( મિત્રો આપણે આગળ જોયું કે આશ્કા લગ્ન કરીને વિરાજના ઘરે આવે છે. કાવેરીબેન, વિરાજ અને એનાં મિત્રો એની સાથે હસી મજાક કરીને એને સહજ મેહસુસ કરાવે છે. વિરાજ પણ એની સાથે એક મિત્રની જેમ વર્તે છે. બધાંનો પોતાના પ્રત્યેનો પ્રેમ અને આત્મીયતા જોઈને આશ્કા ખુબ ખુશ હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે.)
વહેલી સવારનાં પરોઢિયે શીતલ હવાની લહેરખી વિરાજના ચહેરાને સ્પર્શે છે. એની આંખો પર નિંદ્રાનો ભાર હોય છે. બંગડીઓનો ખનખનાટ અને પાયલના છનછનાટનો રવ એના કાનમાં ગૂંજે છે. આ અવાજ શાનો છે એ આશ્ચર્ય સાથે એ આંખો ખોલે છે તો એને બારીના પરદા ખોલતી આશ્કા દેખાય છે.
લેમન ગ્રીન સાડી એની ઉપર પોઇઝન ગ્રીન કલરના બ્લાઉઝ પહેરેલી એ બારી ખોલી સૂર્યના કિરણોને પોતાના ચેહરા પર જીલતી નજર આવે છે. વિરાજ અપલક એને જ જોયાં કરતો હોય છે એ વિચારે છે કે આ કોઈ સપનું છે કે હકીકત. આશ્કા પાછળ ફરીને જૂએ છે તો વિરાજ હજી પણ એની તરફ જ જોતો હોય છે. એ હળવી મુસ્કુરાહટ સાથે એને ગુડ મોર્નિંગ કહે છે. આશ્કાના અવાજથી એની તંદ્રા ટૂટે છે અને એ પણ ઊભો થતાં ગુડ મોર્નિંગ કહે છે.
આશ્કા : sorry મે તમારી ઉંઘમાં ખલેલ પહોંચાડી. પણ મને વહેલાં ઊઠવાની આદત છે એટલે.
વિરાજ : it's ok.. મારો પણ ઊઠવાનો સમય થઈ જ ગયો છે. મમ્મી શું કરે છે ?
આશ્કા : મમ્મી આરામ કરે છે. આટલાં દિવસની દોડધામમા તેઓ થાકી ગયાં હશે એટલે મે જ એમને આરામ કરવાનું કહ્યું છે. હું અત્યારે એમની પાસે જ જાઉં છું. નાસ્તો શું બનાવું એ પૂછવા માટે.
વિરાજ : હા તું મમ્મી પાસે જા ત્યાં સુધી હું પણ પરવાળી જાઉં. પછી આપણે સાથે નાસ્તો કરીએ.
આશ્કા કાવેરીબેનને ઉઠાડી નાસ્તો શું બનાવે એ પૂછે.
કાવેરીબેન : બેટા હવે આ ઘર અને રસોડું તારું જ છે. તને જે મરજી આવે એ બનાવ. હા પણ વિરાજ વધારે તેલ મસાલા વાળુ નથી ખાતો અને મને પણ નથી ખાવા દેતો. એટલે એ વાતનું ધ્યાન રાખજે.
આશ્કા નાસ્તામાં પૌંઆની કટલેસ અને સાથે કોથમીર ફૂદીનાની ચટણી બનાવે છે. આમ તો એની રસોઈ પૂજા કાલે થઈ ગઈ હતી છતાં પણ કાવેરીબેને એને શુકનમા કંઈક મીઠું બનાવવાનું કહ્યું હતું એટલે એણે થોડો શીરો પણ બનાવ્યો હોય છે.
વિરાજ નાહી ધોઈને તૈયાર થઈને નીચે આવે છે. આશ્કા ડાઈનીંગ ટેબલ પર નાસ્તો અને ડીશ ગોઠવી દે છે. વિરાજ એ તરફ નજર કરે છે. અને એની ખુરશી પર બેસે છે. આશ્કા બધાની ડીશમાં નાસ્તો પીરસે છે.
વિરાજ : આશ્કા મમ્મીને વધું નહી આપતી. એમને તેલ મસાલાવાળુ ઓછું ખાવાનું છે. અને મને પણ આદત નથી વધારે તેલ મસાલા વાળુ ખાવાની.
