A Recipe Book - 8 books and stories free download online pdf in Gujarati

અ રેસીપી બુક - 8

તૃષ્ણા ના લોહી ના ટીપા કમળ ની વચ્ચે આવેલા ખાડા માં પડતાં જ પેટી ખુલી ગઇ...હવે આગળ....
*****************************************
પેટી બહાર થી જેટલી ગંદી દેખાઈ રહી હતી, અંદર થી એટલી જ સાફ અને સ્વચ્છ હતી, ચમકતી ધાતુ ના કારણે પેટી અંદર થી ખૂબ જ વિશાળ લાગી રહી હતી. પેટી ની અંદર ની દિવાલ પર પેટી ની બહાર ના નકશીકામ કરતા એકદમ અલગ જ ડીઝાઈન હતી. વિવિધ જાત ની સંજ્ઞઞા ઓ બનેલી હતી. લાગી હતું કે આ સંજ્ઞા કાંઈક મશીન ની ડિઝાઇન હતી. પેટી ની અંદર બીજી નાની પેટી હતી, એની અંદર થોડા હતા. તૃષ્ણા આ હાથ માં લીધા બધા જ ઘરેણાં ની ડિઝાઇન હતી, કોઈ ઘરેણું જોડી માં ન હતું.
તૃષ્ણા એ ઘરેણાં નો ડબ્બો સાઇડ માં મૂક્યો અને પેટી ની અંદર પાછી નજર નાખી.પેટી માં બીજું એક નાનું બોક્સ પણ હતું જેમાં એક નાની કાંચ ની નાની બૉટલ હતી, તેમાં કાંઈ ભરેલું ન હતું પણ એ બૉટલ પરફ્યુમ ની બૉટલ હોય એવું લાગી રહ્યું હતું. પેટી માં એક બૂક પણ હતી, બૂક પર શું લખેલું હતું એ દેખાઈ નહોતું રહ્યું, બૂક થોડી જાડી અને ખૂબ જૂની હોય એવું લાગી રહ્યું હતું. પણ આ બૂક ના કવર પર કાંઈક ઊપસેલું નિશાન હતું, તૃષ્ણા એ બૂક ખોલી તેમાં કાંઈક અલગ ભાષા માં લખેલું હતું. તૃષ્ણા આ લખાણ વાંચી નહોતી શકતી. તેણે 2-4 પાના ફેરવ્યા, બધા પન્ના પર કાંઇક અલગ અલગ રીતે લખેલું હતું અને લાઇન પત્યા પછી તેની સામે કોઈ વસ્તુ નું માપ લખેલું હોય એવું લાગી રહ્યું હતું. એક નજરમાં તો તૃષ્ણા ને આ કોઇ રેસીપી બુક હોય એવું લાગ્યું. તેણે બૂક ને કાંઈક યાદ આવ્યું હોય એવી રીતે આગળ પાછળ ફરાવી, બૂક ને ત્યાં જ સાઇડ માં મૂકી ને તે તેના રૂમ તરફ દોડી, તેણે બૂક શેલ્ફ માં ઝડપથી કાંઈક શોધવાનું શરુ કર્યું, કબાટ ના લોકર માં પણ કાંઈક શોધ્યા પછી બધા ટેબલ ના ખાનાં અને ગાદલા ને ઉપાડી ને પણ જોયું.
તૃષ્ણા કાંઇક યાદ કરવાની કોશિશ કરી રહી હતી પણ તેણે કાંઇ યાદ ના આવતા તે બેડ પર ધમ કરતી બેસી ગઈ. અચાનક તેનું ધ્યાન કબાટ ની ઉપર ગયું, ચેર પર ચડીને તેને જોયું તો ત્યાં એક એવી જ બૂક હતી જેવી તે પેટી માંથી મળી હતી .તૃષ્ણા બૂક લઈ ને બહાર ના રૂમ માં આવી, તેણે બંને બૂકસ્ ને બાજુ બાજુ માં રાખી ને જોયું, તે બન્ને બૂકસ્ લગભગ એક જેવી જ દેખાય રહી હતી, બસ તે બૂક ના કવર પર ની ડિઝાઇન અલગ અલગ હતી. તૃષ્ણા એ એક સાફ કાપડ થી બન્ને બૂક ને સાફ કરી. તૃષ્ણા ને તે દિવસ યાદ આવી ગયો જે દિવસે આ બીજી બૂક તૃષ્ણા ને તેના બર્થડે ના દિવસે મળી હતી. તૃષ્ણા પોતાના બર્થડે ના દિવસે વૃદ્ધાશ્રમ માં ગઇ હતી, વૃદ્ધો ને જમાડવા, ત્યાં સાતમા માળા પર એક બહુ જ વૃદ્ધ બા એકલા એક રૂમ માં હતાં. તૃષ્ણા ને જોઈ ને તે બા ના મોઢા પર એક મુસ્કાન આવી, તેણે તૃષ્ણા ને બોલાવી. તૃષ્ણા રૂમ ની હાલત જોઈ રહી હતી. બહું જ ખરાબ હાલત માં એ રૂમ હતો. બા એ તેનો હાથ પકડયો અને કહ્યું, " પહેલી વખત જોઈ તને, અહીં કેવી રીતે આવી?" તૃષ્ણા ને કાંઈ સમજાયું નહીં, પણ તેને હસતાં હસતાં જવાબ આપ્યો, " હા બા, હું પહેલી વખત આવી છું અહીં, આજે મારો જન્મદિવસ છે તો મને થયું કે તમારા લોકો જોડે સમય પસાર કરું. પણ તમે આટલા ગંદા રૂમ માં કેવી રીતે રહો છો, કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું કે? અને તમારા જમવામ ની થાળી ક્યાં છે!? હું લાલુ ને વાત કરું છું."લાલુ વૃદ્ધાશ્રમ માં કામ કરતો હતો. બા હસતાં હસતાં બોલ્યા, " ના ના એવી કોઈ જરૂર નથી, મને આવી જ રીતે ફાવે છે, તું એ ચિંતા ના કર. ઉભી રહે આજે તારો જન્મદિવસ છે ને મારી પાસે તારા માટે એક ભેંટ છે. " તૃષ્ણા ને કાંઈ સમજાયું નહીં. બા એ એમના તકિયા નીચે થી એક બૂક કાઢી, અને તૃષ્ણા ને આપી. તૃષ્ણા એ બૂક હાથ માં લીધી. બીજો હાથ બા એ હજુ પકડયો હતો. તૃષ્ણા એ પૂછ્યું," બા આ શેની બૂક છે? " બા નો ચહેરો ધીરે ધીરે બદલવા લાગ્યો, બા ની આંખ નો રંગ પણ બદલાઈ રહ્યો હતો. તૃષ્ણા બૂક જોવામાં મશગુલ હતી. બા બોલ્યા, " તને જમવાનું બનાવતા નથી આવડતું ને, આ ચોપડી માં બધી જ વિધિ લખેલી છે." તૃષ્ણા બા નો જવાબ સાંભળીને ચોંકી ગઈ. ત્યાં જ નીચે થી લાલુ નો અવાજ આવ્યો. " દીદી ક્યાં ગયા? બધાનું જમવાનું પતી ગયું છે." તૃષ્ણા એ દરવાજા તરફ જોયું ને કહ્યું, " હા આવું છું." અને બા ને પૂછવા માટે કે બા ને કેવી રીતે ખબર કે એને રસોઈ બનાવતા નથી આવડતી તે બા તરફ ફરી, તો ત્યાં બા નહોતાં. તૃષ્ણા એ આજુબાજુ જોયું બા ક્યાંય દેખાયા નહીં. લાલુ એ પાછી બૂમ મારી. તૃષ્ણા ને અજુગતું લાગ્યું પણ તે બૂક પર્સ માં નાખી ને નીચે આવી. નીચે જોયું તો લાલુ જમવા બેઠો હતો આથી એણે કઈ પૂછ્યું નહીં તે લાલુ ને પોતે જઈ રહી છે એવો ઇશારો કરી ને નીકળી ગઈ. ઘરે આવી ને તેણે આ બૂક સાચવીને કબાટ પર મૂકી દીધી હતી. પછી કામ ના ટેન્શનમાં એ ભૂલી જ ગઈ. આજે પેટી માંથી આ બૂક મળી એટલે તેને યાદ આવ્યું. તેણે વિચાર્યું નક્કી પેલા બા ને ખબર હશે કે આ બૂક માં કઈ ભાષા માં લખ્યું છે. બા ને મળવા જવું પડશે. તેણે ઘડિયાળ માં જોયું તો સવાર પાડવાની તૈયારી હતી, તૃષ્ણા એ પોતાની દૈનિક ક્રિયા પતાવીને લાલુ ને ફોન કર્યો.
================================
બા તૃષ્ણા ને કેવી રીતે ઓળખતા હતાં? શું વૃદ્ધાશ્રમ માં જઈ ને તૃષ્ણા ને એના સવાલો નાં જવાબ મળશે?

બીજા રસપ્રદ વિકલ્પો