નદી કાંઠે Jay Piprotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નદી કાંઠે


હું ઊભો ઊભો એમ કેમ કરતો રહ્યો અને,

એ એડી થી પગ ઊચા કરી ગાલે પોચી ગય..


હું તો ભરી બજારમાં નીલામ થવા તૈયાર છું

પણ કોઈ કિંમત લગાડે તો ને..


# નદી કાંઠે #

ઢળતી સાંજનો સમય છે , ધીરે ધીરે સૂર્યનારાયણ એનાં રથડા પોતાના નેહડા તરફ પાછા વાળી ને જાય છે .
કોઈ નવી પરણેતરના સાડલા સમાન પ્રકાશ આકાશમાં છવાય ગ્યો છે , આખું ગગન કંકુ ની જેમ રાતુ ચોર થય ગ્યું છે .
નદી પોતાનું નમણુ રુપ ધારણ કરી વહી રહી છે અને બંને કાંઠે પથ્થરોને ઢોહો મારી ને જાય છે અને
આવા કુદરતનાં અદ્ભુત સૌંદર્યને માણતી , એક સોળ સોહામણી સુંદર છોરી , નદીનાં કાંઠે એક છીપરી ઉપર બેઠી બેઠી પાણી સાથે રમતું કરતી કરતી પોતાના હાથ અને પગ ને ઠીકરી થી ઘસીને ઉજળા કરે છે અને હું આ કુવારી કન્યાને નિહાળતો મારા ઢોરને ચારતો જાવ છું .
જેમ કાનુડાના પગ અડવા યમુના ગાંડી થયતી એમ આજ આ સુંદર સૌંદર્યને અડકવા પાણી છીપરી થી ભટકાય ઉછાળા મારે છે .
અને ધીમેથી પોતાના પગને પાણીનાં પ્રવાહમાં સ્પર્શ કર્યો , ત્યાંતો નદી પોતાનો પ્રવાહ ભૂલી એના પગને ચુંમવા ગાંડી થતી હોય એવું દ્રશ્ય સર્જણાનું .
માછલીઓ એના પગમાં ગલગલિયા કરવા માંડી એવું લાગ્યું જાણે આખી નદી છીપરે ભેગી થય હોય ,
એને નિરખી ને એવું લાગ્યું જાણે મેઘાણીની કવિતાઓની પાત્ર છબી, જાણે પાદરની પનીહારી, જાણે સ્વર્ગની અપ્સરા , જાણે મધનો મીઠો પૂડો .
સૂર્યનારાયણ પણ એને જોવા માટે ડોકિયું કરીને જોતા હોય એવો આછો પ્રકાશ વધ્યો હતો . અને એ રુપ રાતના શીતળ પ્રકાશમાં પોતાના નેહડે વેતી થય. અને હું દુહા વાગોડતો, ભેસું હાકતો મારા ઘરે વેતો થયો .
એ છીપરે આંખ મારી હજુ એમનેન ચોંટી છે ,
એ ઠીકરે દિલ મારું હજુ એમનેન ઘસાય છે .



# પ્રેમ પત્ર #

જ્યારે મને આ દુનિયાનું ભાન ન હતું ત્યારથી આપણે બંને સાથે ભણીએ, હું તારી જોડે કોઈ દિવસ વાતતો ન કરતો..🤐
પણ શાયદ તને નઈ ખબર હોય તારી એક જલક જોવા હું શું શું ન કરતો.. 🤨
તારી લટકાતી એ વાળની લટ, તારા આંખ નું કાજળ, તારા રૂપાળા ગાલ અને તારો મધમધતો અવાજ મારું મન મોહી લેતા.. 😗
બધાનું નું ધ્યાન બોર્ડ ઉપર અને મારું ધ્યાન તારા ઉપર, સ્કૂલમાં બધા ભણવા આવે પણ હું તો ફક્ત તને જોવા જ આવતો.. 😘
મારી હરેક બૂકનાં એક-એક પન્ના ઉપર તારું નામ હશે.. 🙈

કોઈ મને તારા નામથી ચિડાવે તો મને બોવ ગુસ્સો આવતો પણ અંદરથી મંદ મંદ હસતો.. 😉
તારી કતરાતી આંખ અને મલકતા હોઠ જાણે મને ઘાયલ કરી દેતા.. ☺️
તને ખબર ઓલા શિક્ષક દિવસનાં દિવસે તું સાડી પહેરીને આવી હતી ને હું તો શું ભગવાન પણ તારો દિવાનો થય જાય.. 😚
ખુલ્લાં વાળ, સ્વેત કાયા, અદભુત સૌંદર્ય જાણે કોઈ સ્વર્ગની અપ્સરા હોય.. 👸

પણ છેલ્લો એ સ્કૂલનો દિવસ અને છેલ્લી વાર તને જોવા માટે તડપતી આંખ અને છેલ્લી વાર તારા મુખથી બબાય નો અવાજ.. 🙋‍♀️🙆‍♀️
એક વાત તને ત્યારની કેવી હતી આજે કવ છું, તું મારાં જીવનની વિતેલી વસંત છો, તું મારાં જીવનની એક દાસ્તાન છો, તું મારાં જીવન રુપી ચોપડીનું સૌથી પ્રેમાળ પાનું છો..
હું ત્યારે પણ તને એટલો જ ચાહતો હતો અને આજે પણ મારી તો બસ એટલી જ ઈછા છે તું જ્યાં પણ રે ખુશ રે.. 🤗 🤗