મોંઘેરો માવો Jay Piprotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોંઘેરો માવો

જેમ બજારે તરબૂચ લેવા જઇએ અને તરબૂચ કેવું છે એ જોવા માટે દુકાનદાર આપણે એમાંથી એક નાનકડી ચીર કાપી આપે અને આખા તરબૂચને જોવાને બદલે આપણે એ નાનકડી ચીર સામે જોઈએ છય, એવી જ રીતનાં આ જગતના ચોકની માલીપા ગુજરાત એ પેલી તરબૂચની ચીર સમાન છે.
દુનિયાનો સૌથી વાલુડો પ્રદેશ એટલે કે ગુજરાત અને એની અંદર એક ગામડા ગામ નામનું ગામ આવેલું, આ ગામની અંદર ઘણા સભ્યો રહે, અને બધા સભ્યોની અલગ અલગ ખાસિયત, ગુજરાતનાં લોકોની અમુક ખાસ જરૂરીયાતો આ ગામના લોકો પુરી કરતા.
આ ગામના લોકો મનમોજીલા અને સંપીને રહેતા પણ થોડાક દિવસ પહેલા આ ગામમાં અમુક લોકો વિદેશથી રહેવા આવ્યા અને વિદેશી લોકો એટલે મોટા માણસો, પહેવેશ મોંઘા અને દેખાવે રૂપાળા એમાના એક એટલે ડૉ. RMD ભાઈ અને બીજા એમાના પત્ની મિસ. પાન વિલાસ બેન અને ત્રીજી એમની બેન એટલે રૂડી રજનીગંધા. આ ત્રણેય લોકોનું મૂળ ગામ તો આજ હતું પણ ઘણા સમય પહેલાં એમના માં બાપ આ ગામ છોડી ને જતા રહ્યા હતા પણ આ લોકો પાછા આ ગામમાં રહેવા આવ્યા, પોતાના જૂના પ્લોટમાં નવું મકાન બાંધ્યું અને રહેવા જતાં રહ્યાં, આ ત્રણેય લોકો શહેર માંથી આવેલા એટલે ગામડાના માણસો ન ગમે કારણ કે ગામડાના તો મેલા ઘેલા પણ દિલના મોટા હોય.
એક દિવસની વાત છે, મીઠુડી સોપારી અને વાલુડી વિમલ બંને દડે રમતી હતી અને રમતા રમતા દડો ડૉ. RMD ભાઈ ના ઘરે જતો રહ્યો, મીઠુડી સોપારી ને તો એમ કે બીજા ગામલોકોની જેમ આ પણ દડો આપી દેશે એટલે એ દડો લેવા તેમને ઘરે ગય, પણ વિચાર્યું એનાથી બધું ઊંધું થયું,
ડૉ. RMD ભાઈની બહેન એટલે રૂડી રજનીગંધા એ દડો લઈ લીધો અને હાથલાની વાળમાં નાખી દીધો અને કીધું તારી શું કીમત છે, ગામડાના ગોબા એવું ઘણું બધું સંભડાવ્યુ બિચારી મીઠુડી સોપારી તો રડતી રડતી બહાર આવી અને બધી વાત વાલુડી વિમલ ને કરી અને બંને પછી ઘરે ગયા અને આ વાતની જાણ મીઠુડી સોપારી એ એનો ભાઈ તુરો તમાકું ને કરી અને તુરો તમાકું ગુસ્સો થઈ રૂડી રજનીગંધા ને ઘરે ગયો, પણ ત્યાં એના ઘરે તેની વાત કોઈ એ ન સાંભળી અને તુરા તમાકું ને ધક્કા મારી બહાર કાઢી મૂક્યો અને વાત ઉડતી ઉડતી બંનેના મમી એટકે કે સોપારી બેન અને એનો બાપ એટલે ચીરનજીવી ચૂનો એ લોકોના કાને આ વાત પડી.
ચુના એ અને સોપારી એ મીઠુડી સોપારી અને તુરા તમાકું ની આખી વાત જાણી અને પછી કઈ રીતે આ લોકોને સબક શીખાડવો એનો વિચાર કર્યો, શહેર ના લોકોને પોહચવા કોઈ યુક્તિ સુજતી નથી પણ મીઠુડી સોપારીને એના પાપા નાં ફઈ જેની ઉમર મોટી હતી પણ મગજ ગજબનું હતું એવા બુદ્ધિશાળી બીડી બહેન ની યાદ આવી..
તુરા તમાકું દ્વારા બુદ્ધિશાળી બીડી બહેનને કેવડાવ્યું અને ઘરે બોલાવ્યા અને બીજા જ દિવસે બુદ્ધિશાળી બીડી બહેન તેના પતિ બુધુ બીસ્ટોલ અને એની દિકરી ગાંડી ગુટકા ત્રણેય ઘરે આવી ગયા પછી ચિરનજીવી ચુના એ બધી કઠણાય જણાવી, આ બધી વાત જાણી, સમજી અને પછી બુદ્ધિશાળી બીડી બહેને યુક્તિ વિચારી.... બુદ્ધિશાળી બીડી બહેનને ખબર હતી કે આ લોકોને નીચા દેખાડવા આપડે એનાથી ઉપર જવું પડશે એટલે બુદ્ધિશાળી બીડી બહેનના સંપર્કો જાજા એમણે એના બાળપણ નાં મિત્ર અજય દેવગન ને ફોન કર્યો અને વાલુડી વિમલની ઍડ કરવાની આજીજી કરી અને જગતના ચોક ની માલીપા ફેમસ કરવાનું કીધું, અજયભાઈ ના કેમ પાડે બીડી તો એની નાનપણ ની ક્રશ હતી, એટલે એમણે હા પાડી દીધી અને વાલુડી વિમલને તૈયાર કરી, શણગાર સજાવી અને ઍડ શૂટ કરવામાં આવી અને જોતાજોતા માં તો વિમલ પ્રચલિત થઈ ગય..
આ વાતથી હરખાય વાલુડી વિમલ અને મીઠુડી સોપારી બંને પાછા ડૉ. RMD ભાઈ નાં ઘરે ગયા, આ વખતે બધા સભ્યો ઘરે હતા, વાલુડી વિમલ એ પોતાની પ્રચલિતતા વીસે જણાવ્યું પણ અસર ઉંધી થઈ, ડૉ. RMD ભાઈ એ કીધું તારી શું ઓકત છે, તું ગમે તેટલી ઍડ કરીલે, ગમે તે સ્ટાર જોડે કરીલે પણ અમારો મુકાબલો ન કરી શક, અમારા પગમાં જ રેસો તમે આવું ઘણું બધું સંભડાવી ભગાડી મોકલ્યા..
નાનકડા મોં કરી બંને ઘરે પાછા આવ્યા આ વાતની જાણ કરી પેલા તો બધા ખીજાના પણ પછી થયું કે આ લોકોનું અભિમાન તો ભાંગવુ જ પડશે, થોડાક દિવસો જતાં રહે છે અને પાનભાઈ જેમની ઉંમર ખૂબ મોટી હતી એ એમના છોકરાવ જોડે TV જોતા હતા અને એમણે વાલુડી વિમલને TV માં જોય ડઘાય ગયા, કારણ કે આ ગામના લોકોને TV માં જવાની મનાય હતી ગામના સરપંચ દ્વારા અને પાનભાઈ ખુદ ઉપસરપંચ હતા.
પાનભાઈ સીધા દોડતા દોડતા સરપંચ પાસે જાય છે, મોઢેપાણી, ભારીભરખમ શરીર, મોટીમૂછડિયુ, પાઘડી માથે આવો મરદ માણસ એટલે ગામનો સરપંચ, મોભી ખુદ મોંઘેરો માવો ચાલ્યો આવે, પાનભાઈ એ રામ રામ બાપુ કહી આખી વાત જણાવી અને મોભી બાપુ એટલે મોંઘેરો માવો અને પાનભાઈ વાલુડી વિમલની ઘરે જાય છે, વિમલ બીતી બીતી આખી વાત જણાવે છે, આ વાત જાણી મોંઘેરો માવો ખીજાય જાય છે કારણ કે ચીરનજીવી ચૂનો તેનો દીકરો હતો અને બુદ્ધિશાળી બીડી એની બહેન, મોંઘેરો માવો ઘરે જય બધાને ખખડાવી નાખે છે, કોઈ કઈ બોલી શકતું નથી પણ મીઠુડી સોપારી ધીમું ધીમું બોલી દાદા એ લોકો આપણને નાના અને તુચ્છ સમજે છે પોતાના બાળનો અવાજ સાંભળી મોંઘેરો માવો થોડોક ટાઢો થઈ જાય છે અને એને હું જોય લઈ એવું કહી જતો રહે છે.
આ વાતને વર્ષો વીતી જાય છે, ડૉ. RMD ભાઈના ઘરના સભ્યો ગમે ત્યારે ગામના બીજા સભ્યોની મજાક મસ્તી ઉડાવે છે, આ વાતની રજુઆત બધાં લોકો મોભી મોંઘેરો માવા પાસે કરે છે પણ માવાભાઈ બધાને એવું કહે કે સમય આવશે ત્યારે જોય લેસુ, બધા અંદરો અંદર વાતો કરવા માંડે છે કે માવા ભાઈ ડરે છે એ કાંઈ નઈ કરી શકે એમનું તો હવે ઘડપણ આવી ગયું પણ કેવાય છે ને સમય નું ચક્ર ફરે છે, દુખ પછી જ સુખ આવે અને સુખ પછી દુખ આવે એમ મોંઘેરા માવા ભાઈના દિવસો શરૂ થયા.
૧૯ માર્ચનો કાળો દિવસ ગુજરાતની ધરતી માથે Covid - 19 નો પેલ્લો કેસ આવ્યો અને ૨૩ માર્ચના દિવસે ગુજરાત સરકારે લોકડાઉન જાહેર કર્યું અને પછી તો જેટલી ભગવાન ને પામવા ભક્તિ નઈ કરી હોય એનાથી ડબલ તો માવા ને પામવા શક્તિ ખર્ચી નાંખી, મોંઘેરો માવો સોનાથી પણ મોંઘો થય ગ્યો, લોકો દોડા દોડ અને પડા પડ કરવા માંડ્યા.
મોંઘેરો માવો આંગણી ચોયણી પેરી માથે આટીયાળી પાઘડી બાંધી અને ડૉ. RMD ભાઈ ના ઘરે જાય છે, આખું ગામ આ દ્રશ્ય જોવા ઊભું છે એવું લાગી રહ્યું છે જાણે ઘણા દિવસે સાવજ ગુફા માંથી બહાર આવ્યો હોય, ડેલીએ ખૂંખારો મારી ડૉ. RMD ભાઈ ના ઘરે જાય છે, પેલી વાર રૂડી રજનીગંધા કોઈ ને આવકારો આપે છે, ઢોલીયો પાથરી બેસાડે છે, પછી મોભી બાપા વાત માંડે છે અને કહે છે તમારા બાપ દાદા નો દાદો નતો જન્મો ને તે દિવસ થી ગુજરાતના લોકોની દિલ ની ધડકન છું અમુક સિટી વાડા તમને માનતા હશે પણ એ લોકો નું ગજું નથી મને પામવાનું, જેવું તેવું માણસ મારું સેવન ન કરી શકે એના માટે તો કાઠિયાવાડી જીંગરું જોય બાપ પછી ડૉ. RMD ભાઈ માફી માંગે છે અને પોતાની ભૂલ સ્વીકારી લે છે અને મોભી માવો ઘરે જતો રે છે.


માવા માટે મરે છે અત્યારે લોકો જો અત્યારે ખાલી સરકાર રાશન ના સમાન ની જગ્યા એ એક એક માવો આપી દે તો ગુજરાત સચવાય જાય.
દુકાનો તૂટે છે પણ એક રૂપિયો નથી ચોરતો ખાલી માવા ચોરાય છે
એક ખૂન પણ થયું જે શરમની વાત છે એ પણ માવા માટે
કેટલાય ના મોર પણ બોલ્યા એ પણ માવા માટે.
જો તમને માવો મળી રેતો હોય તો ખાય પી ને જલસા કરો બાકી ગોતવા ન જતાં મોર બોલસે.