Prem no password - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પાસવર્ડ - 3


સૌથી પહેલાં તો સોરી કે હું લેટ છું નવા ભાગ માટે અને thank you..
Ke આપ સૌ એ આ નોવેલન સારો પ્રતિભાવ આપ્યો છે...

તો ચાલો જાણીએ.....

નીલ અને ચેતનના કોલેજ કેમ્પસમાં પ્રવેશતાજ નીલે કાંઈક એવું જોયું કે તેની આંખો પહોળી થઈ ગઈ.

ચેતન: નીલ, શું થયું યાર, કેમ આંખો ફાડી-ફાડીને જુએ છે? કોણ છે એ?

નીલ થોડી વાર માટે તો સ્તબ્ધ થઈ ગયો અને મનમાં વિચારો રાસ-ગરબા રમવા માંડયા. થોડી વાર પછી નીલના મોઢામાંથી જે પહેલો શબ્દ નીકળ્યો એ..... "ધ્રુતિ"...... અહીંયા....;

ચેતન :ધ્રુતિ કોણ? (આશ્ચર્ય સાથે)
નીલ : અરે, આ ધ્રુતિ અને હું બાળપણના બેસ્ટ ફ્રેન્ડ હતા.
લગભગ આજ ત્રણ વર્ષ પછી જોઉં છું આને, એ જ આંખો, એ જ અદા, એ જ નજાકત,....
ચેતન: હા યાર, શું ચાલ છે, શું આંખો છે, (ચેતનના મનમાં પણ ફુવારા થવા લાગ્યા) નીલ: ઓ ભય,.. ગાડીને રિવર્સ લો.
(નીલે પોતાના હાથ વાળ સરખા કરવામાં વ્યસ્ત કર્યા.)

નીલ ધ્રુતિ પાસે જાય છે અને ધ્રુતિને Hii કહે છે.
ધૃતિ : Hii નિલ, કેમ છે? તું અહીંયા ભણે છે?...
નીલ: હા, તું તો હજુ એવી ને એવી જ છો... યાર કશું જ ચેન્જ નહીં..
ધ્રુતિ : શું નીલ તું પણ.....

નીલ : By the way તું ક્યા સ્ટ્રીમમાં છે? હું તો બી.કોમમાં છું.

ધ્રુતિ : ઓહો good. હું પણ બી.કોમમાં જ છું. જસ્ટ આ સેમેસ્ટર થી જ એડમિશન લીધું.
(આમ આશરે દસ મિનિટ બંનેની વાતો ચાલે છે ચેતનને પણ ધ્રુતિ સાથે વાતો કરવી હોય છે, તે નીલને ઈશારા કરીને ઉછળકૂદ કરે છે.)
લગભગ 15 મિનિટની વાતો પછી અચાનક ક્લાસ બેલ વાગે છે. ત્રણેય ક્લાસમાં જાય છે અને નીલ ચેતનનો ધૃતિ સાથે પરિચય કરાવે છે.

ક્લાસમાં નવું એડમિશન જોતાં જ ઘણા students ધ્રુતિને ઘૂરી-ઘૂરી જોવે છે.

ફેકલ્ટી આવે છે, બધાને શાંત કરી લે છે; લેક્ચર લે છે..... આમ, દિવસ પૂરો થાય છે. નીલ અને ધ્રુતિની ફ્રેન્ડશીપ સારો એવો ટ્રેક પકડવા માંડે છે.

જેમ જેમ દિવસો વીતતા જાય છે, તેમ તેમ નીલ અને ધૃતિ વધારે ક્લોઝ થતા જાય છે. ચેતન પણ હવે ધૃતિ સાથે ક્લોઝ થઇ જાય છે. કોલેજ ફિસ્ટની announcement થાય છે. જે ફેબ્રુઆરીમાં હોય છે.
બધી કોલેજો પાર્ટિસિપન્ટ્સ હોય છે અને નીલની કોલેજને યજમાની સોંપવામાં આવે છે. એક volunteers team તૈયાર કરવામાં આવે છે, જેનો લીડર ચેતનને બનાવવામાં આવે છે. બધા સ્ટુડન્ટ્સ ની ખૂબ તૈયારી પછી અંતે college feast ડે આવે છે. આ ફંકશન કોઈપણ મુશ્કેલી કે કોઈ પણ મુસીબત વિના પાર પડે છે. છેલ્લે ઓડિટોરિયમમાં બધું કામ કરતી વખતે નીલને ધૃતિ ક્યાંય નજરે ચડતી જ નથી.

તે તેને શોધવા નીકળે છે. બંને બિલ્ડિંગના ચક્કર માર્યા પછી ધૃતિ સીડી પર બેઠેલી નજરે ચડે છે. અને ખૂબ જ રડતી હોય છે.

નીલ ધ્રુતિને ઘણું પૂછે છે..... "શું થયું ?... કોઈએ કશું કહ્યું?.."

પણ ધૃતિ ગરમ થઈને નીલ સાથે ઝઘડો કરી બેસે છે. પછી તો ધ્રુતિ નીલને હંમેશા ignore જ કરે છે.

નીલ ચેતનને કારણ પૂછવા નું કહે છે. ચેતન ઘણી કોશિશ કરે છે, પરંતુ એને પણ આ કારણ ખબર પડતી નથી . અંતે ચેતન પણ હાર માની લે છે. નીલ ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને નીલ ને કંઈ સમજાતું નથી.

નીલ ઘરે પણ સરખી વાત નથી કરતો, અચાનક જ નીલની બંને બહેન પ્રેક્ષા અને કુનીકા હોસ્ટેલમાં નીલને મળવા આવે છે. નીલ બંનેને બહાર લઇ જાય છે. કુનીકા અને પ્રેક્ષા નીલને પૂછે છે...
કે શા કારણે એના બિહેવ્યર માં બદલાવ છે..!
નીલ બધી વાત કરે છે.
નીલ : બેન, કેમ કહું તને !
મને મારી ભૂલ શું છે એ જ સમજાતું નથી. ધ્રુતિ મારાથી રિસાયેલ છે.., શું થયું એને કે... મારી સાથે વાત જ નથી કરતી. તમને ખબર છે ને હું તેની માટે કંઈ પણ કરી શકું છું.
પણ આમ કંઈ કહે જ નહીં અને વાત જ ન કરે, તો મને કેમ ખબર પડે કે મારી ભૂલ શું છે !!
કુનિકા અને પ્રેક્ષાને આખી વાત સમજાય છે; અને પ્રેક્ષા એ જ દિવસે ધ્રુતિને મળે છે. અને આ વાત પાછળનું કારણ પૂછે છે.....

ત્યારે ધૃતિ એ ટુ ઝેડ વાત માંડીને કરે છે. જો હું તને ક્લિયર કરી આપું છું કે, છેલ્લા ૧૩ થી ૧૪ દિવસથી અમારે ઝઘડો ચાલે છે એમાં મારો વાંક નથી.હા અને કઈ વાત પર..... એ હું કલિયર કરવા માગતી નથી.

તું આટલું પૂછે છે તો એટલું કહી આપુ કે નીલની લાઇફમાં કોઈ બીજું છે.
જે મારાથી સહન નથી થતું.
પ્રેક્ષા : એ વાત તું કયા આધારે કહે છે???
ધ્રુતિ : કોલેજ ફિસ્ટ વખતે મેં પેલી નિહારિકાને સાંભળેલી, એ દીપ ને કહેતી હતી કે નીલ બહુ જ મસ્ત સ્વભાવનો છે. એનું નેચર જોરદાર છે. તે બહુ જ હેલ્પ ફુલ છે. અને એ નીલને કંઈક સરપ્રાઇઝ આપવાનું પણ કહેતી હતી.

કુનિકા : અરે શું તું પણ... ધ્રુતિ, તને ખબર છે ને નીલને તારા પ્રત્યે કેટલો પ્રેમ છે....

નીલ તો બે દિવસ જમ્યો પણ નહોતો. પરંતુ પછી આ તો ચેતને ખૂબ સમજાવ્યો.

અને તું નિહારિકા ની વાત તો કરે છે પણ શું તે નીલને મોઢે સાંભળ્યું છે કે, તેને નિહારિકા પસંદ છે....

પ્રેક્ષા : જો ધ્રુતિ... સંબંધો વિશ્વાસ પર ટકે છે.
તારા કરતાં વધારે હું મારા ભાઈ ને ઓળખું છું એ તને ખૂબ ચાહે છે. બસ કહી નથી શકતો.
આ જ હકીકત છે.
હું ભાષણ આપું છું પણ હું તો જસ્ટ એટલું કહું છું કે નીલની લાઇફમાં કોઈ બીજું નથી.
તને મગજમાં બેસે છે....??

ધૃતિને બધી ભૂલો સમજાય છે. તે નીલને કોલ કરીને સોરી કહે છે.
અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બંને વચ્ચેથી ક્લિયર થઈ છે.

નિલે ઘરે બધા સાથે સરખી રીતે વાત કરી તે ખુબ ખુશ હતો. આમ બંનેના સંબંધોની ગાડી ફરી ટ્રેક પર ચડી.

આમ જ દિવસો પૂરા થાય છે.
આ બંનેના સંબંધો સારી રીતે સચવાઈ ગયા હોય છે.
એક્ઝામ નો માહોલ પતી જાય છે ફરીથી વેકેશન પડે છે.
બધા પોતાના ઘરે જાય છે. નીલ અને ધ્રુતિ વચ્ચે રિલેશનશીપની દોરી સારી રીતે બંધાઈ જાય છે. જોતજોતામાં ઘણો સમય વીતી જાય છે.

પણ.........
ઓચિંતું જ કંઈક આવું થાય છે કે, બંનેના સંબંધમાં અચાનક તિરાડ પડે છે. અને ધ્રુતિ નીલને ઘણા ફોન અને મેસેજ કરે છે. નીલ કોઈ જ રીપ્લાય નથી કરતો.

ચાર દિવસ સુધી કોઈ કોન્ટેક્ટ જ નથી થતો નીલનો....

શું થયું હશે ?

નીલ અને ધ્રુતિના સંબંધો અહીં અટકી જશે ??

કે કાંઈ એવું થશે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય...?

જોઈએ આવતા અંકે.....

જો તમને ખબર હોય કે હવે શું થશે...તો કોમેન્ટ માં જરૂરથી જણાવજો.

તમને આ ભાગ કેવો લાગ્યો એ પણ જણાવજો....

આગળ જાણવા માટે વાંચતા રહો....

"પ્રેમનો પાસવર્ડ"

Ig. @author.dk15

Fb.@ Davda Kishan

Email. kishandavda91868@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED