Kitlithi cafe sudhi - 8 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 8

કીટલીથી કેફે સુધી
આનંદ
(8)


કેકેવીથી નીક્ળયો;એટલે થયુ આત્મીય સુધી હાલીને જવાય.એ બહાને તો એ બહાને જુના દીવસો યાદ કરવાનો ટાઇમ વધારે મળશે.રસ્તામા હાલતા ઘણી હીમ્મત કરને અને કેટલુય વીચાર્યા પછી મેઇલ લખ્યો.

“મિસ્ સ્ટ્રેન્જર,
ફર્સ્ટ આઇ ડોન્ટ નો યોર નેમ યેટ.ડોન્ટ માઇન્ડ પર આઇ કાન્ટ સ્ટોપ લાફીંગ ઓન ધેટ.

ઓકે સોરી લીવ ધેટ મેટર.પોઇન્ટ ઇઝ આઇ એમ ઇન ટાઉન.આઇ રીચ અર્લી મોર્નીંગ એન્ડ નાવ વ્હોલ ડે આઇ એમ હીઅર.સો હાઉ ડુ યુ કોન્ટેક્ટ મી? ઓર આઇ કોન્ટેક્ટ યુ? આઇ કેન ટેલ યુ આર ફોરગેટ ટુ મેન્સન પ્લેસ એન્ડ ટાઇમ ઓલ્સો.આઇ એમ વેઇટીંગ.

આનંદ
ટીલ ધેન,
સ્ટે ટયુન્ડ,
સ્ટે ક્નેક્ટેડ”

થેન્ક્સ,
આનંદ

મેઇલ સેન્ટ થઇ ગયો એટલે હાશકારો થયો.આમ ગળે સલવાયેલી વાત નીકળી ગઇ એવુ લાગ્યુ.ઓવર બ્રીજ ક્રોસ કરવા રોડની નજીક ગયો;પણ અત્યારે સ્કુલ કે કોલેજ વાળા વીના બીજા કોઇનુ ટ્રાફિક નથી.ઝીબ્રા ક્રોસીંગ તો ખાલી બતાવવાના છે.બાકી એના થી સાત ફુટ આગળ વાહન ઉભુ રાખે છે.સવાર નો ટાઇમ છે એટલે હજી ટ્રાફીક પોલીસ પણ દેખાતી નથી.કેકેવીનો ઓવર બ્રીજ પસાર કરી સીધો સામેના રોડ ગયો.

કાયમની જેમ અહી રીક્શાવાળાની લાઇન છે.હુ બોલુ એ પેલા તો સામેથી આવીને પુછી જાય છે. “હાલો મેટોડા...” અને “હાલો વીવીપી...” મોટે ભાગે આ જ સંભળાય છે.આગળ તીરૂપતીથી આગળ તો મોટી હોસ્પીટલ બની ગઇ છે.એજ જગ્યા ઉપર કાનામામાની જુની કીટલી હતી.તીરૂપતી હજી ખુલી નથી એટલે હુ આગળ હાલ્યો.જે અતરંગી દુનીયાનો હુ આજે સહભાગી બન્યો એનો પાયો નાખનારના પડછાયા નીચે મારા પગ એની મેળે જ થંભી ગયા.

મારા હદય કમળમાના નાનકડા ખુણામા વસેલી જગ્યા.આજે પણ એવુ ને એવુ જ દેખાય છે.પહેલા માળ પરના એ સ્ટુડીયોમા જ્યારે પહેલીવાર મે પગ મુક્યો હતો એ અનુભવ હજી પણ હુ માણી શકુ છુ.જીવનની જીવવાની રમતમા આ કદાચ મારુ પહેલુ કદમ હતુ. “લોન્જ હોસ્ટેલ” અને “ભવર રાઠોડ ડીઝાઇન સ્ટુડીયો” આ બે જગ્યા મારા હદયના બે ખુણા છે.બે માથી એક પણ કદાચ બાજુ પર રાખીને વાત કરુ તો કાઇક તો ખુટતુ લાગેજ.બાર સાયન્ય પછી એન્જીન્યરીગ નહોતુ કરવુ એતો નક્કી જ હતુ.ખબર નહી કેમ પણ એજ જીદ મનમા હતી કે આર્કીટેક્ચર જ કરવુ છે.ઘરેથી બધાએ ઘણા પ્રય્ત્ન કર્યા પણ મે જીદ ન છોડી. “જે ડબલ ઇ” ની તૈયારી જાણી જોઇને નહોતી કરી;ખાલી બધાના મન મનાવવા પુરતી જ ખોટે-ખોટી એક્ઝામ આપી દીધી.પછી નાટા ના ક્લાસીસ શોધવાના ચાલુ કર્યા;અને નસીબ મને અહી ખેચી લાવ્યા.ક્યારેક બધુ એટલુ બધુ ઝડપી ચાલવા લાગે ત્યારે વીચાર આવે કે મારા માનસપટની સૌથી કીમતી ક્ષણો તો હુ જીવી ચુક્યો છુ.

અત્યારે પણ એવી જ હાલત છે.ચાલતા-ચાલતા આટલુ બધુ વીચારતો જાઉ છુ.ખેતલાઆપા એ પહોચીને પાછો ઉભો રહી ગયો.

પહેલા દીવસે ગયો ત્યારે થી જ લગભગ મે દુનીયાને અલગ નજરથી જોવાની શરુઆત કરી દીધી હતી.કાચના પાર્ટેશન વાળી દીવાલથી બનેલી જગ્યાને બધા સ્ટુડીયો કહેતા.એમા એક અને બે બાજુ-બાજુમા બે સ્ટુડીયો અને વચ્ચે કાચનુ પાર્ટેશન;એક બીજા સ્ટુડીયો માથી અંદર-બહાર જોઇ શકાય પણ અવાજ ન સંભળાય.

અંદર બે કાચના ગોળ ટેબલ અને એની ફરતે અમે બધા બેસતા.એમા વાંધો એ જ હતો કે છોકરા અને છોકરીઓ સાથે બેઠા હોય;પણ હુ અને મારા જેવા કદાચ બીજા પણ હતા જે શુધ્ધ કાઠીયાવાડી ઘરમા ઉછરીને મોટા થયા હશે.જ્યા નાનપણથી જ જાતીય અંતર રાખવામા આવે એ જ ધર્મ છે એવી માન્યતામા રહી ને મોટા થયા હોય એવા બાળકો માટે કદાચ નીર્ણય લેવો અઘરો બની જાય.મારી એ વખતની હાલત કેવી હતી એ તો મને ખબર છે.

તમે બેઠા હોય અને તમારી સામે જ એવુ કોઇ પાત્ર હોય જેની સામે કેવા હાવભાવથી શુ રીએકશન આવશે એ જ ન ખબર હોય ત્યારે કોને પુછવાનુ.આવી જ કસોટીમાથી હુ પસાર થઇ ચુક્યો હતો.એ સમયે કદાચ મને નહોતી ખબર પણ પાંચ વર્ષના અંતરાલમા જરૂર સમજી શક્યો કે આર્કીટેક્ચર એ આ સાચા-ખોટા,સારા-ખરાબ શ્રધ્ધા-અંધશ્રધ્ધા જેવી વાતો થી ઘણુ મહાન છે.જેની મહાનતા એક લાઇનમા કરવી એ એનુ અપમાન કરવા બરોબર થઇ જાય.

કાચનો દરવાજો દેખાય એ રીતના હુ બેઠો.મારી એક બાજુ કુલદીપ અને એક બાજુ મીત બેઠા.સામેની ખુરશી ખાલી હતી.બેઠો એને ઘડીકવાર માંડ થઇ હશે ત્યા દરવાજો ખુલ્યો અને એક છોકરી મારી સામે આવીને બેઠી.મને થયુ હવે ખોટા ભરાયા;આના કરતા એન્જીનીયરીંગ લીધુ હોત તો સારુ રેત.થોડીવાર માટે તો મને મારા આર્કીટેક્ચર લેવાના વીચાર પર અફસોસ થયો.

સામે જોવાની તો મારી હીમ્મત નહોતી.એ આવીને લગભગ વીસેક મીનીટ થઇ.ત્યા સુધી મે બીકના માર્યે મોઢુ બને એટલુ નીચુ રાખ્યુ.મને મારી જાત પર ગુસ્સો આવ્યો.ખાલી છોકરી તો છે.વળી હીમ્મત કરીને ઉપર જોયુ.ત્યા પાછુ શરમના માર્યે મોઢુ નીચુ કરી નાખ્યુ.મારા મનમા એક અજાણી બીક હતી કે કદાચ કાઇ ખોટુ થઇ જશે તો.આમ ને આમ રોજ કેમ ચાલશે.કાઇક તો કરવુ પડશે.કરવુ તો કરવુ પણ શુ.

બાકીના બધા ધીમે-ધીમે વાત કરતા થઇ ગયા.મને ભાર પડયો કે હુ એક જ કેમ આવો.એ સમયે લગભગ પહેલીવાર મારો હાવભાવ કેવો છે એ સમજવા પ્રય્ત્ન કર્યો.મે ત્રાસી નજરે જોયુ એ બાકી બધા કરતા સાવ સીધી અને શાંત લાગી.

“તારી પાસે ઇરેઝર છે...” આટલા શબ્દો કાને પડયા.મે ચોખ્ખુ સાંભળ્યુ.હુ નીચુ જોઇને બેગમાથી બુક કાઢતો હતો.મને થયુ બીજા કોઇને કીધુ હશે.

“ઓય...શુ નામ આનુ...” બાજુ વાળાને પુછીને એને ફરી કીધુ “ઓય રાજ...ઇરેઝર છે?” મારા ધબકારા વધી ગયા.પહેલી વખત મે એની આંખો મા આંખ નાખીને જોયુ.મને વીશ્વાસ નહોતો આવતો.હવે સૌથી મોટી તકલીફ તો એ છે કે મારા રીએકશન કેવા હશે.

મે થોડીક વાર એની સામે જોયે રાખ્યુ.એ પણ મારા આપવાની રાહ જોતી હોય એવુ લાગ્યુ.હુ કાઇ બોલી જ ન શક્યો.મે બેગમાથી ઇરેઝર કાઢીને ધ્રુજતા હાથે કોઇને ખબર ન પડે એમ એને આપ્યુ.જો રીધ્ધી મેડમ ને ખબર પડે તો ઇરેઝર લઇ લેત.એ વાતનો જવાબ મને આજે પણ નથી મળ્યો કે એને મારી પાસે જ કેમ ઇરેઝર માંગ્યુ;ત્યા તો બીજા કેટલાય હતા.

એ પછી હોસ્ટેલ સુધીના રસ્તે એજ વીચારતો રહ્યો.મનમા એક અજાણ્યો આનંદ હતો અને વીચીત્ર પ્રકારની લાગણી પણ હતી.બીજા દીવસે થોડી ઘણી વાત કરતો થયો.ધીમે-ધીમે મારો ડર એ મીત્રતામા બદલાતો ગયો.પછી તો બેયનો સ્વભાવ એકબીજાને મેળે આવી ગયો.

એકવાર પારુલ યુનીવર્સીટીવાળા જાહેરાત કરવા આવ્યા.ત્યારે અમે ગ્રુપમા સાથે કામ કર્યુ.કોઇ છોકરી સાથે ગ્રુપમા કામ કર્યાનો આ મારો પહેલો દાખલો બન્યો.કાઇ ખબર ન પડી એટલે થરમોકલ માથી અમે આઇપેડ બનાવ્યુ.બાજુના ટેબલવાળા થોડા વધારે ઉંચી લાઇફસ્ટાઇલ વાળા હતા.અમારા ગ્રુપને એટલુ બધુ ભળતુ નહી એમની સાથે એટલે કામ પુરતો જ વ્યવહાર રાખતા.


અમે આવ્યા એને લગભગ પંદર-સતર દીવસ જેવુ થયુ.ક્લાસીસ માથી આગળના દીવસે “લાઇવ સ્કેચીંગ” માટે રૈયાનાકા જવાનુ છે એવુ કહેવામા આવ્યુ.મારા માટે તો રસનો વીષય હતો.એ દીવસે સાંજે નક્કી થયુ;એટલે બીજા દીવસે સવારના સાત વાગે પટેલ આઇસ્ક્રીમે મળ્યા.મારી પાસે ત્યારે વાહન નહોતુ એટલે હુ કુલદીપ સાથે આવ્યો.પણ સ્કેચીંગ માટે પણ આવી રીતના બજારમા ફરવાનુ એ વીચારીને અંદરથી હરખ સમાતો નહોતો.

અમે પહોચ્યા ત્યારે હજી બધા નહોતા આવ્યા.હુ તો રાજકોટમા આટલા વહેલા અને આવી રીતે તો પહેલી વાર ફરી રહ્યો છુ.સામે રેસકોર્ષની દીવાલ છે.કેટલા મોટા ને ઘેઘુર ઝાડો એ મેદાનને ઘેરી રાખ્યુ છે.આટલા મોટા અને ચોખ્ખા રસ્તા તો મોરબીમા તો ભાગ્યે જ મે જોયા છે.એકબાજુ રહીને હુ તો જોતો જ રહ્યો.ધીમે કરીને બધા આવી ગયા.છેલ્લે રીધ્ધી મેડમ અને અભય સર પણ પહોચ્યા.

રૈયાનાકા પહોચ્યા ત્યા સાવ ખાલીપો હતો.સાડા-સાત વાગામા આખી બજાર બંધ હતી.થોડીવાર તો મે વીચાર્યુ તુ એ પાણીમા ગયુ.જે સમજીને હુ ખુશ થયો તો એવુ તો કાઇ ન જોયુ.

આવુ કાઇ “લાઇવ સ્કેચીંગ” હોતા હશે. “બધા પોત-પોતાની રીતે જગ્યા શોધી લ્યો.ટુ પોઇન્ટ પર્સપેક્ટીવ મા ડ્રો કરવાનુ છે.નવ ત્રીસે પાછા પાર્કીંગની જગ્યા એ મળીશુ.” આટલુ બોલીને મેડમ સામાન લઇને એની રીતના હાલ્યા. “કાઇ કામ હોય તો ફોન કરી દેવાનો બરોબર...” ચાલતા-ચાલતા બોલ્યા.મને મનમા શાંતી થઇ.સાડા નવ સુધીના આપણે રાજા.હવે કોઇ હેરાન નથી કરવાનુ.

અહી આડા અવળી એટલી બધી શેરીઓ છે કે ભુલભુલામણી જેવુ લાગે.એક પછી એક કોઇ ગ્રુપમા અને કોઇ એકલા ફરવા લાગ્યા.અમે ત્રણ-ચાર જણા હજી પણ વીચારતા રહયા.

“હાલો...હવે હલાય આગળ...આયા ઉભીને સાડા નવ કરવાના હવે...” પુજાના મોઢેથી આટલો અવાજ નીકળે એવુ મે સપનામા પણ નથી વીચાર્યુ.

“સ્કેચ કરવો જરુરી છે...” મે સળી કરવા માટે ઉમેર્યુ.

“હા...હો...” આ વખતે વાત સીધી મારા તરફ આવી.

“પ્રપોઝનના લોચા ન પડે એ જોઇ લેજો.તમને બેયને કઉ છુ...”

“એ હા...હો....હવે રેવા જ દે તુ તો...” આ વખતે કટાક્ષ મા કીધુ કે કેમ મને ન સમજાયુ.

પણ “પ્રપોઝનના લોચા પડે...” એ વાત કહીને મયુરીને કાયમ હુ ચીડવતો.આવા લડાઇ ઝઘડા હવે કાયમના થઇ ચુક્યા હતા.મીત ને કુલદીપની મગજમારી,જૈનબ અને રાજની નવરાશ.મારા અને પુજાના કટાક્ષ કરતી વાતોમા કયારે સાડા નવ વાગી ગયા એ ખબર જ ન પડી.
વહેલી સવારે અમે આવ્યા ત્યારે બજાર એકદમ ખાલી હતી.હવે ખુલ્લી આંખે ચાલો તોય કોઇને કોઇ સાથે અથડાઇ જવાય છે.લાઇવ સ્કેચીંગ કહેવુ હોય તો આ મારી લાઇફનુ સૌથી યાદગાર છે.એ પછી પણ એકવાર ચર્ચ પર,ગોંડલના ઉતારે અને એકવાર રેલ્વે સ્ટેશન પર ગયા.પણ પહેલી મજા એ કાયમ પહેલી જ હોય છે.દીવસના અંતે હુ ખુશ હતો કે હુ મારા સ્વભાવનો સામનો કરી શક્યો.

કુલદીપ મને કેકેવી એ પાછો ઉતારીને ગયો.ચા પીવાના ઇરાદે હુ તો સીધા સીયારામ પહોચ્યો.

શેરીમાથી અખંડ રામધુન સંભળાતી હતી.હુ હોસ્ટેલ બાજુ ચાલ્યો.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED