bachpanni ek adhuri kahaani books and stories free download online pdf in Gujarati

બચપણની એક અધૂરી કહાની...

બચપણ ની એક અધૂરી કહાની.
રાજનો મિશ્ર શાળામાં ધોરણ સાત ના વર્ગ માં પહેલો દિવસ હતો, થોડું કામ હોવાથી ઘર થી નીકળવાના સમય માં મોડું થઈ ગયું હતું. રાજના હાથ માં દફતર દોસ્તો સાથે વાતો કરતો કરતો, ગપ્પા મારતો અને કવિતા ગાતા ગાતા નિશાળ તરફ ચાલતો જઈ રહ્યો હતો, હવા છુ હવા હું, વસંત ની હવા છુ.નિશાળે પહોંચ્યો તો ખબર પડી કે માસ્ટર જી પહેલેથીજ ક્લાસ માં હતા, ક્લાસ માં જાવા માટે પૂછ્યું, મેં આઈ કમિંગ સર?માસ્ટરજી એ બોલાવ્યો પણ હાથ માં એમની લાકડી થી મારવા માટે, અને કારણ હતું મારુ મોડું ક્લાસ માં પહોંચવું.

પહેલી લાકડી પડી તો મારી નજર એ લાકડી પર પડી , અરે હા મને યાદ છે એ માશૂમ ચેહરો, લાંબા વાળ, એક કહાની કહેતી એની આખો.માસ્ટરજી પાસે માર હું ખાઈ રહ્યો હતો, અને આંખો એ મીંચી રહી હતી, મારી નજર એ ખુબસુરત ચેહરા ઉપર હતી માસ્ટરજી નું મારવાનું નિષ્ફળ ગયું કરણ કે એ બધો દુખાવો મને મહેસુસ થયો જ નહીં.

એક કારણ મળી ગયું મને રોજ નિશાળ આવાનું, રોજ નિશાળ અડધો કલાક વહેલો આવતો, અને બધાથી છેલ્લો નિશાળે થી જતો. ભણવામાં મન લાગવા લાગ્યું હતું મારુ. બધા કંટારાજનક સાહેબો સારા લાગવા લાગ્યા હતા.બધા દિવસ હોમવર્ક, સાહેબ જે યાદ કરવાનું કેહેતા એ યાદ કરીને જતો, ખાલી એના નજર માં આવવા માટે.થોડાક મહિના થઈ ગયા એ મને હલકી આંખો થી જોવા લાગી હતી. હસવા લાગી હતી.

આ દરમિયાન દશેરાનો તહેવાર પણ આવ્યો. અને અમારા શહેર નો એ દશેરાનો મેળો, મેળા વચ્ચે દુર્ગા માઁ ના પડાલ એ દોસ્તો સાથે પૂજા કરવા આવી, હું પણ ત્યાંજ હતો પહેલાથીજ, દુર્ગા માં સાથે વાત કરી રહ્યો હતો, બતાવી રહ્યો હતો એમને કે એક છોકરી જેને મુસ્કાન દિલ ને સૂકુંન આપે છે, એની બધી વસ્તુ ને હું સાંભળી ને રાખવા લાગ્યો છુ હું, એ એજ દિવસે ક્લાસ માં કઈક ચિત્ર બનાવીને પેજ ને ફેંકી દીધું હતું, એને ખબર નહીં પરંતુ મારી પાસે એ હજુ પણ છે. એ દિવસે રમત ના ગ્રાઉન્ડ માં એની પેન પડી ગઈ હતી, એ મારી પાસે હજુ પણ છે, મને ખબર નહીં પ્રેમ શુ હોય છે, પરંતુ એને જોઈ ને એવું લાગતું હતું કે માનો હું જવાન થઈ ગયો છું.

એવુ મનમાં ને મનમાં માતા પાસે બોલી રહ્યો હતો અને પાછળ એ હતી, હા એજ માસૂમ ચેહરો, એક કહાની કેહતી એની આંખો, એ આંખો બંધ અને હાથ જોડી ઉભી રહી હતી, અને હું એને જોઈ રહ્યો હતો.મારો પ્રેમ પવિત્ર હતો. અચાનક એને એની આંખો ખોલી અને મારી સામું જોઈ હસવા લાગી, એની મુસ્કાન જોઈ મને આવું લાગ્યું કે જેમ મારી પૂજા આજે સફળ થઈ છે.સમય આગળ વધી રહ્યો હતો, અમે બન્ને ક્લાસ 6 થી 10 માં પહુંચી ગયા હતા, હવે એ સમય હતો કે અમે બન્ને એક બીજાને ઓળખતા હતા, અને જાણવા લાગ્યા હતા.એ વખતે આવો જમાનો ન હતો ,જેમ વાતો ફેસબુક પર,વ્હાટ્સએપ પર થઇ જયા કરતી હતી, આ એ જમાનો હતો જ્યાં વાતો આંખોથી થતી હતી.

ક્લાસ માં થઈ રહેલા ચાલુ ક્લાસ વચ્ચે ન જાને કેટલી વાતો થતી હતી અમારી. જેમ , કે આગળ ના સવાલ જો જવાબ તને આવડે છે કે જે નહીં, કાલે ટ્યૂશન આવીશ કે નહીં,એક બીજાની ચિંતા કરવા લાગ્યા હતા. જેમ કે કાલે કેમ ના આવ્યો, બીમાર કેમ પડ્યો, તું તારો ખ્યાલ કેમ નથી રાખતો, કાલે તું ન આવ્યો તો મારું મન ના લાગ્યું.એક ખાસ વાત એની હું જેટલો નારાજ રહુ એ બસ એની આંખો થી કઈ પણ કહી દેતી અને હું હસવા લાગતો, એક કહાની હતી એની આંખો માં.

એક વાર પછી દશેરા નો મેળો હતો, આ વખતે એ ફરી થી માતા ના પડાલ માં પૂજા કરી રહી હતી. અને હું એના ચેહરાને જોઈ રહ્યો હતો. શુ કહું આ એ ચેહરો હતો જેના આગળ બાકી બધા ફિકા હતા મારા માટે, આ એ ચેહરો હતો જેને જોઈ ને પહેલી વખત માં જ પ્યાર કરી બેઠો હતો.આટલા વર્ષ થઈ ગયા હતા પરંતુ આજ સુધી અમે સામ સામે એક બીજા સાથે વાત નથી કરી જાણો છો કેમ, કારણ કે એક બીજાનો ખ્યાલ હતો, પ્રેમ હતો પરંતુ એક બીજાની કદર પણ હતી.

મેળા ના વચ્ચે માં હું મારા મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો, થોડી હીરોગીરી કરી રહ્યો હતો.બે પુલીઓ વચ્ચે રાખેલા એક વાશ ના લાકડા પર ચાલી રહ્યો હતો, જ્યારે એને જોયું તો આંખો થી ઈશારો કર્યો જેને ખાલી હુંજ સમજી શકતો હતો.એ બોલવા માંગતી હતી કે પડી જઈશ બકુ, પડીશ તો પગ ભાગી જશે, હું બોલી રહ્યો હતો કે નહીં પડું.પછી એ ગુસ્સે થી બોલી ચાલો તો પછી જતી રહુ છુ.

અરે એમ કેમ જતી રહે તારા માટે તો આવ્યો છું હું અહીં. તું કેવી રીતે જતી રહીશ?થોડી નારાજગી સાથે એ જઈ રહી હતી, રાત્રી નો સમય હતો એ એવા સ્થાન પર હતી જ્યાં થોડું સુમશાન હતું, લોકો એક પણ ના હતા. મેં કહ્યું રોકાય જા ને મહેરબાની કરી ને? એને કહ્યું તું ત્યાં જા હીરોગીરી કર. ઠીક છે હવે નથી કરી રહ્યો ને .ના હવે હું જઈ રહી છું.પછી મેં પણ થોડીક નારાજગી થી જોઈ ને કહ્યું કે ઠીક છે જાવ હું પણ જવ છું.હું જેમ જાવા માટે પાછળ પલટ્યો તેને ફટ દઈ ને મારા હાથ ને પકડી લીધો.

અને પાસે ના એક દિવાર ના સહારે લાગી ગઈ, અને કહ્યું એક વાત જાણે છે રાજ ,ખબર નહીં કેમ પણ તારાથી દૂર જવા નથી માંગતી, પ્રેમ કરવા લાગી છુ તને, અને મારા આટલા નજીક આવી ને મારા હાથો માં પિતળ નું કડું પહેરાવીને મારા હોઠ ને ચૂમી ને જતિ રહી. અને હું ત્યાં ઉભો રહી તેને જોતો જ રહી ગયો. જ્યાં સુધી એ મારી આંખો થી દુર ના થઈ ગઈ.જાણો છો એ દૂર કેમ થઈ ગઈ માંરાથી?કારણ કે એને ચિંતા છે એના પરિવાર ની, સમાજ ની, એને ચિંતા છે મારા પ્રેમ ની, અને મારી.
આજે એની યાદ આવે કારણ કે આજે ફરી મારી સામે હતી, અને દશેરા નો મેળો હતો . અને માતાજી નો પડાંલ છે, બસ અંતર એ હતું કે એના ખોળામાં એક બાળક હતું, જે એનું બાળક હતું. અને ફરી એને આખો થી પૂછી લીધું, કેમ છો.?અને મેં કહ્યું ,સારું છે બસ જિંદગી અને સમય ના તાલમેલ ને સહી કરવામાં લાગ્યો રહ્યો છું.અને એની આંખો માંથી નીકળેલા આંસુઓ એ મારા એ બાળપણ ના અધૂરા પ્રેમ ની યાદ તાજી કરી દીધી.

હેત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED