કીટલીથી લઇને કેફે સુધીની મારી સફર બવ યાદગાર રહી છે.આજે ફરીથી યાદ કરુતો મ્રુગજળમા મોઢુ પલાળવા પાણી શોધવા જેવુ લાગે પણ “ચા” ની ચીલમ હારે એને કરામતમા વણતા હુ શીખી ગયો.
એક સમય એવોય હતો જયારે કેફે શબ્દ મને તોછડો લાગતો પણ મારી લાઇફમા આજે હુ જે કાઇ મેળવી શકયો એમા મોટો ફાળો એનો જ છે.મારા માટે કોઇપણ મગજમારી કે તકલીફ ના તાળાને ખોલવાની ચાવી એટલે “ચા”.
“ચાવી” એટલે “ચા..આવી...”
વધારે ટ્રાવેલીંગ કે વીદેશ પ્રવાસમે કયારેય મારીથી થઇ શકયા નથી પણ જયા હુ પહોચ્યો ત્યાથી ચા ની લહેજતતો પેલા માણતો આવ્યો છુ.અને જયા રોકાયો એ જગ્યાને હુ મારા હદય કુંજમા કાયમ માટે વસાવીને અકબંધ રાખીને પાછો ફરેલો છુ.અમદાવાદ પાસેથી મે ઘણા ઘુટડા મે પીધાને પછી રાજકોટને દીલમા રાખીને મોરબીને મે કર્મભુમી બનાવી છે.
એમા કીટલીનુ સ્થાન કેફે એ કયારે લઇ લીધુ એ કેવી રીતે લીધુ એનો જવાબ મારે શોધવાનો રહ્યો.કીટલી અને કેફે પાસેથી હુ જીવનના બવ બધા પાઠ શીખેલો.આ કરામત કેમ થઇ એ વીચારવા બેસુ તો મારા માનવામા નથી આવતુ કે કેમ શકય બન્યુ.
મારા ફોનમા વારંવાર મેઇલ ટ્રેકરનો રીમાઇન્ડર આવે છે.હુ ના ઓટાની ઉપરની ઘારે ઉભો રયને મારી ડાયરીના પેજ ઉથલાયવા કરુ છુ.જયારે મારા હદયની સૌથી નજીકની વ્યકિત જેની સાથે એકવાર હુ મુલાકાત પણ ન કરી શક્યો અને મારી યાદોમા અકબંધ રયને વીસરાઇ ગઇ એની યાદો વસેલી હોય તો મારાથી કેમ ભુલાય કારણે હુ મારી જુની ડાયરીના અમુક પાના પાછા કયારેય ખોલવા નથી માંગતો.
પણ હવે હાલાત મજબુર કરે છે.એક પછી એક એવી અણધારેલી ઘટના બનતી જાય છે જે મને થપાટ ખવડાવવા માટે પુરતી છે.યાદોના દરીયામા તરતા હુ માંડ શીખ્યો છુ ફરીથી ડુબવાની કોઇ જ મનોકામના નથી.
“પણ વખતના વાયરા થોડીને દરીયો શાંત રેવા દયે.”
થોડીવાર પહેલા જ ચૈતન્ય મને લેવા આયવો ત્યારે હુ સોસાયટીના ગેટે ઉભો છુ.ત્યા કાઇ આવા શબ્દો કાને આયવા.
“એક બાજુ આ કપ ઉપર જો બાપુનો ફોટો ઇ કયે કચરો નય કરવાનો અને એના જ નામે બધાય બેફામ કચરો ઉડાડે કેદી સુધરશે આ બધાય!”
જયારે કાઇ વીચારમા હોઉ છુ ત્યારે મારે જોઇતા શબ્દો ગમે તેમ કરીને મળી જ જાય. એટલા શબ્દો ફરી સંભળાયા!
બસ ઇ એક જ શબ્દની તો ખાલી મારે જરુર છે અને એક જ ઘાયે એણે મને સંભળાવી ને મારી વર્ષોથી બંધ અને બેસહારા ડાયરીના પાના પાછા ઉથલાવીને નાખી દીધા.
અને ઘા એવો પયડો કે ખારા પાણીના દરીયામા ઉછળતા મોજાની જેમ પછાડીને પાડી દીધો અને એ પછીની થોડી મીનીટો માટે હુ કયા છુ એ મને યાદ નથી બસ એક જુની યાદને લઇને ડુમો ભરાયો ને પગથી લઇને માથા સુધી,દીલથી દીમાગ સુધી એ વાત દરીયની ભરતીની જેમ ચડતી ને ઉતરતી જાય છે.
હુ હજી એ મેઇલ અને ડાયરીની વચ્ચે ભટકાઉ છુ.મેઇલનો જવાબ મને ખબર હતી તોય નથી ખબર કાતો નથી ખબર એટલે મારે જાણવો નથી.મે કાઇપણ આશાને ઘર નો કરવા દીધી તોય ઘડીયે-ઘડીયે મન ઉથલાય છે.મને એવુ જ લાગે કે કોઇ પાસે બોલાવા માગે છે પણ મનની વાણીને થોડી કરગરવા દેવાય.એક-એક ઘડીએ એવુ લાગે પણ નકકી ય કેમ થાય વાત ય એવી જ છે તપેલા મા ચા ઉભરાય એમ મન ઉભરાયને હીબકા ભરે ત્યારે કોને કેવાય
ચૈતન્ય કીટલા પાહે નવી ચા ઉતરે એની રાહ જોવે છે અને મીતયાને મે ફોન કયરો.દર્ષીત અને વંદન બેય સીધા કેસર બાગે આવાના છે એવુ કેતા તા.પણ મારા માટે સમય થંભી ગયો છે કે ઘાયે ચાલે છે એ ખબર નથી.હુ હજી પણ એ મેઇલ વીશે જ વીચાયરા કરુ છુ.
સામે રોડ ઉપરથી મીતીયો આવતો વર્તાય છે.નજીક આયવો તો ખરેખર ઇ જ છે.આવીને સીધો મારી સામે ઉભો રય ગયો.
શ્વાસ ય નો લેવા દીધોને ઘડીયે ઘડીયે આજ વાત બોલે છે. ”આનંદયા એય..નંદયા એય હાલને નાસ્તો કરવા હાલને બઉ ભુખ લાયગી એલા.....તારે આવુ હે કે નય...હવે તો આર્કીટેક્ટ થઇ ગયો હવે તો નાસ્તો કરાવ એલા?”આવીને સીધો નાના બે વરહના ભટુરીયાની જેમ ઇ જ વાત બોલે છે.
ચૈતન્ય ય ચા લઇને આવી ગ્યો.એક કપ મને દીધો અને મીતીયાને નો દીધો.ઇ કાયમનો બેયનો વેવાર છે હુ એના ઉપર ધ્યાન જ નથી દેતો.પણ મારા મોબાઇલ પર પાછી નોટીફીકેશન આયવી.
આ વખતે હુ થાકીને બ્લોક જ કરવાનો હતો.કોનો મેઇલ છે હજી પણ મે જોયુ નથી. પણ હુ કાઇ કરુ એની પેલા મીતીયા એ મારા હાથમાથી મોબાઇલ જડપી લીધો અને જોયા વગર મેઇલ ઓપન કરી દીધો,એને મોટેથી બે લાઇન વાચી દીધી.લગભગ દોઢેક વર્ષ પેલા મારા કરેલા એક મેઇલનો રીપ્લાય આવે છે,જેનો મારે એક ટાઇમે જવાબ જોઇતો તો પણ હવે હુ જાણવા ઇચ્છુ છુ તોય જાણવા નથી માગતો.
આગળની ત્રણ રાતથી મને ઇ જ વસ્તુના ભણકારા વાગતા તા ને હવે એના પુરાવા મળી રહ્યા છે.મીતીયાના શબ્દો સાંભળીને મે ફોન પાછો ખેચી લીધો અને સ્ક્રીન પર જે જોયુ એનાથી મારી આંખો ચકળવકળ થઇ ગય.આના જ કારણે તો હુ મારી લાઈફમા કેટલીયવાર પછડાયો અને કેટલીય વાર તો બેઠો થઇ શકુ એટલી પણ આશા નોતી.
હુ નથી યાદ કરવા માગતો એને જેના લીધે હુ રેતીના કીનારે પથ્થર સાથે માથા પટકીને રડ્યો છુ.જે હુ મેળવી ન શકયો એને વીચારમા કંદરી તો કઇ રીતે શકુ?એટલે જ એ વાતને મે મારી પ્રેરણાનો દરીયો બનાવી તરતા શીખ્યો છુ તો જ આજે હુ આનંદ છુ.
આ વાત ભુલવામા પણ બઉ ટાઇમ થયો નેઆજે એ વીખાય ગયેલી નાનકળી કેડીનો ડેલો ફરીથી કોઇ ખખડાવે છે.
પણ મીતીયા એ મજાક મા લીધુ એટલે એણે એકેય એ કાઇ પુછ્યુ નઇ કે શુ વાત છે.એટલે મે મોબાઇલ પાછો લઇ લીધો ને અત્યારે હૂ કાઇ વીચારી શકુ એવી હાલતમા નથી એટલે મારે પાછળ ફરીને નથી જોવુ એવી મે ગાંઠ વાળી લીધી.
એકબાજુ ઉનાળાની હાંજે વાતાવારણ નો નજારો આંખને લજાવે એવો છે,હાડા-પાંચ જેવુ થયુ ને આછો તડકો આનંદ દયે એવો છે એમાય મીતીયો પાછળથી આયવો એ પછી બીજી ચા પી નાયખી.હવે મને મજા આવે છે.
ચા પુરી થઇ ને મીતીયાએ સેલ્ફ લગાયવો અને હુ રાવલની પાછળ બેહવાનો હતો ત્યા એને જ મને અટકાવી દીધો અને કાયમની જેમ ચાવી મને પકડાયવી કેમ જાણે હુ ડ્રાઇવર હોય.
ગેંડા સર્કલ વટાવીને પોલીસ લાઇન આવે ને પછી બાપુનુ બાવલુ યા ઉભેલા વાઘજી બાપુના પુતળાને જોય ને મને હજીયે લાગે કે સામે જ ઉભા છે. અમારુ આ ગામ એટલે પગથી લઇને માથા સુધીનુ કાઠીયાવાડ.કાઠીયાવાડ એટલે ચાનુ મોઢે બોલેલુ વતન.
“જયા કાઠીયાવાડી હોય યા ચા હોય કે પછી ચા હોય યા કાઠીયાવાડી હોય.” એનો જવાબ મને હજી સુઘી નથી મળ્યો.પણ મને ગર્વ એ વાતનો છે કે હુ પણ કાઠીયાવાડી છુ.કાઠીયાવાડીનો મહીમા કેવામા તો શબ્દો કાયમ ઓછા જ પડે.જયા ઉભા હોય યા થી કંપની ને બેહે યા ઓફીસ બનાવી દયે ઇ કાઠીયાવાડી.રોડે રોડે અને એકોએક શેરીના નાકે ચા મળે એને જ કાઠીયાવાડ કેવાય.
અને મે ડાબો વણાંક લીધો એટલે પોચી ગયા.અમારી કીટલીએ,વંદન અને દર્ષીત બેય કાયમની જેમ એકાબીજા ની સળી કરીને બાજે છે મીતીયાને એમ કે હુ રય ગયો તો અટલે ઇ ય દાવપેચ કરવા જાવાનો છે.
ત્રીશુલની ચા પીધા પછી એલ.ઇ કોલેજ વાળા કાકાની ચા તો અલગથી જ પીવાની.ઇ કાકાનુ નામ હજી મને નથી ખબર મે એના નંબર ય "કાકા કીટલી" ના નામે સેવ કયરા છે.
મારો એવો નીયમ જેટલા માણસો નવા આવે એની હારે ચા પીવાની જ.દર્ષીત ચા પીતો નથી વંદન બાકી એટલે બે ચા મંગાવી અને સળેળાટ ત્રીજી ચા મે ઉપરાઉપર પીધી.
દર્ષીતને છુટો પાયડો એટલે રાવલને જપટમા લીધો ને વાતેવાતે ચૈતન્યના મોઢાની સાંભળે છે.પણ તોય “બે વર્ષનો ટબુડીયો પાણી ભરતા પડે ને દાંત કાઢે એમ પાંચ મીનીટમા એવો ને એવો”ચારો કરવાનો એટલે કરવાનો જ.
પણ ગમે તે હોય પણ જીવનમા થોડીવાર માટે બધી મગજમારીને બાજુમા મુકીને અડધો કલાક નીશ્વાર્થપણે બેસીને ખીખીયાટા કરી શકી છીએ એવા નસીબદાર બઉ ઓછા છે.અમારી લાઇફની સૌથી મજાની ઘડીઓ આજ છે.કારણ એ નથી કે દુનીયા આખીથી કંટાળેલા છી પણ એકબીજાની વાત કીધા વગર સમજી લેવી એના દસ્તાવેજનો કરાર અમારી ચા સાથે થયેલો છે.
“અંતરના ઉજવાળા કાય મોઢે થોડા કેવાય!”
“એને કેવામા તો સદીયો વીહાય જાય!”
મીતીયો કાયમની જેમ જમવાનુ થઇ ગયુ એવુ બહાનુ કાઢે છે અને દર્ષીતના ઘરે કાયમની જેમ મહેમાન આયવા છે એટલે એનેય જાવુ છે પણ વંદને ચાવી લઇ લીધી એટલે ટણકટોળી કરે છે.હુ જગ્યાની મજા લઉ છુ.હુ ને ચૈતન્ય બેઠા જ રયા.મેઇલ વાડી વાત તો એકબાજુ જ રય ગઇ.
અંધારુ ધીમે-ધીમે ફેલાય છે અને તીમીરમા રખડીને થાકી આવેલા પંખીડાઓ કલબલાટ કરે છે,અમે બેય પાણાની નીચે બબ્બે ઇંટ મુકીને બનાવેલા બાકડા ઉપર શાંતીથી બેઠા છી,થોડુ આઘે બાપુનુ બાવલુ દેખાય છે અને વાહનોની આવતી જતી લાઇટોના ટમટમીયા થાય છે.આયા બેહીને ટ્રાફીક દેખાય ખરો પણ અવાજ નો આવે.અંદરની તરફ હાલવાનુ ચાલુ કરો એમ અંધારુ વધતુ જાય,ને છેક અગનેશ્વર મહાદેવના મંદીર સુધી આવતા સાવ ઓલવાય જાય.
આવી અતરંગી કાઠીયાવાડીથી રંગાયેલા નગરમા આવી વગડા જેવી જગ્યા મને ખબર ત્યા સુધી બીજે કયાય નથી.કાકાની કીટલી રોજ રાતના અગીયાર-બાર વાગા સુધી ખુલી હોય.
સાવ અંધારુ થઇ ગયુ એટલે છેલ્લી ચા પીધીને કાકાને પૈસા દઇને અમેય હાલતા થયા.ચૈતન્ય કાયમ ઘરે મુકવા આયવો ને કયે ઘર સુધી મુકી જાઉ પણ હુ ગેટથી ઉતરી ગયો.
વીચારવા જેવી વાત તો એછે કે સવારના પહોરમા નીર્જન પડી રેતો હોય એનેય સાંજ પયડે બોલવા જોય.
ઇ રસ્તે થઇને હુ મારી સોસાયટીના ગેટ તરફ વળ્યો અને હાલતો-હાલતા એક ટાઇમે સોસાયટીની શોભા વધારવા માટે વાવેલા કુત્રિમ જાડની ખરાબ હાલત જોઇને વીચારતો જાઉ છુ.
જેવુ ધર દેખાણુ તરત જ પાછી વાત વીટાવાની ચાલુ થઇ.ત્રણ દીવસથી મારી હાલત આવી છે.આજે મારે એ વાતનો નીવેડો લાવવો છે.
રાત પયડે હુ મારા રુમમા થઇ ગયો.હવે મારી હાલત અડધી આની જેવી છે.અડધી વાત મનમા હોય એના કરતા પુરી જાણી લેવી મને વધારે ઉમદા લાગે છે.
પણ મને અંદરો-અંદર કાઇક ડુમો ભરાય છે ઇન્ટરનશીપ પહેલા ને એના પછી ન જાણે કેટલી વાતો ઉભરાય છે ને કેટલાક સારાને કેટલાક અણગમા પ્રસંગો ઘડીએ-ઘડીએ આંખ સામે અંજાય છે.એક ઉપર એક પાણીના મોજાની જેમ થપાટા લાગે છે અને મને ફરીથી યાદોના દરીયામા ધકેલે છે
આ બધાની વચ્ચે બઉ વર્ષો પહેલાનો એક ફોટો મારા મોબાઇલની સ્ક્રીન પર ન જાણે કયાથી આવી ગયો.અને પછી તો મારે મેઇલ ખોલવો જ રહયો.
એટલો શબ્દ માંડ જોયો...કે રાજકોટ...”તમારી કોલેજ...”
ત્યાતો પુરુ આંખમા અંજવાળુ આવે છે ને અચાનક જ મારા ફોનનો એલાર્મ વાયગો ને મારી ઉંઘ ઉડી ગઇ અને જાયગો એવો જ સફાળો બેઠો થઇ ગયો.મને ધારોધાર ગરમી ચડી ગય ને નવ નેજાના પાણી એક સાથે ઉતરી ગયા.ફોન બંધ કરીને જોયુ તો સવારના ચાર વાગેલા છે પછી યાદ આયવુ કે ગઇ કાલે માથુ દુખતુ તુ એટલે કામ પડતુ મુકીને વેલો સુઇ ગયેલો.
પણ મે ફરી પાછુ એજ સપનુ જોયુ. ત્રણ દીવસથી મળતા ઇશારા હુ કેમ છોડી શકુ.મારા ફોનની સ્ક્રીન એનીમેડે ચાલુ થય ને જોઉ તો....!
એજ મેઇલ આયવો.પણ એવુ બને જ કઇ રીતે!મને એક પછી એક ક્લુ મળતી જાય છે.ત્રણ દીવસમા મને જેટલી ક્લુ મળી એનાથી મને કાઇક તો આઘાત પડે છે!
જેટલી ખબર પડી એનાથી હવે મને રાજકોટ જાવાથી કોણ રોકવાનુ.મેઇલમા કાઇ એવી વાત હુ વાચુ છુ જે મને પાછો રાજકોટ તરફ જવા મજબુર કરે છે
પણ મેઇલમા રાજકોટ સુધીની લાઇન લખીને પુર્ણવીરામ આવી ગયુ.
હવે તો જાણવુ જ રહ્યુ.
બસસ્ટેન્ડ પહોચુ એટલી જ વાર છે....
જે દરીયા મા તરવુ તુ એને સામેથી મને નાવડુ દીધુ.