Aayam books and stories free download online pdf in Gujarati

આયામ

થાક

વિજય, વિજય એક કોલેજ સ્ટુડન્ટ હતો અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો. આજના યુગની વિચારધારા અને પશ્ર્ચિમનું ભારતના પ્રમાણે આઝાદ કલ્ચર તેને પણ બીજા યુવાનોની જેમ જ આકર્ષકતું.

તે મિડલ ક્લાસ ફેમિલી માંથી હતો,એટલે પૈસાની કોઈ તકલીફ નહતી, હા તેના અમીર મિત્રોની જેમ હાથ છુટો ન હતો.

વિજય જ્યારે હોળીની રજાઓમાં ઘરે આવ્યો, ત્યારે અચાનક જ તેને પરિવાર સાથે ગિરનાર જવાની ટ્રીપનું આયોજન થયું. હોસ્ટેલથી આવ્યાના બીજા જ દિવસે વિજય તેના પરિવાર સાથે ગિરનાર ચઢવા પરિવાર સાથે જુનાગઢ પહોંચી ગયો. તે લોકોએ
આખો દિવસ જુનાગઢ ફરી બીજા દિવસે વહેલી સવારે ગિરનાર પર ચઢાઈ પ્રારંભ કરી.

ગિરનાર પર ચઢવા માટે છેક સુધી પગથિયાં છે, જેનું ચઢાણ તથા ઊતરાણ થકવી દેનાર છે. વિજયે વહેલી સવારે પાંચ વાગ્યામાં ચઢાણ ચાલુ કર્યું હતું, તોપણ પાછા ઉતારવામાં તેમને સહેજે બે વાગી ગયા હતા. વિજય ઉતરતી વખતે રસ્તામાં વિચારતો હતો કે નીચે પહોંચી સીધું હોટલ રુમ પર જઈ સુઈ જવું, બાકી કામ પછી.આમપણ તે થોડો આળસુ હતો અને શારીરિક શ્રમ તેને બહુ ગમતું નહીં.

આમપણ હોસ્ટેલથી ઘરની મુસાફરી તથા બીજા દિવસે જૂનાગઢની ટ્રીપ,તેમાં પણ આજના દિવસ તો તે સતત ચાલ્યો હતો, તેથી તે ખુબ જ થાકી ગયો હતો.

તે હજુ ગિરનારના પગથિયા ઉતરી જ રહ્યો અને હોટલ તરફ જવા 15-20 ડગલા જ ચાલ્યો હશે, ત્યાં તેણે પાછળથી અવાજ સાંભળ્યો, "ભાઈ જરા મદદ કરોને."

તેણે પાછળ ફરીને જોયું તો 10-12 વર્ષની છોકરી તેને મદદ માટે બોલાવતી હતી.તેના કપડા જૂના અને મેલા હતા, જે શાયદ તેને ક્યાંયથી દાનમાં મળેલા હોય તેવું લાગતું હતું.તેના વાળ પણ અસ્ત વ્યસ્ત હતા, પણ આંખો, આંખો એકદમ સ્વચ્છ, પાણીદાર હતી, જેમાં મદદ માટેની યાચના હતી.

વિજયે પહેલી વાર તો તે છોકરી તરફ ધ્યાન ના આપ્યું અને તે આગળ ચાલવા માંડયો. પરંતુ બીજી જ ક્ષણે તેને પાછો મદદ માટે અવાજ સાંભળ્યો. તેને મનમાં થયું આટલા લોકોમાં તે છોકરીએ મને જ કેમ મદદ માટે કહ્યું?

વિજય હજુ વિચારી જ રહ્યો હતો ત્યાં વધુ એક વખત તેણે અવાજ સાંભળ્યો. આ વખતે વિજય અને તે છોકરીની આંખો ટકરાઈ. તેમા કંઈક અજીબ ભાવ હતો, અજીબ ખેચાણ હતું ,જે તેને સમજાયું નઈ.પરંતુ આપોઆપ તેના પગ પાછા વળી ગયા, તે વિચારતો હતો કે હવે તેનાથી બે કદમ પણ નઇ ચલાય, પણ તેના પગમાં ગજબની સ્ફૂર્તિ આવી ગયી.

તે છોકરી પાસે ગયો, તે છોકરી પાસે સામાનનું મોટુ પોટલું હતું, જે ખાસ વજનદાર તો નહતું, પરંતુ પ્રમાણમાં મોટુ હતું જેથી છોકરી એકલી તેને પોતાના માથે મુકવા સક્ષમ નહતી. વિજયે તેને પોટલું માથે ચઢાવવામાં મદદ કરી અને પોતાના રસ્તે પાછો ફર્યો. આમપણતે થોડો અંતરમુખી પણ હતો અને લોકો સાથે હળવુ-મળવું ખાસ ગમતું નહીં.

છતા આજે અચાનક કેમ તે પાછો વળી છોકરીને મદદ કરવા પહોંચી ગયો તેને ન સમજાયું,પરંતુ તેના મનમાં કંઈક અલગ જ અનુભવ થતો હતો, એક અજીબ જ ખુશીનો તેને અનુભવ થયો, આવો આનંદ તેણે આજદિન સુધી ક્યારેય અનુભવ્યો નહતો. તેનુ શરીર જાણે હળવું ફૂલ થઈ ગયું. તેનો બધોજ થાક એક પળમાં જ ગાયબ થઈ ગયો.

********************


ટીવી

હેલ્લો દોસ્તો, કેમ છો? મને તો તમે જાણતા જ હશો!

મારુ નામ ટીવી છે, આજના સમયમાં હું ગરીબ તવંગર સૌના ઘરમાં જોવા મળું છું.

પણ આજે વાત કરવી છે, મુકેશભાઈના ઘરની. તેમનું સંયુક્ત કુટુંબ હતું. ઘરમાં મુકેશભાઈ, તેમના પત્ની સુનીતાબેન, તેમના ત્રણ સંતાનો, મોટા પુત્રની પત્ની અને માતા-પિતા બધા સાથે રહેતા.

મુકેશભાઈને કારના સ્પેરપાર્ટસની હોલસેલની દુકાન હતી. મુકેશભાઈ અને તેમનો મોટો પુત્ર દુકાન સંભાળતા. તેમનો નાનો દિકરો કોલેજમાં હતો, જે બીજા શહેરમાં હોસ્ટેલમાં રહેતો હતો. તેમની પુત્રી પણ કોલેજના ફર્સ્ટ યરમાં હતી.

તેમને કોઈ વાતની કમી નહતી, એક સુખી પરિવાર હતો. સાથે હતો, પરંતુ ફક્ત તનથી, મનથી નહીં. મુકેશભાઈ અને તેમનો મોટા પુત્ર આખો દિવસ દુકાને જ રહેતા, સાંજે પણ ઘરે આવી જમી પરવારી તરત સુવા ચાલ્યા જાય. નાનો દિકરો તો આમપણ બાર જ હતો તેથી મહિનામાં એકાદ વાર 2-3 દિવસ માટે ઘરે આવતો. નાની પુત્રી પણ આખો દિવસ કોલેજમાં જ હોય. સુનીતાબેન અને તેમની વહુ દિવસભર ઘરકામમાં વ્યસ્ત હોય.

પરંતુ કોરોનાના કારણે થયેલા લોકડાઉનના કારણે બધા લોકો હવે ઘરમાં બંધ હતા. કદાચ વર્ષો પછી બધા લોકોને એટલા સમય માટે એકસાથે રહેવાનો વારો આવ્યો હતો.

શરૂઆતમાં તો મુકેશભાઈ અને તેમના મોટા પુત્ર વીરને ઘરમાં ખુબજ કંટાળો આવતો, કારણ કે આટલા સમયમાં તેઓ આખો દિવસ ઘરે રહ્યા જ નહતા, અને અત્યારે તો કંઈ કામ પણ નહતું, એટલે તેમને વધુ કંટાળો આવતો.

પરંતુ 2-4 દિવસ પછી તેમને આ માહોલની ટેવ પડવા લાગી. સાથે જ તેઓ ઘરના નાના-મોટા કામમાં પણ મદદ કરવા લાગ્યા. તેમને ઘર કેમ સંભાળવું એ વાત સમજાવા માંડી. તો સામે પક્ષે ઘરની સ્ત્રીઓને પણ કામમાં મદદ મળી.ઘરનાં દરેક સભ્યને એકબીજાને ઓળખવનો સમય મળ્યો.

આજે કદાચ વર્ષો પછી બધા ભેગા મળીને ટીવી જોવે ત્યારે અનેરો આનંદ થાય છે(મને જોવે એનો પણ આનંદ થાય છે, હું ટીવી છું ને હા.. હા).

(અને આજે મને ડીવીડી નામનો એક જૂનો દોસ્ત પણ મળી ગયો, આંખમાં આંસુ આવી ગયા, હવે કોઈ લુછીં દો, નહીંતર કહેશો કેસેટ ચોંટે છે. હા.. હા..હા...)

**********************


સાથ

વિક્રમ અને વિનીતાના લગ્નને બે વર્ષ થવા આવ્યા હતા. તેમના એરેન્જડ કમ લવ મેરેજ હતા. બન્ને આ લગ્નથી ખુબ ખુશ હતા.

વિનીતા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી, જ્યારે વિક્રમ એક ફ્રિલાન્સર તરીકે કામ કરતો હતો. લગ્નના બેજ મહિના પછી વિનીતાની બદલી મુંબઈમાં થઈ ગઈ. વિક્રમ આમેય ફ્રિલાન્સર તરીકે વર્ક કરતો, તેથી તેને મુંબઈ શિફ્ટ થવામાં કંઈ વાંધો નહોતો.

વિક્રમ અને વિનીતાનું જીવન ખુશી ખુશી ચાલતું હતું, જ્યાં સુધી લોકડાઉન નહતું. પ્રારંભમાં તો બન્નેને મજા આવી, ખુબ આનંદિત થયા કે ઘણા સમય પછી નિરાંતે સાથે રહેવા મળશે.

પરંતુ લોકડાઉનના 2-4 દિવસ પછી તેમની કામવાળીએ કામ પર આવવાનું સરકારના આદેશને પગલે બંધ કરી દીધું. અને આજ દરમિયાન વિનીતાને પણ તેની ઓફિસમાંથી ઘર પર રહી કામ કરવાનું (વર્ક ફ્રોમ હોમ)કહેવાયું.

કામવાળી ન આવતા અને ઘર તેમજ ઓફિસ બન્ને જગ્યાનું કામ આવી પડતા વિક્રમ અને વિનીતાને સાથે મળી બધા કામ કરવાની ફરજ પડી.

પરંતુ બન્નેને આ ગોઠવણ ફાવી નહીં. વિક્રમ પહેલાથી જ થોડો આળસુ હતો અને આમેય ફ્રિલાન્સર હોવાથી તે મહત્તમ ઘરે રહીને જ કામ કરતો, પણ ઘરના બાકીના કામમાં તેનું મન લાગતું નહીં.

સામેપક્ષે વિનીતા માટે પણ ઘરેથી કામ કરવાનો આ પહલો અનુભવ હતો, અને મુંબઈ આવ્યા પછી તો ઘરના સામાન્ય કામોમાં પણ તેનુ ધ્યાન બહુ ઓછું રહેતું.

પરંતુ હાલની પરિસ્થિતિમાં તેને ઘર તેમજ ઓફિસ બન્નેનું કામ સંભાળવું પડતું, આથી તે વિક્રમને વારંવાર તેની મદદ કરવા કહેતી.

વિક્રમ માટે પણ આ પ્રકારની સ્થિતિ પહેલી વારની હતી, તેને ઘરે રહેવામાં કંઈ વાંધો નહતો, આમેય તેનું મોટાભાગનું કામ તે ઘરે રહીને જ કરતો. પરંતુ આ દરમિયાન વિનીતાની હાજરી તેને ગમતી નહીં, ખરેખર તો કામ વચ્ચે તેને કોઈ બોલાવે એ તેને પસંદ નહતું.

વિક્રમ અને વિનીતા બન્નેને એકબીજાની કામ કરવાની રીત પસંદ નહતી આવતી. વિક્રમ આખો દિવસ કામ વિના પડ્યો રહેતો અને વિનીતા તેને કામ માટે ટોક્યા કરતી અને તે કંઈ કામ કરે તોપણ તેમાં ભૂલો શોધ્યા કરતી.

આવી જ પરિસ્થિતિઓને કારણે બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા, અને દિવસેને દિવસે તેમના ઝઘડા મોટુ રૂપ લેવા લાગ્યા.

છેવટે એક દિવસ નાની-નાની વાતમાંથી ઝઘડો એટલો મોટો થઈ ગયો કે બન્નેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો. ઘર વિનીતાના નામે હતું, તેથી વિક્રમને ઘર છોડવાની ફરજ પડી અને તે મુંબઈમાં જ આવેલા તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો.


**************

મિત્રો વાર્તા લખવાનો મારો આ પહેલો પ્રયાસ છે. લખવામાં કોઈ ક્ષતિ રહી હોય અવશ્ય જણાવશો.

તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.

Divyesh Koriya

Wh no:- 9265991971

જય હિન્દ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED