Aruvi Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aruvi

હેલ્લો મિત્રો, મારી આ પહેલી ફિલ્મ સમીક્ષા છે સાથે જ લખાણનો પહેલો અનુભવ છે.

ફિલ્મ :- અરૂવી
કાસ્ટ :- અદીતી બાલન, લક્ષ્મી ગોપાલસ્વામી, અંજલી વરધાન, પ્રદીપ એન્થની, મોહમ્મદ અલી બેગ
ડિરેક્ટર :-અરૂણ પ્રભુ પુરષોથમન
IMDB રેટિંગ :- 8.6/10


અરૂવી 2017 માં આજ નામે આવેેલી તમિલ ફિલ્મનું હિન્દી વર્જન છે. જે એક સોશ્યલ-પોલિટીકલ ડ્રામા ફિલ્મ છે.

મૂવીની શરૂઆત

મૂવીની શરૂઆત એક પોલીસ ઇટ્રોંગેશનથી થાય છે. જ્યાં અમૂક લોકોની પૂછપરછ થઈ રહી છે, પણ તેમાં અરૂવી નામની એક છોકરી પોલીસને પૂછપરછમાં સાથ નથી આપતી. ત્યારબાદ અરૂવીના બાળપણથી મોટા થવાની વાત દર્શાવાઈ છે.ત્યારબાદ સ્ટોરી ફ્લેશબેકમાં ચાલે છે.


અરૂવી કોલેજ ટાઇમમાં બિમાર પડે છે. ત્યારબાદ તેના ઘરનાં લોકોનો વ્યવહાર તેની સાથે બદલી જાય છે, અને તેના પિતા દ્વારા અરૂવીને ઘર છોડીને જતા રહેવાનું કહે છે. આથી તે પહેલાં તેની ફ્રેન્ડના ઘરે અને ત્યારબાદ એમીલી નામના કિન્નર સાથે રહે છે. તેને પોતાના જ કેટલાક ઓળખીતા લોકો દ્વારા હેરેસ કરવામાં આવે છે.જેમાં તેની ફ્રેન્ડના પપ્પા, એક આધ્યાત્મિક ગુરુ અને અન્ય એક લોકલ પોલિટીયન્સ હોય છે.

આ મુદ્દો લઇ તે એક ટીવી શોમાં જાય છે. જ્યાં શોંના ડિરેક્ટર દ્વારા TRP વધારવા તેનો મૂળ મુદ્દો બાજુમાં રાખી અલગ જ વાત થાય છે, જેને પગલે અમૂક અલગ જ ઘટનાઓ આકાર લે છે.

અરૂવીના પિતા તેને કેમ ઘર છોડવા માટે કહે છે અને તે ટીવી શોમાં શું કરવા જાય છે તે ફિલ્મ જોવા સમયેજાાણવા મળે તો વધારે મજા આવશે મૂવી જોવાની. કોઈને જાણવું હોય તો હું કઈ દઇશ.

આગળની સ્ટોરી ટીવી શોનાં સેટ પર જ ચાલે , જેમાં ડ્રામા, લાગણી સાથે થોડી ડાર્ક હ્યુુમર પણ છે. તો સાથે જ જીવનના વિવિધ પાસા પણ ઉજાગર થાય છે.

ઘણા ને એમ થતું હશે કે હું ફિલ્મની સ્ટોરી નથી કહેતો પણ મારા ખ્યાલ મુુજબ તમને સ્ટોરી અહીં વાંચવા કરતા મૂવીમાં જોવાની વધારે મજા આવશે. કેમકે વાર્તામાં અમૂક વાતો અહીં જણાવીશ તો મૂવીમાં મજા નહી આવે.


એક્ટિંગની વાત કરીએ તો મુખ્ય રોલમાં અદિતિ બાલનનું કામ ખૂબજ સુંદર છે. મુખ્ય અભિનેત્રી તરીકે અદિતિ બાલનની આ પહેલી ફિલ્મ છે, છતાં પણ તેમના અભિનયમાં આ બાબત ક્યાંય દેખાઈ આવતી નથી. તો બીજી તરફ કિન્નરનાં રોલમાં અંજલી વરધાનનું કામ પણ વખાણવા લાયક છે. એ સિવાય પણ કોઈ પાત્ર વધારાનું આવી ગયુ હોય અથવા ખટકતું હોય એવું ક્યાંય લાગતું નથી.

ડિરેક્ટર તરીકે અરૂણ પ્રભુની આ પહેલી ફિલ્મ છે, પણ એ પૂૂરી મૂવીમાં ક્યાંય મહેસૂસ થતું નથી. કલાકાારો પાસે તેમણે જોઈતું કામ બખૂબી લીધું છે. ફિલ્મમાં ડિરેક્ટરએ એક સામાન્ય છોકરી અને એક કિન્નરનોં સંબંધ ખૂબજ સારી રીતે દર્શાવ્યો છે. મનુષ્યની જાતિથી ઉપર જઈ અહીં સાચી લાગણી વ્યક્ત કરાઈ છે.

ફિલ્મના રાઈટર પણ અરૂણ પ્રભુ પોતે જ છે. સ્ટોરી પર તેમણે સારૂ કામ કર્યું છે, વાર્તા તમને ક્યાંય બોર નથી કરતી તેમજ છેક સુધી રસ જાળવી રાખે છે. હરપલ હવે આગળ શું થશે તેની ઇંતેજારી રહે છે.

ફિલ્મનું બેકગ્રાંઉડ મ્યુઝિક પણ સમયને અનુરૂપ છે.


ફિલ્મ સમીક્ષાનો મારો આ પહેલો પ્રયાસ છે. જેથી આમાં ઘણી ક્ષતિઓ રહી શકે છે. તો એ પ્રત્યે મારૂ ધ્યાન દોરવા તથા તમારો અભિપ્રાય આપવા વિનંતી.
તેમજ ફિલ્મ કેવી લાગી તે ચોક્કસ જણાવશો.
Wh no. :- 9265991971

મૂવી YouTube માં અવેલેબલ છે.
લિંક નીચે આપવામા આવી છે.
https://youtu.be/mn9rnjZW2Z4

Movei channel on YouTube :- Goldmine Telefilms

"BE SAFE FROM CORONA, TAKE CARE OF YOUR AND YOUR FAMILY'S HELTH"


જય હિન્દ.