Dhaba Upar books and stories free download online pdf in Gujarati

ધાબા ઉપર

# ધાબા ઉપર #


વરસાદનાં માયાળુ મોસમનો સમય છે , આકાશમાં બે વિજળીયો જાણે સામ સામી તલવારું લઈ ધીંગાણુ ખેલી રહી હોય એવું દ્રશ્ય સર્જાણું છે ,

વાદળાઓ સિંહની જેમ ડણકું દે છે, ધીમે ધીમે વાદળીનાં આંખ માથી હરખના આંસુ ટપકતા હોય એમ વરસાદ વરસી રહ્યો છે.

આવા અદ્ભુત કુદરતનાં કૃત્ય વચ્ચે એક નમણી નાજુક નાગરવેલ સમી કન્યા ધાબા ઉપર કુદરતનાં અદ્ભુત સૌંદર્યને ઝાંખું કરતી હતી .

અને આ ક્ષણની સાક્ષી પૂરતો હું મારા ઝરુખામાં ઊભો ઊભો ચા ની પ્યાલી સાથે કુદરતની બંને રચનાને નિહાળી રહ્યો હતો ..

વરસાદનાં આછા આછા છાંટા એના યોવનને ખીલવતા હતા, અનેકો પાણીનાં ટીપા જાણે એને બથ ભરીને બેઠા હોય , અને જાણે વરસાદ ખુદ મોહિત થય એનાં ઉપર પોતાનો પ્રેમ ઢાલવતો હોય એવું લાગી રહ્યું હતું .

જેમાનું એક શરારતી ટીપુ એના ગુલાબી હોઠની ઉપર લટકાય ને ઊભુતું , અને જેવું એ ટીપુ હોઠના સ્પર્શ સાથે નીચે ગબડ્યું એવું લાગ્યું જાણે રણમાં પૂર આવ્યું હોય , જાણે ભાદરની શૈલ જાણે લીલૂડી વનરાય , અને ટીપુ ધાબા ઉપર બીજા પાણી સાથે ભળતા જ આખું પાણી એનું એઠું થય ગયુ ..

હું એ આશા એ હતો કે એકાદ ટીપુ મારી ચા માં પણ પડે ..

પોતાના વાળને મોકળા કરી અને જાપટ મારી ત્યાંતો જાણે સવાજનો પંજો , જાણે મેઘાણીની કવિતા , જાણે કાનુડાની વાસણી .

એ વાળની લટ એના કોમળ ગાલ ઉપર જાણે સહેરો બાંધી ને બેઠી હોય એવું દ્રશ્ય સર્જાણું .

ઊભા ઊભા જરૂખે ચા મારી ઠરી ગય ,

જોય તને વરસાદમાં ઢંડી મારી ઉડી ગય .# ઝાકળ #


આજે શિયાળાની વહેલી સવારે ખેતરમાં પાણી વારતો તો , અને જેવો ધીમે ધીમે દિવસ ઉગવા લાગ્યો એમ ઝાકળ વરસાવા માંડી .

અને એક ઝાકળનું ટીપુ કપાસનાં છોડથી લપસીને મારા પગ ઉપર પડયું ત્યારે મને એ યાદગાર ઝાકળનો સ્પર્શ અને મારી ન ભુલાય એવી મુલાકાત યાદ આવી ગય .

મીઠી સવાર હતી , પક્ષીઓ કલરવ કરતાતા અને હું ગાર્ડનનાં બાકડે એની રાહ જોતોતો . યુદ્ધનાં મેદાનમાં ગોળા વરસ્યા હોય અને દેખાવાનું બંધ થય જાય , જેમ રેતીના તુફાન માં આંખો બંધ થય જાય એમ આજે ઝાકળે મારી આંખો ધૂંધળી કરી નાખી તી .

એક હાથમાં પ્રેમનું પ્રતીક લાલ ગુલાબી ગુલાબ , અને બીજો હાથ બાકડા ઉપર એની રાહમાં હતો .

એવામાં આ ઝાકળના વરસાદમાં ટચૂકડા ટચૂકડા ડગલાં ભરતું , ઝાકળ જોડે રમતું કરતું , જાણે ઝાકળના ટીપાં એની જુલફો ને સણગારતા હોય એવી મારી મનડાની માણેગર ચાલી આવતી તી .

ધીમેકથી નજીક આવી ટગર ટગર આંખે ઘૂરતી ઘૂરતી કેમ છે એટલું કીધું ત્યાંતો હું પીગળી ને ઢોળાય ગ્યોતો .

પછી એ ઝાકળને સાક્ષી માની મે મારા પ્રેમનો જીક્ર કિધો અને એને ગુલાબ પોતાના હાથમાં લઈ મારા માથા ઉપર ઠપકારી કીધું હું તો પેલેથી જ તારી છું બુદ્ધૂ .

પછી અઢળક વાતો કરતા કરતા પક્ષીઓ નાં ગીતો ની સંગ અમે એકબીજા માં પોરવાય ગયા , પછી એ ઝાકળના ટીપાનું એના ગાલ પર બેસવું , ધીમેથી ટીપાને ખસેડી , મારા હોઠ નું એના ગાલને સ્પર્શવુ , એના ખોળામાં મારું માથું ને એના વાળનો છાયડો અને આવું દ્રશ્ય નિહાળી ઝાકળનું રીસાય ને ચાલ્યું જવું .


આજ પાછું ,

મારી દુખતી નસ ઉપર હાથ મૂકી, ઝાકળનું ટીપુ હસે છે ,

ખીલખીલાટ કરતું પૂછે, ઓલી બાકડા વારી ક્યાં વસે છે ,

ખસેડી મને એના ગાલે થી તું કેમ પાણી વારે છે ,

દોસ્ત તું ભૂલી ગ્યો હું ઝાકળ છું ,

દર શિયાળે આવું છું અને એ દર વખતે મને ચુમે છે .


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED