Diversion 2.7 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Diversion 2.7

ડાયવર્ઝન ૨.૭
(સ્ટોરી-૨ / પાર્ટ-૭)

... ‘રોશની કંટ્રોલ કર તારી જાત ને. એવું કંઇજ નથી જેવું તું જોઈ રહી છે કે વિચારી રહી છે. આંખો ખોલ જો આજુબાજુ કેટલી મજા આવે છે જબદસ્ત નજરો છે..!’ સુરજ પડતાની સાથે થોડો ગભરાઈ ગયો હતો પણ પોતાના વિચારોને કાબુમાં કરીને પોતાના ડર ને વશ કરી આ માહોલ ને પણ હવે એ કંટ્રોલ કરી રહ્યો છે અને જાણે બધું એન્જોય કરતા કરતા બોલ્યો.
(હવે આગળ...)
===== ====== ======

‘શું આંખો ખોલ? ક્યાર ની મારી આંખો ખુલ્લીજ તો છે. ને તું જો આજુબાજુ ડફર આપણે કોઈ ઊંડી ખાઈ માં સરકી રહ્યા છીએ. જો..તું જો આજુબાજુ. મને તો બહુ જ ડર લાગી રહ્યો છે શું થશે આપણું?’
‘હાહા...હા...હાહા. ઊંડી ખાઈ? તું હજુ કંઇજ સમજી નથી. ડફર હું નહિ તું છે રોશની તું.’ સુરજ રોમાંચિત છે.
‘સુરજ..! તું પાગલ થઇ ગયો છે કે શું તું આ બધું શું બોલી રહ્યો છે. આપણે આ અજીબોગરીબ સીચ્યુએસન માં છીએ અને તને મજાક સુજે છે.’ રોશની અધીરાઈ થી બોલી.
‘મજાક..! અરે આ મજાક જ તો છે. જોને આવું તે કંઈ હોતું હશે મેં તો સપનામાં પણ આવું સપનું નથી જોયું! શું નજરો છે શું દ્રશ્યો છે. આહા...મજા પડી ગઈ! અરે, મોજ છે મોજ..!’ સુરજ ફૂલ ટુ એન્જોય ના મુડમાં છે.
મને લાગે છે ડર નો માર્યો આ પાગલ થઇ ગયો છે. રોશની પોતાની જાત સાથે કાંઇક બબડી.
સુરજ અને રોશની બંને એકબીજા થી વિરુદ્ધ વિચારી રહ્યા છે અને એની આજુબાજુ નો માહોલ પણ એવોજ એકદમ જુદોજુદો રચાઈ રહ્યો છે આ જ તો છે આ ડાયવર્ઝન નો ખેલ. સુરજ હવે આ ડાયવર્ઝન ના રહસ્ય ને પુરેપુરી રીતે જાણી અને સમજી ગયો છે. હવે સુરજ ને એના મિત્ર ની વાત પર ભરોષો બેઠો અને પોતે ન માનેલી વાત પર અફસોસ. સુરજ પોતાની મસ્તીમાં મસ્ત છે અને રોશની પોતાની એજ ડરામણી સ્થિતિમાં ગભરાઈ રહી છે અને ક્યારેક ધીરેથી તો ક્યારેક ખુબ જોરજોર થી બુમો પાડી રહી છે. આ બાજુ સુરજ એની એ બુમો ને અવગણીને પોતાની જાત સાથે એકલો એકલો આ રહસ્યમય ડાયવર્ઝન અને સૃષ્ટી ના એક એવા અંદાજ કે નજરા ને માણી રહ્યો છે જે એને ક્યારેય જોયો નથી.
સુરજ ની આજુબાજુ બધુજ જાણે એના વિચારો થી કંટ્રોલ થઇ રહ્યું છે. એ એક એવા રહસ્યમય જંગલ કે ઝાડીઓ માંથી પસાર થઇ રહ્યો છે કે ઉડી રહ્યો છે જે એને અત્યાર સુધી કદાચ કોઈ સપનામાં કે કોઈ કાર્ટુનમાં જોયુ હશે. મોટા મોટા વિશાળકાય વૃક્ષો, મોટી મોટી અને લાંબી લાંબી એની ડાળીઓ ની વચ્ચે થી પોતે કોઈ જાદુઈ કપડા કે કોઈ જાદુઈ બુટ પહેરીને ઉડી શકતો હોય તેમ ઉડી રહ્યો છે. એને જે બાજુ વળવું છે એ બાજુ ફક્ત એક નજર કરતા ની સાથે એ એ તરફ વળી રહ્યો છે. મોટા મોટા વિશાળ અદભુત ફળ-ફૂલ, પતંગિયા-ભમરાઓ, પક્ષીઓ બધુજ ખુબ વિકરાળરૂપ માં છે. અને અદભુત છે. સુરજ આવી આવી રહસ્યમય જગ્યાઓ માંથી પસાર થઈ રહ્યો છે. ફૂલો ની મનમોહક ખુશ્બુ આવી રહી છે. મોટા મોટા ફૂલો પર ગુંજતા ભીમકાય ભમરાઓ ના પંખ માંથી એટલી બધી હવા આવી રહી છે કે જાણે કોઈ વાવાજોડું. પાકા ફળોની તાજી ફોરમ એના મનમાં ભૂખ જગાડી રહી છે. એને ગમતું એનું ફેવરીટ ફ્રુટ જાંબુ વિશે વિચારતાં જ બાજુ માં એક વિકરાળ જાંબુ નું ઝાડ દેખાયું. સુરજ એના તરફ ફર્યો અને એની બિલકુલ બાજુ માંથી ખુબ મોટું વિકરાળ પતંગિયું નીકળ્યું. એ વિકરાળ પતંગિયા ના રગબેરંગી પાંખીયા જાણે સુરજ સાથે હોળી-ધૂળેટી મનાવતા હોય તેમ એને આખો રંગી ને એના ચહેરા પર જાણે કોઈ મોટી રંગો ની ચાદર પાથરી ગયા હોય તેમ ધીરે થી નીકળી ગયા. પોતાનો ચહેરો એ રંગો થી સાફ કરી સુરજે પેલા જાંબુના ઝાડ તરફ નજર કરી અને એના તરફ ગયો. ‘અદભુત. અમેજીન્ગ’ જાંબુના એ વિશાળ વૃક્ષ અને એના પર લાગેલા મોટા મોટા જાંબુ જોઇને સુરજ ચકિત થઇ ગયો. લગભગ પોતાના બે હાથ થી ભાથ ભરીને પકડે તોય હાથમાં ન આવે એવડા મોટા જાંબુ જોઇને સુરજ અચરજ સાથે આનંદિત થઇ એ બાજુ વળ્યો. જેવું એ વિશાળ જાંબુ માં બટકું ભરવા ગયો કે તરત એને રોશની ની બુમો સંભળાવા લાગી.
‘સુરજ..સુરજ મને બચાવ પ્લીઝ મને બચાવ. આ હાથી જેવડું મોટું જાંબુ મને ખાવા આવી રહ્યું છે મને બચાવ પ્લીઝ!’
સુરજ અચાનક જોરજોર થી આવતા અવાજ થી થોડો ડરી ગયો અને એ મોટા હાથી જેવડા મોટા જાંબુ ની વાત સાંભળીને મન માં હસવા લાગ્યો.
‘સોરી સોરી રોશની હું તને તો ભૂલીજ ગયો.’ સુરજ થોડો સીરીયસ થયો.
‘શું સોરી. સુરજ હવે તો મને લાગે છે મારું મોત ખુબ નજીક છે. આ ખુબ મોટામોટા, ડરાવણા જંતુઓ આવી ને મને મારી નાખશે. પ્લીઝ મને બચાવ. કોઈ રસ્તો બતાવ.’ રોશની થોડી ગંભીર થઇ.
હવે તો મારે ખરેખર કંઇક કરવું પડશે. ન જાણે કેટલો સમય થઇ ગયો અને અમે ક્યાં છીએ. મારે હવે સીરીયસલી રોશની ને આ ડાયવર્ઝન માંથી બહાર કાઢવીજ પડશે. અને મને ખુદને પણ આ બધું મુકીને કંઇક રસ્તો શોધવો પડશે ઘરે પહોચવાનો. સુરજ હવે પોતાની જાત ને કંઇક સમજાવી રહ્યો છે.
‘રોશની. રોશની. સાંભળ હવે હું જે તને કહું એ બરાબર ધ્યાન થી સાંભળજે.’ સુરજે રોશની તરફ ધ્યાન કરતા કહ્યું.
‘ધ્યાન થી અરે હું તો ક્યાર ની તારા તરફ બુમો પાડી રહી છું પણ, તું છે કે મારી તરફ જોતો પણ નથી શું જોઈ ગયો છે એ ઝાડ ની ડાળીમાં કે એને વળગી રહ્યો છે ક્યારનોય.’ રોશની ને જે દેખાતું હતું એ જોઈને કહ્યું.
‘ઝાડની ડાળી..!?’ ઓહ..હશે હવે છોડને એ બધું. સાંભળ. હું તને એક સિક્રેટ કહું.’
‘અરે, કેહવું હોય તો કહેને. ક્યોરનો એક સિક્રેટ કહું કહું કરી રહ્યો છે.’ રોશની ગુસ્સે ભરાઈ.
‘હાહા...હાહા..હા..! ઓહ, સોરી. ઓકે ઓકે હવે ખરેખર તું ધ્યાન આપ અને સાંભળ.’ સુરજ થોડું હસ્યો અને સીરીયસ થયો.
સુરજે રોશની ને પોતાના વિચારો થી કઈ રીતે આ રહસ્યમય ડાયવર્ઝન અને આજુબાજુના માહોલ ને પોતાના કાબુમાં કરી શકાય છે એ બધું સમજાવ્યુ. અને હવે બંને એક સાથે એવું વિચારવું પડશે જેવું એમને એ માહોલ પાસે કરાવવું છે. પહેલા તો આ બધું સમજાવતા સમજાવતા સુરજને ચક્કર આવી ગયા પણ, જેમ જેમ રોશની ને સમજાતું ગયું એમ એમ એની આજુબાજુ નો માહોલ અને એ અચરજ ભરેલી રહસ્યમય પરિસ્થિતિઓ બદલાતી ગઈ. રોશની હજુ એ બધું સાચું છે એવું માની નહોતી સકતી પણ, એક વખત આ ભયાનક ડાયવર્ઝન ના ચંગુલ માંથી છૂટવા એ બધું કરવા તૈયાર થઇ.

(વધુ આવતા અંકે...)
===== ====== =======