કીટલીથી કેફે સુધી
આનંદ
(7)
અડધા કલાકમા બસ પાછી ચાલુ થઇ.બધા એની જગ્યા એ ગોઠવાયા.રોજના ટાઇમ કરતા આજે અડધો કલાક મોડુ થયુ;એટલે સાત ના બદલે સાડા-સાત વાગે બસસ્ટેન્ડ પર પહોચ્યા.નવા બસ સ્ટેન્ડનુ કામ પણ હમણા જ પુરુ થયુ; એટલે શાસ્ત્રી મેદાનના બદલે નવા બસસ્ટેન્ડ પર આવી છે.
પાછી ચા પીવાની આશાથી હજી પણ એજ ચા વાળા ભરવાડને ગોતુ છુ જેની ચા હુ કાયમ પીતો.હવે તો ખબર ય નથી એની કીટલી હશે કે નહી.પણ બસસ્ટેન્ડ એકદમ જાજરમાન લાગે છે.કોઇ મોટા શહેરના એરપોર્ટમા જવા જેવુ છે.ચોમેર એકદમ ખુલ્લી જગ્યા છે.બસ ઉભી રહેવાની જગ્યાની વ્યવસ્થા પણ પહેલા કરતા સારી કરવામા આવી છે.નવા મુકેલી ટીવી સ્ક્રીન પરના પ્લાસ્ટીકના કવર પણ એમ જ ચોટેલા છે.
થોડુ હાલ્યો એટલે ભરવાડની દુકાન દેખાઇ આવી.ચા પીને બસસ્ટેન્ડથી બહાર આવ્યો.અત્યારમા કોલેજ જાઉ કે થોડીવાર પછી હુ એ વીચારમા પડ્યો.નવા બનાવેલા પગથીયા નીચે ઉતર્યો કે તરત જ પાછો ઇ-મેઇલ નોટીફીકેશન નો અવાજ આવ્યો.મનમા હાશકારો થયો.
“હેય આનંદ,
આઇ એમ ગ્લેડ ધેટ યુ રીપ્લાય.યુ આર સચ અ ગ્રેટ મેન રેડી ટુ હેલ્પ.આઇ એમ રીઅલી સોરી ટુ રીપ્લાય લેટ.આઇ જસ્ટ ફોરગેટ ટુ આસ્ક યુ.આર યુ ઇન ટાઉન.ઇફ યસ ધેન પ્લીઝ હેલ્પ મી.
આઇ હોપ યુ રીપ્લાય સુન એઝ પોસીબલ.આઇ એમ વેઇટીંગ ફોર યોર રીપ્લાય.
થેન્કસ,
મિસ્ સ્ટ્રેન્જર
“
મે પગથીયાની પાળીએ ઉભા-ઉભા જ વાંચ્યો.એને પહેલાના મેઇલ જોયા હશે કે નહી.આગળની વાત ખબર હશે કે નહી.કોઇ ખોટી મજાક તો નહી કરતુ હોયને એવો મને વહેમ પડ્યો.પણ હવે અહી સુધી આવ્યા તો પાછા જવાનો કોઇ અર્થ જ નથી.મે વીચારવાનુ ચાલુ રાખ્યુ.થોડુ વીચારીને પછી રીપ્લાય કરીશ એવુ નક્કી કરીને હુ નીચે ઉતર્યો.રીક્શાવાળા ના મેળા જામ્યા છે.અહી થી કોલેજ જાવુ હોય તો બે રીક્શા બદલવી પડે.અહી થી કેકેવી સુધી અને ત્યાથી વીવીપી કોલેજ સુધી સીધા પાટે મળે.
આજે તો રીક્શા પણ સામેથી મળી ગઇ.કેકેવી હોલે ઉતરીને રીક્શા નુ ભાડુ આપ્યુ.મારી પાછળની બાજુ સીયારામ હોટલ છે;એજ હોટેલ જ્યા લગભગ પહેલી વાર બહાર ચા પીવાનુ મે ચાલુ કર્યુ.સીયારામ હોટેલના નાકે અંદરની શેરીમા હાલો એટલે મારી જુની હોસ્ટેલ આવે.એ પહેલા ડાબા પડખે અખંડ રામધુન મંદીર છે જેનુ કામ હવે લગભગ પુરુ થઇ ગયુ છે.
શેરી પહેલા કરતા થોડી વધારે સાંકળી લાગે છે.માણસોની અવર-જવર વધી ગઇ છે.આર્કીટેક્ચર નો પાયો મારી અંદર મજબુત કરવામા આ જગ્યાનો ઘણો મોટો ફાળો રહ્યો છે.અહી રહેતો એને તો પાંચ વર્ષથી પણ વધારે ટાઇમ થયો.
ત્યારે આર્કીટેકચર ની પરીક્ષાની તૈયારી ચાલુ હતી.લોન્જ હોસ્ટેલને પાછી જોવા માટે હુ શેરી મા ગયો.આ શેરીમાથી પસાર થતા મે જાણતા કે અજાણતા,ગમતા કે ન ગમતા કેટકેટલા અનુભવ કરયા છે.મારી યાદોના દરીયામા ઢોળાયેલી ચા ની જેમ વસી ગઇ છે.કદાચ મારી જાત સાથેનો ભેટો પહેલી વાર એ ટાઇમે થયો હતો.
જીંદગી આટલી બધી રંગીન હોય અને આટલા અતરંગી માણસો હોય એ મે ત્યારે જાણ્યુ.ઘરેથી આવ્યો ત્યારે તો કોરી પાટી હતો જે આંકો એ અંકાઇ જાય.હુ મારો અણગમો ઢાંકવા માટે ગુસ્સાનો સહારો અવાર-નવાર લેતો.કોઇ વસ્તુની નારાજી બતાવવી હોય તો જઘડા કરવાના અને રાડા-રાડી કરવાના.અત્યારે હુ ફરીથી કયારેક વીચારૂ તો મને પોતાને પણ માનવામા ન આવે કે એ હુ જ હતો કે બીજુ કોઇ.
હાલતા-હાલતા હોસ્ટેલના અંદરના ગેઇટે પહોચ્યો.કોઇ દેખાયુ નહી.સોફા અને ઓફીસને એ બધુ એમનુ એમ જ છે.ડાઇનીંગ હોલમા ઘણો ફેરફાર થઇ ગયો છે.મને અચાનક જ યાદ આવ્યુ દાસ ભાઇ હોવા જોઇએ.કદાચ પાછા એના ગામ પણ વયા ગયા હોય;એમ વીચારીને હુ આજુબાજુ જોવા મા પડયો.
ચાર માળ અને બધા માળે લગભગ બાર-થી તેર રૂમ.મારો ત્રીજા માળે અને દેવાંગ નો રૂમ પહેલા માળે.અમે પહેલી વાર હોસ્ટેલ પર મળ્યા.એના શિવાય તો પી.એસ.આઇ રક્ષિત,સૌરવ અને બધાથી મોટો ખેલાડી અભય.દરીયાના મોજા કીનારે ભટાકાઇને જેવી રીતે પાછા ખેચાય એમ એ દીવસો કેમ પસાર થઇ ગયા એ ખબર જ ન પડી.રોજ સાંજે ક્લાસીસ થી આવી ને સેવમમરાના ડબ્બા લઇને પાર્ટી કરવાની;અને જગ્યા પણ દેવલાના રૂમમા જ ધમપછાડા કરવાના.સાંજના પાંચ વાગે એટલે એક પછી એક ભેગા થતા જાય.
અભલો અમારા બધાની છેલ્લે હોસ્ટેલ મા આવ્યો.અમે બધા સાંજે ડાયરો જમાવીને બેઠા હતા.હુ ગેમ રમવામા પડેલો,દેવલો છોકરીઓ સાથે ચેટ કરવા મા લાગેલો અને બાકીના બધા નાસ્તો કરતા-કરતા ધમપછાડા કરતા હતા.ત્યા બે જણા રૂમમા દાખલ થયા.એક મોટી ઉમરનો અને એક લગભગ અમારા જેવડો દેખાતો હતો.
“તમે બધા ડુડલ્સમા નાટાના ક્લાસીસ કરો છો?” અમે કાઇ બોલી એ પહેલા જ મોટા દેખાતા હતા એ ભાઇ બોલ્યા.”હા કેમ?” અમારી પેલા દેવલા એ પુછી લીધુ.
“આ મારો ભાઇ છે એને ડુડલ્સ જોઇન કયરુ છે; અને આજ હોસ્ટેલ મા રહેવાનો છે.” એ ભાઇ થોડા હસીને બોલ્યા.મને થયુ આને કેમ ખબર પડી હશે.”ઇચ્છા તો નહોતી ભાઇની પણ તોય ચાલુ તો કરાયવા છે ક્લાસ જોઇ હવે શુ થાય છે.પણ ધ્યાન રાખજો બધા હારે છો તો.” બીજાની સામુ જોઇને ભાઇએ દેવલા ને કીધુ.”હા હા કાઇ વાંધો નહી.” દેવલા એ વાત પુરી કરી.તમે બધા નાટાની તૈયારી કરો છો ને એવી બધી વાત થોડીવાર હાલી પછી ભાઇ હાલતા થયા.
અત્યાર સુધી આ માણસ શાંત સજ્જન માણસની જેમ મોઢુ નમાવીને જ ઉભો રહ્યો.કોઇ પણ માણસને જોઇને સાવ સીધો છોકરો જ લાગે;પણ જેવી એને ખબર પડી કે એનો ભાઇ ગયો.આગળની સાઇડનો રુમ હતો એટલે અમે બધાએ એને જતો જોયો.જેવો ગયો કે તરત જ “હાઇશ ગયોને માથાનો દુ:ખાવો.કા દોસ્તાર શુ નામ તારુ?” અમે બધાય થાપ ખાઇ ગયા આ એજ માણસ છે.
પછી તો ભાઇ આવી ગયા મોજમા અને અમારી બધાયની સાથે જામી ગઇ.એ મને કાયમ “ડોન” કહીને જ બોલાવતો.રોજ સાંજે પાછો આવે અમે બધા ધમપછાડા કરતા હોય અને એ કાકડી અને ટમેટા ચીતરીને કલર કરતો હોય.મજાક ઉડાડતો જાય અને કલર પુરતો જાય.વચ્ચે કોકવાર તો ઘા કરી દયે કે આપણાથી નહી થાય હવે.આપણને ડોન જેવુ કયા આવડે.
રોજ સાંજના અલગ-અલગ છોકરીઓ ફોન એને આવે.સ્પીકર ઓન કરે; અને બધાની વચ્ચે ફોન મુકી ને ગાળો આપે.મને તો એ ક્યારેય નથી સમજાયુ કે સામેથી આટલા બધા ફોન આવે કેમ.રક્ષિતયો નો હોય એવા નખરા કરતો તોય એકેય છોકરીએ કયારેય હા નથી પાડી.
એક દીવસ તો અભલાએ જબરો દાવ કરી નાખ્યો.અમારા બધાયમા સૌથી સારો રુમ દેવલાનો અને એ દીવસે એનો ત્રીજો રુમમેટ નહોતો એટલે પી.એસ.આઇ ઓશીકુ અને ઓઢવાનુ લઇને દેવલાના રુમમા સુવા ગયો.ત્યા નીચે અભલો અને બધાય બેઠા-બેઠા મજાક-મસ્તી કરે અને પી.એસ.આઇ પહોચ્યો.”હાલો આજે રાતે અહી સુઇ જાઉ,વાંધો નહીને?” એણે પુછયુ.પછી એ કાઇક બોલ્યો તો અભલો ક્યે”હે પી.એસ.આઇ તમે સાવ આવા કેમ?”
આટલુ કીધુ તો બધાય ખીખીયાટા કરવા લાગ્યા;તો પી.એસ.આઇ ઓશીકુ અને ઓઢવાનુ લઇને પાછો બહાર નીકળી ગયો.પછી જે દાત કાઢ્યા બધાએ પેટ દુ:ખી ગયા.એ દીવસો તો હવે યાદોની કેદમા અકબંધ થઇ ગયા.
સવારે વહેલા ઉઠીને સ્કેચ કરવાના અને પછી ક્લાસીસ જવાનુ.બપોરે જમીને ચા સીયારામે ચા પીવાની;પછી થોડીવાર સ્કેચ કરીને રોજ સાંજે ડાયરો જમાવવાનો.એ હોસ્ટેલમા ખાવા પીવાની લહેજત જ અલગ હતી.રોજ રાત પડે એટલે જમવા જવાનુ.
“હાલને ભાઇ કામ પતે ને જમી લઇ એટલે.” આ ડાયલોગ તો દેવલાને હજી યાદ હશે.એ બધા બેઠા હોય અને મારે બધાને ખેચી-ખેચીને લઇ જવાના; કામ પતે એ બોલુ એટલે દેવલાને મજા આવે;પછી બધાય એકબીજાની સામે જોઇને દાંત કાઢે.
સૌરવનો કાયમ એકજ પ્રશ્ન હોય કે કઇ કોલેજમા લેવુ તારે એડમીશન.દર અડધા કલાકે મળે તોય એજ વાત કરે.કોઇક વાર તો બધા કંટાડે એટલે કોઇ જવાબ જ ન આપે.
ઓફીસમા બેસતા એ અશ્વીન ભાઇ એકદમ મસ્ત માણસ.ત્યાના સુપરવાઇઝર કહી શકો એવા દાસભાઇ;એમણે તો બધા અતીશય હેરાન કરતા.પોતાના માળે લીફ્ટને રોકવા દરવાજાની જારી અડધી ખુલ્લી મુકી રાખે.દાસભાઇ જોઇ જાય એટલે ફરી બધાયને ખીજાય.
એકવાર તો નીચેના રુમમા અમે બધા મોડી રાતે પતાથી રમતા હતા.એમા નવમા ધોરણ વાળો બાજુના રુમનો છોકરો અમારી સાથે હતો.રમતા-રમતા મોજમા અમે બધા દેકારો કરતા હતા અને અવાજ નીચે સુધી સંભળાતો હતો;પણ અમે કોઇએ ધ્યાન આપ્યુ.લગભગ રાતના સાડાબાર જેવુ થયુ.ત્યા અચાનક જ અશ્વીન ભાઇ આવ્યા અને પતો લઇ લીધો અને છોકરાને ખીજાઇને એને રુમ ભેગો કરી દીધો.અમે બધાય કર્ફીયુ લાગે એવી રીતના વેર-વીખેર થઇ ગયા.
ચોથા માળની ઉપર લાઇબ્રેરી જેવી જગ્યા છે.સવારે કેટલીય વાર ત્યા જઇને હુ સ્કેચ કર્યા કરતો.સવારથી લઇને ક્લાસીસના ટાઇમ સુધી કોઇ મશીનની જેમ જ કામ કર્યા કરતો.ક્યારેક તો મને એમ લાગતુ કે આ ખોટી જગ્યા એ ભરાઇ ગયા.પણ દીવસો વીતતા ગયા એમ જીંદગી રંગીન થતી જતી હતી.દર અઠવાડીયાના શનીવારે મોરબી આવતો રહેતો અને સોમવારે પાછા રાજકોટ.
ખરેખર જીવન શુ છે એના પાઠ ભણવાના મે ત્યારથી ચાલુ કર્યા.જીવનમા પરીવાર અને વતનનુ મહત્વ તો પારકી જગ્યા એ જાવ ત્યારે જ સમજાય.ઘણી મીનીટ થઇ ગઇ સીયારામના બાકડે બેઠા-બેઠા.હવે તો ગમે તે થાય તોય એ દીવસો તો પાછા ક્યાથી આવે.
બે ચા તો પીવાય ગઇ અને ત્રીજી પણ પીવાની ઇચ્છા તો છે જ.ગમે તે હોય રાજકોટ આવી એટલે ચા વધી જ જાય;કેમ એનુ કારણ ખબર નથી અને મારે શોધવુ પણ નથી.વાતાવરણની જ કાઇ એવી કરામત છે કે સીધી ચા જ યાદ આવે.
મેઇલ નો રીપ્લાય કરવાનુ તો ભુલાઇ ગયુ.હવે તો ચા પીવી જ પડશે.
“એક ચા લાવો ને કાકા...”
(ક્રમશ:)