દિલ પ્રેમનો દરિયો છે - 19 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 19

બીજે દિવસે ફરી મંચ પર બધા હાજર હતા. થોડીક મજાક મસ્તી પછી જેમ જેનો નંબર આવતો જતો હતો તેમ બધા જ કોન્ટેસ્ટેડ પોતાનુ ગીત રજૂ કરતા હતા. આજે કોઈ ફિક્સ નહોતું જેને જે ગાવું હોય તે ગાય શકે. પરીનો નંબર આવતા તે સ્ટેજ પર આવી. સ્ટેજ પર આવતા જ તેની નજર મહેર તરફ ગઈ. બંને આખો મળીને પરીએ કાલ રાત વાળું ગીત શરૂ કર્યું.

નજર કે સામને જીગર કે પાસ
નજર કે સામને જીગર કે પાસ
કોઈ રહેતા હૈ વો હો તુમ

પરીના શબ્દો પુરા થયા પણ તેની નજર હજુ મહેર સામે સ્થિર હતી. આખોમાં તે પ્રેમ સાફ દેખાતો હતો. તેના આવા સુંદર અવાજ પછી તાળીનો ગડગડાટ ના થાય એવું બની ના શકે. આખું મંચ તેના અવાજથી જુમી ઉઠયું હતું.

" વાહ......સો અમેજીગ, નાઈસ......પરી આજ ફિર તુમને હમારા સબકા દિલ જીત લીધા.... '' શ્રેયા પરિની તારિફ કરવાનો કોઈ જ મોકો નહોતી છોડતી. રીયાએ પણ તેની ખુબ તારીફ કરી પણ મહેરે તેની અંદર રહેલી ભુલને પકડવાની કોશિશ કરી.

"આપને ગાના બહોત અચ્છા ગાયા પર ઉસમે આપને જો વો લાઈન થી ''બેતાબી કયા હોતી હૈ પુછો મેરે દિલ સે" ઈસમે થોડા આપને લંબા ખીસ લીયા. બાકી સબ સહી થા "

"થેન્કયૂં સર" પરીને મહેરનું વાતનું ખોટું નહોતું લાગ્યું. પર તેમને તેમની ભુલ સમજાતી હતી. બધાના તરફથી તેને દસ પોઈન્ટ મળ્યાને મહેરના તરફથી તેમને નવ પોઈન્ટ મળ્યા. તો પણ બધા કરતા તો વધારે જ હતા.

આ સાથે જ પહેલો રાઉન્ડ પુરો થયો ને પરી આગળના રાઉન્ડ સુધી પહોંચ્યો તૈયાર થઈ ગઈ. પ્રોગ્રામ પુરો થતા રાત થઈ ગઈ હતી. તેમાં કાલ રાતનો ઉજાગરાના કારણે તેને સુતા જ નિદર આવી ગઈ. મહેર ઘરે આવ્યો તો પરીના રુમનો દરવાજો ખુલ્લો હતો. તેને જોયું તો પરી અંદર મસ્ત નિદરમાં હતી. તેનો માસુમ ચહેરોને જોઈ મહેરને તેના પર પ્રેમ ઊભરાતો હતો. પરીના હાથમાં રહેલી તે તસ્વીર ને મહેરે ટેબલ પર મુકી. તે થોડીવાર માટે એમ જ પરીને જોતો રહયો. તેના ચહેરા પર ઉડતી વાળની લટને મહેરે સરખી કરી. તેના માથા પર હાથ મુકી તે તેના ગાલ પર કિસ કરવા જતો હતો ત્યાં જ તેને કંઈ યાદ આવતા તે તરત જ ત્યાંથી ઊભો થ્ઈ તેના રૂમમાં જતો રહયો.

"શું થઈ રહયું છે મને આજે, કેમ હું તેના તરફ ખિસાઈ રહ્યો છું. તે ખાલી મારી એક ફેન્ડ છે. હું તેની સાથે આવું ના કરી શકું" તેના વિચારો મનમાં જ દોડધામ મચાવી રહયા હતા. બધું ભુલી તેને સુવાની કોશિશ કરી. પણ નિદર પરીની યાદ બની સપનામાં ખોવાઈ ગઈ હતી.

સવાર થતા પરીની આખ ખુલી. તે તૈયાર થઈ નીચે આવી ગ્ઈ. તેને જોયું તો મહેર તેના મમ્મી-પપ્પા સાથે નાસ્તાના ટેબલ પર બેઠો હતો. તે પણ ત્યાં જઈને બેસી ગઈ. બધાની સાથે નાસ્તો કર્યા પછી મહેર અને પરી સ્ટુડિયો પર જવા નીકળ્યા. રસ્તામાં બંને ચુપ જ બેઠા રહયાં. ક્લાસ પુરો થયો. ત્યાં સુધી તો બંને વચ્ચે કોઈ જ વાતો ના થઈ.

"મહેર, હું તને જોવ છું આજ સવારથી તું મારી સાથે ક્ઈ જ નથી બોલ્યો. શું તને કંઈ થયું છે. " ફરી ઘરે જતા રસ્તામાં પરીએ તેને પુછી લીધું

"ના, મને શું થવાનું....!! અને તે પણ તારી સાથે...એવુ કયારે બની શકે...!! " મહેરે હસતા હસતાં જવાબ આપ્યો. જાણે તેના મનમાં બીજી કોઈ વાત જ ના હોય.

"ચલો, થોડો ઇગો ઓછો તો થયો."

"ઓ.....મતલબ તને એવું લાગે છે કે મારામા ઈગો છે...???"

"મને નથી લાગતું આ તો તું કહે છે એટલે.... "

"મે એવું કયારે કીધું તને...."

"હમણા તો કહું હતું.... "

"ઓ...... સમજી ગયો. "

"શું સમજાણું તને.........."

"કંઈ નહીં.... બહાર જવું છે...???? "

"ના, કાલે જઈશું હજું મારે પ્રેક્ટિસ કરવાની બાકી છે"

"બસ, આટલી જ વાત. તે ગાડીમાં હું કરાવી દેવા"

"રીયલી, તું મને પ્રેક્ટિસ કરાવી......"

"કેમ, ના કરાવાઈ, કાલે પણ તે મારુ જ ગાયેલ ગીત ગાયું."

"તેમાં પણ તને ભુલ દેખાણી..... થોડીક મજાક કરતા પરી બોલી.

"ભુલ હોય તો દેખાય જ ને..."

"ઓકે તો મારે કાલે કયું ગીત ગાવાનું છે.....??"

"આ્ઈ લવ યુ......."

"વોટ..... "

"પાગલ, ગીત ગાવાનું કહું છું તેના શબ્દો છે આ... ખરેખર તમે છોકરીઓ તરત જ ગલત સમજી લો નહીં.."

"મે તને કંઈ કીધું એવું........હું તો ખાલી પુછતી હતી."

"ખાલી પુછતી હતી.....!!!

"હા.....તો... " બંનેની નોક જોક ગાડીમાં શરૂ થઈ ગઈ હતી. આખો દિવસની ચુપી આ અડધા કલાકમાં તેને વસુલ કરી લીધી હતી. આજે ગાડી દરીયા કિનારાની જગ્યાએ મુવી થિયેટરના પાર્કિંગમાં જ્ઇ ઊભી રહી.

"મહેર, આપણે મુવી જોવા જવાનું છે.... "

"ના, ખાલી થિયેટર જોવા...." પરીના સવાલનો ઉલટો જવાબ મળતા પરીનો ચહેરો થોડો ખામોશ બની ગયો. તે કંઈ પણ બોલ્યા વગર જ મહેર સાથે થિયેટરમાં ગઈ. મુવી શરૂ થવાની તૈયારીમાં હતું ને મહેર અને પરી તેમની સીટ પર જ્ઈ બેસી ગયા.

મુવી શરૂ થઈ ગયું. મુવીનું ટાઈટલ સનમ તેરી કસમ ને જોતા જ પરી એકદમ ખુશ બની ગઈ. જે મુવીને જોવાનું તે વિચારતી હતી તે જ મુવી તેને જોવા મળી ગયું. તેને મહેરના હાથ પર પોતાના હાથ મુકયો ને તે ધીમેકથી બોલી, "થેન્કયું" મહેરે તેના ચહેરા પરની થોડી સ્માઈલ આપી ને બંને મુવી જોવા લાગ્યા. મુવીમાંથી બહાર નજર થતા બંને એકબીજાને જોઈ લેતા હતા. હજૂ પણ હાથમાં હાથ હતો ને સામે એક રોમેન્ટિક મુવી ચાલી રહી હતી. અંધારમાં આખો મળતી ના હતી પણ બંનેના ધબકતા દિલ બધું જ સમજતા હતા. વાતો બંધ હતી પણ અહેસાસ બધું કહેતો હતો.

આખું મુવી પુરુ થયું ત્યાં સુધી બંને વચ્ચે એકદમ જ ચુપી રહી. કોઈ કંઈ જ બોલયું ના હતું. મુવી પુરી થયા પછી બંને ગાડીમાં બેઠા ત્યાં સુધી આ ચુપી રહી પછી પરી બોલી,

"મહેર, એક વાત પુછુ....." મહેરે હા મા માથું હલાવ્યું.

" તને નથી લાગતું કે આ બધું કંઈક અજીબ થઈ રહયું છે. એકબીજા વગર એકપળ પણ ના ચાલવું, રાતે બેસી કલાકો સુધી વાતો કરવી, એકબીજાના વિચારમાં આખી રાત જાગવું, વિશ્વાસ હોય કે ના હોય છતાં પણ દિલની બધી જ વાતો કરવી. ખબર નહીં પણ કેમ મને એવું લાગે છે કે શાયદ આ બધું કંઈક અલગ થઈ રહયું છે... તને નથી લાગતું એવું કંઈ..??? " મહેર, પરીના ચહેરા સામે જોતો રહયો.

જે સવાલનો જવાબ તે પોતે જ આપી રહી હતી તે જવાબ તે મહેરને પુછતી હતી. આ સવાલ મહેરના મનમાં પણ હતા પણ ખામોશ રહી તે ખાલી પરીને જોતો રહયો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
બંને વચ્ચે વધતી જતી દોસ્તી પ્રેમના પહેલા પ્રકરણમાં પહોંચી ગઈ ત્યારે શું બંને એકબીજાને કહી શકશે...??? પરીના ઉલજજન ભર્યા સવાલનો શું મહેર જવાબ આપી શકશે....?? સપનાની સાથે શરૂ થયેલો પરીનો આ પ્રેમનું છેલ્લે શું પરિણામ આવશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.... (કર્મશઃ)