Kitlithi cafe sudhi - 22 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 22

કીટલીથી કેફે સુધી
આનંદ
(22)

દીવસો પસાર થઇ રહ્યા છે. સમય રેતીની જેમ હાથમાથી સરકી રહ્યો છે. દીવસો જતા મારુ મન શાંત થઇ રહ્યુ છે. લેપટોપનો ઉપયોગ સાવ બંધ કરી દીધો છે. કોઇવાર તો બે-ત્રણ દીવસ સુધી કબાટમા જ પડયુ રહે છે.

ઇન્સટાગ્રામમા અમદાવાદના એક માણસ સાથે વાત થઇ. જે બીજાઓથી કાઇ અલગ પ્રકારનુ કામ કરી રહ્યો છે. મેસેજમા વાત કરીને અમે રીવર ફ્રન્ટ પર મળ્યા. મે સામે હાલીને કોઇ માણસને મળવા માટે કહ્યુ. એકબીજાના વીચારો અને બીજી ઘણી બધી વાતો થઇ.

મે “સાઇલન્ટ ટ્રાફીક” વીશે જણાવ્યુ. એને પોતાના પેજ “અમદાવાદ લોકલ” વીશે જણાવ્યુ. એની વાત પરથી મને એ માણસ થોડો વીચીત્ર લાગ્યો.

વાત તો એ હતી કે મારા દીવસો પહેલા કરતા સારા જઇ રહ્યા હતા. આ દીવસો મે એક ચેલેન્જ લીધી હતી. બને ત્યા સુધી કોઇ પર ગુસ્સો નહી કરવાનો. આ ચેલેન્જ ઘણી મદદગાર સાબીત થઇ રહી હતી.

ધીમે-ધીમે હુ શાંત પડી રહ્યો હતો. ધીમે-ધીમે બધુ પહેલા જેવુ થવા લાગ્યુ. મે ચા પીવાની ઘટાડી નાખી. લેપટોપને ઉપયોગ ખાલી “ગુજરાતી ટાઇપીંગ” કરવા માટે કરવા લાગ્યો. આડા અવડી રોડ પર ચા પીવાની બંધ કરી દીધી.

મે મારી જાતને ગમે તેમ કરી સાચવી રાખી છે. યોગીભાઇની વાતો મને અસર થવા લાગી છે. એકવાર અમે “યુવીઝ કેફે” મા મોડે સુધી બેઠા હતા. ત્યારે એણે એક વાત કરી “જીંદગી કા હરએક પલ ઇનજોય કર. દેખ આજ મે ઓફીસ સે આ રહાથા રાસ્તેમે બારીશ શુરુ હો ગઇ. સભી છાતે ઓર પોલથીન નીકાલને દોડે. મેને કયા કીયા ઇયરફોન નીકાલા. કાન મે લગા દીયા. મુજે પતાથા કી ફોન ભીગ રહા હે. ફીર ભી મસ્ત ગાને સુનતે હુએ આયા. યે હે લાઇફ કા મજા.”

“એક બાત યાદ રખ અગર એક લડકી નહી મીલી તો કયા હુઆ હજારો લડકીયા હે દુનીયા મે...”

બધી જ પડોજણ ઓછી થઇ ગઇ. તન અને મન બેય મારા કાબુમા આવતા જતા હતા. એ વાતનો મને રોજ આનંદ થતો કે કોઇએ તો કારણ આપ્યુ મને આગળ વધવાનુ.

હુ મુવ ઓન કરી ગયો. વગર રીલેશનશીપે બ્રેકઅપમાથી નીકળી ચુક્યા પછી માણસ કેવો હોય.

ચોમાસાની સાંજ હતી. વાતાવરણ આનંદ કરાવે એવુ હતુ. મારી લખવાની ઇચ્છા હતી; એટલે હુ વહેલો આવી ગયો. રુમમા આવીને મે વાઇફાઇ ચેક કર્યુ. આટલો ટાઇમ થયો તોય હજી બંધ જ છે. હુ કોઇ વાર જાતની પરીક્ષા કરતો. જો પહેલા હુ આવી રીતે આવ્યો હોત અને વાઇફાઇ બંધ હોત તો...આખુ પી.જી. માથે લેત. આ વખતે એમ ન કરી શક્યો.

