khovayelu satya books and stories free download online pdf in Gujarati

ખોવાયેલું સત્ય

ખુશી મધ્યમ વર્ગ ની છોકરી છે... 5 ફૂટ ની હાઈટ ને સિંગલ બોડી ની ખુબ સુંદર દેખાવડી છોકરી છે... ઘરની જવાબદારી થોડી એના શિરે છે.. કારણ કે ખુશીને ભાઇ અને પપ્પા બંન્ને નથી. મમ્મી અને એક નાની બહેન છે.. નાની બહેન નો અભ્યાસ ચાલુ છે.. ખુશી ની મમ્મી એ ખુબ મહેનત કરીને ખુશીનો ઉચ્ચ અભ્યાસ પૂરો કરાવે છે.. ખુશીને વર્ષ 2011 માં એક સારી કંપની માં જોબ મળી જાય છે... ખુશીને કંપની સુધી જવા માટે બસ મા જવું પડતું હતું, કારણ કે એની પાસે કોઈ વ્હીકલ ન હતું.. ખુશી આ કંપની માં ખુબ તન અને મન લગાવીને કામ કરે છે.. અને દિન પ્રતિ દિન મહેનત કરી આગળ વધે છે...
એક દિવસ એની મુલાકાત વિનય સાથે થઈ... વિનય એક પ્રાથમિક શાળા માં ગવર્મેન્ટ જોબ કરે કરે છે... વિનય દેખાવે સારો ઊંચો છોકરો... ખુશી અને વિનય ની દોસ્તી થઈ.. બંન્ને એક બીજા સાથે વાતો કરતા, ક્યારેક બહાર ફરવા જાતા... ક્યારેક હોટલમા જમવા જતાં પણ ખુશી વિનય નાં સ્વાભાવને ક્યારેય કળી શકી જ નહીં..
બંન્ને એ પોતાના પ્રેમ સંબધની ઘરે વાત કરીને અને બંન્ને નો પરિવાર સાથે બેસી સગાઇ ની તારીખ નક્કી કરી..... ખુશી ની ખુશી માં વધારો થયો.. વિવેક ખુશીને ખુબ સારી રીતે સાચવતો પણ વાસ્તવિક સ્વાભાવ ક્યારેય બતાવતો નહિ... 3 મહિના પછી બન્ને નાં લગ્ન થયાં... ખુશી એની મોજમાં રહેતી... વિનય ખુશીની ખુશી સહન થતી ન હતી...
વિનય ખુશીને ધીમે ધીમે માનસિક ત્રાસ આપવાનું શરૂ કરું... વિનયે બધા સાથે બોલવાનું, બન્ધ કરાવ્યું. ખુશી કોઇ સાથે મન મૂકીને વાત કરી શકે નહીં.. નોકરી કરીને ઘરે આવે એટલે ખુશીનો ફોન ચેક કરે... કોની સાથે વાત થઈ.. કોઈના મેસજ વગેરે...
ખુશી એકદમ ફ્રી મગજ ની હતી જયારે વિનય શંકાશીલ વિઘ્ન સંતોષી સ્વાભાવ... વિનય ખુશીને હંમેશા ઓફિસે સાદા કપડાં પહેરવાનું કહેતો.. ફોનમાં વાત નય કરવાની, ઓફિસ નાં કર્મચારી સાથે બોલવાનું નહિ.. ઈ વન ખુશીના મિત્રો સાથે પણ બોલવાનું બંધ કરાવી દીધું...
ખુશી પ્રેમ ખાતર બધું સહન કરતી... ધીમે ધીમે વિનય ખુશીને વધારે હેરાન કરવા લાગ્યો. અને એક દિવસ તો ખુશીના ચારિત્ર પર શંકા કરી... અને એની સાથે ઝઘડો કર્યો... ખુશીને ગાળો આપી.. એની મમ્મી ને ગાળો આપી સંસ્કાર નથી એવુ કયું. જ્યાં સુધી સહનશક્તિ હતી ત્યાં સુધી સહન કર્યું.. અંતે ખુશી ની સહન કરવાની હદ પુરી થઇ ગઈ... ખુશી માનસિક રીતે અંદર થી હારી ગઈ..હતાશ થઈ ગઈ મનમા મૂંઝાય છે... પણ ડર રાખ્યા વગર તેણે વિનય ને કહ્યું.... સહન કરું છું એટલે એવુ નય સમજ કે મને કઈ ખબર પડતી નથી.. તારી મીઠી બોલી પાછળ તારો વાસ્તવિક સત્ય સ્વાભાવ આવો શંકાશીલ હસે એ હું જાણતી ન હતી... તારા આવાં સ્વાભાવને કારણે મેં ઘણા સમય થી બધું સહન કર્યું... તે જેમ કીધું એમ હું તારી સાથે રહી. પ્રેમ કર્યો હતો. તે તો મને ગુલામ બનાવીને રાખી. તારા પ્રેમ અને ખુશી માટે તો મે બધું ગુમાવ્યું... મારી ખુશી, મારું હાસ્ય, મારા સંબંધો, મારા મિત્રો ખુદ મારી જિંદગી ખરાબ કરી... મારે હવે તારી સાથે એક મિનિટ પણ રહેવું નથી... ખુશીએ પોતાનો સામાન તૈયાર કર્યો. સવાર થવાની રાહ પણ ન જોઈ અને વિનય ને એક શબ્દ બોલવાનો મોકો પણ ન આપ્યો.

એમ કહી ખુશી પોતાના પિયર આવી ગઈ. વિનયથી ખુબ જ હેરાન થયેલી ખુશીએ એક મિનિટ નો પણ જિંદગીનો વિચાર કર્યા વગર વકીલ પાસે છુટાછેટા નાં કાગળો તૈયાર કરાવી વિનય ને આપી દીધી...

✍️હેત



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED