પુરાની હવેલી Het Bhatt Mahek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરાની હવેલી

ઘણા સમય પહેલા ની વાત છે ત્યારે રાજાશાહી સતા હતી.... તે સમયમાં તો રાજા મહારાજ ના રજવાડા હતાં... શક્તિસિંહ નામે એક રાજા હતો. એની રાણીનું નામ મોહિની બા હતું... મોહિની બા રૂપ રૂપ ના અંબાર જેવા.. પગની પેની પણ ના બતાય એવી રીતે તો સાડી પહેરે... પગ થી માથા સુધી સોનાથી જડેલા.. ખુબ જ હોશિયાર. રાજનીતિ મા ચાણક્ય બુદ્ધિ એવા કુશળ.. દરેક અસ્ત્ર શસ્ત્ર ચલાવતા આવડે... ઘણી વખત રાજા સાથે શિકાર કરવા પણ જતા...
પણ મોહીનીબા ને હવેલી મા પા પા પગલી પાડનાર બાળક નહીં.. પહેલા ના સમય મા તો રાજા એક કરતા વધારે રાણીઓ કરતા. આથી મોહીનીબાએ રાજા શક્તિસિંહ ને કહું.. મહારાજ આપણી આવડી મોટી હવેલી, આટલી સંપત્તિ, જમીન, હાથી, ઘોડા, આટલુ મોટુ રજવાડું છે પણ એક સંતતિ નથી... આવડી મોટી હવેલી પણ આ હવેલી ને સાત પેઢી સાચવી શકે તેવો એક રાજકુમાર અર્થાત આપનો વંશ નથી.

આપ મારું માનો અને બીજી રાણી લાવો એટલે આપણા રજવાડા મા એક રાજકુમાર આવે... રાજા શક્તિસિંહ પ્રથમ તો આના કાની કરી, પણ મોહીનીબાની જીદ સામે નમી ગયા. રાણીની વાત માની અને બીજા લગ્ન ધામે ધૂમે કર્યાં.. હવેલીમાં બીજી રાણી આવી.... હવેલીમાં જુદા જુદા જસમ મનાવવા મા આવ્યા... નવી રાણી માયાવતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

શક્તિસિંહે માયાવતી સાથે લગ્ન તો કર્યાં પણ મોહીનીબા નો પ્રેમ ભૂલી શકતા ન હતાં.. આ બાબત માયાવતીને જરાય ગમતી ન હતી... બે વર્ષ પછી માયાવતી એ સારા સમાચાર આપ્યા કે તે માતા બનવાની છે. આ સાંભળીને મોહીનીબા ખુબ ખુબ ખુશ થયાં કે બાળકના આગમન પહેલા જ હવેલી મા ચોતરફ દિવા પ્રકાશિત કરીને આખી હવેલી શણગારી અને ગરીબ લોકો અને બાળકો ને અનાજ કપડાં જેવી વસ્તુઓ વહેંચી... માયાવતીનું નાની બહેન ની જેમ સાચવે.. માયાવતીને જમીન પર પગ ના મુકવા છે... હવેલીમાં મા એના માટે દરેક બાબતની વ્યવસ્થા કરવામાં આવી... માયાવતીએ નવે માસે એક સુંદર રાજકુમાર ને જન્મ આપ્યો.. રાજકુમાર આવવાથી હવેલીમાં હર્ષ અને આનંદ સાથે નામ પાડવામાં આવ્યું.. યુવરાજસિંહ. આ નામ પણ મોહીનીબા દ્વારા રાખવામાં આવ્યું... યુવરાજસિંહ સુદ પખવાડિયા મા ચંદ્ર વધે એમ દિવસે દિવસે મોટો થતો ગયો..
ઈશ્વરને ત્યાં દેર હોય છે બાકી અંધારે ના હોય..... મોહીનીબા ને સારા દિવસો રહ્યા... આ વાત જાણી શક્તિસિંહ ખુબ આનંદ મા આવી ગયાં... પણ આ વાતની માયાવતી ને ખબર પડતા ખુબ ઈર્ષા કરવા લાગી અને દાસીઓને ને કાન ભરાવવા લાગી..
શક્તિસિંહ રાજાએ મોહીનીબા કોઈ પણ બાબતે હેરાન ન થાય એ માટે ખુબ સારી વ્યવસ્થા કરાવી.. માયાવતી ને આ બધી બાબત આંખના કાણા ની જેમ ખુંચતી હતી કે જો મોહીનીબા એ કુંવરને જન્મ આપ્યો તો મારો યુવરાજ નું રાજગાદીએ તિલક નઈ થાય... આ વાત સતત મનમાં ઘેરાયા કરતી...
એક દિવસ કાવતરું કરી જમવામાં ઝેર ભેળવીને માયાવતી અને તેના ગર્ભ મા રહેલા બાળકને મારવી નાંખે છે. આ વાતની જાણ રાજા શક્તિસિંહ ને થાય છે... માયાવતીને સજા આપતાં અંધારી કોટડી મા પુરી દેવામાં આવે છે... મોહીનીબા નું મોત રાજા થી સહન ના થતા પોતે પણ ઝેર ખાય જાય છે અને મોહીનીબાના શરીર સાથે શક્તિસિંહ નું શરીર પંચ મહાભૂત લય પામી જાય છે... બંન્ને રાજા રાણી વચ્ચે એટલો પ્રેમ હતો કે તે આ હવેલી માંથી ફક્ત શરીર થી નાશ પામ્યા હતાં પણ આટલા વર્ષો પછી આ હવેલીમાં એનો આત્મા જીવન્ત રહ્યો છે... સારા દિવસો મા આ હવેલીમાં દીવાઓ પ્રકાશિત થાય છે...

✍️હેત