અ રેસીપી બુક - 6 Ishita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ રેસીપી બુક - 6

મયંક, સંધ્યા અને કામીની, તૃષ્ણા ના ઘરે પહોંચી ગયા. તૃષ્ણા એ દરવાજો ખોલ્યો. હવે આગળ.....
****************************************

સંધ્યા તૃષ્ણા ને જોઈ જ રહી. તૃષ્ણા ને પણ થોડું અજુગતુ લાગી રહ્યું હતું. કામીની આખી વાત સમજી ગઇ અને બોલી, " તું તૃષ્ણા છે ને! હું તારી કામીની માસી. આ સંધ્યા માસી જેની જોડે તે ફોન પર વાત કરી હતી,અને આ છે તારા મયંક મામા, હવે અમને અંદર બોલાવીશ કે અમને અહીંથી જ ભગાડી દેવા છે તારે!" તૃષ્ણા ને કામીની ની વાત સાંભળી ધ્યાન આવ્યું અને પરાણે હસતા તે બોલી," હા, આવો અંદર! " કામીની, મયંક અને સંધ્યા ઘર ની અંદર ગયા. તૃષ્ણા એ ત્રણેને સોફા તરફ ઈશારો કરતા કહ્યું," બેસો, હું પાણી લઇ ને આવું છું, ચા કે કંઈક ઠંડુ લાવું?" કામીની બોલી" ચા ચાલશે અમને. " તૃષ્ણા ચા બનાવવા રસોડા માં ગઈ. કામીની, મયંક અને સંધ્યા ચારે તરફ જોતા બોલ્યા, " જીજાજી ક્યાં છે? સુઈ ગયા છે કે!" "પપ્પા ની તો બે વર્ષ પહેલા જ death થઇ ગઇ." તૃષ્ણા ત્રણેય ને પાણી આપતા બોલી. કામીની, મયંક અને સંધ્યા ચૌંકી ગયા. સંધ્યા બોલી, " તો તું અહીં એકલી રહે છે?" " ના, કેતન છે ને, મારો boyfriend. અમે live in માં રહીએ છીએ." તૃષ્ણા બોલી." અચ્છા! જીજાજી ને શું થઇ ગયું હતું? " સંધ્યા એ પુછ્યું." accident. હું ચા લઇ ને આવું. " તૃષ્ણા એ ટુંક માં જવાબ આપ્યો. મયંક એ કામીની અને સંધ્યા ને અહીં થી નીકળવા માટે ઈશારો કર્યો. ચુપચાપ બધા એ ચા પીધી એટલે કામીની બોલી," ચાલ બેટા અમે જઈએ. આપણા લોકો વચ્ચે આટલા વર્ષો થી કોઈ જ relation નથી, એટલે આ બધું બહું odd લાગતું હશે. તને પણ અને અમને પણ. ચલો કંઈ નહી કમ સે કમ આ પેટી ના લીધે મુલાકાત તો થઇ.ચાલ take care, bye" "Hmm, bye." તૃષ્ણા બોલી. મયંક, કામીની અને સંધ્યા ગાડી માં બેસી નીકળી ગયા. તૃષ્ણા દરવાજો બંધ કરીને રૂમ માં આવી તેણે પેટી તરફ એક નજર નાખી અને લાઈટ બંધ કરી સુવા જતી રહી. તૃષ્ણા નું મન અત્યારે કોઈ બીજી જ વાત પર અટકેલું હતું તેને પેટી ખોલવાની પણ ઇચ્છા નહોતી થતી.

****************************************

તૃષ્ણા સુવા ગઇ એટલે એક કાળો પડછાયો તે પેટી પાસે આવ્યો અને પેટી ની અંદર ગયો. ખુબ જ જોરદાર હવા સાથે બારી નો પડદો ખેંચાઈ ને તુટી ગયો અને ઉડતો આવી પેટી પર ઢંકાઈ ગયો.
****************************************

સવારે જ્યારે તૃષ્ણા ઉઠી તેણે પેટી તરફ જોયુ તો તેના પર બારી નો પડદો પડેલો હતો, તેણે બારી તરફ જોયું તો બારી બંધ હતી, પડદા નું ફાટેલું કપડુ બારીના પાઈપ પર લટકી રહ્યું હતું. તે પેટી પાસે આવી ન બેઠી તેણે પેટી ને હાથ લગાવ્યો જાણે કે એ તેની મમ્મીને પ્રેમ થી પંપાળતી હોય! તેણે જોયું પેટી ખુબ જ ગંદી થઇ ગઇ હતી. ધૂળ-માટી-પાણી-ભેજ ના કારણે. તૃષ્ણા એક Cleaning agency ચલાવતી હતી, તેને સાફ સફાઈ નો ખુબ જ શોખ હતો. તે નવી નવી પધ્ધતિઓ શોધતી રહેતી હતી ઓછી મહેનતે સાફ સફાઈ ની અને તેના વીશે ના youtube videos તેમજ blogs લખતી. એણે પોતાની સેક્રેટરી રેહાના ને ફોન કર્યો અને થોડો સામાન મંગાવ્યો. રેહાના આવે ત્યાં સુધીમાં તેણે ઘરમાંથી થોડા સાફ સફાઈ ના સાધનો એકઠા કર્યા. તેણે પેટી ને ધ્યાન થી નઝદીક થી જોઈ તે પેટી પર ખુબ જ સુંદર નકશીકામ હતુ. અલગ અલગ જાત ના ચીત્રો હતાં તેમજ કોતરણી હતી. પણ પેટી ગંદી હોવાથી બરાબર થી જોઈ શકાતા નહતા. તેણે પેટી ની ચારેબાજુ જોયું પણ ક્યાયથી પણ પેટી ન તો તૂટેલી હતી કે ન તો કોઈ જગ્યા એ તીરાડ હતી કે નતો કોઈ જગ્યા પર પેટી દબાઈ હતી. એવું લાગતું હતું કે પેટી ખુબ જ મજબુત હતી. એટલામાં રેહાના આવી બધો સામાન લઇ ને, તેણે બેલ વગાડી, તૃષ્ણા એ દરવાજો ખોલ્યો. રેહાના બોલી, " Good morning ma'am, તમે જે સામાન કીધો એ લઇ આવી છું." તૃષ્ણા એ એને અંદર આવવાનો ઈશારો કર્યો. રેહાના અંદર આવી ને તેનું ધ્યાન પેટી તરફ પડ્યું. તેણે કહ્યું " ma'am! આ નવો કોન્ટ્રાક્ટ છે કે! હું ડાયરી માં note down કરી લઉં!" તૃષ્ણા એ કહ્યું " ના આ મારુ personal કામ છે. આજે હું ઓફિસ નહીં આવું તું જરા કામ જોઈ લેજે. કંઇ ના સમજાય તો call કરજે મને. Thanks આ બધું અહીં લઈ આવવા માટે. ચા કે કોફી કંઈ પીશ કે! " રેહાના બોલી" ના ma'am, thanks. હું જાઉં હવે નહી તો લેટ થઈ જશે. " " આજે પેલા રાહીલ સાહેબ ની કશ્મીરી કાર્પેટ ની ડીલીવરી કરવાની છે. એનુ last ઇન્સ્પેક્શન કરી લે કે કંઈક ડાઘ કે કોઈ કેમીકલ રીએક્શન નથી આવ્યુ ને! બધું થઈ જાય એટલે મને pic મોકલાવ, પછી જોઈ લેજે બરાબર પેકીંગ કરાવીને ટાઈમ પર એમને ત્યાં મોકલાવી દેજે. " તૃષ્ણા એ રેહાના ને કહ્યું." okay ma'am. Bye. "
રેહાના ગયાં પછી તૃષ્ણા એ પેટી તરફ જોઈને એક ઊંડો શ્ર્વાસ લીધો.
===============================
મીત્રો, નવા parts જલ્દી થી આવશે. અને હવે જલ્દી થી આ પેટી નું રહસ્ય પણ ખુલશે. ઘણી કળીઓ એકબીજા સાથે જોડાયેલી છે તો હવે ના parts ધ્યાન થી વાંચજો તો ઓર મજા આવશે.