Prem no password - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પાસવર્ડ - 4

ચાર દિવસ સુધી નીલનો કોઈ જ કોન્ટેક્ટ નહોતો..

ધ્રુતિને પણ કંઈ સમજાતું નથી, તે હવે રાહ જોઈ શકતી નથી. ધ્રુતિએ ચેતનને કોલ કર્યો, ચેતન ધ્રુતિનો ફોન વારંવાર કાપતો હતો.

ધ્રુતિને એ રાત્રે જરા પણ ઊંઘ ના આવી, ધ્રુતિ બીજા દિવસે કોલેજ પણ ના આવી, હોસ્ટેલમાં જ રહીને એકલી એકલી રડ્યા કરતી...

થોડી જ વારમાં ફોનની રીંગ વાગે છે, ધ્રુતિ રડવાનું બંધ કરી ફોન ઉપાડે છે. સામે ચેતન હોય છે.

ધ્રુતિ : હેલો,
ચેતન : તું ક્યાં છે?
ધ્રુતિ : એ બધું છોડ, પહેલા મને એ કહે કે નીલ ક્યાં છે?, શું થયું છે યાર એને? મારો એની સાથે કોઈ કોન્ટેક્ટ જ નથી, એણે ચાર દિવસ થી મને એક પણ ફોન નથી કર્યો, અને.....
ચેતન : અરે તું શાંત થઈ જા, થોડો શ્વાસ લઈ લે.
ધ્રુતિ : અરે પણ..!
ચેતન : તું જલ્દી થી ડૉ. સંદીપના ક્લિનિક પર આવી જા, તારા બધા સવાલોના જવાબ ત્યાં મળી જશે.
(ચેતન ફોન કાપી નાંખે છે)
ધ્રુતિ પણ સમય વેડફ્યા વિના જ ત્યાં પહોંચી જાય છે,

ધ્રુતિ : ચેતન, નીલ ક્યાં છે? શું થયું એને? તે મને ક્લિનિક માં કેમ બોલાવી?
ચેતન : નીલ અંદર ડ્રેસિંગ કરાવે છે. નીલ તરફ થી સોરી, એકચ્યુલી નિલનું એકસીડન્ટ થય ગયુ હતું, તેને એક રિક્ષા વાળાએ ઠોકર મારી અને તેમાં તેને વાગ્યું પણ હતું. હું એની સાથે જ હતો, ચાર દિવસથી એનો ઇલાજ હોસ્પિટલમાં ચાલતો હતો, હવે સારું છે, અને નીલે જ મને આ વાત તને કહેવાની ના પાડી હતી. નીલને એ ચિંતા હતી કે તું આ ન્યૂઝ સાંભળીને વધારે ટેન્શન લઈશ, એટલે અમે તને ના કહ્યું.
ધ્રુતિ : ચેતન, યાર તારે તો સમજવું જોઈએ ને,

(નીલ બહાર આવે છે..)
નીલ : ધ્રુતિ, એમાં ચેતનનો વાંક નથી, મેં જ એને મિત્રતાના સમ આપ્યા હતા, જે થય ગયુ એ ભૂલી જા, હવે મને સારું છે.

(ધ્રુતિ રડતાં રડતાં નીલને ભેટી પડી)

ધ્રુતિનું લેક્ચર ચાલુ થઈ ગયું,
ક્લિનિક થી હોસ્ટેલ સુધીના રસ્તામાં નીલનો બોલવાનો વારો જ ના આવ્યો,
નીલ પણ બિચારો "હા તમે કહો એમ મેડમ,"...
આ બધામાં ચેતન તો જાણે મુંગો જ થય ગયો હતો. એ નીચું જોઈને ધીમે થી હસતો હતો..

(હોસ્ટેલ પહોંચી ગયા, ચાર દિવસ થી ચેતન પણ કોલેજ ગયો નહતો; તેથી એ પણ પોતાનું વર્ક કરવા માંડ્યો. આમ બધું જ બરોબર ચાલે છે.)

(મિત્રો, જ્યારે પ્રેમ થાયને ત્યારે પાર્ટનરની ચિંતા, અને જો મને કંઈ થશે તો એ ચિંતા કરશે એવો ભાવ, અને એક બીજાની કાળજી રાખવી, એ જ તો છે પ્રેમના પાસવર્ડની પહેલી ચાવી. અન્ય ચાવીઓ પણ આગળ ખુલશે.. પેલું કહેવાય ને કે, "આગે આગે દેખીએ હોતા હૈ ક્યા...!)

આ તો જીવન છે બોસ, ક્યારે કોના ભાગ્ય ઊઘડે એ કહી ના શકાય.
નીલ હવે ફરીથી રેગ્યુલર કોલેજ જવા માંડ્યો હતો અને ધ્રુતિ - નીલના સંબંધોની લવ મેટ્રો હવે બરાબર ટ્રેક પર ચાલતી હતી. બસ પછી તો આ પ્રેમના સ્ટેશન પર અચાનક નવી જ મેટ્રો આવે છે. આ મેટ્રો એટલે બીજું કોઈ નહીં પણ, 'આ જ કોલેજમાં ભણતી અમીષા'.

દેખાવે અતિ સુંદર, સ્વભાવ પણ ખૂબ જ સરળ, શાંત મનની, કાતિલ નજર જેની, આંખોમાં કાજળ, પગમાં પાયલ, હાથ પર ટાઈમેક્સની ગોલ્ડન લેડીસ ઘડિયાળ, બ્લુ જીન્સ, રેડ ટોપ, હવાથી વાતો કરી રહેલા લહેરાતા તેના છૂટા વાળ અને ગુલાબી ગાલ,...

નીલ અને ચેતન બંને વિચારો માં પડ્યા, કે અઠવાડિયે એક વખત કોલેજમાં દર્શન આપતી સિમ્પલ છોકરી આજ અચાનક અપડેટેડ અવતારમાં!
ધ્રુતિએ ખોટી ઉધરસ ખાઈને નીલને અમીષાના ખ્યાલોમાં થી બહાર કાઢ્યો, પણ ચેતન તો હજુ તેને જ નીરખી રહ્યો હતો,
નીલે ચપટી વગાડી ચેતનનું ધ્યાન ખેંચ્યું,
ચેતન : નીલ, આ અમીષા જ છે ને?
નીલ : હા, પણ આજ કંઇક વધારે જ અલગ નથી લાગતી...?
ધ્રુતિ : તને શું ફેર પડે હે...? (નીલને ખીજાતા બોલી)
ચેતન : ધ્રુતિ, ચલ ચલ આપણે ક્લાસ માં જઈએ, કેમ્પસમાં આમ ઊભા રહેશું તો ભાવિન સર વઢશે.
(ત્રણેય ક્લાસમાં જાય છે, ચેતન નીલને કહે છે કે, તેને અમીષા ગમે છે, પણ તે કોલેજ જ ઓછી આવે છે અને મને પણ એની સામે બોલતા બીક લાગે છે, તું કંઈ કર ને...)

નીલ હજુ તો કંઈ કરવા જાય એ પહેલાં જ અમીષા ચેતનની પાસે આવે છે....

અમીષા : હેલ્લો, કેન આઈ સીટ હિઅર...?
નીલ : ઓહ, સ્યોર..
અમીષા : થેન્કસ નીલ,
નીલ : અરે વેલકમ બડી, તમે બંને અહીં બેસો, હું આગળ જતો રહું...
ચેતન : નીલ, યાર બેસ ને અહીં..
(ચેતન નીલને ઇશારાથી અહીં જ બેસવા માટે રિકવેસ્ટ કરે છે, નીલ પણ ચેતનને ઇશારાથી ના પાડે છે અને સમજાવી દે છે)

નીલ આગળ જતો રહ્યો, ચેતન ગભરાય ગયો, હું શું કહું આને..
અમીષા : હાઈ,
ચેતન : હેલ્લો (ગભરાઈને)
અમીષા : તું મને ઘણા સમયથી જોયા રાખે છે...
હું આવું ત્યારે તું લેકચરમાં ધ્યાન આપવાને બદલે કેમ મને જ જોયે રાખે છે...?
જો ચેતન, તારા મનમાં શું ચાલી રહ્યું છે એ મને ખબર નથી.
પણ આજ મારે તને એક વાત કલિયર કરવી છે.(અજીબ રીતે અને અક્કડ થય ને)

.......
શું લાગે છે દોસ્તો?
અમિષાને એવું તે શું કહેવું હશે?

શું અમીષા ચેતનની સાથે ફ્રેન્ડશિપ કરશે?

કે,..

શું અમીષા ચેતનને વોરનિંગ આપશે..?

કે કાંઈ એવું જ થશે જે કોઈએ ધાર્યું પણ નહીં હોય....

તમારા મંતવ્યો કૉમેન્ટ માં જરૂર જણાવો.

આગળ જાણવા માટે વાંચતા રહો....

"પ્રેમનો પાસવર્ડ"

Ig. @author.dk15

Fb.@ Davda Kishan

Email. kishandavda91868@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED