સંધ્યા, મયંક અને કામિની ને પેટી આપી દે છે. મયંક એ પેટીને ઘરે લઈને આવે છે અને સાથે સાથે કામિનીને પણ બોલાવી લે છે. હવે આગળ.
****************************************
આમ જોવા જઈએ તો મયંક ને પણ પેટી ની બહુ
જ લાલચ હતી. તે એકલો જ પેટી ખોલવા માંગતો હતો. પણ કામીની જરા સ્વભાવની ડરપોક હતી મયંક એનો ફાયદો ઉઠાવી સંધ્યા અનેે કામિની ની લડાઈ કરાવી પેટી પોતાની પાસે રાખી લેવા માંગતો હતો. કામિનીને એ કોઈપણ રીતે સમજાવી પોતાનું ધાર્યું કામ કરાવી શકેે એમ હતો. આ બાજુ કામિનીને પણ થયું કે સંધ્યાએ કોઈપણ મગજમારી કર્યા વિના પેટી મયંક ને કેવી રીતે આપી દીધી! મયંક ગાડીઓનું શોખીન હતો આથી તેણે પોતાના ઘરના પાછળના ભાગમાં જ નાનુંં એવું એક ગેરેજ બનાવ્યું હતું. જેમાં લગભગ બધા જ પ્રકારના સાધનો હતા. મયંક એ પેટી ગેરેજ માં જ મુકાવી દીધી. સાંજે હાથમાં ચાનાા કપ લઇને મયંક અનેે કામિની ગેરેજ માં આવ્યા. મયંક એ સેફ્ટી આયર્્ન માસ્ક પહેરી કટીંંગટોર્ચ થી પેટીનું તાળું તોડવા કોશિશ કરી. ત્યાં જ 4 વર્ષ ના રોમિ એ કટર ની સામે હાથ નાખી દીધો. જોતજોત માં તો રોની નો હાથ કટર ની ફ્લેમ થી અલગ થઇ ગયો. મયંક ખુબ જ ગભરાઈ ગયો અને તેણે કટર બંધ કરી નીચે ફેંકી દીધું. મયંક બુમો પાડવા લાગ્યો, "કામીની, છાયા જલ્દી અહી આવોો" પણ મયંક ની વાત સાંભળવા માટે કામીની ત્યાં નહતી. છાયા એટલે મયંક ની પત્ની નો પણ કંઈ જ જવાબ નહી આવ્યો. મયંક એ ગભરાઈ ને આમ તેમ જોયું. એને એક કપડું દેખાયું, એ જલ્દી થી એ કપડું લઈને રોની તરફ બુમોો પાડતો પાડતો દોડયો, " બેટા, પપ્પા અહીીં જ છેે, ચીંતા નહી કર, કંઈ નથી થયુું." " છાયા ઓ છાયા ક્યાં છે, કામીની" ' આ બધા ક્યાં ગયા' એમ ગુસ્સા થી વિચારતા તે રોનીી પાસે આવ્યો. ત્યાં તેણે જોયું કે રોની તો હસતા હસતા બોલી રહ્યો હતો, " પપ્પા તમે મારી જોડી રમશોો ને!" મયંક આ જોઈનેે કંઈ સમજ્યો નહી, તે હાથ કપડું બાંધવા ગયો તો ત્યાંથી એક ટીપું પણ લોહી નહોતું નીીકળી રહ્યું. આ જોઈને મયંક હેબતાઈ ગયો. ત્યાં તેને સાઈડ પરથી અવાજ આવ્યોો, " તમે મારી જોોડે રમશો ને!" મયંક એ સાઈડ માં જોયું તો કપાયેલો હાથ જાણે ઊંચોો થઇ ને બોલતો હતો. કટીીગટોર્ચ ફરીી એની જાતે જ ચાલુ થઇ ગઇ. અને એક જ ઝાટકે રોની નો પગ કપાઈ ગયો. પણ ન તો લોહી નીકળ્યું કે ન તો રોની રડ્યો. રોની તોો મસ્તી માં બોલી રહ્યો હતો, " પપ્પા મારી જોડેે રમશો ને! " મયંક હવે સખત ડરી ગયો, તેને સમજાયુું નહી કે આ બધુું શુું થાય છે.
"મયંક ઓ મયંક! શું કરે છે? લોક ખોલ." કામીની મયંક નો ખભો હલાવતા બોલી. મયંક પરસેવા થી લથબથ થઇ ગયો હતો. તેણે કામીની ને ઢીલા અવાજ માં પુછ્યું " ક્યાં હતી તું? આ કટર થી રોની નો હાથ કપાઈ ગયો. " કામીની બોલી, " શું બોલે છે મયંક ભાંગ પીધી છે કે,! ક્યાં છે રોની બતાવ. "" અહીં જ હતો હ.. મ... ણા. " મયંક ડર ના લીધે પુરુ બોલી પણ નતો શકતો." અરે! શું થયુ છે તને! રોની ને છાયા ક્યાં છે અહી! છાયા રોની ને લઇ એની બહેન ના ઘરે ગઇ છે, 2-3 દિવસ પછી આવવાની છે. તેંજ તો કહ્યું હતું" કામીની બોલી. મયંક ને આ વાત યાદ આવતા એકદમ મુંઝાય ગયો. તે દોડતા જઈને તેનું i-pad લઇ આવ્યો અને એણે છાયા ને video call કર્યો. રોની i-pad માં ગેમ જ રમી રહ્યો હતો. કોલ જોઈને તેણે તરત recieve કર્યો."Papa - papa. થું કલો તો?" રોની કાલુ કાલુ બોલ્યો. મયંક એ પુછ્યું " બેટા રોની! How r u?" રોની બસ હસતો હતો. ત્યાં જ છાયા એ રોની ની પાછળ થી કહ્યું. " hi.! શું થયું? અચાનક video call કર્યો!" મયંક ના મન ને હવે શાંતિ મળી એણે કહ્યું " કંઈ જ નહી એમ જ. રોની ને જોવાનું મન થયું એટલે. કામીની આવી છે, હું પછી વાત કરું. Bye" મયંક વાત કરી ને કામીની તરફ ફર્યો ત્યાં જ તેણે જોયું કે કામીની પેટી ના લોક ના હોલ પાસે નીચે નમીને ઉભી હતી, અને એ હોલ માંથી કંઈક કાળો ધુમાડો કામીની ના મોં મા જઈ રહ્યો હતો. મયંક એ તરત કામીની ને ત્યાં થી દુર કરી ને કામીની તરફ જોયું. " મયંક આ જો મારો ચહેરો બળી ગયો. મારા હાથ પગ પણ બળી ગયાં. આ શું થઈ ગયું મારી જોડે, મને બહુ બળતરા થઇ રહી છે, પાણી આપ. જલ્દી." કામીની ચિલ્લાવતા બોલી. મયંક એ એના ચહેરા અને પગ તરફ જોયું તો બધું સલામત હતું. એ સમજી ગયો, 'તેણે કામીની ને શાંત પાડી, mirror બતાવ્યો ત્યારે કામીની એ રડવાનું બંધ કર્યું. મયંક બોલ્યો" નક્કી આ પેટી માં કંઈક ગડબડ છે. એમ જ સંધ્યાએ આ પેટી આપણને નથી આપી. "
****************************************
" અરે જોઈને ગાડી ચલાવ, ધ્યાન ક્યાં છે તારુ? હમણા અથડાઈ જાત." સંધ્યા તાડુકીને બોલી. મયંક એ ગાડી ઊભી રાખી દીધી ને ગુસ્સા થી બોલ્યો, " તને ખબર હતી ને પેટી માં ગડબડ છે તો પણ તે અમને કેમ ફસાવ્યા.?"" પાછી એક ની એક વાત. આપણે કાલ ના આ વાત પર ચર્ચા કરીએ છે, લાલચ તો તમને બેઊ ને હતી ને! ચલ હવે ગાડી ચલાવ. કેટલુ મોડું થઇ ગયું છે. કેટલો time લાગશે હવે? "સંધ્યા વાત બદલતા બોલી. " હું જોઈ લઈશ તને." મયંક એ ગાડી start કરતાં કહ્યું.
****************************************
મયંક ની ગાડી એક ઘર પાસે આવીને ઊભી રહી. મયંક, કામીની અને સંધ્યા એ એકબીજા તરફ ઈશારો કરી ગાડી થી નીચે ઉતર્યા. સંધ્યા એ ઘર ની બેલ વગાડી. મયંક એ ડીકી માંથી પેટી કાઢી. દરવાજો ખુલ્યો ને અંદરથી તૃષ્ણા બહાર આવી. તૃષ્ણા ને કામીની, મયંક અને સંધ્યા જોઈ જ રહ્યા. તૃષ્ણા એકદમ ઝંખના જેવી જ લાગી રહી હતી....
===============================
આ પેટી હવે તૃષ્ણા ના જીવન માં શું ઉથલપાથલ કરશે એ જોઈશું next episode માં. Plz plz comment કરી ને જણાવજો વાર્તા કેવી લાગી રહી છે. ધીમે ધીમે વાર્તા તેના અસલી રૂપ તરફ આગળ વધી રહી છે. તો આપ સૌ ને વિનંતી છે કે મારી સાથે જોડાઈ રહેજો.
મારી પહેલી વાર્તા ને આટલો પ્રેમ આપવા બદલ આપ સર્વે નો ખુબ ખુબ આભાર.