Budhiyo books and stories free download online pdf in Gujarati

બુધિયો

ગુજરાતનાં પાદર માં એક ગામડા ગામ નામનું ગામ આવેલું , ગામની માલીપા બધાય સંપીને સુખ શાંતિ થી રે , અને આ હસતા ખેલતા ગામની અંદર એક બુધિયો રહે ( એનું નામ બુધિયો આમ બોવ જ ચતુર) બુધિયો એકલો માણસ ઘર માં બીજું કોઈ નતુ , પોતાના છ વિઘા ખેતરમાં બાજરો વાવે અને ખાય પી ને જલસા કરે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બુધિયાએ બાજરો વાવ્યો, બાજરો બરોબર જામ્યો હતો ડુંડા નિઘલવા માંડયા હતા અને એવા માં એક દિવસ બુધિયો કાયમ ની જેમ દિ ઉગ્યો અને ખેતરે પૂગ્યો અને ત્યાં જય ને જોવે છે કે આખો બાજરો ખુંદાયેલો છે, બિચારો બુધિયો આ જોય ને ખૂબ જ દુખી થયો , અને ખેતરે કામ પતાવી નિરાશા ને આંખ માં લઈ સાંજે ઘરે પાછો આવતો રહ્યો .
બીજે દિવસે પણ બુધિયો જય ને જોવે તો બાજરો ખુંદાયેલો અને બુધિયાનો મગજ ગ્યો કે આ છે કોણ અને એને વચમાં જય ને પગલાં જોયા ત્યાં તો હાંઢીયો ( ઊંટ ).

બુધિયો કે આ મારા બેટો હાંઢીયો કાયમ બાજરો ખૂંદી જાય છે , આજે તા આયા સંતાય ને વાટ જોવ આવે એટલે પિંજરી ખેરી નાખું . અને હાંઢીયો ધરાય ને બાજરો ખાય જંગલમાં માં પાછો ગીતો ગાતો ગાતો જાય છે અને એવામાં એ મોકે બે ટેકરી વચારે પૂગ્યો અને સામેથી સિંહ હાયલો આવે, જંગલનો રાજા , ભૂરી લટાળો, મોટી મુછાળો કેહરી હાયલો આવે હો બાપ .
હાંઢીયા એ મનમાં વિચાર્યું મારા બેટું ભગાશે તા નઈ , એટલે હાંઢીયો કે રામ રામ સિંહ ભાઈ, સિંહ કે રામ રામ હાંઢીયા , ભૂખ લાગી બટા હું ખાય જવાનો તને, હાંઢીયો કે અરે સિંહ ભાઈ માંસ તા તમે કાયમ ખાવ હું તમને કઈ ક નવું ખવડાવું.
સિંહ કે એવું હોય શું ખવડાવે
હાંઢીયો કે સિંહ ભાઈ ગામની સીમ માં ઓલા બુધિયા એ બત્રી જાત ના ભોજન બનાવ્યા છે, હું હમણાં એજ ખાય ને હાયલો આવું.
સિંહ કે જો હાંઢીયા ખોટું નિકડ્યું તો હું તને છોડી નઈ
હાંઢીયો કે સારુ સિંહ ભાઈ એમ કઈ ને હાંઢીયા એ તા મૂઠીયુ વારી મૂકી , એક વાર દેખાનો.

બુધિયો આયા ખેતર મા સંતાય ને હાંઢીયા ની વાટ જોવે અને બુધિયો કે મારા બેટુ આતો હાંઢીયા ની જગ્યા એ સાવજ આવે છે ભગાય પણ નઈ.
તો તા સિંહ પૂગી ગ્યો આવી ને કે એ બુધિયા ઓલો હાંઢીયો કેતો હતો તે બત્રી જાતનાં ભોજન બનાવ્યા છે?
બુધિયો કે હા સિંહ ભાઈ પણ એતા એ હાંઢીયો ખાય ગ્યો તમે કેતાં હોય તો પાછા બનાવી આપું.
સિંહ કે હારું પાછા બનાવી આપ.
બુધિયો કે પણ સિંહ ભાઈ તમારે એક ગોખા વારો કોથરો અને એક લાકડી અને એક સિંધરી લાવી આપવી પડશે,
સિંહ કે હારું હાલ હમણાં લાવી આપું..
સિંહતા જંગલનો રાજા ફટાફટ ગ્યો અને લઈ આવ્યો
બુધિયા આ લઈ આવ્યો
બુધિયો કે સિંહ ભાઈ હવે તમે આ કોથળાની અંદર જતા રહો અને ગોખે થી મોઢું ખુલું રાખજો
સિંહ તા અંદર ગ્યો અને ગોખેથી મોઢું ખુલું રાખ્યું બુધિયા એ તા માથે થી કોથળો બંધ કરી ને સિંહ ને લાકડીએ થી લમધાયરો બોવ જ માર્યો અધમુંવો થય ગ્યો પછી નદી ને કાંઠે નાંખી ને બુધિયો ભાગી ગ્યો.

ધીરે ધીરે ઓલી નદી નું પાણી સિંહ ને અડયું એટકે અમુક ટાઈમ પછી સિંહ ભાનમાં આવ્યો, ભાનમાં આવ્યા ભેગો સીધો જંગલમાં ગ્યો અને જંગલમાં જય બધાં સિંહ ને ભેગા કર્યા અને બધા બુધિયા ને ગોતવા નીકડ્યા.
બધા સિંહ ગામમાં પૂગ્યા અને બધા ઘર ફોરી લીધા પણ બુધિયો તા ઘર અંદર બંધ કરી ને બેઠો તો એટલે બધા સિંહ ઘર બાર બેઠા.
જેને માયરો તો એ સિંહ કે બુધિયા દરવાજો ખોલ બુધિયો કે દરવાજો ના ખોલું , સિંહ તા બધા બાર વાટ જોય ને બેઠા દરવાજો ખોલે એટલી વાર ડાઇરેક્ટર ખાય જ જાવ .
એવામાં એક ડોશીમા આવ્યા , આવી ને કે એ બુધિયા દેતવા આપતા , બુધિયો કે ડોશીમા ગોખલા માંથી હાથ નાખો એમાં આપું , ડોશીમા એ હાથ નાખ્યો અને બુધિયા એ દેતવા આપ્યો .
સિંહ આ બધું જોવે એને થયું હું પણ ડોશીમા ના અવાજ માં ટ્રાય કરું .
સિંહ ડોશીમા નો અવાજ કાઢી ને કે બુધિયા દેતવા આપતા , તો બુધિયો કે ડોશીમા ગોખલા માંથી હાથ નાખો આપું, હવે સિંહ ને હાથ તા હોય નઈ ભાઈ મુંજાણો અને સિંહ એ પૂંછડી નાંખી ગોખલાંમા એટલે બુધયો હમજી ગ્યો આ મારો બટો સિંહ છે અને એની સીધી પૂંછડી કાપી લીધી અને સિંહ રાડો દેતો દેતો સીધો જંગલમાં ભાગી ગ્યો.
બુધિયો ઘર બાર નીકડી અને એ પણ જંગલમાં ભાગ્યો કે હવે આયા રેવાય નઈ , થોડીક વાર પછી ઓલા સિંહ ને રાહત થઈ પછી પાછો આવ્યો તો તા આયા કોઈ નઈ ઘર ખાલી એટકે બધા સિંહ ને લઈ જંગલ માં ગોતવા નીકડ્યા, ગોતી ગોતી ને થાક્યા, બપોર નું ટાણું થયું અને તડકો પણ જાજો હતો એટલે બધા એક ઘાટા વડલાના છાયડા નીચે આરામ કરવાનું વિચાર્યું અને બધા ત્યાં સૂતા .
એવા માં બધા સિંહ સૂઈ ગ્યાં પણ એક નાનકડું બચલું જાગતું તું , રમતું કરતું હતું .
એમાં એની નજર રમતું કરતા કરતા વડલાની ટગલી ડાળ ઉપર પડી અને એ કે જો રહ્યો બુધયો, બધા સિંહ જાગી ગ્યાં અને ભેગા મળી ને વિચારવા માંડયા કે જડી તો ગ્યો પણ ત્યાં પૂગવું કેમ પછી ઓલો બાંડીયો સિંહ કે તમે બધા મારી માથે ચડી જાવ અને ભાઈ એતા એક માથે બીજો અને બીજા માથે ત્રીજો એમ કરી ને છેક ટગલી ડાળે પૂગવા આવ્યું તો તા વડલાના થળની એક બખોલ માંથી નોરીયું બહાર આવ્યું અને મોકે ઓલા સિંહ ની પૂંછડી માંથી લોઈ નીકડે એટલે નોરિયા એ લોઈ ચાટવાનું ચાલુ કર્યું ,
ઓલુ નોરીયું લોઈ ચાટે અને બધા સિંહ હલે જેવું નોરીયું લોઈ ચાટે અને સિંહ હલબલે અને જેવું નોરીયે એ ફેરવીને ચાટ્યું એટકે બધા સિંહ પડ્યા ઓલા બાંડા સિંહ માથે અને બાંડો બેભાન.
પછી બુધિયો આનો લાભ ઉઠાવી સીધો ઘરે ભાગી ગ્યો અને સિંહ ને હોંશ આવ્યા ત્યારે એ પણ સીધો જંગલમાં ભાગ્યો બુધિયાએ તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું.
બીજે દિવસે કાયમ ની જેમ બુધિયો ઉઠી ને ખેતરે ગ્યો અને

ખાધું પીધું અને મજા કરી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED