Dill Prem no dariyo che - 20 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 20

"પરી, યાદ છે તે દિવસે મે તને કંઈ કહેલું."

"હા, પણ શાયદ.... "

"શાયદ શું..... પરી..?? "

"કંઈ નહીં......." પરીએ વાતને ત્યાં જ રોકી દીધી ને મહેરે ગાડી શરૂ કરી. રાત થઈ ગઈ હતી ને રસ્તો એકદમ શાંત લાગતો હતો.

જે વાત પરીના દિલમાં હતી તે વાત મહેરના દિલમાં પણ હતી. પણ બંને ચુપ હતા. શરુયાત કોણ કરે ને આ વાતની પહેલ કોનાથી થાય તે કોઈ ને પણ ખ્યાલ ના હતો. વિચારોની સાથે આજની રાત પણ પુરી થઈ ગઈ. બીજે દિવસે ફરી રૂટીન કાર્યમાં તે ગોઠવાય ગયા. સાજે મંચ પર બધા હાજર હતા. ગ્ઈ કાલનું રિઝલ્ટ આજે જાહેર થયું તેમાં પરીને આગળ વધવાની પરમિશન મળી ગઈ હતી. થોડીક મજાક મસ્તી પછી ફરી એક પછી બધાના નંબર આવતો જતો હતો તેમ બધા પોતાના હિસાબથી કંઈક ગાતા હતા.

પરીનો નંબર આવતા પરીએ એક ગીત શરૂ કર્યું. પણ આજે તેના અવાજમાં થોડી ખામોશી દેખાતી હતી. મનમાં ઉદભવતા સવાલો તેના અવાજને ખામોશ બનાવી રહયા હતા. ખબર નહીં કેમ પણ આજે તેના અવાજમાં તે જાદુ ન હતું. કંઈક અહેસાસનું બંધન તો કંઈક દિલની તે વાતો તેના અવાજને થોડું શાંત બનાવી ગયું. આજે તેના માટે તાળીયોનો ગડગડાટ નહોતો. જજે આપેલા પોઈન્ટમાં તેમના સૌથી ઓછા પોઈન્ટ કવર થયા હતાં. તે સાંભળીને તેની આંખો એમ જ રડી પડી. આજનો પ્રોગ્રામ પુરો થતા તે ધરે ગઈ. રસ્તામાં જતા જ મહેર તેને મળી ગયો ને તે આજે દિલ ખોલીને તેની સામે રડી પડી.

"મહેર, હું આટલું ખરાબ ગીત કેવી રીતે ગાય શકુ. ખબર નહીં ત્યારે મને શું થ્ઈ રહયું હતું. કદાચ આજે મમ્મી પપ્પા હોત મારી સાથે. તો આ સફર મારે એકલા ચાલવી ન પડત. આજે મંચ પર બધાના મમ્મી પપ્પા હતા સિવાય મારા, બધા તેમની બેટી કે બેટા માટે ખુશ હતા. ને હું એકલી તે બધાને જોઈ રહી હતી. જે પરીના એક અવાજથી તેમના પપ્પા બધું છોડી તેના માટે હાજરા હાજર રહેતા તે આટલા દિવસ મારા વગર કેવી રીતે રહી શક્યા..! શું તેને એકવાર પણ મને મળવાનું મન નહીં થયું હોય..... ? શું તે મને ટીવીમાં નહીં જોતા હોય...?? જાણું છું કે હું તે બધાને કીધા વગર ભાગી ગઈ પણ આ ત્યારે જ બન્યું ને જયારે તે લોકોએ મારો સાથ ના આપ્યો. " તેની ફરિયાદનો પીટારો મહેર સામે ખુલી રહયો હતો. તેની આખમાં આસું હતા ને તે બોલે જતી હતી. મહેર તેને શાંત કરવાની કોશિશ કરતો હતો પણ આજે તે શાત બને તેમ નહોતી. કંઈક તેના મનમાં આજે ડર પણ હતો કે આગળના રાઉન્ડ સુધી તે નહીં પહોંચી તો તેના આ સપનાનું શું થશે.. રડી રડીને તેની હાલત પણ ખરાબ થઇ ગઇ હતી.

મહેર પરીને આમ રડતી જોઈ નહોતો શકતો. તેને પરીને ગળે લગાવી ત્યાં જ પરી મહેરના ખભે ઠળી પડી. પરીનું શરીર તાવથી આખું ગરમ થઈ રહયું હતું. મહેરે ગાડી ફટાફટ પાર્ક કરી પરીને તે ઘરમાં લ્ઈ ગયો. થોડીવારમાં ડોકટર પણ આવી ગયા ને તેને તપાસ કરી પરીને દવા આપી. તાવ થોડો ઉતરતા જ પરી હોશમાં આવી. તેને જોયું તો મહેર તેની પાસે બેઠો હતો ને અંકલ- આન્ટી તેની સામે. રાત ધણી થઈ ગઈ હતી ને તેના ટેશનમાં આખું ઘર જાગતું હતું.

"મમ્મી પપ્પા તમે જાવ આરામ કરો આમેય રાત થઈ ગઈ છે. હું અહીં પરીનું ધ્યાન રાખું છું" પરીને હોશ આવતા જ મહેરે અંકલ- આન્ટીને તેના રૂમમાં મોકલી દીધા ને ત્યાં બેઠો રહયો"

"મહેર, હવે મને સારુ છે. તું પણ જા આરામ કર...

"મે તને કંઈ કહયૂં... નહીં ને....તો.. "

"તો શું આખી રાત આમ મારી સામે બેઠો રહીશ..."

"હા... જયાં સુધી મને એમ ના લાગે કે તું ઠીક છે ત્યાં સુધી... "

"પણ, શું કામ તું મારી આટલી કેર કરે છે......??" પરીના શબ્દો ત્યાં જ થંભી ગયા ને તે મહેર સામે જોઈ રહી. બંનેમાંથી કોઈ કંઈ જ બોલી ના શકયું. આખી રાત મહેર તેની સામે બેસી રહયો. પરીને તો નિદર આવતા તે સુઈ ગઈ પણ મહેર સુઇ ના શકયો. સવારે જયારે પરી ઉઠી તો મહેર ત્યાં જ બેસી સુઈ ગયો હતો. તેમને મહેરને જગાડી બેડ પર સૂવાનું કહયું.

આ કેવો પ્રેમ હતો જે એકબીજાને કંઈ નહોતો કહી શકતો. એકબીજા પ્રત્યેની લાગણી. તેમની આંખોમાં સાફ દેખાતી હતી. આજે આખો દિવસ બંને ઘરે જ રહયા. સાંજે ફરી મંચ પર બધા હાજર હતા. આજે કાલનું રિઝલ્ટ હતું ને તે સાથે બધાએ ગીત પણ ગાવાનું હતું. પરીને હજુ ટેશન હતું તેનો નંબર નહીં આવે તો... પણ, એક પોઈન્ટ માટે તે આજે બચી ગઈ. ને તેને આગળના રાઉન્ડમાં જવાનો મોકો મળી ગયો. બધાનો નંબર પુરો થતા પરીનો નંબર આવ્યો ને તેને (કલ હો ના હો) મુવીનું ગીત શરૂ કર્યું

कुछ तो हुवा है, कुछ हो गया है
कुछ तो हुवा है, कुछ हो गया है
कुछ तो हुवा है, कुछ हो गया है
कुछ तो हुवा है, कुछ हो गया है
दो चार दिन से लगता है जैसे
सब कुछ अलग है, सब कुछ नया है
कुछ तो हुवा है, कुछ हो गया है
चीज़े मे रख के भूल जाती हू
बेखायाली मे गुनगुनाती हू
अब अकेले मे मुस्कुराती हू
बदली हुई सी मेरी अदा है
कुछ तो हुवा है, कुछ हो गया है

સંગીતના સુરની સાથે જ તેના શબ્દો પુરા થયા ત્યાં જ પાછળથી તેને તાળીનો અવાજ સંભળણો. જાણે પરી તે અવાજને ઓળખી ગઈ હોય તેમ તેના દિલમાંથી શબ્દો નીકળ્યા "પપ્પા" તેને તરત જ પાછળ ફરી ને જોયું. પણ પાછળ કોઈ ના હતું. તેની આંખોમાં ફરી એકવાર નિરાશા સવાઈ ગઈ. તે કંઈ વિચારે કે તેની આંખો ફરી આસુંથી છલકાઈ તે પહેલાં જ શ્રેયાના શબ્દો તેને કાને પડયા, "અંકલ, અબ આપકી બેટી કો આપ કીતના તડપાયેગે " તેનું આટલું બોલતા જ પાછળથી તે અંકલ મંચ પર આવ્યાં.

પરી તેમના પપ્પા ને જોતા જ દોડી તેમના ગળે લાગી ગઈ. એકમિનિટ માટે બધું જ વિચરાય ગયું ને કેટલા મહિનાથી અલગ બાપ બેટી આજે મન ભરી એકબીજાને જોય રહયા હતા. આખો મંચ તેમની આ મુલાકાત જોય ખુશ થતા હતા. પરીની રડતી આખો ને તેમના પપ્પાનો વહાલ આખા મંચને આસુંથી ભીજવી રહયો હતો.

"મને ખબર જ હતી પપ્પા તમે મારા માટે અહીં આવશો.... " પરી તેમના પપ્પા માટે ખાલી આટલા જ શબ્દો બોલી શકી.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

મહેર અને પરી એકબીજા ને હજુ કંઈ કહી પણ નથી શકયા ત્યાં તેમના પપ્પાનું અહી આવવું તેમના ખિલેલા પ્રેમ પર શું કોઈ અસર થશે.....??? અચાનક પરીના પપ્પાનું અહીં આવવું.. શું તે એમના મનથી આવ્યા હશે કે કોઈ તેમને બોલાવ્યા હશે...?? શું થશે હવે પરીનુ, તેના સપનાનું, તેના પ્રેમનું...તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.. (ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED