Prem no password - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પાસવર્ડ - 6

કોલેજની ટ્રીપ પણ ખુબ જ સારી રહી હતી. હવે એક ઉત્સવ આવવાનો હતો. નીલ, ધ્રુતિ, અમીષા અને ચેતન આ ઉત્સવને લઈને ખુબ જ ઉત્સાહિત હતા. સૌથી વધારે ખુશ તો ચેતન હતો. આ ઉત્સવ એટલે અમીષાનો બર્થ-ડે.

અમીષાના બર્થ-ડેને લઈને ચેતન ખુબ જ ઉત્સાહિત હતો. ચેતન અમીષા માટે કંઈક ધમાકેદાર સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો હતો. અમીષા પણ પોતાના બર્થ-ડે માટે જોરદાર તૈયારી કરી રહી હતી. નીલ અને ધ્રુતિ પણ ચેતનના આ પ્લાનમાં સાથે હતા. ચેતને લગભગ તૈયારીઓ કરી લીધી હતી.

રાત્રીના બાર વાગ્યે અમીષાનો ફોન વાગ્યો,
અમીષા : હેલો,

ચેતન : હેપ્પીએસ્ટ બર્થ-ડે ડીયર,

અમીષા : થેંક-યુ સો મચ ડીયર...

“હેપ્પી બર્થ-ડે અમીષા...” ચેતન, નીલ અને ધ્રુતિ સાથે જોરથી બોલ્યા.

“થેંક-યુ વેરી મચ ફ્રેન્ડ્સ” અમિષાએ હરખાતા કહ્યું.

નીલ અને ધ્રુતિ થોડી વાર વાતો કરીને કોન્ફરન્સ કોલ પરથી દુર થયા અને ચેતને અમીષા સાથે મબલક વાતો કરી.

આમ, બંનેએ ઘણી બધી વાતો કરી, બંને સુઈ ગયા, અમીષાના ફોન પર ઘણા મિત્રોના કોલ્સ આવ્યા હતા, ઘણાના મેસેજ આવ્યા હતા, તેણીએ સૌને રીપ્લાય કર્યો અને સુતાવેંત સ્વપ્નોના વિશ્વમાં ખોવાઈ ગઈ. આ દિવસે રવિવાર હતો એટલે કોલેજે પણ રાજા હતી.

સવારે નવ વાગ્યા આસપાસ અમીષા ઉઠી કે તરત જ તેના મમ્મીનો ફોન આવ્યો, મમ્મી સાથે પણ ઘણી બધી વાતો કરી.
હોસ્ટેલમાં રહેતા લોકોની સવાર જો મમ્મીના ફોનથી થાય તો દિવસ ખુબ જ સારો જ જવાનો, એમાં પણ આજ તો અમીષાનો બર્થ-ડે હતો. અમીષા ચેતનના પ્લાનથી એકદમ અજાણ હતી. અમીષાને મન તો આ બર્થ-ડે પણ સિમ્પલ જવાનો એવી જ ધારણા હતી.

અમિષાએ પોતાનું રૂટીન પતાવ્યું. સાંજના ચાર વાગ્યા સુધી તો અમિષાનો દિવસ નોર્મલ રહ્યો હતો, પ્લાન પ્રમાણે ધ્રુતિએ અમીષાને કોલ કર્યો અને તેને ગ્રીન પાર્ક ગાર્ડન પાસે બોલાવી, ત્યાં નીલ પણ હતો. અમીષાને કંઈ સમજાતું નથી, તે હજુ વિચારે જ છે કે આ શું છે બધું, ત્યાં તો તેને ચેતનનો કોલ આવે છે, ચેતનના કહ્યા મુજબ ત્રણેય લવ ગાર્ડન પહોંચે છે.

ચેતનની સરપ્રાઈઝની શરૂઆત અહીંથી થવાની હતી. ચેતને ઓર્ડર કરેલી કેક ટેબલ પર ગોઠવાઈ ગઈ હતી, આ બધું જોઇને અમીષાના હાવ ભાવ એકાએક બદલાયા અને એ તો જાણે ખુબ જ હરખાઈ ગઈ, ચારેય લોકોએ એક બીજા સામે જોયું અને હસવા લાગ્યા.

અમિષાએ કેક કટિંગ કર્યું કે તરત જ એક પછી એક નાના બાળકો આવીને અમીષાના હાથમાં એક એક ગીફ્ટ બોક્ષ આપીને અમીષા સામે હળવું હાસ્ય આપીને “હેપ્પી બર્થ-ડે મેમ,” કહીને ત્યાંથી ચાલતા ગયા, અમીષાનો હાથ ૬ ગીફ્ટ બોક્ષથી ભરાઈ ગયો, દરેક બોક્ષમાં અમીષાના નામના અક્ષરોથી બનેલી અલગ અલગ વસ્તુઓ હતી, અમીષાને આ ગીફ્ટ ખુબ જ પસંદ આવ્યું.

અંતે એક નાનું બાળક ફ્લોવર્સ બુકે લઈને આવ્યો અને તેમાં એક લેટર પણ હતો.

અમિષાએ આ લેટર ખોલ્યો અને વાંચવા લાગી.

“ડીયર અમીષા, મને ખબર નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું, હા પણ તારો પ્રેમી તો સો ટકા છું, અને તારા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરી છૂટવા હું તૈયાર છું. હું તને ખોટા વચનો આપવા માંગતો નથી, હું તને ચાંદ-તારા તોડીને લઇ આપીશ એવું વચન નહિ આપું, પરંતુ તું જ્યારે કહીશ ત્યારે તારી સાથ આવીશ અને આ ચમકતા ચાંદને નિહાળવા જરૂર લઇ જઈશ. હું તારા માટે કંઈ પણ કરીશ એમ તો નહિ કહું પણ કંઈક તો કરીશ જ, એમ જરૂર કહીશ, તને તારી ફેવરીટ વાનગીઓ બનાવીને ખવડાવીશ. તું મારી એક સારામાં સારી મિત્ર છે અને એથી પણ વિશેષ તું મારી પ્રેરણા છે, કદાચ લોકો ભલે આપણને અનોખું કપલ કહે પણ વિક માં એક વાર તારા માટે જમવાનું હું બનાવીશ. બર્થ-ડે ભલે તારો છે પણ મારા માટે કોઈ ઉત્સવથી ઓછો નથી.”

લી. તારા પ્રેમમાં પાગલ તારો ચેતુ.

આ લેટર વાંચીને અમીષાના મુખ પર તો લાલી છવાઈ ગઈ.
હજુ તો આવા અમુક સરપ્રાઈઝ બાકી હતા,

શું હશે સરપ્રાઈઝ ? ? ?

આગળ જાણવા માટે વાંચતા રહો....

પ્રેમનો પાસવર્ડ

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED