The Recipe Book - 1 books and stories free download online pdf in Gujarati

અ રેસીપી બુક - 1

"અરે કામીની ફોન લાગ્યો કે!" મયંક એ કંટાળી ને પુછ્યું.
"ના યાર, ભગવાન ને શોધવા સહેલા છે, પણ આ જીજાજી. તોબા! આ પણ એમનો નંબર નથી." કામીની એ માથા પકડતા સોફા પર પડતુ મુક્યું.
"અરે સંધ્યા, તારો કોન્ટેક્ટ થયો કે!" મયંક એ પુછ્યું.
સંધ્યા એ ગુસ્સે થઈને મયંક સામે જોયુ અને કહ્યું" ત્રણ દિવસ થી આ મગજમારી ચાલુ છે, તું બેઠાં બેઠાં મને ઓર્ડર જ કરે છે કે તું પણ તારું કંઈક દીમાગ લગાવશે? " વાહ મહારાણી! એક તો આ બધી મુસીબત તારા કારણે શરૂ થઈ છે અને પાછી મારી સામે આંખ બતાવે છે?" મયંક એ ઊંચા અવાજે કહ્યું.
" શાંતિ રાખશો કે તમે બેઊ! ફોન લાગ્યો છેે." કામીની એ બેઊ ને શાંત કરાવતા કહ્યું. "સ્પીકર ઓન કર" સંધ્યા બોલી.
*************
જનકદાસ માણેક અને રંંભા દેવી ના સંતાનો એટલે કે દીકરો મયંક, અને દીકરીઓ કામીની અને સંધ્યા.
જનક દાસ ની મોટી દીકરી ઝંખના એ ઘણા વર્ષો પહેલા ગૌતમ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ જનક ભાઈના ઘર ના દરવાજા ઝંખના અને ગૌતમ માટે બંધ થઇ ગયા હતા.
ઝંખના અને ગૌતમ ની અઢળક કોશીષો પછી પણ જનક ભાઈ નુ દિલ પીગળ્યું ન હતુ. મયંક, કામીની અને સંધ્યા તે સમયે બહુ નાના હતા, 18 વર્ષની ઝંખના અને 22 વર્ષ ના ગૌતમ ને પોતાની દુનિયા વસાવવામાં બહુ તકલીફો પડી, પરંતુ બેઉ આત્મસ્વમાની હતા ધીમે ધીમે મહેનત કરીને બેઉ એ પોતાની નાનકડી દુનિયા વસાવી લીધી હતી અને બેઉ ખુશ પણ હતા એકબીજા સાથે.
આજે જનક ભાઈ ના અવસાન ને એક વર્ષ થઇ ગયુ હતું. વસીયત મુજબ મયંક, કામીની અને સંધ્યા એ એક વર્ષ પહેલા જ પોત પોતાના હિસ્સા ની મીલકત લઈ લીધી હતી. ન તો જનક ભાઈ એ વસીયત માં ઝંખના નો ઉલ્લેખ કર્યો હતો કે ન તો ક્યારેક એના વિશે કંઈ વાત કરી કે ન તો જનક ભાઈ ના બાકીના ત્રણેય બાળકો એ ઝંખના બાબત કંઈ તપાસ કરવાની કે વાતચીત કરવાની તસ્દી ક્યારેય લીધી ન હતી. જનક ભાઈ ના પત્ની રંભા બહેન તો 7 વર્ષ પહેલા જ પોતાની બધી જવાબદારી પુણૅ કરી આ સંસાર માંથી મુક્તિ લઇ લીધી હતી. રંભા બહેન નો લાલચુ અને ગુસ્સાવાળો સ્વભાવ તથા જનક ભાઈ નો અભિમાની અને જક્કી સ્વભાવ મયંક, કામીની અને સંધ્યા મા ઊતરી આવ્યો હતો.
******
" હલો! હલો! જીજાજી! હું કામીની, ઝંખના દીદી ની બહેન." કામીની એક જ શ્ર્વાસ મા પોતાનો પરીચય આપ્યો. "કોનુ કામ છે તમારે! રોંગ નંબર" એમ કહીને તૃષણા એ ગુસ્સા માં ફોન કટ કરી નાખ્યો."બહુ વર્ષો પછી આજે યાદ આવી છે આ લોકોને" તૃષ્ણા ગુસ્કાસા સાથે બોલી. કામીની એ રડમશ ચહેરા થી મયંક અને સંધ્યા સામે જોયુ, "હવે! આ છેલ્લો નંબર હતો" કામીની નિરાશા થી બોલી. મયંક બોલ્યો" ઠીક છે, બહુ ભુખ લાગી છે પહેલા કંઈક ખાઈ લઈએ પછી કંઈક વિચારીશુ." "આજની રાત છેલ્લી છે, જો આજે કંઈ કર્યુ નહી તો ખબર નહી કાલે હું બચી શકીશ કે નહી." એટલુ બોલતા તો કામીની રડી પડી.
" હવે રડવાથી શું થશે! આ ડબ્બા થી છુટકારો મેળવવાનો આ એક જ રસ્તો છે! એ લોકો જોડે આપણા કોઈ લેણદેણ નથી, એક વખત આ ડબ્બો જીજાજી ના ઘરે પહોંચી જાય એટલે આપણા માથા પરથી ઘાત જાય" સંધ્યા તોછડાઈ થી બોલી." તારા લાલચીપણા ના કારણે આ બધી મુશ્કેલી આવી છે અને મેડમ હવે જ્ઞાન આપવા બેઠા છે વાહ! " મયંક ગુસ્સા માં બોલ્યો." આ હાહા! હું લાલચી અને તમે બન્ને દુધે ધોયેલા! કમ સે કમ મારી પાસે આ મુસીબત માંથી છુટવાનો રસ્તો તો છે, આ કામીની ની જેમ નહી કે રોંગ નંબર કીધુ ને માની ને રડવા બેઠા" સંધ્યા ચાલાકી થી હસતાં બોલી." તું કહેવા શું માગે છે સાફ સાફ બોલ" કામીની એ પુછ્યું. "અરે મુરખ! એણે શું કહ્યું! તારો પરીચય સાંભળી ને! એણે આશ્ચર્ય થી પુછ્યું, કોનું કામ છે! અને પછી કહ્યું રોંગ નંબર. " સંધ્યા એ કહ્યું." તો! એનો શું મતલબ! "કામીની બોલી." એનો મતલબ એ કે આ રોંગ નહી, રાઈટ નંબર હતો!" મયંક ચપટી વગાડતા બોલ્યો.
સંધ્યા, કામીની અને મયંક એ એકબીજા સામે કાતીલ મુસ્કાન થી જોયું..

===============================
નમસ્કાર દોસ્તો!
આ મારો પહેલો પ્રયત્ન છે કંઈક લખવાનો, આ હોરર સ્ટોરી નુ" ધ રેસીપી બુક" એવુ નામ થોડું અટપટું છે જાણુ છુ પણ આ વાતાૅ પુરી થતા સુધીમાં તમે એ સમજી જશો. આ એક કાલ્પનિક કથા છે. આ વાર્તા ના કોઈ પણ જીવીત કે મૃત વ્શાયકતી જોડે કોઈ લેવાદેવા નથી. આશા રાખુ છું કે આ વાર્તા આપ સૌને પસંદ આવશે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED