પુસ્તક સાથે દોસ્તી  joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પુસ્તક સાથે દોસ્તી 

પુસ્તક સાથે દોસ્તી
-જોશી જિજ્ઞા એસ.
“મધમાખી ફુલ સાથે જેવો નાતો જાળવે છે, તેવો નાતો આપણે પુસ્તક સાથે જાળવવો જોઈએ.”
–ટોલ્ટન
મધમાખી ફુલમાંથી રસ ચુસી લે છે પણ ફુલને નુકસાન નથી પહોચાડતી. પુસ્તકએ સાધનાનો કસબ અને આરાધનાની રંગભુમિ છે. ભુતકાળ અનુભવાય છે અને ભવિષ્યકાળને વિચારાય છે. પુસ્તક હાથમાં હાથ નાખીને શ્વાસ લઈએ છીએ. પુસ્તક દર્પણ વગર પણ ચહેરો બતાવે છે.
અહિં અક્ષર એ ધર્મ છે, જે ખંડિત કરતો નથી કશું, જે બનતો નથી કદી પશુ, બે પૂષ્ઠોની વચ્ચેથી નીક્ળી તે કોઈનાં ધરકે સ્વપ્ન સળગાવતો નથી. -રમેશ પારેખ.
પુસ્તકએ આનંદ સિવાય કઈંજ નથી આપતો. પુસ્તક પાસે એકાંત સિવાય કંઈજ નથી હોતું. એક સારું પુસ્તકએ આપણા સંસ્કારનું દર્પણ છે. વિશ્વમાં જે નવી-નવી શોધો થાય છે, નવું સર્જન થાય છે એ આજ દિન સુધી લખાતું આવ્યું છે. વૈજ્ઞાનિકો, લેખકો, ફિલોશોફરો એ જે સર્જન કર્યુ હોય એને આપણા જેવા જિજ્ઞાસુઓ જાણે, શીખે અને મનોમંથન કરે તે માટે આ વારસો પુસ્તક સ્વરૂપે જળવાયો છે, એટલેજ પુસ્તકોએ હજારો વર્ષો પુરાણું જ્ઞાન વહાવતો અને વહેંચતો અથાગ દરિયો છે. જો નિરક્ષરતાએ અભિશાપ અને અંધકાર છે તો આ અભિશાપનાં અંધકારમાંથી બહાર નીકળવા પુસ્તકો મશાલ સમાન છે.
“જુનો કોટ પહેરો પણ નવું પુસ્તક ખરીદો” - થોરો
ભુતકાળમાં લોકોએ શું કર્યું? આપણો ભુતકાળનો વારસો , સંસ્ક્રુતિઓ પુસ્તકોનમાંજ સચવાયેલી છે એટલેજ આપણા સુધી જ્ઞાનનું વિસ્તરણ થયું છે. મહાન વૈજ્ઞાનિકોએ કરેલી અદભુત શોધો તેમનાં મ્રુત્યુ પછી એમનાં સાથે એમની શોધો પણ વિસરાઈ ગઈ હોત અને ફરીથી આપણે એકડો ધુંટવો પડે. ભુતકાળમાં થયેલી શોધો પુસ્તક સ્વરૂપે લખાઈ એટલે આપણે પરિચિત થયા અને હજારો વર્ષ પહેલા શોધાયેલી વસ્તુ કે જ્ઞાન પુસ્તકોમાં સચવાયું એટલી આપણા સુધી પહોચ્યુ. પુસ્તકો વાંચીને એમનાં અનુભવોમાંથી શીખીએ.
“અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે, અમુક પુસ્તકો ગળી જવા માટે છે પરંતુ અમુકજ પુસ્તકો ચાવવા માટે અને પચાવવા માટે હોય છે.” -- - ફ્રાંનસિસ બેકન
ભુતકાળમાં જે કોઈ મહાન વૈજ્ઞાનિકો, વિચારકો, લેખકો, ફિલોસોફરો કે કોઈ મહાન વ્યકિતઓ એમના અમુલ્ય વિચારો, અનુભવો, જ્ઞાન પુસ્તકમાં મુકીને ગયા છે એમને મળવું હોયતો એમનાં વિચારોને જીવનમાં ઉતારવાની જરૂર છે.
“ પુસ્તકો વગરનો રૂમ એ બારીઓ વગરનાં રૂમ જેવો છે.”
-હેનરીચ મન
રૂમમાં કોઈ હવા-ઉજાસ માટેની જગ્યાન હોયતો એ બંધિયાર કોટડી થઈ જાય. રૂમ એટલે આપણું મગજ અને બારીઓ એટલે પુસ્તકો. સારા પુસ્તકો એ આપણા દિમાગમાં જ્ઞાનરૂપી વિચારો દાખલ કરે છે. આપણા મનનું સંવર્ધન કરે છે, જ્યારે જીવનમાં કોઈ દુ:ખ આવે, તકલીફ આવે, શ્રધ્ધા ડગી જાય, નિરાશા ધેરી વળે ત્યારે સારા પુસ્તકોનું વાંચન આપણને ફરીથી ઉભા થઈને આગળ વધવાની પ્રેરણા અને મનોબળ પુરું પાડે છે.
“પુસ્તક્ને વાંચતી વખતે જીવનની ધટનાઓ યાદ આવવી જોઈએ.”
-અંકિત ત્રિવેદી
પુસ્તક એ ગજબની વિસ્મયકારક વસ્તુ છે. વ્રુક્ષમાંથી બનાવેલું કાગળ સીધું, સપાટ, ગમેતેમ વાળો તેમ વળે, સફેદ, જેના પર કેટલાય કાળા વાંકા ચુંકા શબ્દો-ચિત્રો અંકિત થયેલા હોય છે, આ નિર્જીવ પુસ્તકમાં આટલું જ્ઞાન હોઈ શકે! હા, છે તો એ એક કાગળિયુંજ પણએ કાગળ ઉપર કોઈકનો વિચાર, અનુભવ, જીવન કહાણી, સુખ-દુ:ખ, સંવેદના, બોધપાઠ, દિલની લાગણીઓ થોડ શબ્દો, કવિતા કે ગઝલમાં લપેટી લીધી હશે. ભુતકાળનાં પુરાવા, વર્તમાનની વાસ્તવિકતા અને ભવિષ્યની શકયતાઓ પુસ્તકમાં સંગ્રહાયલી છે. કાગળએ મનુષ્યએ કરેલી એક મહાન શોધ છે. કયારેક એક્બીજાને ન મળેલાં, કેટલાય યુગો દૂર રહેલાં લોકોને એક્બીજા સાથે જોડતી કડીરૂપ છે. પુસ્તકએ સમયનાં બધાંજ બંધનો તોડી નાંખે છે.
“ પુસ્તકપ્રેમી સૌથી સુખી અને ધનવાન છે.” -બનારસીદાસ ચતુર્વેદી
કાલ્પનિક દુનીયામાં તમે ઈચ્છો એવું સર્જન કરી શકો છો. પુસ્તકએ એવું સાધન છે જે તમને ખુલ્લી આંખોએ સપનું દેખાડે છે. પુસ્તકમાં સર્જનની એક આખી કાલ્પનિક દુનિયા સુષુપ્ત અવસ્થામાં પડી હોય છે. આપણેએ પુસ્તક વાંચીએ ત્યારે જીવંત બને છે. પુસ્તક એ એક એવું સાધન છે જે આપણી કલ્પનાને પાંખો આપે છે.
“જ્ઞાન કરતાં પણ કલ્પના શકિત વધુ મહત્વની છે” -આલ્બર્ટ આઈંસ્ટાઈન
પુસ્તકએ ક્યારેય દગો ન કરે, કંઈ માંગણી ન કરે. પુસ્તકએ ખુલ્લો ખજાનો છે. વાંચી-વાંચીને લુંટવાનો હોય અને મજા કરવાની અને ધણું બધુ શીખવાનું. ઈ.સ. 2076 માં દુનિયા કેવી હશે? એ ટાઈમ મશીન દ્વારા ભવિષ્ય કે ભુતકાળમાં જઈ શકાય એ પ્રકારનાં પુસ્તકો ખુરશી કે હીંચકા પર બેઠા-બેઠા વાંચતાં. આપણી કલ્પનાશક્તિ ઈ.સ. 2078માં લઈ જાય છે. પુસ્તક વાસ્તવિક દુનિયામાંથી છટકવાની છટકબારી છે, જેમાં આપણે લેખકે સર્જેલી દુનિયામાં વિહાર કરી શકિએ છીએ.
પુસ્તકએ આપણું મંતવ્ય, સમજણશકિત, વિચારશકિને વિસ્ત્રુત ફલક પર ખીલવે છે. જીવનને અલગ દ્રષ્ટિથી જોવાનો દ્રષ્ટિકોણ આપે છે. દુ:ખદ પરિસ્થિતિમાં પણ ધૈર્ય અને હિમંતથી ઉભા રહેવાની તાકાત આપે છે. વાંચન વગર આપણી વિચારસરણી, કલ્પના શકિત અમુક હદ સુધી સીમિત જ રહે છે. વાંચનએ આપણી કલ્પના શકિતને નવી પાંખો આપે છે, નવા વિચારો આપે, જીવન વિશેની નવી સમજણ વધારે, આનંદમાં રાખે અને નવી દુનિયાનાં દ્વાર ખોલે છે. સારો પુસ્તક વાંચ્યા પહેલાં વ્યકિત પોતેજે સમજ્તો, વિચારતો, જાણતો અને દુનિયાને જે રીતે જોતો હતોએ નજરજ બદલાઈ જાય છે. પુસ્તક વાંચ્યા પછી વૈચારિક શક્તિજ બદલી જાય છે. આપણે આપણી જાતને વધુ નિકટથી નિહાળી શકિએ છીએ.
એક સારો પુસ્તક વ્યક્તિનાં વિચારો બદલી શકે, વિચારોથી સમજ બદલી શકે,સમજથી સ્વભાવ બદલી શકે અને સ્વભાવથી વ્યક્તિત્વ બદલે, વ્યક્તિ વાંચન પછી પહેલાં કરતાં વધુ સમજદાર, વધુ આનંદિત, વધુ ઉત્ક્રુષ્ટવિચારોવાળું બને છે. “સારાં પુસ્તકો રત્નો કરતાં પણ વધુ અમુલ્ય છે”
-ગાંધીજી સારા પુસ્તકો સાથે મૈત્રી રાખનાર કયારેય મુસીબતમાં મુંઝાતો નથી. મહાનપુરુષોનું જીવન દર્શન દુ:ખના સમયે ધીરજ અને શાંતિ રાખતા શીખવે છે. માનવીની વેદનાને હળવી બનાવે છે. માનવીનાં મનનો વહેમ, અંધશ્રધ્ધા, અજ્ઞાન દુર કરે છે. જ્ઞાનની સીમાઓને વિસ્તારે છે.
“આંખ સામે રહેલી વસ્તુનું જ્ઞાન મેળવવાં માટે પણ પુસ્તકો વાંચવા પડે છે.”
-રવિન્દ્રનાથ ટાગોર
પુસ્તકએ ખુબજ વિસ્મયકારક માધ્યમ છે. લેખકે પુસ્તકનાં સર્જનમાં પોતાના વિચારો, લાગણીઓ, મનોભાવો, જ્ઞાન, અનુભવ વગેરે કંઈ કેટલુંએ સંયોજીત કર્યુ હોય. પુસ્તકને લીધે વ્યક્તિનાં જીવનમાં પરિવર્તન આવે છે, જમકે રસ્કિનનાં પુસ્તક ‘અન તુ ધ લીસ્ટ’ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી. પુસ્તક કોઈ પણ જાતની અપેક્ષા વગર ખરા અર્થમાં ગાઈડ બની રહે છે. પુસ્તક કોઈ પણ વળતરની અપેક્ષા રાખ્યાં વગર માનવીનાં અંત:કરણને ઉજજવળ બનાવે છે.
“ખરાબ પુસ્તકોનું વાંચન ઝેર જેવું છે.”
-ટોલ્સરોય
પુસ્તક દ્વારા આપણે ભુતકાળને વાંચી શકીએ, ઈતિહાસને જાણી શકીએ. મહાન લેખકોનાં વિચારોથી પરિચિત થઈ શકિએ. પુસ્તકોનો સંસાર વિશાળ છે. દુનિયાની નાનામાં નાની વાતની સમજ તેમાં રહેલી છે. ધેર બેઠા-બેઠા પુસ્તક દ્વારા દુનિયાનાં દરેક ખુણે ફરી શકિયે છીએ. દરેક સંસ્ક્રુતિ, રીત-રીવાજોથી પરિચિત થઈ શકાય છે.
“ જીવિશ બની શકેતો એકલાં પુસ્તકોથી”
-કલાપી
પુસ્તકએ એકાંત અને એકલતાનું ઐષધ છે. પુસ્તકએ કેળવણીનો સ્ત્રોત છે. તમારામાં સુષુપ્ત શક્તિ કે જ્ઞાનને ઉજાગર કરે છે, પુસ્તક તમારા સમયને રસપ્રદ અને જ્ઞાન સભર બનાવે છે. પુસ્તક જ્ઞાનનો સાગર છે. વાંચન થકી ડૂબકી લગાવો તેમાંથી વિવેક, આનંદ, જ્ઞાન, કેળવણી જેવાં રત્નો પ્રાપ્ત થશે.