કીટલીથી કેફે સુધી
આનંદ
(23)
આજે ફાઇનલી મળવાનો ટાઇમ છે. ચાર વગાતો ઘડીયાળનો કાંટો આરામથી પડયો છે. આટલુ રખડીને પાંચ કલાકમા પાંચ વર્ષ જેટલુ જીવી ગયો એવુ લાગે છે. આજનો દીવસ જ કંઇ ખાસ છે. ‘લે હોય પણ કેમ નહી’ હુ એકલો એકલો વાતો કરુ છુ. “કાલાવાડ રોડ” તો મારી કોલેજ સુધી સાથે આવશે. પાંચ વર્ષ મે એની સાથે વાતો કરી છે.
આજે કોઇના કીધે પાછો વળવાનો નથી. શ્રેયા અને ધૈર્યને એ બધાને કીધુ હોત તો મજા આવેત; પણ એ બધા માટે સ્રપ્રાઇઝ હોય તો સારુ એવુ મને લાગ્યુ. જુનીયરમા ખાસ કરીને ફરી મળવાનુ મન થાય તો એક જ નામ યાદ આવે.
“રોબર્ટ ડાઉની જુનીયરનુ નામ આવે તો એના ફેન લીસ્ટમા મારા પહેલા એનુ નામ હુ પોતે લખી દઉ. એવી અતરંગી છોકરી જેને દુનીયાના બનાવેલા કોઇ નીયમ જ નથી નડતા. મને ડેર આપીને મારી પાસે હજારો વાર કામ કરાવવાની કળા એની પાસે જ છે. કોલેજ માથી મારી જાણમા એવી બીજી કોઇ છોકરી નથી જે મારી પાસે કામ કરાવી શકે.
આ તો સમય સમયની વાત છે ને ગમે તે હોય એને ના કહેવાની હીમ્મત મારામા નહોતી. એ ‘દ્ર્રારકા’ થી છે. ‘દ્ર્રારકા’ એટલે કાનુડાની નગરી. ત્યા ના માણસના સ્વભાવ થોડા અછાના રહે. કાના જેવો જ નટખટ સ્વભાવ અને સામે હાલીને સાચુ કહી દેવાની હીમ્મત. એને જોઇને મને અંદરથી કાયમ એવુ લાગ્યુ છે કે આટલા ખુલ્લા મન વાળા માણસો પણ આ દુનીયા છે. જેને ખોટુ બોલવાની કે વાત સંતાળવાની આવડત જ નથી.
બાકી અભી...કીશન...માનસી...ગૌરવ લીસ્ટ બનાવવા જઇશ તો કલાકો નીકળી જશે. હાલતા હાલતા મેકડોન્લડસ સુધી આવી ગયો. લાલ-પીળી બર્ગરની દુકાન જયા માણસો સમાતા નથી હોતા. હોશીયારી કરતો આયા સુધી તો હાલી ગયો.
હવે કોલેજ સુધી રીક્શા કરવી પડશે. મારી પાસે અત્યારે મોટરસાઇકલ નથી એ સારુ છે. નહીતર દસ નવા “કેફે” મા ઉભો રહેતો જાત. મેકડોન્લડસની સામે રીક્શા બોલાવવા ઉભો રહ્યો.
ઓપન માઇકના દીવસે તો યોગીભાઇ નહોતા. એના થોડા દીવસ અગાઉ મારી કેફેમા જવાનુ સપનુ પણ પુરુ થઇ ગયુ.
હવે દર રવીવારે મને ઘરે જવાનુ મન નથી થતુ. હુ પુરેપુરો અમદાવાદના રંગે રંગાઇ ગયો છુ. ‘અમદાવાદ’ના આંગણે રહીને ‘સાબરમતી’ ના કાંઠેથી ‘વડોદરા’ જવાના સપના મે કાયમ જોયા છે. મારી કવિતામા મને કાયમ ખાલિપો લાગતો. મે ઘણો શોધ્યો છતા પુરુ નહોતો કરી શક્યો. હવે અચાનક જ બધુ પુરુ લાગવા લાગ્યુ. ખાલિપો ભરાઇ ગયો. ‘સાચો પ્રેમ’ એનો સહભાગી બની ગયો. મારા માનવા અને એ સાચુ હોવામા વધારે અંતર નહોતુ.
જે થયુ એ મને બરોબર લાગવા લાગ્યુ. મારુ જીવન ફરીથી હસતા-રમતા નીકળવા લાગ્યુ.
રવીવારના બપોરે હુ અને યોગીભાઇ રખડતા હતા. મે રીવરફ્રન્ટ પહેલા જોયુ હતુ. યોગીભાઇએ નથી જોયુ. હુ એને રીવરફ્રન્ટ દેખાડવા લઇને આવ્યો. એને તો માણસો જોઇને મજા આવી ગઇ. જાત જાત ના માણસો આમથી તેમ મજા કરી રહયા છે. એ દીવસો મારા મનમા વહેમ હતો કે મારો ફોટો સારો નથી આવતો. યોગીભાઇએ એ વહેમ મારા મનમાથી કાઢી ફેંક્યો.
સાઇકલ ચલાવીને મોડે સુધી અમે આંટા માર્યા. થોડી વાર બેઠા પછી અમે ચા શોધવા નીકળા. ચા પતાવીને અમે ત્યાથી નીકળા ત્યારે રાતના સાડા નવ થયા હશે.
“યોગીભાઇ એક બહુત હી બઢીયા વાલા લાઇબ્રેરી કેફે હે. એક આદમીને મુજે બતાયા થા.” મે રસ્તામા કહ્યુ.
“અબે કહાં પે...”
“વો ગુગલ મેપમે સે ઢુંઢના પડેગા...” મે એક્ટીવા ધીમુ પાડયુ.
“રખ સાઇડ પે એક્ટીવા...”
મે એક્ટીવા સાઇડમા રાખ્યુ અને ઇન્સ્ટાગ્રામમા કેફેનુ પેજ ખોલીને યોગીભાઇને આપ્યુ.
“ચલ ગાડી ચલા...” મારો ફોન પકડીને એને કહ્યુ.
“અભી જાના હે. રાત કે દસ બજે હે.” મને એમ હતુ કે એ ના કહી દેશે. આમ પણ હુ આજ દીવસ સુધી કેફેમા ગયો નથી.
“હા તો ઉસમે ક્યા હે. અભી હી ચલેંગે. વેસે દીખ તો અચ્છા રહા હે.” એને કહ્યુ.
“પર મે કેફેમે કભી ગયા નહી હુ. આજ સે પહેલે કભી નહી.” મારાથી બોલાઇ ગયુ.
“હા તો અભી ચલ દે. ઉસમે ક્યા બડી બાત હે. દેખતે હે તેરે લીયે કોઇ સ્વીટસી લડકી મીલ જાયે તો.” હસતા-હસતા એને કહ્યુ.
“આપ જેસે બેઠે હો તો થોડીના મેરા કુછ હોગા.” મે વચ્ચે નાખ્યુ.
“અબે હટ ભુતની કે...” મને આવા જ જવાબની આશા હતી.
“પર વડોદરા કી જગહ કોઇ નહી લે શકતા” મારા મગજમા ફરી ક્યાકથી આવ્યુ.
“અબે મુવ ઓન કરના સીખ જા. અભી તુને જીંદગી દેખી કહા હે.” મેપમા જોઇને આગળથી જમણે વળવા કહ્યુ. અમારી આવી વાતો ચાલતી જ રહેતી હોય છે.
આગળ પહોંચીને લોકેશન પુરી થઇ ગઇ. આજુબાજુ નજક કરી ત્યા ઉપર એક બોર્ડ દેખાયુ. “કેફે સ્ક્રાઇફ” જ લખ્યુ છે. ગોળાકાર સીડી ચઢીને અમે ઉપર ચઢયા. મારા મનમા ગભરામણ હતી. મે યોગીભાઇને આગળ ચાલવા દીધા. કેફેની ડીઝાઇન એકદમ સરસ દેખાઇ રહી છે.
અંદર ગયા ત્યા વોર્મવ્હાઇટ લાઇટથી છવાયેલુ વાતાવરણ છે. હજી થોડીવાર સુધી ખુલ્લુ છે એ મે કન્ફર્મ કર્યુ. અંદરથી ધીમો-ધીમો ગાવાનો અવાજ સંભળાઇ રહ્યો છે. અંદર ટેબલ પર લગભગ એક કપલ બેઠુ છે. એક જણ ગીટાર લઇને ગીત ગાઇ રહ્યો છે. મારા માટે તો આ સપનુ જ હતુ. આજથી પહેલા આવુ વાતાવરણ ફીલ્મોમા અને યુ-ટયુબમા જ જોયુ હતુ.
સ્ટેજ જોઇને અંદરથી મને થયુ કે મારે પણ એકવાર સ્ટેજ પર ચઢવુ છે. કેમ એ મને એ વખતે ખબર નહોતી. કોઇ દીવસ મારી તો ઇચ્છા પુરી થશે એવુ મને લાગ્યુ.
આગળ જ રીશેપ્શન ટેબલ છે અને ડાબા હાથે અને સ્ટેજની બેય બાજુ પર બુક સેલ્ફ છે. સ્ટેજની સામેના એક ટેબલ પર અમે બેઠા. ડાબી બાજુ પરના બુક સેલ્ફ પર કેટલીય પ્રકારની ગેમ્સ છે.
“બડી સહી જગહ લાયા હે યાર. અમદાવાદ મે એસા કુછ પહેલીબાર દેખ રહા હુ.” અમે બેય બધી બાજુ જોવામા પડયા. ત્યા મેન્યુ આવ્યુ. યોગીભાઇને બધુ મંગાવી લેવા કહ્યુ. એ પહેલા હુ ખાલી ચા મંગાવવાનો હતો. ચા નો આનંદ બીજા કોઇ સાથે આવવા મજબુર કરશે એમ માનીને મે રહેવા દીધુ.
“અગર યહાં આકે રોઝ બેઠેગા તો લાઇફ સેટ હો જાયેગી.” યોગીભાઇએ મને સલાહ આપી. મને પણ એવુ થયુ કે એવુ ખરેખર કરવુ જોઇએ.
ખાવા-પીવાનુ બધુ જોરદાર હતુ. જમીને અમે નીકળ્યા ત્યા અગીયાર વાગી ગયા હતા. મે ફાઇનલી “કેફે...” જોઇ લીધુ. “કીટલીથી કેફે સુધી...” હુ પહોચી ગયો. એ પણ એક છોકરીના લીધે... હુ બદલ્યો ખરો. કોના લીધે. એ પણ એક છોકરીના લીધે...
ઘરે આવતા “યુવીસ કેફે” મા અમે ચા પીધી.
હુ મનથી તો “કેફે” મા જ રહ્યો.
(ક્રમશ:)