આ સાંભળી આશ્કાનું મોઢુ પડી જાય છે. પણ એ ફરીથી સ્વસ્થ થઈને એક હલકી સ્માઈલ સાથે કહે છે,
આશ્કા : તમે ફીકર ના કરો. મે એ વાતને ધ્યાનમાં રાખીને જ આ નાસ્તો બનાવ્યો છે. એમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ અને મસાલાનો ઉપયોગ થયો છે. તમે એક વાર ચાખી જુઓ તમને ના ભાવે કે કંઈક વધારે લાગે તો ના ખાતાં.
કાવેરીબેન : શું તું પણ વિરાજ પહેલાં ખાય તો જો પછી કંઈ કહે. મે આશ્કાને પહેલેથી જ કહી દીધું હતું કે ખાવાનું બનાવવામાં તેલ મસાલાનો વધુ ઉપયોગ ના કરે.
વિરાજ કટાણુ મોઢું કરીને એક કટલેસ લે છે અને બટકું ભરે છે. પણ એના સ્વાદથી એ અચંબિત થઈ જાય છે. કેમકે આશ્કા એ સાચે ખૂબ જ ઓછાં તેલમાં એ બનાવી હોય છે છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની હોય છે. એ પહેલાં આશ્કા તરફ અને પછી કાવેરીબેન તરફ જુએ છે. એ બંને પણ એનો અભિપ્રાય જાણવાં માટે આતુરતાથી એની તરફ જોઈ રહ્યાં હોય છે. એ ફટાફટ આખી કટલેસ ખાય જાય છે અને કહે છે,
વિરાજ : અરે વાહ મે આટલી સ્વાદિષ્ટ કટલેસ હજી સુધી નથી ખાધી. સાચે આશ્કા કટલેસ ખૂબ જ ટેસ્ટી છે.
કાવેરીબેન : તો પછી.. મે તો તને પહેલાં જ કહ્યું હતું. પહેલાં ટેસ્ટ કર પછી જ કંઈ કહે. હવે આશ્કાને સોરી કહે.
આશ્કા : અરે ના ના મમ્મી તમે આવું ક્યાં કહો છો. એમાં સોરી બોલવાની કોઈ જરૂર જ નથી.
વિરાજ : ના ખરેખર મારે જરૂર છે મે જાણવાં વગર જ તારા પર ગુસ્સે થઈ ગયો. I am really sorry..
આશ્કા અને કાવેરીબેન ઈશારામા વાતો કરે છે અને પછી આશ્કા કહે છે,
આશ્કા : અચ્છા તો પછી તમને એક જ શર્ત પર માફી મળશે
વિરાજ : શું શર્ત ? I promise હું એ શર્ત પૂરી કરીશ.
આશ્કા : તો શર્ત એ છે કે તમારે આ શીરો પણ ચાખવો પડશે.
વિરાજ : no way.. શીરો..!! ના બિલકુલ નહીં હું શીરો નહી ખાઈશ.
કાવેરીબેન : એવું ના ચાલે વિરાજ તે પ્રોમિસ કર્યું છે તારે એ પ્રોમિસ તો નિભાવવુ જ પડશે.
વિરાજ : ઓહોઓઓ તો તમે બંને એક થઈ ગયા છો એમ.. અને મને એકલો પાડ્યો. વાંધો નહીં તમને જોઈ લઈશ. ચાલો લાવો શીરો હું મારું પ્રોમિસ પૂરું કરીશ.
આશ્કા ખુશ થઈને એની ડીશમાં શીરો પીરસે છે અને વિરાજ કમને ચમચીમા શીરો લઈ મોઢામાં નાંખે છે. પણ કટલેસની જેમ શીરો પણ સ્વાદિષ્ટ હોય છે એટલે એ બધો જ શીરો ખાય જાય છે.
વિરાજ : આશ્કા તુ મારા માટે કૉફી બનાવશે ?
આશ્કા : હા કેમ નહીં. હું હમણાં જ બનાવી લાવું છું.
વિરાજ : અને હા મમ્મી માટે જ્યુશ અને તને જે ભાવે તે લઈને બહાર ગાર્ડનમાં આવ આપણે બહાર બગીચામાં બેસીશુ
આશ્કા વિરાજ માટે કૉફી અને કાવેરીબેન અને એના માટે જ્યુસ લઈને બહાર આવે છે. બહાર વિરાજ અને કાવેરીબેન ખુરશી પર બેઠેલા હોય છે. આશ્કા કાવેરીબેનને જ્યુસ આપે છે. અને વિરાજને કૉફી આપવાં મગ ઉંચકવા જ જાય છે કે વિરાજ પણ એ જ સમયે પેપર વાંચતા વાંચતા કૉફીનો મગ લેવાં હાથ લંબાવે છે. અને એ અનાયાસે આશ્કાનો હાથ પકડી લે છે. આશ્કા એકદમ ચોંકી જાય છે. વિરાજને પણ સમજમાં આવી જાય છે અને એ તરત જ એનો હાથ છોડી દે છે. આશ્કા શરમાયને નીચું જોઈ જાય છે.
કાવેરીબેન : આશ્કા હું અને વિરાજ રોજ સવારે અહીં જ બેસીએ છીએ વિરાજ એની કૉફી પીએ છે અને હું જ્યુસ. હવે તું પણ આજથી અમારા પરિવારનો હિસ્સો જ છે તો હવેથી આપણે ત્રણ રોજ આમ બેસીશુ.
આશ્કા : હા મમ્મી
વિરાજ : આશ્કા તારી એક્ઝામ ક્યારથી ચાલું થવાની છે ?
આશ્કા : બસ આવતાં મહિનામાં ચાલું થવાની છે.
વિરાજ : સરસ. તો એની તૈયારી શરૂ કરી દે. અને જે સમજ ના પડે એ મને પૂછી લેજે.
આશ્કા : હા
કાવેરીબેન : વિરાજ તે હમણાં રજા લીધી છે તો આશ્કાને કશે ફરાવી લાવ.
વિરાજ : હા લઈ જઈશ.
વિરાજ : મમ્મી હું અત્યારે એક અર્જન્ટ કામ છે.તો હું જાઉં છું. સાંજે આવીશ.
કાવેરીબેન : હા તું જા. ત્યાં સુધી અમે સાસુ વહુ એકબીજા સાથે સમય વીતાવીએ.
કાવેરીબેન આશ્કાને વિરાજ વિશે ,એના ભૂતકાળ વિશે, એની પસંદ ના પસંદ વિશે, એના શોખ વિશે જણાવે છે.
કાવેરીબેન : આશ્કા તું તારા કપડાં કબાટમાં ગોઠવી દે મે વિરાજને કહ્યું હતું એ કબાટનો એક ભાગ તારા માટે ખાલી કરી દે.
આશ્કા કબાટમાં એના કપડાં ગોઠવતી હોય છે તો એને અંદર ના ખાનામાંથી રાહીનો ફોટો મળે છે એ ફોટો લઈ તે કાવેરીબેન પાસે આવે છે અને પૂછે છે,
આશ્કા : મમ્મી આ જ રાહીબેન છે ?
કાવેરીબેન : હા બેટા આ જ રાહી છે.
આશ્કા : તો એમનો ફોટો આમ કબાટમાં કેમ છે બહાર કેમ નથી ?
કાવેરીબેન : બેટા મે જ વિરાજને કહ્યું હતું આમ કરવાનું.
આશ્કા : પણ કેમ મમ્મી !!
વિરાજ : બેટા રાહી એનો ભૂતકાળ છે અને તું એનો વર્તમાન. જો એ ભૂતકાળમાં જ જીવશે તો વર્તમાનને કેવી રીતે જીવશે.
આશ્કા : મમ્મી આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ આપણે આપણો ભૂતકાળ નથી બદલી શકતાં. પણ આપણો વર્તમાન આપણાં હાથમાં હોય છે. એને કેમ જીવવું એ આપણાં હાથમાં હોય છે. મને કોઈ જ વાંધો નથી કે રાહીબેનનો ફોટો અહીં ટેબલ પર હોય તો. અને એ રાહી ના ફોટા ને ટેબલ પર ગોઠવે છે.
કાવેરીબેન : આંખમા આવેલાં આંસુ સાફ કરે છે અને કહે છે, હું કેટલી નસીબવાળી છું કે મને વહુના રુપમાં દીકરી મળી. અને એ આશ્કાના કપાળને ચૂમે છે.
વિરાજ સાંજે ઘરે આવે છે ત્યારે એના રૂમમાં રાહીના ફોટોને ટેબલ પર જુએ છે. ત્યાં જ આશ્કા આવે છે અને કહે છે,
આશ્કા : તમારે આમ ફોટો કબાટમાં છૂપાવવાની જરૂર નથી. જેમ તમે મને મારાં ભૂતકાળ સાથે સ્વીકારી છે તેમ મે પણ તમારાં ભૂતકાળ સાથે જ તમારી સાથે જીવવા માંગુ છું.
વિરાજ : આશ્કા I appreciate your thoughts. મારા મન પરથી એક બોજ દૂર થઈ ગયો. અને મને સમજવાં માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
અને બંને જણાં એકબીજાના વિચારોથી ખુશ થાય છે.
** ** **
વધું આવતાં ભાગમાં..
Tinu Rathod - Tamanna