફેરવે છે અને કહે છે જે તને જોઈએ એ વિરાજને કહી દેજે. વિરાજ આશ્કા જે માંગે તે અપાવી દે જે. વિરાજ હકારમાં માથું હલાવે છે. અને બંને જણાં બહાર જાય છે.

વિરાજ : બોલ આશ્કા તારે ક્યાં જવું છે ?

આશ્કા : મે તો અહીં કંઈ વધારે જોયું નથી. તમે જ્યાં લઈ જશો ત્યાં જઈશું.

વિરાજ : છતાં પણ તને કંઈક તો જોવાની ઈચ્છા હશે ને !

આશ્કા : હા મને દરિયો જોવાની બહું ઈચ્છા છે. મારી નાનપણથી ઈચ્છા હતી કે હું દરિયો જોઉં. એના પાણી સાથે રમું.

વિરાજ આશ્કાની વાત સાંભળતા સાંભળતા મોબાઈલમાં મેસેજ કર્યા કરતો હોય છે અને મેસેજ કરતાં કરતાં કહે છે ચાલ તો આજે તારી આ ઈચ્છા પૂરી કરી દઉ. અને તે દરિયા તરફના રસ્તે ગાડી લે છે. રસ્તામાં આમ તેમની વાતો કરતાં કરતાં તેઓ દરિયા કિનારે પહુચે છે.

ગાડીમાંથી બહાર ઉતરતાં ઉતરતાં વિરાજ આશ્કાને કહે છે, તારા માટે એક સરપ્રાઈઝ છે. અને એ ત્યાં થોડે દૂર ઊભેલાં તેના દોસ્તો તરફ ઈશારો કરે છે. ત્યા રાહુલ, વિક્રમ, સમર્થ, જાનવી, સાચી અને કાવ્યા ઉભાં હોય છે. આશ્કા એ લોકોને જોઇને ખૂબ ખુશ થાય છે. અને દોડતી જઈને જાનવી, સાચી અને કાવ્યાને ગળે મળે છે.

આશ્કા : હું તમને જોઈને બહું ખુશ છું. તેઓએ તો મને કંઈ કહ્યું જ નહોતુ. તમે અહીં કેવી રીતે.

રાહુલ : એ પછી કહીશું પહેલાં એ કહે આ તેઓ એટલે કોણ ?

આશ્કા : વિરાજને આવતા જોય છે અને પછી આ ટોળકી તરફ જોઈને શરમાય જાય છે. અને કહે છે, તમારા દોસ્ત જ ને બીજું કોણ.

વિક્રમ : વિરાજ તે તારું નામ તેઓ ક્યારથી રાખ્યું ?

વિરાજને એ બાબત વિશે કંઈ ખબર ના હોવાથી એ અચરજથી બધાને જુએ છે. અને કહે છે, તું શું કહે છે મને કંઈ સમજ નથી પડતી.

રાહુલ : અરે આ આશ્કા તને તેઓ કહે છે તો મને લાગ્યું મેરેજ પછી તે તારું નામ બદલી કાઢ્યું હોય ! એ વિરાજ તરફ આંખ મિચાકારતા કહે છે.

વિરાજ સમજી જાય છે કે એ લોકો વિરાજ અને આશ્કાની મજાક ઉડાવે છે. એટલે એ પણ કહે છે કે, હા વિચાર તો એવો જ છે કે મારું નામ બદલી નાખું આમ પણ આ આશ્કા તેઓ, એઓ, એમને, તમને આમ મારા અલગ અલગ નામ રાખે છે તો એમાંથી જે એને વધું ગમે એ રાખી લઉં.

અને બધાં ખડખડાટ હસવા લાગે છે. આશ્કા પણ સમજી જાય છે કે તે વિરાજને નામથી નથી બોલાવતી એટલે આ લોકો એને ચિડવે છે.

આશ્કા : તો પછી શું કહું ?

સમર્થ : અરે આટલું સારું નામ છે મારા ફ્રેન્ડનુ તો નામથી બોલાવ.

જાનવી : હા આશ્કા અમે પણ અમારા હસબન્ડને નામથી જ બોલાવીએ છીએ.

આશ્કા : સારું હું કોશિશ કરીશ. પણ એ તો કહો તમે અહીં કેવી રીતે ?

સાચી : અરે અમને વિરાજે મેસેજ કરીને કહી દીધું હતું કે તમે લોકો અહીં આવો છો અને એણે જ અમને બોલાવ્યા છે હો. બાકી અમે કબાબમા હડ્ડી નહોતા બનવા માંગતા હતાં.

આશ્કા : હા તો એમણે સારું જ કર્યું.તમારી સાથે વધારે મજા આવશે.

કાવ્યા : ચાલો તો મજા કરીએ.

અને બધાં એમના સૂઝ, અને બેગ્સ એવું કારમાં મૂકી દે છે અને કારને લોક કરી દરિયા તરફ જાય છે. દરિયાનુ પાણી નજીક આવતા ચારેય છોકરીઓ એકબકજાના હાથ પકડી દરિયામાં આવતાં મોજાં તરફ દોડે છે. અને પાણીમાં રમવા લાગે છે.

આજે આશ્કા ખૂબ જ ખુશ હોય છે. એનું દરિયો જોવાનું અને એના પાણીમાં રમવાનું સપનું આજે પૂરું થયું. સાથે સાથે એને બહેનપણીઓ પણ મળી ગઈ. વિરાજ અને એની ટોળકી પણ એમની સાથે જોડાય છે. અને એ લોકો ખૂબ મજા કરે છે. ઘણીવાર સુધી તેઓ દરિયાના મોજાં સાથે રમે છે. તેઓ સૂર્યાસ્તના ફોટા લે છે સાથે સાથે એકબીજા સાથે પણ અલગ અલગ પોઝ બનાવી ફોટા લે છે. ગર્લ્સ ગેંગ અલગ અલગ પોઝ બનાવી સેલ્ફી પણ લે છે. છેલ્લે થાકીને એ લોકો બહાર આવે છે. અને દરિયા ની પોચી પોચી રેતી પર બેસે છે.

રાહુલ અને વિરાજ બધાં માટે અમેરિકન કોર્ન લઈ આવે છે. ખાતા ખાતા બધાં ગપ્પાં મારે છે. ત્યાં આશ્કાને અચાનક કંઈક યાદ આવે છે અને એ કહે છે,

આશ્કા : રાહુલભાઈ, વિક્રમભાઈ અને સમર્થભાઈ તમે લોકો અમારા ઘરે જમવા આવવાના હતા એનું શું થયું ?

રાહુલ : અમે તો ક્યારના રાહ જોઈએ છીએ પણ આ વિરાજ બોલાવે તો ને

વિરાજ : હે તો મે ક્યાં ના કહી છે તમારું જ ઘર છે જ્યારે મન થાય ત્યારે આવી જવાનું હોય એમાં ઈન્વીટેશન થોડું આપવાનું હોય .

વિક્રમ : હા અમને ખબર છે પણ સિરીયસલી અત્યારે બધાં જ બહું બીજી હતાં એટલે અમે જ સામેથી કંઈ ના કહ્યું.

સમર્થ : હા તો કાલે રવિવાર જ છે અને બધાં ફ્રી પણ છે તો કાલે પ્રોગ્રામ બનાવીએ.

વિરાજ આશ્કા તરફ જુએ છે અને આશ્કા કહે છે, હા હા કાલે તમારે બધાએ અમારે ત્યાં જ જમવાનું છે. અને બધાં કાલનું નક્કી કરી થોડી આમતેમની વાતો કરી છૂટા પડે છે.

ઘરે જઈ આશ્કા ફટાફટ જમવાનું બનાવી દે છે. અને કાવેરીબેનને કાલના પ્રોગ્રામ વિશે પણ જણાવે છે. કાવેરીબેન પણ ખુશ થાય છે. જમીને કાવેરીબેન સાથે થોડી આમતેમની વાતો કરી આશ્કા અને વિરાજ એમના રૂમમાં જાય છે. વિરાજ એનાં લેપટોપમા કંઈક કામ કરે છે અને આશ્કા એની પરિક્ષાનું વાંચે છે. લગભગ એકાદ કલાક વાંચીને એને ઊંઘ આવતાં એ બુક મૂકી દે છે અને વિરાજને ગુડનાઈટ કહીને સૂઈ જાય છે. વિરાજ પણ થોડીવારમાં એનું કામ પૂરું કરી આશ્કાની બાજુંમાં આવીને સૂઈ જાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna