Diversion 2.4 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Diversion 2.4

ડાયવર્ઝન ૨.૪
(સ્ટોરી-૨ / પાર્ટ-૪)


...રોશની થોડી ગભરાઈ. આમતેમ જોવા લાગી અને સાઈડ ની બારી માંથી કોઈ એમને જોઈ રહ્યું હોય એવું લાગ્યું એટલે જરા પોતાના હાથ થી કાંચ સાફ કર્યો અને જોયું તો કોઈ ડરાવણા ચહેરા જેવું દેખાયુ. અને તરત બુમ પડી ગઈ. એની આ બુમ આજુબાજુ ના વાતાવરણમાં ગુંજવા લાગી અને પછી પરિસ્થિતિ ધીરે ધીરે બદલાવા માંડી. પાછળ ની સીટ પર જે વસ્તુઓ દેખાતી હતી એ બધી ગાયબ થઇ ગઈ આગળ નો કાંચ થોડો ક્લીયર થવા લાગ્યો. અને આજુબાજુ ના કાંચ પણ ધીરેધીરે સાફ થવા લાગ્યા. બહાર નું દ્રશ્ય દેખાવા લાગ્યું.
(હવે આગળ...)
===== ====== ======

જે રસ્તે થી સુરજ અને રોશની જઈ રહ્યા હતા એ રસ્તાની સાઈડમાં તો કોઈ મોટા મોટા વૃક્ષો નહતા ખાલી થોડી ઉંચીનીચી ઝાડીઓ હતી એ પણ પુરા રસ્તામાં નહિ પણ ક્યાંક ક્યાંક. પણ, સુરજ પોતાની સાઈડ વાળા કાંચ માંથી બહાર નજર ફેરવી ને જુવે છે તો ખુબ ઉંચા ઉંચા અને મોટા મોટા વૃક્ષો દેખાઈ રહ્યા છે અને જાણે કોઈ જંગલ માં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ બાજુ રોશની પણ પોતાની સાઈડ વાળા કાંચ માંથી બહાર ડોકિયું કરીને જુવે છે તો ખુબ ઉંચા અને વિરાટ વૃક્ષો દેખાઈ રહ્યા છે અને એને બીજી વસ્તુ પણ માર્ક કરી કે એ વૃક્ષો હજુ પણ ખુબ ઝડપ થી વધી રહ્યા છે અને હજુ મોટા મોટા થઇ રહ્યા છે, અને આજુબાજુ ખુબ અંધકાર છવાઈ રહ્યો છે.
‘સુરજ, જોયું તમે આ તો કંઇક વિચિત્ર લાગી રહ્યું છે.’
‘હા, રોશની મને પણ લાગ્યું. આપણી ગાડી તો ઝાડીઓમાં ફસાઈ હતી ને આ બધું શું થઇ રહ્યું છે, મને પણ ખબર નથી પડતી.’ સુરજ બોલ્યો.
હજુ વાતો ચાલુ જ થઇ હતી બંને ની વચ્ચે ત્યાં તો રોશની ની સાઈડ ની બારી માંથી જાણે કોઈએ ફરી બુમ પાડી.
‘આ...વી..ગયા?’
બંને જણાએ એ બાજુ ડોક ફેરવી અને નજર કરી. કોઈ દેખાયું નહિ. પણ કંઇક અજુગતું બનવા લાગ્યું.
આજુબાજુ ના વૃક્ષો જે આપો આપ વધી રહ્યા હતા એટલે કે ઉંચા ઉંચા થઇ રહ્યા હતા એ હવે ખુબ વધારે ગતિ થી ઉંચા થઇ રહ્યા છે અને સુરજને કંઇક ઈશારો થયો. સુરજે બહાર વળી ને જોયું તો એનો સક સાચો પડ્યો.
એમની ગાડી સીધી ગતિમાં નહિ પણ ઉપર તરફ ગતિ કરી રહી હતી અને એ પણ આટલી બધી ચીલ ઝડપે.
હા, એમની ગાડી આ ઘટાદાર વૃક્ષો ની સાથે ખુબ સ્પીડ માં ઉપર ની તરફ ગતિ કરી રહી હતી.
સુરજ હવે ખરેખર ખાતરી કરી બેઠો હતો કે કંઇક તો ગડબડ છે, કદાચ આ એજ અલૌકિક ડાયવર્ઝન માં અમે લોકો ફસાઈ ગયા છીએ.
‘રોશની, જો તું ગભરાતી નહિ. મને લાગે છે આપણે પેલા ડાયવર્ઝન..!’
‘શું ડાયવર્ઝન..? પેલા તમારા મિત્રે કહ્યું હતું એ ડાયવર્ઝન?’ હજુ તો સુરજ પોતાની વાત પૂરી કરે એના પહેલા રોશની પણ જાણે બધું જાણી ગઈ હોય તેમ બોલી પડી.
‘હા..હા..એજ ડાયવર્ઝન.’ સુરજે તરત કન્ફર્મ કર્યું.
બંને એકબીજા સામે જોયું. હવે ગાડી ની બહાર ગણું બધું થઇ રહ્યું હતું જેની જાણ ધીરે ધીરે બંને જણાને થવા લાગી. ગાડી જ્યાર થી એ જાડીઓ માં ગુસી હતી ત્યાર થી અત્યાર સુધી એમની ગાડી સીધી રોડ પર નહિ પણ ઉપર આકાશ તરફ ગતિ કરી રહી હતી અને એ પણ ચીલ ઝડપે. એ નાની નાની જાડીઓ ક્યારે આ કદાવર ડરાવણા વૃક્ષોમાં ફેરવાઈ ગયા એ કોઈને ખબર ના પડી. ગાડી ની ચારે બાજુ જાણે કોઈ મોટા વડની વડવાઈઓ વીંટળાતી હોય તેમ કંઇક વીંટાઈ રહ્યું હતું જેના લીધે ગાડી ની અંદર જાણે કોઈ ગાડીને હેવી કેબલ થી બાંધતું હોય એવો ઘરર...ઘરર અવાજ આવતો હતો. રોશીની થોડી અંદર સુરજ તરફ ખસી ગઈ. સુરજે પણ પોતાના હાથ કાંચ બંધ હતો તોય અંદરની તરફ વાળી લીધા. ગાડીની હેડ લાઈટ ચાલુ હતી જેનું અજવાળું આગળ થોડું થોડું દેખાઈ રહ્યું હતું. એ બાજુ થોડું ધ્યાન થી સુરજે જોવા કાંચ ને થોડો આગળ જુકી ને સાફ કર્યો. હવે બંને જણા આગળ શું થઇ રહ્યું છે એ જોવા લાગ્યા. લીફ્ટ માં જેમ એક પછી એક ફ્લોર આવતા જાય તેમ બંને ને આગળ થી બધું નીચે તરફ જતું હોય તેમ લાગ્યું. સુરજે ફરી થી પોતાની વિન્ડો બાજુ વળીને હવે થોડું ધ્યાન થી નીચે ની તરફ જોવાની કોશિશ કરી.
‘આ શું.?’ સુરજ થી તરત બોલાઈ ગયું.
‘કેમ શું થયું?’ રોશની પણ પોતાની બારી બાજુ વળી.
‘ઓહ... માય ગો..ડ! સુરજ આ શું છે..?’ રોશની તરત પાછી વળીને સુરજ ને ચોંટી ગઈ.
સુરજ પણ કંઇજ સમજ્યો ન સમજ્યો ને પોતાની બારી પર થી ખસી ગયો અને રોશની ને વળગી ગયો.
‘કામ ડાઉન.. કામ ડાઉન. રોશની. આ બધું એક સપનું છે. હમણાજ પૂરું થઇ જશે.’
‘સુરજ, હું કોઈ બાળક નથી. મને ખબર પડે છે..! ખરેખર બહુજ ડરાવણું છે. આપણે નીચે કેવી રીતે ઉતરીશું?’
‘નીચે..? અરે ગાંડી પહેલા આપણે પૂરેપુરા ઉપર તો પહોચીએ. મતલબ ક્યાંક ઉભા તો રહીએ આ ગાડી જો ને પોતાની જાતે જ ચાલી જાય છે.’ સુરજ ગુસ્સા અને ડર સાથે બોલ્યો.
‘શું ગાડી પોતાની જાતેજ ચાલે છે?’ રોશની ને હવે જાણ થઇ.
રોશની હવે પોતાનું માંથું સુરજ ના ખભા પર રાખી ધીરે ધીરે રડવા લાગી.
‘સુરજ, નક્કી આપણે કોઈ મોટા પાપ કરેલા હશે એટલે આટલું ભયાનક મોત આપણને મળી રહ્યું છે.’
‘પાપ..!? મોત..!? આ શું બોલી રહી છે તું?’ સુરજ ભડક્યો.
‘હા, જોને આ મોત જ તો છે જે આપણને પોતાની માયા જાળમાં ફસાવી ને મૃત્યુલોક માં લઇ જઈ રહ્યું છે.’
‘રોશની શું તું પણ બકવાસ કરે છે..? કેમ અત્યારે તું આવું બધું વિચારી રહી છે?’
‘કેમ અત્યારે એટલે? તમને શું વિચાર આવે છે આ બધું જોઇને શું તમને મજા આવે છે? બોલો?’ રોશનીએ આજુબાજુ આંગળી ચીધતા પુછ્યું.
‘અરે, એવું નહિ. પણ મને લાગે છે.’ ધીમે થી બોલ્યો.
‘તમને શું લાગે છે બોલો બોલો તમને એમકે આ પણ જાણે કોઈ રેડિયો પર આવતી કોઈ કહાનીઓ ની જેમ થોડીવાર માં ખતમ થઇ જશે અને આપણે ઘરે પહોચી જઈશું એમ?’
બંને ના કપાળે પરસેવો જબકી રહ્યો છે. એકબીજાને ચોંટીને બેઠા છે અને હવે આ મુસીબત માંથી બહાર કેવી રીતે નીકળવું એ વિચારવા કોશિશ કરવા લાગ્યા.

(વધુ આવતા અંકે...)
===========