કીટલીથી કેફે સુધી... - 21 Anand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીટલીથી કેફે સુધી... - 21

કીટલીથી કેફે સુધી
આનંદ
(21)

ચાર વાગવાને તો હજી વાર છે. કંટાળાજનક લેક્ચરમા તો આમેય નથી જવાનો. મારે બસ મારી જુની ગર્લફ્રેન્ડ સાથે વાતો કરવી છે. હુ મોરબી આવી ગયો એટલે મળવાનુ ઓછુ થઇ ગયુ.

કાનામામાની કીટલીથી આગળ પણ આટલી મોટી દુનીયા છે. મને હાથ પકડીને રોજ ચા પીવા લઇ જનાર તો એજ છે. કે.કે.વી થી લઇને કાલાવાડ સુધીની મારી સાથી છે. “આ કાલાવાડ રોડ જ તો છે મારી જુની ગર્લફ્રેન્ડ...”. છેડો શોધો તો દેખાય જ નહી. કાયમની મારી સુઃખ દુઃખની સાથી...”હુ પડયો એનાથી વધારે વાર એને મને ઉભા થવાની હીમ્મત આપી છે...”

હુ બસ એની સાથે વાતો કરવા માટે નીકળો છુ.

“ચા તો ચા જ છે પણ પીવાવાળો બદલી ગયો...”

“કીટલી હોય કે કેફે...ચા એટલે મા અને મા એટલે પરમાત્મા...” આ મને અચાનક જ શુ થયુ. છેલ્લી ચા પીધા પછી એકલો-એકલો વાતો કરુ છુ.

“એલી એય! આવુ કેફે મળતુ હોય તો કીટલી એ ચા પીવા કોણ જાય...”

“ઇ ગમે તે હોય કીટલી જેવી ચા તો નો જ થાય...કેફેનો કારીગર કાચો પડે...”

“તુ રેવા દે નકટા કેફે ઇ કેફે જ છે...તારી કીટલી તારી પાસે રાખ...”

હુ ગાંડા માણસની જેમ રસ્તા સાથે વાતો કરતો જાઉ છુ. હુ એટલો ખુશ છુ કે કોઇપણ નીર્જીવ વસ્તુને જીવીત બનાવી શકુ છુ. કાઇ ન હોવા છતા મને બધુ મળ્યુ. મારે ગમે તેમ ચાર વાગ્યાની રાહ જોવાની છે.



બીજા દીવસે પણ કોઇ રીપ્લાય ન આવ્યો. મારી સહનશકિત અને ધીરજની ક્ષમતા પહેલા જ મે વટાવી દીધી છે. હવે એકપણ પગલુ આગળ ગયો એટલે ધસમસતો દરીયો છે. જે મને ખેંચી લેવા ઘુઘવાટા કરે છે. મારે ગમે એમ કરીને આ સમયને પસાર કરવાનો છે.

ત્રીજા અને ચોથા દીવસે પણ કોઇ રીપ્લાય ન આવ્યો. હવે તો મારા કામ પર એની સીધી અસર દેખાવા લાગી છે. હુ કાયમ કરતા પાંચ-છ ગણી વધારે ચા પીવા લાગ્યો.

સવારે રુમેથી બે-ત્રણ ગ્લાસ પીને નીકળતો. ત્યાંથી થરમોસ ભરીને નીચે જતો. રુમની નીચે ચા વાળા પાસેથી બે-ત્રણ ચા પીને પાછો ઓફીસ પહોચતો. ઓફીસની નીચેથી ફરીથી બે ચા પીને જતો. સાડા દસે ઓફીસમા ચા વાળો આવે ત્યા ચા પીને બપોરે જમવાના ટાઇમે નીચે જઇને બે-ત્રણ ચા. ત્યાથી ખાલી થરમોસ ભરાવી ને ફરી પીધે રાખતો. ત્યા સાડા ત્રણે ચા વાળો આવતો. કોઇકવાર તો એની પાસેથી પણ બે ચા પીતો. સાડા છ વાગ્યે ઓફીસથી નીકળીને ફરી બે ચા-ત્રણ ચા. ઘરે આવતા રસ્તામા ફરી ચા. નવ વાગ્યે જમીને તરત ચા અને અગીયાર વાગ્યે અને બાર વાગ્યે પણ ચા.

મારો દીવસ ચા થી શરુ થતો અને ચા પર જ પુરો. સલાહ દેવા વાળા કહી-કહીને થાક્યા છે. જેને સાચુ કીધુ એના મે કોર્લર પકડયા છે. જમવાનુ તો સાવ બંધ જેવુ જ થઇ ગયુ છે. મારા કોમ્પ્યુટર સ્કીલસ પતી ગયા. હુ ઇચ્છુ તોય એક લાઇન લખી શકુ એમ નથી. મારો શબ્દોનો ભંડોળ ખુટયો.

મારા તન,મન અને મગજે જવાબ આપી દીધો હતો. વીચારવા જેવી વાત તો એ છે કે હુ કોઇ માટે આટલુ કેમ કરી શકુ. “કોણ છે એ તારા માટે...” મારા મગજમા આની આજ વાત ફર્યા કરે છે.

જ્યારથી સોફ્ટવેરની પાછળ દોડયો ત્યારથી લેપટોપ વગર ઘરની બહાર પગ નથી મુક્યો. આજ-કાલ વગર લેપટોપ ઓફીસ જવા લાગ્યો. એક બાજુ હેકીંગનુ સપનુ તુટી રહ્યુ હતુ. મારો “ઇગો...અભીમાન...સમ્માન...સેલ્ફ લવ...અહંકાર...” બધુ ભરતી અને ઓટમા ધોવાઇ રહ્યુ હતુ. હુ સાવ કોરો થઇ ગયો. ગુસ્સે થઉ તોય કોના મારી જાત પર.

ડુબવાથી હુ એક જ વેંત દુર હતો. મદદ કરવાની વાત કરવા વાળા બધાએ હાથ ઉંચા કરી દીધા છે.

મે મનથી જ ગાંઠવાળી લીધી કે મારી જીંદગી આવી જ છે. મારી ગણતરી મોટી-મોટી વાતો કરનારમા જ થવાની છે. મારી પોતાની વીચારશકિત તો ગુમાવી ચુક્યો છુ.

કોઇ મારી મદદ નથી કરી શકવાનુ.

જે માણસ બોલાવે એના પર હુ ગુસ્સે થઇ જતો.

“આનુ તો રોજનુ થયુ.” કહીને બધા એ ઇગ્નોર કરવાનુ ચાલુ કરી દીધુ છે. હુ તોય રોજ મેસેજ ઓપન કરીને રીપ્લાયની રાહ જોતો.

હીમાંશુની ગુજરાતીની પરીક્ષા પતે એટલે એ પણ દીલ્લી માટે નીકળી જશે. બાકી રહ્યા હુ અને દેવલો. દેવલા સાથે કામ શીવાયના મારા સંબંધ નથી. મે એને “સર્વર” કહેવાનુ ય બંધ કરી દીધુ છે.

અમે રોજ ટીવીમા ગુજરાતી નાટક કે મુવી જોતા. અમારા ત્રાસથી અભય બાજુના રુમમા સીફ્ટ થઇ ગયો. હીમાંશુની પરીક્ષા પતવા આવી. એના જતી વખતે મને ઘણો અફસોસ થયો.

“દીલ્લીમે બીના બતાયે આયે તો મર્ડર હોયેગા. યાદ રખીયો...” છેલ્લે એ આટલુ બોલીને નીકળ્યો.

હીમાંશુની જગ્યાએ અભયના ગામનો જ એક જણ આવી ગયો.

એક-દીવસ અભયને ચા પીવા બોલાવા ગયો. એને આવવાની ના પાડી.

“ઇસકો લે કે જા. જા યોગી તેરે કામ કા બંદા હે.” મારી સામે જોઇને હસતા બોલ્યો.

આ માણસ ક્યારેક કામની વાત પણ કરે છે. મને જાણીને નવાઇ લાગી.

“માય સેલ્ફ યોગી. એમ.પી. સે હુ ઇન્હી કે ગાવ સે. યે સીનીયર હે મેરે. કયુ સરજી.” હાથ મીલાવીને કહ્યુ.

“રાજ...યહી ગુજરાત સે હુ...” મારાથી બોલાઇ ગયુ.

“અરે કયા બાત હે. ગુજરાતી હે તુ. અચ્છા લગા મીલ કે.” દાંત કાઢતા બોલ્યો.

“ચલો ચાય પીને...” મે કહ્યુ.

“ચલો...મે તો તુમ્હારી હી રાહ દેખ રહા થા...” રુમનો દરવાજો બંધ કરતા બોલ્યો.” અભય સર મીલતે હે થોડી દેર મે...”

“કેસી ચાય પીઓગે ભાઇ...” મે હસતા-હસતા કહ્યુ. લીફ્ટ બંધ છે. હુ જઇને લીફ્ટને બે લત મારી આવ્યો.

“અબે ક્યા કીયા યે...”

“ચલતી નહી હે કભી ભી...”

“ચાયમે ભી ઓપ્સન હે કયા યહા પે...”

“હા આપકો નહી પતા...”

“ભાઇ મુજે સીર્ફ ઇતના પતા હે ગુજરાતી બંદે કુછ ભી કર શકતે હે...” એકદમ જ હસવા લાગ્યો.

અમે થલતેજ ચા પીવા ગયા. ત્યા થોડીવાર બેઠા. પહેલા તો મને એમ જ હતુ કે અભયના ગામના માણસો એના જેવા જ હોય. અત્યારે મને થયુ કે હુ ખોટો હતો.

એ દીવસથી અમે કાયમના કીટલી પાર્ટનર થઇ ગયા. ચાનો ટાઇમ થાય એટલે બેયને ખબર પડી જતી. ધીમે-ધીમે કરીને મે એને બધી વાત કરી.

સમય પાછો ફરવા લાગ્યો. મારો ખોવાયેલો વીશ્વાસ પાછો આવતો હુ જોઇ શક્યો. મારા જીવન મા નવો સુર્યોદય થવા લાગ્યો.

મે ખાલી બેગ લઇ જવાને બદલે નવલકથાઓ લઇને ફરવાનુ શરુ કર્યુ. અમદાવાદ અને વડોદરા એ મારી અંદર જાણે નવો દરીયો ઠાલવી દીધો.

“હીમાંશુ એ મને દરીયાનો રસ્તો દેખાડયો...”

“યોગીભાઇ અને જયલાએ મને ઓળંગવામા મદદ કરી...”

દીવસો નીકળતા જાય છે.

ગઇ કાલે અમે “યુવીસ કેફે” મા ગયા હતા.

આજે ફરી “કીટલી” ના બદલે “કેફે” મા જઇશુ.

(ક્રમશ:)