પ્રેમ નો પાસવર્ડ - 5 Davda Kishan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પાસવર્ડ - 5

અમીષા ચેતનને એક વાત કહેવા ઈચ્છતી હતી. નીલ આગળ ચાલ્યો ગયો હતો એટલે ચેતન ગભરાતો હતો અને ટેન્સનમાં પણ હતો કે અમીષાનું વર્તન આજ અચાનક કેમ આવું!

વધુ વિચાર ના કર, અમીષા ચેતનનો હાથ પકડતા બોલી.
પણ તું શું કહેવા ઈચ્છે છે? ચેતન બોલ્યો.

“જો ચેતન, તારા મનમાં મારા પ્રત્યે શું ચાલી રહ્યું છે એ મને ખ્યાલ નથી, પણ તને જોયા પછી મને શું થયું છે એ જ ખબર પડતી નથી. બધે તું જ દેખાય છે. મારા સપનાઓમાં, મારી કલ્પનાઓમાં, મારા વિચારોમાં મને તારો જ ચહેરો દેખાય છે. નાં તો હું સરખી રીતે સુઈ શકું, ના તો હું કોઈ સપનાઓ જોઈ શકું, દિવસના દર ક્ષણે બસ તારા જ વિચાર અને રાતના હર સપનાઓમાં બસ તારો હસતો ચહેરો, તું આને જે નામ આપ એ, પણ મને એવું લાગે છે કે હું તારા પ્રેમમાં છું”; અમીષાએ ભીની આંખે ચેતનને કહ્યું.

ચેતન તો આ સાંભળીને જાણે સ્તબ્ધ થઇ ગયો. ચેતનના મનમાં જાણે કોઈ ઉમળકાભેર નૃત્ય કરતુ હોય, એ તો જાણે પ્રેમ ઝરણામાં ખોવાઈ ગયો હોય, તેના મુખ પર એક અનોખું સ્મિત છવાઈ ગયું. તે તો વિચારોના દરિયામાં વહેવા લાગ્યો.
એક ચપટી વાગી અને અચાનક ચેતન વિચારોમાંથી બહાર આવ્યો.

ચેતનનું એ મલકાવું અમીષા માટે પ્રેમમાં પગલાં પાડવાની લીલી ઝંડી બની ગઈ હતી.

“તને ખબર છે અમીષા, હું પણ તારા પ્રેમમાં ક્યારનો ય ઘાયલ થઇ ગયેલો છું. બસ, કહેવા માટે હિંમત નહોતી. જ્યારે તું કોલેજે આવેને, ત્યારે મારું ધ્યાન લેકચરને બદલે તારામાં હોય છે, તને જોવા માટે હું રોજ તડપું છું. તું જ્યારે જ્યારે કોલેજે આવે છે ને ત્યારે એમ લાગે છે કે સ્વર્ગની અપ્સરાએ સાક્ષાત દર્શન આપ્યા હોય, અને તારા દર્શન પણ ક્યારેક જ થાય, અરે હું તો પહેલા દિવસે તને જોતાં જ ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. બસ, કહી નાં શકાયું.” ચેતન ભાવુક થઈને બોલ્યો.

ચેતનનું આ વાક્ય પૂરું કરતા જ ક્લાસમાં તાળીઓનો ગડગડાટ થયો.

પાછળ ઉભેલો નીલ બોલ્યો, હા... મારા શાહરૂખ ખાન હા.....

બધા લોકો હસવા લાગ્યા.

હવે તો ચેતન અને અમીષાની લવ મેટ્રો પણ પ્રેમના સ્ટેસન પર લાગી ગઈ હતી. નીલ અને ચેતન ખુબ જ ખુશ હતા, અવનીને પણ અમીષાની કંપની મળી ગઈ હતી. ચેતનને મુવી જોવા જાય ત્યારે પોતાની બાજુની સીટ ખાલી નહિ રહે એ વાતથી વધારે આનંદ થયો.

આ ચારેય હવે એક બીજા સાથે ખુબ ભળી ગયા હતા. ચેતનના આખા ક્લાસ વચ્ચે અમીષાને બોલાયેલા ફિલ્મી ડાયલોગને લીધે ચેતનને લોકો લવ ગુરુ કહેવા લાગ્યા હતા.

તમારા પાત્ર પ્રત્યે તમને જે લાગણીઓ હોય એ કહી દો.
જો તે જ લાગણી તેમના માં પણ હશે તો એ તમને તરત જ પ્રત્યુતર આપી શકે, અથવા તો કદાચ એની ઈચ્છા રિલેશનશિપમાં આવવાની નાં હોય તો તે નાં પાડશે. જો તમે શરૂઆત જ નહિ કરો તેને કહેવાની, તો કદાચ તમને જવાબ મળતાં વર્ષો લાગી જાય અને તમને તમારું ગમતું પાત્ર ન પણ મળે.

જો તમને ગમતા પાત્રને સમય જોઈતો હોય તો એમને સમય આપો. ઉતાવળથી ઘણી વાર એવા પગલાં લેવાય જતા હોય છે જેના પરિણામો માત્ર ને માત્ર નુકસાન જ હોય છે.

અમીષા અને અવની કોલેજની ટ્રીપ પર જવાના હતા. કોલેજના ૪૦ વિદ્યાર્થીઓ સાથે જવાના હતા. નીલ અને ચેતન કોઈ કારણોસર ટ્રીપ પર આવી શકે તેમ નહોતા, માટે અવનીને પોતાનું નામ કેન્સલ કરાવવું હતું. એ દિવસે અમીષા કોલેજે આવી નહોતી.

છ દિવસની ટ્રીપ પર અવની નીલ વગર કેમ જશે, અવનીએ નીલને ઘણો સમજાવ્યો કે તું નાં આવે તો મારે પણ નથી જવું. પણ નીલનું એવું માનવું હતું કે કોલેજ ટ્રીપ પર અવનીએ જવું જ જોઈએ.

નીલ : તું તારે જા. હું તને રોકીશ નહિ. મારે તો સરકારી ભરતી માટે પરીક્ષા આપવા જવાનું છે એટલે હું નહીં આવી શકું. પણ મારા લીધે તું શા માટે તારો પ્લાન કેન્સલ કરે છે ? તારે જવું જ જોઈએ. અમીષા પણ આવે જ છે ને. તારી સાથે એ તો છે.

અવનીનું મન તો હતું ટ્રીપ પર જવાનું. પણ એને મન નીલ વિના જવું થોડું અજીબ લાગ્યું. નીલે અવની પર પૂરો ભરોસો રાખ્યો હતો. તેથી અવની પણ જવા તૈયાર થઇ હતી.

છ દિવસની ટ્રીપ પર અમીષા અને અવની બંને ગયા. ચેતન અને નીલની સરકારી ભરતીની પરીક્ષા પણ ખુબ જ સારી રહી અને આ લોકોની ટ્રીપ પણ.

(મિત્રો, પ્રેમના પાસવર્ડની બીજી ચાવી છે... "ભરોસો". જો આપણે આપણા પાર્ટનર પર પૂરો ભરોસો રાખશું તો એ પ્રેમ તો સફળ થઈને જ રહેશે. ભરોસા વિનાનો પ્રેમ એટલે ખાંડ વગરની ચા, પાણી વિનાની માછલી, બળતણ વગરની કાર.
ભરોસો એ પ્રેમ માં એક પ્રેરક બળ નું કાર્ય કરે છે.)

ટ્રીપ સરસ રીતે પૂરી થઇ.

આ ચારેય પોતાની લાઈફથી ખુબ જ ખુશ હતા. અવનીને પ્રેમાળ અને સમજુ નીલ મળી ગયો હતો, અમીષાને કેરીંગ પાર્ટનર ચેતન મળી ગયો હતો. ચારેય મિત્રોને મિત્રતા નામનું તોરણ સાચવીને બેઠું હતું.

થોડા જ દિવસોમાં આ ચારેય માટે એક ઉત્સવ આવાનો હતો. માત્ર આ ચાર જ નહિ, આપણે સૌ પણ આ ઉત્સવની આતુરતા પૂર્વક રાહ જોતાં હોઈએ છીએ. આ ઉત્સવ માટેની તૈયારી કરવામાં પણ ચેતન ખુબ જ ખુશ હતો.

શું લાગે છે મિત્રો, આ તે વળી કયો ઉત્સવ હશે?

અને ચેતન જ કેમ સૌથી વધુ ખુશ હતો?

તમારા મંતવ્યો કોમેન્ટ માં ચોક્કસ જણાવજો અને તમને વાર્તાનો આ ભાગ કેવો લાગ્યો એ પણ કહેજો.

આગળ જાણવા માટે વાંચતા રહો....
"પ્રેમનો પાસવર્ડ"

eMail:- kishandavda91868@gmail.com

ig:- @author.dk15

FB:- Davda Kishan