પ્રેમ Jay Piprotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ


પ્રેમ કરવો ન હોય પણ થઈ જાય છે , પ્રેમ એક અવિખ્યાત પદ છે પ્રેમ ને અનુભવી શકાય પ્રેમમાં ભરોસો નઈ પણ ભરોસામાં પ્રેમ હોય છે . પ્રેમ રુપી ફુલ જ્યારે હૈયા માં ખીલે ને ત્યારે આખું જીવન સુગંધિત થય જાય છે .

પોરબંદર જીલ્લાનાં બરડા પંથકમાં આવેલુ એક નાનકડું રોજીવાડા નામનું ગામ , જેની માટી ખૂંદીને હુ મોટો થયો તો , આજ હું કેટલાય વર્ષો પછી મારા ગામમાં નવરાત્રી મનાવવા આવ્યો હતો . હુ નાનેથી બાર ભણતો પણ મારા લોઈ માં હજી ગામડું ગાજતૂ હતુ .

હર્ષ , ઉલ્લાસ અને કિલ્લોલથી ભરેલા મારા ગામડાની નવરાત્રીની પેલી રાત માણવા મારુ મન ઘેલું થતુ હતું , નાય-ધોય ને કાઠીયાવાડી વેશમાં તૈયાર થય , હુ પેલું નોરતું રમવા નીકળી ગયો . નાચતા ખૈલાયાની વચ્ચે હુ પણ ગોઠવાય ગયો , જોરદાર ગરબાની રમઝટ જામી હતી , એમ લાગતું હતું જાણે આજ પૃથ્વી પર કાનો ગરબા ખૈલવે છે . એટલામાં જ સંજોગવસ એક કોમળ કાયા મારી સાથે અથડાઈ અને એનાં હાથ માંથી દાંડિયા નીચે પડી ગયાં એની સામે જોયા વગર દાંડિયા ઉઠાવી જ્યારે એનાં હાથમાં મુકવા ગયો ત્યારે મેં જોયું જાણે મથુરાની કોઈ ગોપી ગરબા રમવા આવી હોય . આભલે મઢેલ ચણીયાચોરી , ખુલા લાંબા વાળ , શરમથી જૂકેલ એની આંખડિયુ , ઝગારા મારતી કાનમાં કડિયૂ એને જોતાં ની સાથેજ મારી આંખ સ્તબ્ધ થય ગય , હ્રદયમાં કાંઇ ક અલગ પ્રકારનું થવા લાગ્યું , દાંડિયા હાથમાં ને હાથમાં જ રય ગયા હુ મારૂ સંપુર્ણ રીતે ભાન ખોય બેઠો હતો ,મારુ મન એની સુંદરતા પર મોહી ગયુ હતું એટલામાં અચાનક એને મારા હાથમાંથી દાંડિયા લીધાં અને દાડમની કળી જેવા દાંત માંથી જરાક અમથું મલકાણી .

પછી એ આખી રાત મને ઉંઘ ન આવી બસ ઈ ક્ષણ ને વારંવાર વાગોળ્યા કરી અને આગલા દિવસનાં રાતની વાટ જોવા લાગ્યો , બીજા દિવસે પણ એ રમવા આવી બધાનું ધ્યાન ગરબા ઉપર ને મારું મન , દિલ , ધ્યાન સંપુર્ણ એનાં ઉપર અને ખબર જ ન પડી ક્યારે 1 વાગી ગ્યો અને ગરબા પૂરા થય ગ્યા .. આગલા દિવસે દોસ્તર ની મદદથી ગમે એમ કરી એનાં વિશે બધુ જાણ્યું , એ પણ મારી જેમ વકેશન માણવા આવી હતી એટલે મે વધારે રાહ ન જોઇ .
ત્રીજા દિવસના ગરબાની થનગનાટ વચ્ચે મેં એની સામે ઝલક કરી અને એની મારી સામે અમારી બંનેની નજર વારંવાર એકબીજા સાથે અથડાતી હતી અને છેવટે એ એક બીજા માં પોરવાય ગય . અને પછી આ પ્રકરણ કાયમનું થય ગયુ હતુ અને આવુ સતત 7 નોરતાં સુધી ચાલતું રહ્યુ અને આખરે મેં હિંમત ભેગી કરી અને મારા દિલની વાત કય દેવાનું વિચાર્યું ...

આઠમું નોઁરતૂ હતું અને બીજા દિવસે મારે કૉલેજ જવાનું હતું મતલબ આ મારી છેલ્લી તક હતી એને નિહાળવાની અને ગરબાના અંતે રાતની શીતળતા માં અને ચાંદાનાં અંજવારામાં મેં એકલામા એનો હાથ પકડીને મારા દિલ ની વાત એને કરી દીધી ..
કાંઇ પણ બોલ્યા વગર , પાપણ નમાવી , શરમની ચાદર ઓઢી અને મારા ખંભા ઉપર હાથ રાખી , મારા ગાલ ઉપર કિસ કરી અને મહેંદીથી રંગેલા હાથે ચણીયાચોરી પકડી , જાંજરનાં ખનગનાટે ઢેલડી ની જેમ નાચતી એ ત્યાંથી જતી રહી અને બીજે દિવસે હુ કૉલેજમાં બસ વકેશન ની રાહે બેઠો છું ...


જોય મને તારી આંખો શરમાય ને નમતી હતી ,

કેવી રીતે કવ એ પળ મને કેટલી ગમતી તી ..


યાર ઝંખે જયલો તને હજુય પ્રેમ કરુ છુ ,

ક્યાક એકાદ ગુલાબ છોડે હજુય હું ખીલુ છુ .