આવી નાની વાતનો આનંદ લેવાની ટેવ મને પડી ગઇ હતી. મે ફોન બાજુ પર મુક્યો. પાછળ જઇને બારી ખોલી નાખી. ત્યા જોરદાર વરસાદ ચાલુ થયો.

હુ પાછો ફર્યો ત્યા મારા ઇન્સ્ટાગ્રામમા એક અજાણ્યો મેસેજ આવ્યો. “કાગજ કલમ ઓર કહાનીયા” નામના પેજ પરથી મેસેજ હતો. “ઓપન માઇક” નામની ઇવેન્ટનુ પોસ્ટર હતુ. તરત બીજો મેસેજ આવ્યો. “પ્લીઝ રજીસ્ટર યોર ડીટેલ્સ એઝ સુન એઝ પોસીબલ.”

મને થયુ ભુલથી મને મેસેજ કરી દીધો હશે. મને થયુ ઓપન માઇક લખ્યુ છે એટલે સ્ટેજ પર ચઢીને કાઇ બોલવાનુ હશે. મે મારી જીંદગીમા ક્યારેય માઇક હાથમા નથી લીધુ. મે સામો મેસેજ કર્યો “મેને કભી સ્ટેજ પર પર્ફોમ નહી કીયા હે. મે કેસે કર સકતા હુ...” મે હીન્દીમા લખ્યુ. ઇંગ્લીશ લખવામા મને કોન્ફીડન્સ નહોતો.

“અરે ભાઇ તો અબ ટ્રાઇ કર લો ના.” સામેથી મેસેજ આવ્યો.

“સોરી યાર...” મને મારી જાત પર ભરોસો નથી. એને મારા પેજ પર એવુ તો શુ જોયુ કે મને મનાવવા આટલી જીદ કરે છે.

“તુમ્હારી એજ કીતની હે.”

“બીસ સાલ...”

“ભાઇ આઇ એમ ઓન્લી સેવન્ટીન...”

“ઠીક હે મે આ રહા હુ...” મારાથી મોકલાઇ ગયુ.

બીજા દીવસે મને કોઇએ પોસ્ટમા ટેગ કર્યો. મે જોયુ તો મારા નામનુ પોસ્ટર બનાવીને પોસ્ટ થઇ ગયુ હતુ. હુ એટલો રાજી થયો કે કોઇ પાર નહોતો. રોજે-રોજ મારી સાથે કાઇ નવુ થઇ રહ્યુ હતુ. મારી અંદર ખાસો બદલાવ આવી રહ્યો હતો.

ઓપનમાઇકના દીવસે દેવલાને સાઇટ પર જવાનુ થયુ. યોગીભાઇ ઘરે છે. મે નીલ ને સાથે લીધો. ધ્રુજતા પગલે હુ કેફે પર પહોચ્યો. બે છોકરીઓ અંદર હતી. બાકીના કોઇ દેખાતા નહોતા. અહીં પર્ફોમ કરવાના સો રુપીયા લેવામા આવે છે. મે નામ લખીને સાઇન કરી. સ્ટેજ જોઇને મારી ગભરામણ વધતી જતી હતી. કેફેનુ નામ છે “સુગરલેસ લાઇફ” પણ મારી સુગર ઘટી રહી હતી.

કેફેની ચા જરુર કરતા ઘણી મોંઘી હતી. નીલને કહીને હુ બહાર ચા પીવા આવી ગયો. થોડુ રખડીને મને ચા મળી. મને થોડી રાહત થઇ. પાછો હુ અંદર આવ્યો ત્યારે કેફે માણસોથી ભરાયેલુ પડયુ છે. બધી ઉમરના માણસો જોવા મળે છે. ખાસ તો છોકરીઓને જોઇને મને ગભરામણ થાય છે.

એકવાર તો મે બહાર નીકળી જવા કહ્યુ પણ; નીલે મારી ચાવી લઇ લીધી. “પુરુ થાય પછી જ લેવા આવજો.” કહીને મને રોકી રાખ્યો. બાકી ક્યારનો ઘર ભેગો થઇ ગયો હોત.

રાજકોટ અને અહીના માણસોમા હાથી-ઘોડાનો ફરક છે. અહી એકદમ મોર્ડન વીચારો વાળી છોકરીઓ છે. હુ પુરેપુરો સૌરાષ્ટ્રના રંગે રંગાયેલો માણસ. મને મારી અંદર કાઇ ખુટતુ હોવાની લાગણી થઇ. સૌરાષ્ટ્ર બોલવુ અને સૌરાષ્ટ્રના હોવુ એમા કેટલો ફરક છે મને દેખાઇ ગયો.

“કાઠીયાવાડી ખમીર ક્યારેય પાછો ન પડે.” મારા મનમા ક્યાકથી આવી ગયુ.

આગળ થોડાના પર્ફોમન્સ જોયા એટલે મારી બીક વધી ગઇ.

જોયા વાંચવાની મારી હીમ્મત નથી. હુ કાગળમા લખીને લાવ્યો છુ. હુ કાગળમા પેનથી સુધારા કરવામા પડયો હતો. ત્યા અચાનક જ મારુ નામ બોલાયુ.

હુ સાવ શાંત થઇ ગયો. મને માનવામા જ નથી આવતુ. બધા તાલીઓ પાડી રહ્યા છે. મે કાઇ કર્યુ નથી તોય બધા મારા માટે તાલી પાડી રહ્યા છે.

હુ ઉભો થઇને સ્ટેજ તરફ ગયો. મને મારા ધબકારા સંભળાઇ રહ્યા હતા. આખરે હુ સ્ટેજ પર ચઢી ગયો. મને કાયમ એવુ લાગતુ કે મારી પાસે બોલવાની શકિત છે. કાયમ હુ એને સંતાળતો આવ્યો છુ. આજે મોકો છે. મારા અંદરના અવાજો મને સંભળાઇ રહ્યા હતા.

નીચુ જોઇને હુ સ્ટેજ પર ચઢી ગયો. પહેલી વાર બધા માણસો સામે નજર કરી. બધા મારા બોલવાની રાહમા હતા. બે-ત્રણ સેકન્ડ હુ માંડ જોઇ શક્યો. શરુઆત કરતા અટકી ગયો. ચૈતન્યની “હ્યુમર” ની વાત અચાનક યાદ આવી.
“પહેલી વાર સ્ટેજ પર આવ્યો છુ...”

“થોડા હાથ પગ ધ્રુજસે...પણ જે બોલવાનુ છે એ તો બોલીને જ જઇશ...” હુ આંખ બંધ કરીને બોલી ગયો. આટલુ બોલ્યો ત્યા બધા એકદમ હસી પડયા. ઘણા બધા છોકરાઓ પાછળથી અવાજ કરવા લાગ્યા. પહેલી લાઇનમા ઘણી બધી છોકરીઓ હસીને તાલી પાડી રહી છે. એ સેકન્ડ મને સોનાથી પણ વધારે સોહામણી લાગી.

માઇકની સામે મારો અવાજ અલગ જ સંભળાયો. મારી જાણે વર્ષોની ઇચ્છા કોઇએ પુરી કરી નાખી.

“આમતો હુ આર્કીટેકચરનો સ્ટુડન્ટ છુ!”
“જોઇને નથી લાગતોને,મારા ઘરેય બધાયને એવુ જ લાગે”

આટલુ બોલ્યો ત્યા બધા એ સામે ઉપાડી લીધો. વાતાવરણમા એકલો આનંદ છવાઇ ગયો. મે કરી દેખાડયુ. બધા કવીતા અને જોક્સ સાંભળીને કંટાળ્યા હતા. મે વાતાવરણ ફેરવી નાખ્યુ.


“આમાથી કેટલા લોકો ગુજરાતી છે
ધોરી મીલેટરી નઇ હો,હા મોજ હા વાળા
આજની વાત ચાલુ કરતા પેલા જ કય દઉ કે કાઠીયાવાડી અને આર્કીટેકચરને બાપે માર્યા વેર છે!
ખરેખર,એક બાપા એ મને પુયછુ બટા શુ ભણેશ
મે કીધુ બાપા આર્કીટેક્ટ,તો કયે નકશા બનાવાવારો ને તો કયે અમારા મુનીયાનો છોકરોય બેહારે
આવા મા આર્કીટેકટ કયાથી ઉચા આવે!”

હુ કાગળ માથી વાંચીને બોલી ગયો. પહેલી લાઇનો વખતે બોલવામા મે ઘણુ વીચાર્યુ હતુ. બધા વચ્ચે-વચ્ચે કમેટ મારી રહ્યા હતા. બીજા કોઇના પર્ફોમન્સ કરતા મારામા મને વધારે રાજીપો દેખાયો.


“હવે વાત સાંભળો મજાની આ વાત અત્યારનો પ્રેમમા પડેલો કાઠીયાવાડી આશીક બોલે છે!
કવી આર્કીટેક્ટ છે!”

મારી બધી બીક નીકળી ગઇ. બધાની સામે જોઇને આરામથી હુ બોલી ગયો.


“આમાથી કોઇને ખબર ઓટોકેડ વીશે...” કાગળની બહારની વાત મે ઉમેરી દીધી.

“આઇ એમ ઓલ્સો સ્ટુડન્ટ ઓફ આર્કીટેક્ચર બ્રો...” પાછળથી એક જણે બુમ પાડી. બે ત્રણ જણાએ સીટી વગાડી. હુ મારા ખુશીને રોકી નહોતો શકતો. બે થી ત્રણ વાર તો માઇક બાજુ પર કરીને હુ જ હસી પડયો.

“ઓટોકેડના લોગોમાય મને તારો ચહેરો દેખાય છે!
એલ એન્ટર કરુ તોય હવે તારુ નામ દેખાય છે!
આખો દીવસ કામ કરુ કેડમા તોય ફાઇલ સેવ કરવાની ભુલાય જાય છે!
સ્કેચપમા ફાઇલ ઇમપોર્ટ કેમ કરાય એય ભુલાય જાય છે!
ચહેરો ન જોવુ તારો તો રોજ માઉસ ભુલાય જાય છે!
ડોરની જગ્યાએ વીન્ડો મુકુ તોય વેન્ટીલેશન કયા થાય છે!
તમને મળ્યો તો કોફી પીધી ચા પીવાનુ કયા મન જ થાય છે!
જોઇ લેજો આ એજ માણસ બોલે છે જે ચાનો પ્રેમી હતો!

થોડા વર્ષો ફ્લેશબેકમા જઇએ એના જ આ શબ્દો એના જ મોઢે!
જયારે એ દેવદાસ હતો
બધા અલગ કયે છે મને,જ
રોજ જઘડો કરતો બધા સાથે,
પણ ગુજરાતી છુને સાયબ!
આજ હુ કોઇ સાથે જઘડીશ નય કાઇક બોલીને સંભળાવીશ,
દુનીયાની વચ્ચે પણ ગર્વથી કહુકે હા હુ કાઠીયાવાડી!

આ વાત છે એક આર્કીટેકયર સ્ટુન્ટની જે લાઇફથી પરેશાન છે!
“ધ વન યુનીક પર્સનાલીટી ઓફ આર્કીટેકયર સ્ટુડન્ટ”
તમે ત્રણના ફ્રેન્ડસર્કલમા છો તો એ એકલો બેઠેલો ચોથો છે!
કલાસ ફોટો વખતે સાઇડમા ઉભેલો એક છોકરો એ પોતે છે!
એના પરીવારમા બધાને ડોકટર બનાવોતો અને પરીવારની ઈચ્છા વીરુધ્ધ આર્કટેકચરમા એડમીશન લીધુ એ પછી ની એની હાલત કાઇક આવી છે!

એક રાત હતી અંધારી,જેમા વાદળની મારામારી!
એક છોકરો એવો,જેને સમજ ન આવે દુનીયાદારી!
ચીત્ર દોરતો નાનપણથી,રંગોની એ પીચકારી!
વાત કયાથી આવી મનમા,તુ કરને આર્કીટેકયરની તૈયારી!
વગર વીચારી આપી એને તો,એકઝામ કરી તૈયારી!

નાટા એ આર્કીટેકચર માટેની એન્ટરન્શ એક્ઝામ છે!

વાત-વાત મા વાત થઇ,ને આર્કીટેકચરની તૈયારી!
મનમા થોડો વીખરાતો,કારણ પરીવારની ના કયે વગર કાય જાણી!
હીમત જોડી ઉભો થયો,પણ દોસ્તોની તો છે જ યારી!
જપાટે તો બેઠો થયો પણ,પરીવાર રોજ કરે આનાકાની!
પહેલે દીવસે આનંદ હતો,ઉમંગની તો મારામારી!
પણ અચાનક વચ્ચે યાદ કરતો,પરીવાર ની એ વાણી!

એ વાત યાદ કરીને કાયમ એ ભાંગી પડતો,અને ફરી પાછી વાત ઘુટાતી જાય!

દીવસ ગયા વાત ન કરતો,પણ કેવી મગજમારી!
જયારે ગામ આખુ ઉંઘે ત્યારે નીકળતો,કેવી દુનીયા મારી!
ફરી સુવે ત્યારે પાછો ફરતો કેવી દુનીયાદારી!
પેરલલ સેટ સ્કવેર સાથે ઉઠતો એની જ છે યારી!
કેટલા ડ્રોઇંગ ભેગા કરતો પોર્ટફોલીયોમા, મનમા આશા રાખી!
કયારેક કોઇક સારુ કેસે પણ ન પડતી વાત એ કયારેય સાચી!
બીજા દીવસે પડતી તોય પ્રોફેસરની ગાળો!

આર્કીટેકચરનો સ્ટુન્ટ હોય એ સાંજે મોડો ઘરે આવે કોઇ ગ્રુપવર્કના લીધે મોડુ થાય એના મનમા ખાલી એકજ આશા હોય કે કોઇ એને સારી રીતે બોલાવે પણ એવુ થતુ નથી!

અડધી રાતે ઘરે આવતો તોય પાછી સાંભળવાની વારી!
દીવસો મારા વીતતા જાય છે,સમય નહી યારી!
ઉદાસીનતા છવાતી જાય છે,દીલ દીમાગને ઠારી!
મન ભરાયુ આ લાઇફથી,કહેવી કોને મગજમારી!
પરીવાર ને કીધુ એને કોઇએ ધ્યાન ન દીધુ કહે તારી મગજમારી!
ના કીધે એડમીશન લીધુ ભોગવો હવે તમારી જ વારી!
મનમા કોઇના વાત ન આવી પણ દોસ્ત ગયો એ જાણી!
વધારે સમય ન ચાલ્યો થઇ મગજની બીમારી!
ડીપ્રેશનમા વહી ગયો કહે, હવે તો સીગારેટની જ યારી!
એટલેથી વાત ન અટકી તો થઇ ગાંજાની તૈયારી!
દોસ્તે ઘણો સમજાવ્યો પણ સમજે કયાથી વાણી!

હવે લાઇફમા ખાલી ધુમાડો જ ધુમાડો છે,હુ હારી ગયો દોસ્ત!
પણ ઘટના તો કાઇ નવી જ બનવાની હતી!
છોકરીથી કાયમ દુર રહેનાર દેવદાસના દીલમા કોઇએ અવાજ કરી દીધો!

પણ એક સવારે તો અલગ જ થઇ કહાની!
પહેલી નજરનો પ્રેમ થયો પણ વાત બહાર ન આવી!
દોસ્ત બધુ જાણે છે પણ હા કેમ પડાવી!
પહેલી જલકમા ખોવાયેલો છે ભુલાણી હવે દુનીયાદારી!
રોજ વીચારે કહેવુ કેમ પણ વાત ન કયારે કરતો!
મનની વાત એને એ સંભળાવે શુ વીચારી!

થોડો સમય ગયો પણ દીલ-દીમાગતો એના જ વશમા છે!

એના વીચારે ખોવાયેલો બેઠો તો એક સવારે..
પહેલી નજરે જોતો રહ્યો સામે કોણ છે આવે!
મનમા કેમ વીચારે કે આવે કયાથી સામે!
ઉદાસ મને હાલતો થયો અવાજ પાછળથી આવે!
લાગ્યુ કદાચ વહેમ છે પણ હતુ એ સાચુ!
સામેથી કોઇએ વાત કરીતી સમજ ન એને આવે!
આડીવાતે શરુ કરી એને વાતોની શરુઆત!
થોડુ વીચારી શરુ કરી એને પણ વાતની શરુઆત!
હસીમજાક શરુ થયા અને વાત પહોચી દીલમા!
એકબીજાની રાહ જોતા હવે કોફીના બીલમા!

થોડા દીવસો પછીની વાત...

દીવસો થયા વધારે ને વાત થઇ ગઇ ઓછી!
પતવા આવી કોલેજ અને પર્પોઝ કરવાની છે વારી!
પછી એણે ચાલુ કરયુ તુ છે ગુજરાતી આવારો!
કોફીને લાયક તુ કયાથી દેશી ચા વાળો!
વાત એને લાગી આવી પછી એને કહી સંભળાવી!

એમ,એમ.....
હા અમે દેશી કાઠીયાવાડી

ઓ બેન અમે હોલીવુડના કોફીવાળા આશીક નથી!
અમે તો બારેમાસ ગરબા રમવાવાળા કાઠીયાવાડી!
છાતી ચીરીને જો લખેલુ મળશે હા મોજ હા!

અમારી હદય કાપી જો ચા જ મળશે!
ચાની યારી તુ શુ સમજે અંગ્રેજી આવારી!
વખત આવ્યે સમજી ગયો કે શુ છે મારી યારી!
કોલેજ હમેશા તમારી રેશે પણ યારી તો મારી જ મારી!
ગમે તેવા કહી દે પણ અમે ગર્વથી ગુજરાતી!”

આખી કવિતા મે વાંચી સંભળાવી. મને જે રીસ્પોન્ઝ મળ્યા એ હુ સપનામા વીચારવા પણ ગરીબ છુ.

મારો વારો પત્યો. બધા ઘણા રાજી થયા. હુ સ્ટેજ પરથી નીચે ઉતર્યો ત્યારે ઘણા બધાએ મારુ નામ પુછયુ. એક છોકરીએ મને બોલાવીને ઇન્સ્ટાગ્રામનુ યુઝરનેમ પુછયુ. નવા માણસોને મળવાની મારી હીમ્મત વધી.

છેલ્લે બધાએ ગ્રુપ ફોટો લીધો. પહેલી વખત મારી ઇચ્છાથી ગ્રુપ ફોટો મા આવ્યો. મને બહાર નીકળવાનુ મન નહોતુ થતુ.

“ભાઇ આર્કીટેકચર છોડી દયો હવે હાલો...આપડે આજ કરવાનુ...”

“ભાઇ ટોટલી આઉટ ઓફ ધ બોક્સ પર્ફોમન્સ હતુ. મને સ્ક્રીપ્ટ આપજે મારે શાંતીથી વાંચવી છે.”
બધા હાથ મીલાવીને પોતાનો રીવ્યુ આપતા હતા. હુ કેટલો ખુશ છુ એ નીલને ખબર છે. પહેલેથી છેલ્લે સુધી એ મારી સાથે જ હતો. બીજા કેટલાય નવા ભાઇબંધ થયા. એની સાથે ફોટોસ પડાવ્યા.

“મળીએ ચલો બધા ફરીથી...” હુ માંડ બોલી શક્યો.

ત્યાથી નીકળી ને અમે ચા પીવા ગયા.

(ક્રમશ:)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED