A Recipe Book -7 books and stories free download online pdf in Gujarati

અ રેસીપી બુક - 7

તૃષ્ણા એ પેટી ને સાફ કરવાનું વીચાર્યું. હવે આગળ.....
****************************************
તૃષ્ણા પેટી ને ધ્યાન થી જોઈ રહી, તેની પાસે થોડા અલગ અલગ સાઇઝ ના બ્રશ હતા તેમજ થોડી સ્પ્રે જેવી દેખાતી બોટલ હતી. તેણે ધીમે બ્રશ થી પેટી નું નકશીકામ ખરાબ ના થાય એવી રીતે ધૂળ સાફ કરવાનું શરૂ કર્યું. થોડી વાર મા પેટી પર ની બધી ધૂળ સાફ થઈ ગઈ. હવે તૃષ્ણા સ્પ્રે ની bottle અને કપડાં ની મદદ થી પેટી ની સફાઈ શરૂ કરી. આખરે 4-5 કલાક ની મહેનત પછી પેટી થોડી સાફ થઈ. હવે તેણે પેટી પર કોઈ કેમિકલ લગાવ્યું અને તેને થોડા સમય માટે રહેવા માટે છોડી દીધી.
જમી ને તૃષ્ણા પેટી પાસે પાછી આવી, હવે આખરે પેટી એકદમ સ્વચ્છ થઈ જવાની હતી. તેણે એક મુલાયમ કપડું લીધું અને પેટી પરનું કેમિકલ નીકાળવાનું શરુ કર્યું.
કાંઈક અલગ જ ચમક હતી પેટી પર, બહું જ સુંદર નકશીકામ! તે ધ્યાન થી પેટી જોઈ રહી, પેટી પર વચ્ચે જ એક કમળ ના ફૂલ ની ડિઝાઇન બનેલી હતી. કમલ ના ફુલ ની આસપાસ વિવિધ પ્રકાર ના ચક્રો બનેલા હતા કે એક બીજા સાથે જોડાયલા હતા. એ ચક્રો માંથી નાના નાના અલગ જાતાના ફુલ નીકળી રહ્યા હતા.એ બધા ફુલ એકબીજા ને જોડતા જોડતા એક નેટવર્ક જેવી ડિઝાઇન બનાવી રહ્યા હતા, જે આખી પેટી પર ફેલાયેલી હતી.પેટી ની વચ્ચે રહેલુ કમળ નું ફુલ અલગ અલગ ધાતુઓ થી બનેલુ લાગતું હતું, એક અલગ જ પ્રકારની ચમક હતી એ ફૂલ માં, એ ફૂલ ની વચ્ચે એક હીરા જેવી કાંઈક વસ્તુ ચમકતી હતી, પણ ત્યાં હીરો ન હતો, તૃષ્ણા ધ્યાનથી આ બધું જોઈ રહી હતી ને સાથે સાથે પોતાના ફોન થી આ બધી આકૃતિઓ નું શૂટિંગ લઈ રહી હતી. તૃષ્ણા આજે સવાર થી બેઠેલી હતી મન થી નહીં પણ શરીર થી એ થાકેલી હતી. તેણે આગળ નું કામ પછી કરવાનું વિચાર્યું રાત પણ થવા આવેલી હતી. બે દિવસ થી તૃષ્ણા બરાબર સૂતી ન હતી, એટલે તેણે જમી ને સુઈ જવાનું વિચાર્યું. ત્યાં જ એના boyfriend કેતન નો કોલ આવ્યો. કેતન એક પ્રાઇવેટ કંપની મા જોબ કરતો હતો અને મીટીંગ માટે શહેર થી બહાર ગયેલો હતો. "Hi! તૃષ્ણા how are you?આજે એક પણ વાર call નહીં કર્યો? શું થયું બધું all right તો છે ને? " કેતન એ પૂછ્યું. "અરે પણ આરામ થી, સવાલ નો જવાબ આપવા દઈશ કે પોતે જ પૂછ્યા કરીશ?" તૃષ્ણા હસતાં હસતાં બોલી. "તો કહી દે, હવે શું થયું! આજે તો મેડમ એકદમ ખુશ માં લાગે છે! શું વાત છે? "કેતન બોલ્યો." અરે આજે એક કામ મા busy હતી. તું પણ તો મીટિંગ માં હતો તો મારા દિમાગ માંથી જ નીકળી ગયું. કેવી રહી મીટિંગ? " તૃષ્ણા બોલી." હા સારી રહી. કાલ ની ફ્લાઇટ છે મારી હું કાલ રાત સુધીમાં આવી જઈશ. તારું કામ પત્યું કે? " કેતન એ પૂછ્યું." હા almost, હવે કાલે કરીશ, અચ્છા સાંભળ મને બહુ જ ઊંઘ આવે છે હું સૂવા જાઉં છું. કાલે વાત કરીએ bye. " તૃષ્ણા બગાસું ખાતાં બોલી." Okay. આરામ કર. હું પણ સુવા જાઉં છું. Bye" કેતન એ ફોન કટ કર્યો.
*****************************************
અચાનક રાતે તૃષ્ણા ની આંખ ખુલી તેણે સૂતા સુતા જ દરવાજા ની બહાર જોયું તો બહાર થી બહુજ જોરદાર પ્રકાશ આવી રહ્યો હતો. તૃષ્ણા ને લાગ્યું કે તે લાઇટ બંધ કરતા ભૂલી ગઈ હતી એટલે તેણે દરવાજો ખોલ્યો, તેણે જે જોયું એ જોતાં જ એની આંખો ખુલ્લી જ રહી ગઈ. પેટી માંથી એ પ્રકાશ આવી રહયો હતો. તૃષ્ણા ની આંખ અંજાઈ ગઈ. તે આંખ પર હાથ રાખી ને પેટી પાસે પહોંચી. ત્યાં જઈ ને જોયું તો કમળ ના ફૂલ ની વચ્ચે રહેલા ખાડા જેવા આકાર માંથી આ લાઇટ આવી રહી હતી. તૃષ્ણા એ તે ખાડા પર આંગળી મૂકી તો એ ખાડો બહું જ ગરમ હતો. તૃષ્ણા બંન્ને હાથ ની આંગળી ઓ a પેટી પર ફેરવી રહી હતી, અચાનક એને એવું લાગ્યું કે ડાબા હાથ ના કાંડા માં બહુજ દુખવા લાગ્યું અને કાંડું ખૂબ જ લાલ થઈ ગયું. તેણે પોતાના હાથ પેટી થી દૂર કરી દીધા. અચાનક પેટી માંથી નીકળતો પ્રકાશ બંધ થઈ ગયો ને પેટી પર અલગ અલગ રંગ ની ઝાંખી દેખાવા લાગી. તે ઝાંખી આખી પેટી પર ફરી રહી હતી. તૃષ્ણા એ જોઈ રહી હતી ત્યારે એને કમળ ની વચ્ચે થી કાંઈક બહાર આવતું દેખાયું. તૃષ્ણા એ ફરી ડરતા ડરતા એ બટન જેવી વસ્તુ પર આંગળી મૂકી ને તેને દબાવવાની કોશિશ કરી. જેવું તેણે તે બટન દબાવ્યું તે કમળ ની પાંખડીઓ એક મોટા અવાજ સાથે તૃષ્ણા ની આંગળી ચીરીને બંધ થઇ ગઇ. તૃષ્ણા ને અચાનક અવાજ આવ્યો એટલે તેણે ગભરાટ માં આંગળી ખેંચી લીધી એમ કરવામાં તેની આંગળી ચિરાઈ ગઈ, અને આંગળી માંથી થોડા લોહી ના ટીપાં કમળ ની વચ્ચે આવેલા ખાડા માં પડી ગયાં. તૃષ્ણા નું લોહી એમાં પડતાં જ પેટી ની એક પછી એક કળો ખૂલતી હોય એવા ઠક ઠક અવાજ સાથે પેટી પરના બધા જ નાના મોટા ફૂલો બંધ થઈ ગયા. તૃષ્ણા નું લોહી એ ખાડા માંથી બધા જ ફૂલો પાસે પહોંચી ગયું ને આખી પેટી પર ફેલાઈ ગયું. અને પેટી એક મોટા ખટાક અવાજ સાથે ખુલી ગઈ...........
================================

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED