અ રેસીપી બુક - 3 Ishita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ રેસીપી બુક - 3

કામિની , મયંક અને સંધ્યા ગાડી માં બેસી ને નીકડી પડ્યા , અહીં આ બાજુ તૃષ્ણા ના દિલ ની ધડકનો વધી ગઈ, તે વિચારવા લાગી ' આટલા વર્ષે આવી મમ્મી ની કઈ નિશાની છે ! મમ્મી તો ક્યારેય લગ્ન પછી ગયાં જ નથી ત્યાં! અને લગ્ન પહેલા નું કંઈ હતું ત્યાં તો આટલા વર્ષો માં નાના-નાની એ આપ્યું નહી! કંઈ જ સમજાતું નથી, આ મામા માસી લોકો એ બધું જ તો લઈ'લીધુ છે તો પછી આ નીશાની પણ રાખી જ લેત, નહી તો ફેકી દેત, પણ આટલી મહેનત! મારા સુધી મારી મમ્મી ની નિશાની પહોચાડવા માટે, એ પણ આટલી રાતે ! તૃષ્ણા ની પાછળ બે આંખો ચમકી રહી હતી , એવું લાગતું હતું કે જાણે આ આંખો વાડી આકૃતિ એ જ આ બધી માયા રચી હતી , આ વાત થી અજાણ તૃષ્ણા પોતાના જ વિચારો માં ખોવાયેલી હતી.
****************************************
મયંક, કામીની અને સંધ્યા મનોમન ખુશ થતાં થતાં ગાડી માં બેસી નીકડી ગયા. " એવુ નથી લાગતું કે જ્યારથી આપણે આ પેટી ઝંખના દીદી ના ઘરે પહોંચાડવા નું નક્કી કર્યું છે ત્યારથી કોઈ જ અણગમતી ઘટના બની નથી, એવું લાગે છે કે જાણે આ પેટી ને ત્યાં સુધી પહોંચવા ની જ વધુ જલ્દી છે, એકાએક બધું શાંત થઈ ગયું છે, હવે આ તોફાન પહેલાની શાંતિ છે કે પછીની એ તો રામ જાણે! " મયંક બોલ્યો." બસ હવે આ મુસીબત માંથી પીછો છુટે પછી કસમ થી આવી બધી અવાવરુ વસ્તુઓ થી દુર રહીશ. આ સંધ્યા ના કારણે હું પણ લાલચ માં આવી ને મે આ પેટી ઉઠાવી,એ તો સારુ છે કે આ પેટી ખુલી જ નહી, ખબર નહી શું હશે આ પેટી માં એવું કે બંધ પેટી એ આપણને આટલો ત્રાસ આપ્યો, ખુલી ગઇ હોત તો લાગે છે આપણા માંથી કોઈ જીવતું ન બચ્યું હોત. " કામીની બોલી." હા જોને કંઈ કેટલી કોશીષ કરી મેં તો, ગેસ કટર થી પણ ખોલવાની કોશિશ કરી, તો પણ નહી ખુલી, કંઈ પણ કહો પણ આ પેટી માં કંઈક તો છે જે ઝંખના દીદી ના જીવન જોડે જોડાયેલ છે. " મયંક બોલ્યો.
****************************************
" દીદી! કાલે હું કામ પર નહી આવી શકુ હા ને, મેં તમને કહ્યું હતું ને કે મારે મારા ભાઈ ના ઘરે જવાનું છે. જરૂરી કામ છે નહી તો હું ના જાત. " સંધ્યા ની કામવાળી બાઈ વાસણ લુછતા લુછતા બોલી." ઠીક છે જઈ આવ પણ પરમ દીવસે ટાઈમ પર આવી જજે." સંધ્યા એ મેગેઝીન ના પાના ફેરવતા કહ્યું." આ લો દીદી તમારી ચા, બિસ્કિટ આપુ કે! અરે દીદી આ તો ગૃહલક્ષ્મી નો નવો અંક આવી ગયો? તમે વાંચી લો પછી મને આપજો ને! " કામવાળી પોતાની મસ્તી માં ખુશ થતી થતી બોલ્યા કરતી હતી. સંધ્યા જાણી જોઈને મેગેઝીન માં માથું નાખીને બેઠી હતી કે આ જલ્દી કામ પતાવીને જાય અને એ પેલી પેટી ખોલે. અંતે સંધ્યા એ કંટાળીને કહ્યું" ચલ હવે જલ્દી પતાવ તારે કાલે જવાની તૈયારી પણ કરવી પડશે ને! "" હા દીદી! દીદી જરા થોડા પૈસા જોઈતા હતા. "કામવાળી બોલી." કેટલા"સંધ્યા એ પુછ્યુ." 500 રુપીયા" કામવાળી બોલી. કોઈ બીજા દીવસ કામવાળી એ માગ્યા હોત તો સંધ્યા એની પાસે પૈસા વસૂલ કરાવવા ચાર કામ બીજા બતાવી દેત, પણ આજે સંધ્યા નું ધ્યાન પેટી પર જ હતું, એટલે તેણે કબાટ માંથી પૈસા કાઢી ને આપી દીધા. કામવાળી ખુશ થતી કોઈ ગીત ગણગણતી જતી રહી.
સંધ્યા એ તરત દરવાજો બંધ કર્યો અને પેટી વાળા રુમ માં આવી. દરવાજા ની સામે જ પેટી પડી હતી. આ રુમ બંધ જ હતો ઘણા સમય થી, સ્ટોર રુમ જેવોજ, આ હતો ગેસ્ટ રૂમ પણ અહી કોઈ મહેમાન જ આવતુ ન હતું તો રૂમ બંધ જ પડેલો હતો. તે પેટી પાસે પહોંચી, પેટી પર તાળું મારેલું હતું, સંધ્યા મોટો પથ્થર પહેલા જ લઇ આવેલી ને પથ્થર થી તાળા પર મારવા લાગી. અચાનક કંઈક પીસાઈ ગયું હોઈ એવો 'પચ્ચ' અવાજ આવ્યો. સંધ્યા ને લાગ્યું ભુલ થી પથ્થર પોતાની આંગળી પર નથી વાગ્યો ને! જોયું તો તેના બેઉ હાથ ની આંગળીઓ સલામત હતી. તેણે ગભરાઈ ને પેટી સામે જોયું તાળા માંથી લોહી નીકળી રહ્યું હતું. તેનો રેલો તેના પગ સુધી પહોંચી ગયો હતો. ગભરાઈ ને સંધ્યા જેટલી ઝડપ થી પાછળ જઈ રહી હતી એટલી જ ઝડપ થી રેલો એના પગ પાસે આવતો હતો, સંધ્યા એ રૂમ ની બહાર જવા પોતાની ઝડપ વધારી અને ગભરામણ માં એ લપસી પડી, લોહી નો રેલો અટકવાનું નામ જ નહોતો લેતો. સંધ્યા ના કપડા, હાથ પગ બધું જ લોહી થી ભરાઈ ગયુ હતું. તે ઘસડાતા ઘસડાતા જ રૂમ ની બહાર નીકળવા ની કોશિશ કરવા લાગી, પણ તે પેટી થી દૂર જઇજ નહોતી શકતી, જાણે પેટી જોડે એ બંધાઈ ગઈ હતી. તે જોર થી ચીસ પાડી પણ ઘર માં કોઈ સાંભળવા વાળું નહોતું. આ બધુ જોઈને સંધ્યા એટલી ગભરાઈ ગયી કે એને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. ને સંધ્યા ડર થી બેહોશ થઇ ગઇ.
" દીદી! ઓ દીદી, શું થયું? કેમ સુઈ ગયાં?" સંધ્યા ની કામવાળી સંધ્યા ને ઢંઢોળતા બોલી. સંધ્યા પર જાણે કોઇએ ઠંડું પાણી નાખ્યું હોય એમ ઝબકી ને ઊઠી, તરત પોતાના હાથ જોવા લાગી, હાથ એકદમ સાફ હતાં, ચહેરા પરનો પસીનો હાથ થી લુછતા એણે ડરીને કામવાળી ની સામે જોયું, " તું પાછી કેમ આવી! ક્યારે આવી!" સંધ્યા એ આશ્ચર્ય થી અને ગભરાહટ થી કામવાળી સામે જોયુ અને પુછ્યું. " દીદી હું હમણા જ તો આવી, તમે આ મેગેઝીન ખોલીને સુતા હતાં, એટલે મેં તમને જગાડ્યા નહી." કામવાળી બોલી. સંધયા એ ડર થી એ રૂમ સામે જોયું જ્યાં પેટી મુકેલી હતી. ત્યા લોક લાગેલું હતું." તેં આ રૂમ સાફ કર્યો?" સંધ્યા એ કામવાળી ને પુછ્યું. "ના દીદી, કેમ કરવાનો છે કે! કોઈ આવવાનું છે કે! મને શું ખબર! એ રૂમ તો હંમેશા લોક જ હોય છે, તમે જ તો એ રૂમ માં જવાની ના પાડી છે. લાવો કરી આપુ સાફ!" કામવાળી બોલી. " ના જતી નહી એ રૂમ માં" સંધ્યા ચીસ પાડતા એ રૂમ તરફ જોતા બોલી." શું થયું દીદી! તબીયત ઠીક છે ને તમારી, લો પાણી પીવો, આટલો પસીનો કેમ આવે છે ચાલુ એ. સી. માં? લાગે છે તમે કોઈ ખરાબ સપનું જોઈ રહ્યા હતા. ઝબકી ને ઉઠ્યા એટલે ડરી ગયા છો, હું ઝમકુ દીદી તમારી બાઈ!" ઝમકુ એક શ્ર્વાસે બોલી." ખરાબ સપનું જોયું હશે." સંધ્યા પરસેવો લુછતા બોલી. ઠંડુ પાણી પીને એને રાહત લાગી, પણ ડર તો હજી એના મનમાં બેસેલો હતો કે એ રૂમ માં થી લોહી નો રેલો બહાર ના આવી જાય. એટલે એ ત્રાંસી નજર થી એ રૂમ ને જોઇ રહી હતી. ત્યાં સુધીમાં ઝમકુ રસોડા માં વાસણ લુછતા લુછતા બોલી "દીદી! કાલે હું કામ પર નહી આવી શકુ હા ને, મેં તમને કહ્યું હતું ને કે મારે મારા ભાઈ ના ઘરે જવાનું છે. જરૂરી કામ છે નહી તો હું ના જાત."સંધ્યા હવે ખરેખર ડરી ગઈ, તે વિચારવા લાગી કે 'આ બધુ આબેહુબ સપનાં જેવું કેમ થઇ રહ્યું છે' પણ પોતાના ડર પર કાબુ રાખી ને સંધ્ઠીયા બોલી" ઠીક છે જઈ આવ પણ પરમ દીવસે ટાઈમ પર આવી જજે." સંધ્યા એ સ્વસ્થ થવા મેગેઝીન ના પાના ફેરવતા કહ્યું." આ લો દીદી તમારી ચા, બિસ્કિટ આપુ કે! અરે દીદી આ તો ગૃહલક્ષ્મી નો નવો અંક આવી ગયો? તમે વાંચી લો પછી મને આપજો ને! " ઝમકુ પોતાની મસ્તી માં ખુશ થતી થતી બોલ્યા કરતી હતી. પણ સંધ્યા નું હવે માથું ફરી રહ્યું હતું. " દીદી જરા થોડા પૈસા જોઈતા હતા. "ઝમકુ બોલી." કેટલા? "સંધ્યા એ પુછ્યુ." 500 રુપીયા" કામવાળી બોલી. સંધ્યા એ કબાટ માંથી પૈસા કાઢી ને આપી દીધા. ઝમકુ ખુશ થતી કોઈ ગીત ગણગણતી જતી રહી. સંધ્યા ને સમજાતું નહોતું કે સાચું શું છે! જેવુ સપના માં થઇ રહ્યું હતું એવું જ થાય છે. સંધ્યા ડરતા ડરતા ઊભી થઇ ને ધીમા પગલે પેલા પેટી વાળા રૂમ તરફ જવા લાગી, ધુૃજતા ધ્રુજતા તેણે રૂમ નો દરવાજો ખોલ્યો, જોયું તો રૂમ માં ક્યાય લોહી નુ ટીપુ નહોતું પણ પેટી રૂમ ના દરવાજા સામે ન હતી. તેણે લાવેલો પથ્થર ત્યાં જ પડ્યો હતો અને પેટી ડાબી બાજુ ખૂણામાં પડી હતી. સંધ્યા હવે બહુ ગભરાઈ ગઈ હતી કેમકે 'આ પેટી બહુ વજનદાર હતી, આ રૂમ ની ચાવી સંધ્યા પાસે હતી. જ્યાર થી આ પેટી ઘર માં આવી હતી ત્યાર થી ઘર માં તેના સીવાય કોઈ નહોતું. ઝમકુ એકલી આ પેટી ખસેડી શકે એમ નહોતું, આમ પણ દરવાજો લોક હતો, ચાવી પોતાની પાસે હતી. એને બરાબર યાદ હતું કે એણે પેટી દરવાજા ની સામે જ મુકાવી હતી, તો આ પેટી ખસી કેવી રીતે! '
આ બધુ વિચારતા વિચારતા સંધ્યા દરવાજો પકડી ને ઉભી હતી, તેને લાગ્યું કે આ તેના મનનો વહેમ હશે. પરંતુ તેને ખબર ન હતી કે આ તો ખાલી શરૂઆત જ હતી.

===============================
પાર્ટ 3 કેવો લાગ્યો પ્લીઝ comment કરીને જણાવશો. પાત્રો ના પરીચય ધીરે ધીરે ખુલતા રહેશે. તો મળીએ next part માં.